વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સમાજ પુરુષપ્રધાન છે એવી કાગારોળ સ્ત્રીઓએ મચાવી છે, મચાવતી રહી છે. એનું કારણ એ છે કે પોતાની પીડા – તકલીફ – દુ:ખ – આફત – મુશ્કેલીઓ જોરશોરથી કહેવાની બાબત સ્ત્રીઓની પ્રકૃતિમાં છે. જ્યારે પુરુષ હંમેશા મુંગા રહીને પોતાની પીડાને સહન કરવાની પ્રકૃતિ ધરાવે છે. સ્ત્રીને એની સાસુ હેરાન કરે છે એના કરતાં અનેક ગણી રીતે પુરુષને એનો ઉપરી – બોસ હેરાન કરતો હોય છે. છતાં પુરુષ માત્ર પોતાના એકાદ અંગત મિત્રને કહેવા સિવાય ક્યાંય એની તકલીફોનો ઉલ્લેખ કરતો નથી. જ્યારે સ્ત્રી શક્ય હોય ત્યાં પોતાના રોદણા રડવા તૈયાર હોય છે. ચાલુ ટ્રેઈનમાં કોઈ સ્ત્રી સહપ્રવાસી મળી જાય તો એને પણ પોતાના દુ:ખની વાત કહેવાનું શરૂ કરી દેશે. આથી સ્વાભાવિક રીતે સ્ત્રીએ પોતાને ભોગવવા પડતા દુ:ખોની એટલી બધી પબ્લિસિટી કરી કે બધાને એમ જ લાગવા માંડ્યું કે સાચે જ સમાજ પુરુષપ્રધાન છે અને સદીઓથી પુરુષ સ્ત્રી જાતિ પર અત્યાચાર કરતો આવ્યો છે, બધે જ પુરુષનું જ રાજ ચાલે છે.

શું વાસ્તવમાં પુરુષનું રાજ ચાલે છે ?

સ્ત્રીઓ બહુ સારી રીતે જાણે છે કે પુરુષને પોતાની આંગળીએ કેવી રીતે નચાવવો ! ખેલ માત્ર બે સ્ત્રીઓ વચ્ચે ખરાખરીનો જામે છે. પુરુષ તો સ્ત્રી માટે માત્ર એક રમકડું છે. પરંતુ પુરુષની પત્ની અને એની મા જ્યારે આમનેસામને ટકરાય છે ત્યારે રમતમાં રસાકસી ઉમેરાય છે. ઘરમાં સ્ત્રી હિંસા થાય છે એવી રજૂઆત કરીને સમાજ પુરુષપ્રધાન છે એમ સાબિત કરવામાં આવે છે. પરંતુ થોડા ઊંડા ઉતરીને જોઈએ તો જણાશે કે જે ઘરમાં પુરુષની પત્ની ઉપરાંત એની મા અને બહેન તેમજ ભાભી હોય એટલે કે પરણીને આવેલી સ્ત્રીની સાસુ, નણંદ તેમજ જેઠાણી હોય એવા ઘરમાં સ્ત્રીઓની એકબીજા માટે ઉશ્કેરણીથી પુરુષનો માત્ર હથિયાર તરીકે ઉપયોગ કરીને સ્ત્રી-હિંસા આચરવામાં આવતી હોય છે. આવા કિસ્સાઓમાં પુરુષ સ્ત્રીના દિમાગનું રમકડું માત્ર બનીને રહી જાય છે. વિભક્ત પરિવારમાં – જ્યાં પતિ-પત્ની અને બાળકો રહેતા હોય ત્યાં સ્ત્રી-હિંસા નહિવત હોય છે.

કયા સંબંધો મજબૂત બને છે ?

લગ્ન બાદ કયા સંબંધો મજબૂત બને છે અને કયા સંબંધોમાં શિથિલતા આવે છે ? આપણને સૌને જાણ છે કે લગ્ન બાદ પુરુષના સગા પુરુષથી દૂર જાય છે અને સ્ત્રીના (પત્નીના) સગા પુરુષની નજીક આવે છે. જેમ કે પુરુષ પોતાના ભાઈથી થોડો દૂર થાય છે અને કાલાનુક્રમે આ અંતર વધતું જ જાય છે. જ્યારે સાળા તેમજ સાઢુ ભાઈઓ એકબીજાની નજીક આવે છે. સાળા અને સાઢુ ઘરે આવે ત્યારે તેઓની આગતા-સ્વાગતા કેવી રીતે થાય છે અને પુરુષના ભાઈઓ આવે ત્યારે તેઓની સરભરા ઘરમાં કેવી રીતે થાય છે એ આપણે સૌ જાણીએ જ છીએ. ઘરમાં બનાવેલ રસોઈની વિવિધતાથી લઈને હોટેલમાં જમવા જવાના, બહાર ફરવા જવાના કાર્યક્રમો બની જાય છે. જ્યારે પુરુષના ભાઈઓ આવે ત્યારે તેની પત્ની તેઓ સાથે હળવા-ભળવામાં ઉદાસીનતા બતાવે છે.

બાળકોને કોણ ગમે ? મામા અને માસી ! કહેવત છે ને કે, મોસાળમાં જમણ ને પીરસનાર મા ! ફોઈ અને ફુઆને લઈને કોઈ કહેવત છે ? વેકેશનમાં ક્યાં જવાનું ? તો કહે, મામાના ઘરે ! દિકરીના લગ્ન બાદ એના ઘરે આવનારા તમામ પ્રસંગોએ વ્યવહાર કોણ કરે ? તો કહે, દિકરીનો ભાઈ એટલે કે દિકરીના સંતાનોના મામા ! આમ તમામ સામાજિક વ્યવહારોમાં સ્ત્રીના પિયર પક્ષના સગાં જ આગળ હોય ! એ જ રીતે પુરુષના ભાઈ હોય તો એ પણ એની પત્નીના પિયર પક્ષના સગાં સાચવવામાં વ્યસ્ત થઈ ગયો હોય ! ને પુરુષની બહેનના પ્રસંગો સાચવવાની જવાબદારી બહેનના ભાઈની બની રહે !

ઘરમાં સેવાપૂજા માટે કોઈ એક સંપ્રદાયનું ચલણ હોય છે. આ બાબતે પુરુષ તદ્દન અજાણ અને અસંગ હોય છે. ઘરમાં હાલમાં ચાલી રહેલો સંપ્રદાય કોના થકી ઘરમાં આવ્યો એમ પૂછવામાં આવે તો પુરુષવર્ગ એનાથી અજાણ જ હોવાનો ! પરંતુ તપાસ કરીએ તો જાણવા મળે કે જે-તે પ્રચલિત સંપ્રદાય હાલ સાસુનો હોદ્દો ભોગવતી સ્ત્રી પોતાના પિયરથી સાથે લાવી હોય અને એણે એ સંપ્રદાયને પ્રવર્તાવ્યો હોય ! પછી શું થાય ? પરણીને નવી આવેલી વહુ પોતાના પિયરથી પોતાનો સંપ્રદાય લઈને આવી હોય, એને પ્રવર્તાવાનો પ્રયત્ન શરૂ કરે. એમાં સંઘર્ષ થાય ને જે મજબૂત હોય એનું ચલણ રહે ! પરંતુ આ બાબતે પણ ઘરમાં સ્ત્રીઓનું ચલણ હોય છે એ મુદ્દો છે.

વારસાઈ મિલકતમાં ભાગ પાડવાનો મુદ્દો ભાઈઓમાં તકરારનું કારણ બની જાય છે. અને આ તકરાર સંબંધ વિચ્છેદ સુધી પહોંચે છે. જ્યારે પત્નીના સગાં સાથે મોટે ભાગે તકરાર એટલી તીવ્ર નથી હોતી કે સાસરીમાં સંબંધ વિચ્છેદ થાય. અહીં પતિની મા દહેજ માટે વહુ પર દબાણ કરતી હોય તો એ વહુ હોંશિયારીથી પોતાના પતિને સમજાવી-પટાવી લે છે. પરિણામે એ મુદ્દો નિષ્ક્રિય બની જાય છે. અને એ જ સ્ત્રી પોતાના પતિને એના ભાઈઓ સાથે મિલકતમાં ભાગ અંગે લડી લેવા ઉશ્કેરે છે. આથી પણ પુરુષના સગાં વચ્ચે મનમોટાવ વધતાં અંતર વધતું જાય છે.

સ્ત્રી પક્ષે સંબંધો મજબૂત બને છે પરંતુ એમાં સહૃદયતા કે આત્મીયતા હોય જ છે એવું નથી. જમાઈમાં અક્કલ ન હોય તો સાસરીમાં એને આબાદ છેતરવામાં આવે. સસરા તેમજ સાસુ જમાઈને, ‘અમારા જમાઈ તો દિકરા જેવા છે’ એમ કહે એટલે જમાઈ સાચું માની જાય.

પહેલા દિવસે પરોણો ને બીજા દિવસે પઈ.

ત્રીજો દિવસ રોકાય એની અક્કલ ગઈ.

એટલે કે જે દિવસે જમાઈ આવે એ દિવસે એને મહેમાન ગણવામાં આવે. બીજા દિવસે એ રહે તો એની કિંમત પાઈ એટલે કે એક નવા પૈસા જેટલી થઈ જાય. અને ત્રીજા દિવસે તો એ જ જમાઈ રોકાય, જેને અક્કલ જ ન હોય ! એક રાત પણ લગ્ન બાદ સાસરીમાં રોકાવાનું ન હોય એ વાત ભુલીને દિવસોના દિવસો સુધી સાસરીમાં રોકાઈ રહે. સાસુ અને સસરા પછી જમાઈ પાસે ઘરના એવા નાના-મોટા કામો કરાવવા માંડે કે જે તેઓના હરામખોર દિકરાઓ ના કરતા હોય ! ટાપા-ટૈયા એટલે કે કામ માટે ધક્કા ખવડાવવાનું શરૂ કરી દે. દિકરાઓ બેડરૂમમાં સૂતા હોય અથવા રસોડામાં સારું-સારું જમતા હોય ને આ નવા દિકરા એવા જમાઈ રાજ ઘરના માળીયા પર ચડીને એની સાફસફાઈ કરી રહ્યા હોય ! બંધ પડેલા પંખા, લાઈટો, રેડીયા, ટી.વી., કોમ્પ્યુટર રીપેર કરી રહ્યા હોય. હોંશિયાર જમાઈ હોય તો જેવા સાસુ-સસરા કહે કે, ‘અમારા જમાઈ તો દિકરા જેવા છે’ એટલે તરત જ પૂછી લેવું જોઈએ, શું ભાગ પાડો ત્યારે મારો ભાગ મને આપવાના છો ?’ ત્યારે ખબર પડે કે જમાઈના ભાગની વાત તો જવા દો, સગી દિકરીને પણ એના ભાગે આવતું ન આપીને, એને પટાવી લઈને, દિકરાઓને ભાગ આપવામાં પોતાને કોઈ વાંધો નથી એવા લખાણ નીચે સહી કરાવી લેવામાં આવે છે !

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: