વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સારી સ્કૂલોમાં હવે વિદ્યાર્થીઓના નાસ્તા તરફ પણ ધ્યાન આપવામાં આવે છે. બાળકો નાસ્તાના બોક્સમાં શું લાવે છે અને શું લાવવું જોઈએ એના પર ચર્ચા પણ થાય છે. કોરો નાસ્તો ચલાવી લેવામાં આવતો નથી તેમજ ફાસ્ટ ફુડ પણ લઈ જઈ શકાય નહી. વ્યવસ્થિત રોટલી-શાક, ઉપમા, કાંદાપૌંઆ કે બટાટા પૌંઆ જેવો રાંધેલો નાસ્તો બાળકને તેના વાલીએ આપવાનો રહે છે. આજની ફાસ્ટ લાઈફમાં જે પરિવારોમાં પતિ-પત્ની બન્ને અર્થોપાર્જન કરતા હોય તેઓને સમયની તકલીફ રહેતી હોય છે કે પોતાના બાળકને દરરોજ રાંધેલો નાસ્તો કેવી રીતે તૈયાર કરી આપવો ? બાળકની સવારની સ્કૂલ હોય તો વહેલા નાસ્તો બનાવવાનો સમય માતા-પિતા પાસે નથી હોતો. વળી બપોરની સ્કૂલ હોય તો સવારે 7:00 કલાકે તૈયાર કરેલો નાસ્તો બાળક બપોરે 2:30 કલાકે જમે ત્યારે ઠંડો થઈ ગયો હોય. નાસ્તો ગરમ રહે એવું બોક્સ પણ નાસ્તાને 6-7 કલાક સુધી ગરમ અને તાજો રાખી શકે એટલું બધું અસરકારક હોતું નથી. આથી સ્કૂલ તરફથી જો બાળકને દરરોજ ગરમ અને તાજા નાસ્તાની વ્યવસ્થા કરી આપવામાં આવે તો એ ઉત્તમ ગણાય. વળી બાળકને માટે સ્કૂલનો નાસ્તો કરવાનું ફરજિયાત બનાવવું પડે ! કારણ કે ઘણા વાલીઓ નાસ્તા માટે બાળકને રુપિયા આપી દે છે. આથી બાળક એ રુપિયાનું જે કંઈ લે છે એ એના સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોવાની સંભાવના વધુ રહે છે. અને એ બાળકને રુપિયા ખર્ચતો જોઈને ઘરેથી નાસ્તો લાવનારા બાળકમાં હીન ભાવ આવે છે અને એ બાળક પણ પોતાના માતા-પિતા પાસે રુપિયા માંગે છે. આની સાથે-સાથે જે સ્કૂલમાં બાળકોને નાસ્તો પીરસાતો હોય એ સ્કૂલમાં બાળકને સ્કૂલ કેમ્પસની આસપાસ દુકાનમાં જઈને રુપિયા ખર્ચવાની સખ્ત મનાઈ હોય એ ઈચ્છનીય છે.

હોમવર્ક

બાળકને સ્કૂલ તરફથી હોમવર્ક આપવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે બાળકો સ્કૂલ ઉપરાંત ટ્યૂશન ક્લાસમાં પણ જાય છે અને એ ક્લાસીસમાંથી પણ બાળકને હોમવર્ક આપવામાં આવે છે. સ્ટેશનરી ઉત્પાદકો તેમજ વેપારીઓ ઈચ્છે છે કે તેઓના માલનું વેચાણ વધે. માટે પહેલા ધોરણથી જ બોલ પોઈંટ પેનથી લખવાનું શરૂ કરાયું. આથી એક વાર નોટબુક, સ્વાધ્યાયપોથી વગેરે વપરાયા બાદ એનો ફરીથી ઉપયોગ ના થાય. વળી હોમવર્કના નામે વધુ ને વધુ કાગળો ભરાય તો તેઓનો નફો પણ વધે. તેઓ વધુ કમાય એની સામે કોઈને વાંધો ન હોય પરંતુ બાળકની સ્થિતિ ભારદારી મજૂર જેવી થઈ જાય છે એ વ્યથા છે. આના માટે એવું થઈ શકે કે પાઠ્યપુસ્તકો ઉપરાંત નોટબુક્સ, સ્વાધ્યાયપોથી પ્રોજેક્ટ રીપોર્ટ માટેના રંગીન પેજીસ, ફાઈલો, ચાર્ટ માટેની શીટ્સ, નકશા-પ્રયોગપોથી વગેરે સ્કૂલ તરફથી નિશ્ચિત ક્વોટામાં બાળકને આપી દેવામાં આવે. આથી વેપારી-ઉત્પાદકોને તેઓનો નિર્ધારિત નફો મળી જાય ! ત્યારબાદ નોટબુકમાં બાળકે હોમવર્ક કરવું કે નહી એ એની રુચિ, કામકાજ માટે સમયની ફાળવણી વગેરેને એની બુદ્ધિ પર છોડી દેવું જોઈએ. અરે, સ્કૂલમાં બાળકની હાજરી અંગે પણ કોઈ નિયમ ના હોવો જોઈએ. નોટબુક્સ તપાસવાના માર્ક્સ પણ નહી મુકવાના ! માત્ર પરીક્ષામાં એનું પર્ફોર્મંસ કેવું છે એ જ જોવાનું. આજનું બાળક ટી.વી. પણ મનોરંજન માટે જોતું નથી એ હકીકતની કેટલા શિક્ષકોને કે વાલીઓને ખબર છે ? ટી.વી. જોતી વખતે પણ બાળકની અભ્યાસ દૃષ્ટિ જ હોય છે આથી તો એ પ્રશ્નો કરે છે પરંતુ એની જિજ્ઞાસા સંતોષવા માટેનો સમય, રુચિ કે અક્ક્લ તેના વાલીમાં હોતા નથી. એ તો બસ એમ જ સમજે છે કે બાળક ટી.વી. જોઈને બગડે છે. આજનું બાળક મેચ્યોર છે. એને એની સમજણ પ્રમાણે વર્તવા દેવાય તો આશ્ચર્યજનક પરિણામો એ લાવીને દેખાડી શકે. પરંતુ આપણને એને માત્ર વજન ઊંચકીને હાંફી રહેલો મજૂર બનાવવામાં જ રસ છે. આપણે બાળકને દફતર ઉંચકીને સ્કૂલે જતો બંધ કરવો છે. જેવી રીતે એ સિનેમા જોવા જાય, બાગમાં જાય, રેસ્ટોરંટમાં જાય, પિકનિક કરવા જાય એ રીતે ખુલ્લા હાથે એ સ્કૂલે જતો થવો જોઈએ ત્યારે એને શિક્ષણ વ્હાલું લાગશે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: