વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

  • ગામડાઓમાં પણ શરૂઆતમાં ઘરે-ઘરે શૌચાલય બનાવવાનું શક્ય ના હોય તો શહેરની જેમ ‘પે એંડ યુઝ’ પ્રકારના સુલભ શૌચાલય બનાવવા માટે વિચારી શકાય.
  • શહેરમાં એક-એક વ્યક્તિ ફોર વ્હીલર લઈને નિકળે, જેમાં ચાર-છ વ્યક્તિ સમાઈ શકતી હોય પછી ટ્રાફિક સમસ્યા થાય જ ને ! પોતાના જેવા લાગતા અને પોતાના જવાના સ્થળે જતાં વટેમાર્ગુને પોતાની ગાડીમાં બેસાડી લેવા જોઈએ, ટ્રાફિક ઓછો થઈ જશે.
  • વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરનાર અકસ્માત સર્જી શકે છે એના માટે દંડની જોગવાઈ છે. પરંતુ રસ્તાની બન્ને બાજુ મોટા-મોટા હોર્ડિગ્સ કે સાઈન બોર્ડ લાગેલા હોય છે જેના પર ચિત્તાકર્ષક લખાણ લખેલું હોય છે એ વાંચવામાં અથવા સુંદર – આકર્ષક છોકરીનો ફોટો હોય છે એને જોવામાં અકસ્માત ના થઈ શકે ?
  • સીટી બસમાં મુસાફરી કરનાર માટે ટિકીટ કાઢવાનું બંધ કરીને મહિનો ચાલે એવો પાસ કાઢી આપવાનું શરૂ કરી શકાય. આ પાસ કોઈ પણ વ્યક્તિ વાપરી શકે. અને દિવસમાં ગમે તેટલી વાર ગમે તે રૂટ પર મુસાફરી કરી શકે. 1000 રુપિયા જેટલો ચાર્જ રાખીને પાસ ઈસ્યૂ કરી શકાય. ઘરના તમામ કામ કરતાં સદસ્યો એક જ સમયે અથવા જુદા-જુદા સમયે જુદા-જુદા સ્થળે જવાના હોવાથી એક પાસ આખા પરિવારને ચાલે એવું ન બને. વળી પોતાનો પાસ કોઈ પોતાના પાડોશી કે મિત્ર અથવા પરિચીતને પણ વાપરવા ન જ આપે. આથી દરેક મુસાફરી કરનારે પાસ કઢાવવો જ પડે. સરવાળે બસ કંપની વાળાને કોઈ નુકશાન નથી જ થવાનું.
  • રસ્તા પર રખડતા ગાય-ભેંસ એ હાલતા-ચાલતા બમ્પ જેવા છે. જેમ નાછૂટકે, કચવાતા મને બમ્પ આગળ વાહન ધીમે પાડીએ છીએ તેમ ગાય-ભેંસ આવે ત્યારે વાહન ધીમું પાડીને શાંતિથી નિકળી જવાનું, ‘બહુ ત્રાસ થઈ ગયો’ એવો લુક આસપાસના વાહનચાલક સમક્ષ નહી આપવાનો !
  • રસ્તા પર બહુ સિરીયસ ચહેરો નહી રાખવાનો ! થોડી નિર્દોષ હસી-મજાક કરી લેવાય. કોઈ અજાણી વ્યક્તિને કોઈ કારણ વિના ‘જય શ્રીકૃષ્ણ’ કહી શકાય. વાન કે રીક્ષામાં જતાં સ્કૂલના બાળકોની સાથે હળવી મજાક કરી શકાય. ચાર સાયકલો બાજુ-બાજુમાં હાંકીને એક સાથે જતા દિકરા-દિકરીઓને હળવી ટકોર કરી શકાય.
  • ધનવાન હોય એવા સજ્જને શહેરથી થોડે દૂર વિશાળ જમીન લઈને એનું પ્લે ગ્રાઉંડ બનાવીને બાળકોને એમાં ફ્રીમાં રમવા દેવા જોઈએ તેમજ પોતાની બસમાં બાળકોને ત્યાં ફ્રીમાં લાવવા-લઈ જવા જોઈએ.
  • મોટી હોસ્પીટલો પાસે દાનની તગડી રકમ જમા હોવા છતાં ઘણી બધી સેવાઓનો ચાર્જ દર્દી પાસેથી વસૂલ કરતી હોય છે. અથવા એવું બને છે કે દેખરેખના અભાવમાં દાનમાં આવેલા મોટા ભાગના અદ્યતન મશીનો ખોટકાઈને બંધ પડ્યા હોય છે. આથી ધનવાનોએ પોતાનું દાન કોઈ એક મોટી હોસ્પીટલને આપવાને બદલે નાના-નાના સેંટર્સ ખોલવા જોઈએ. જેમ કે કોઈ એક દાતા માત્ર એક્સ રે ક્લિનિક ચલાવે જેમાં તમામ દર્દીઓને ફ્રીમાં એક્સ રે કાઢી આપવામાં આવે. કોઈ એક દાતા તમામ દવાઓ ફ્રીમાં આપે, નડીયાદના સંતરામ મંદિરની જેમ, તો કોઈ લેબોરેટરી ચલાવે અને તમામ રીપોર્ટ્સ ફ્રીમાં કાઢી આપે ! કોઈ દાતા સીટી સ્કેન ફ્રીમાં કરી આપે તો કોઈ કંઈક બીજું. આ તમામ સેવાઓ મોટી હોસ્પીટલ પાસે જ કોઈ એક મોટા બિલ્ડીંગમાં અલગ અલગ વિભાગમાં ચાલે આથી દર્દીએ જુદી-જુદી જગ્યાએ દોડાદોડી ન કરવી પડે ! ફર્ક માત્ર એટલો કે તમામ સેવાઓ ફ્રીમાં અને જુદા-જુદા દાતા પોતે આ વ્યવસ્થા ઊભી કરે અને એને અટક્યા વિના ચલાવે !
  • ગર્જ્યા મેઘ વરસે નહી ને ભસતાં કૂતરા કરડે નહી ! શહેરમાં કૂતરા માણસોને બહુ કરડી જાય છે, નાના બાળકોને તો મારી જ નાંખે છે ! આવું કેમ બને છે ? એનું એક કારણ છે ભૂખ ! ભૂખ્યા કૂતરા કરડે ઘણા ! ભૂખ સહન કરવાના કારણે વળી એકબીજાનું ખાવાનું પડાવી લેવાના કારણે અંદરોઅંદર લડીને કૂતરાં એટલા બધા ચિડાઈ ગયેલા હોય છે કે નાનું ભુલકું જોતાં એના પર તુટી પડે છે તો મોટાને પણ તેઓ છોડતા નથી. આથી માણસે કૂતરાંને ખાવાનું આપવું જોઈએ. તેઓ પેટ ભરાયેલું હશે તો તમે જોશો કે દિવસે બધાં શાંતિથી સૂતા હશે. ભોજનના બદલામાં ચોકી કરવા રાત્રે પાછું જાગવાનું ખરું ને !
Advertisements

Comments on: "શહેરમાં ફરતાં ફરતાં . . ." (1)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: