વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

નોંધ :

સાંખ્ય દર્શનના તત્વદૃષ્ટા રચયિતા કપિલમુનિ છે. જ્યારે સાંખ્ય કારિકા – જેમાં સાંખ્ય દર્શન રજૂ થયું છે એના રચયિતા ઈશ્વરકૃષ્ણ મુનિ છે. તેઓએ રચેલી ૭૨ સાંખ્ય કારિકાઓ અનુવાદ સહિત અહીં આપી છે. અગાઉના લેખોમાં ૧ થી ૩૦ કારિકાઓ સાંખ્ય દર્શન – ૧ શીર્ષક હેઠળ અને ૩૧ થી ૫૦ કારિકાઓ સાંખ્ય દર્શન – ૨ શીર્ષક હેઠળ આપેલ છે. આજે કારિકાઓ ૫૧ થી ૭૨ સાંખ્ય દર્શન – ૩ શીર્ષક હેઠળ આપી રહ્યો છું. અહીં ઈશ્વરકૃષ્ણ રચિત સાંખ્ય કારિકાઓ સમાપ્ત થાય છે.

उह: शब्दोऽध्ययनं दु:खविघातास्त्रय: सुह्रत्प्राप्ति: ।

दानं च सिद्धयोऽष्टौ सिद्धे: पूर्वोऽङ्कुशस्त्रिविध: ॥ ५१ ॥

(1) ઉહ (તર્ક થી થતો નિર્ણય)  (2) શબ્દ (3) અધ્યયન  (4-6) ત્રિવિધ દુખ નો વિઘાત  (7)  મિત્ર-પ્રાપ્તિ  (8) દાન (પવિત્રતા–એ આઠ સિદ્ધિઓ  છે,અને પૂર્વે કહેલ ત્રણ (વિપર્યય,અશક્તિ,તૃપ્તિ) એ સિદ્ધિ  પરના અંકુશો છે. (51)

न विना भावैर्लिङ्गं न विना लिङ्गेन भावनिर्वृत्ति:।

लिङ्गाख्यो भावाख्यस्तस्माद् द्विविध: प्रवर्तते सर्ग: ॥५२॥

ભાવો (ધર્મ-વગેરે) વિના લિંગ-શરીર સંભવી શકતું નથી.અને લિંગ શરીર વિના ભાવો ની નિષ્પત્તિ સંભવતી નથી.તેથી લિંગ-અને ભાવ એ બે પ્રકારની સૃષ્ટિ પ્રવર્તે છે.  (52)

अष्टविकल्पो दैवस्तैर्यग्योनश्च पञ्चधा भवति ।

मानुषकश्चैकविध: समासतो भौतिक: सर्ग: ॥ ५३ ॥

આઠ પ્રકારની દૈવ-સૃષ્ટિ,પાંચ પ્રકારની તિર્યગ યોનિ  અને એક મનુષ્ય-સૃષ્ટિ- એમ ચૌદ પ્રકારની ભૌતિક સૃષ્ટિ થઇ.  (53)

उर्ध्वं सत्त्वविशालस्तमोविशालश्च मूलत: सर्ग: ।

मध्ये रजोविशालो ब्रह्मादिस्तम्बपर्यन्त: ॥ ५४ ॥

સત્વપ્રચુર લોક ઉંચે,તમસપ્રચુર લોક નીચે અને રજસપ્રચુર લોક મધ્ય માં આવેલા છે. આ પ્રમાણે, બ્રહ્મા થી માંડી ને ઘાસની અણી (સ્તંબ) સુધી ની સૃષ્ટિ રહેલી છે. (54)

तत्र जरामरणकृतं दु:खं प्राप्नोति चेतन: पुरुष: ।

लिङ्गस्याविनिवृत्तेस्तस्माद् दु:खं स्वभावेन ॥ ५५ ॥

તેથી જ્યાં સુધી લિંગ શરીર ની નિવૃત્તિ ના થાય ત્યાં સુધી ચેતન એવો “પુરુષ”  જરા-મરણ થી થતા દુઃખ નો અનુભવ કરે છે.તેથી સૃષ્ટિમાં દુઃખ – સ્વભાવ થી જ છે.  (55)

इत्येष प्रकृतिकृतो महदादिविशेषभूतपर्यन्त: ।

प्रतिपुरुषविमोक्षार्थं स्वार्थ इव परार्थ आरम्भ: ॥ ५६ ॥

આ પ્રમાણે મહત વગેરે થી માંડી ને વિશેષ (સ્થૂળ) ભૂતો સુધીનો સર્ગ પ્રકૃતિ એ જ રચ્યો છે,અને તે પ્રત્યેક મનુષ્ય ના મોક્ષ માટે છે,તેનાથી અન્ય પુરુષ હોવા છતાં તે જાણે કે સ્વ-અર્થે હોય તેમ લાગે છે.  (56)

वत्सविवृद्धिनिमित्तं क्षीरस्य यथा प्रवृत्तिरज्ञस्य ।

पुरुषविमोक्षनिमित्तं तथा प्रवृत्ति: प्रधानस्य ॥ ५७ ॥

જેમ વાછરડા ની વૃદ્ધિ માટે અચેતન (અવિરત??) દૂધ વહે છે, તેમ,પુરુષમાં મોક્ષ પ્રધાન-એવી પ્રકૃતિ ની પ્રવૃત્તિ થાય છે. (57)

औत्सुक्यविनिवृत्यर्थं यथा क्रियासु प्रवर्तते लोक: ।

पुरुषस्य विमोक्षार्थं प्रवर्तते तद्वदव्यक्तम् ॥ ५८ ॥

જેમ,લોકો,પોતાની ઉત્સુકતાની નિવૃત્તિ થાય,તે માટે ક્રિયામાં પ્રવૃત્ત થાય છે, તેમ અવ્યક્ત (પ્રધાન) પુરુષ મોક્ષ માટે પ્રવૃત્ત થાય છે.  (58)

रङ्गस्य दर्शयित्वा निवर्तते नर्तकी यथा नृत्यात् ।

पुरुषस्य तथाऽत्मानं प्रकाश्य विनिवर्तते प्रकृति: ॥ ५९ ॥

જેમ, નર્તકી,રંગ-ભૂમિ પર પોતાની કળા દર્શાવી ને નૃત્યમાંથી નિવૃત્ત થાય છે, તેમ,પ્રકૃતિ પણ પુરુષ પાસે પોતાને પ્રગટ કરીને નિવૃત્ત થાય છે. (59)

नानाविधैरुपायैरुपकारिण्यनुपकारिण: पुंस: ।

गुणवत्यगुणस्य सत: तस्यार्थमपार्थकं चरित ॥ ६० ॥

ગુણ વાળી અને ઉપકાર કરનારી પ્રકૃતિ નિર્ગુણ અને અનુપકારી એવા પુરુષ માટે, અનેક પ્રકારના ઉપાયો વડે,નિસ્વાથ ભાવે કાર્ય કરે છે.  (60)

प्रकृते: सुकुमारतरं न किञ्चिदस्तीति मे मतिर्भवति ।

या दृष्टाऽस्मीति पुनर्न दर्शनमुपैति पुरुषस्य ॥ ६१ ॥

પ્રકૃતિ થી વધારે અન્ય કોઈ પણ  નથી,એમ મારો મત છે,અને “હું (પૂર્ણ રીતે) જોવાઈ ગઈ છું” એમ લાગતાં  જ તે ફરીથી પુરુષ ની દ્રષ્ટિ એ પડતી નથી.   (69)

तस्मान्न बध्यतेऽद्धा न मुच्यते नापि संसरति कञ्चित् ।

संसरति बध्यते मुच्यते च नानाश्रया प्रकृति: ॥ ६२ ॥

તેથી ખરેખર તો કોઈ પણ પુરુષ, નથી  બંધન પામતો ,મોક્ષ પામતો,કે સંસાર ને પામતો, પરંતુ, વિવિધ પ્રકારના આશ્રયોવાળી,પ્રકૃતિ જ બંધન પામે છે,મોક્ષ પામે છે,સંસરણ  પામે છે. (62)

रूपै: सप्तभिरेव तु बध्नात्यात्मानमात्मना प्रकृति: ।

सैव च पुरुषार्थं प्रति विमोचयत्येकरूपेण ॥ ६३ ॥

પોતાનાં સાત રૂપો (જ્ઞાન સિવાય ના સાત ભાવો) વડે પ્રકૃતિ પોતે જ પોતાને બાંધે છે, અને તે જ (પ્રકૃતિ) પુરુષ માટે એક રૂપ થી (જ્ઞાનથી) પોતાને છોડે છે  (62)

एवं तत्वाभ्यास्यान्नास्मि न मे नाहमित्यपरिशेषम् ।

अविपर्ययाद्विशुद्धं केवलमुत्पद्यते ज्ञानम् ॥ ६४ ॥

આ પ્રમાણે તત્વાભ્યાસ થી “હું નથી” મારું કંઈ  નથી” અને ‘મારામાં હું પણું  નથી” એવું સંપૂર્ણ નિર્ભ્રાંત હોવાથી વિશુદ્ધ જ્ઞાન ઉત્પન્ન થાય છે.  (64)

तेन निवृत्तप्रसवामर्थवशात् सप्तरूपविनिवृत्ताम् ।

प्रकृतिं पश्यति पुरुष: प्रेक्षकवदवस्थित: स्वस्थ: ॥ ६५ ॥

આ રીતે પુરુષના પ્રયોજન ને વશ થવાથી,પ્રસવ-ધર્મ માંથી નિવૃત્ત થયેલી,અને સાત ભાવો (ધર્માદિ) માંથી મુક્ત થયેલી પ્રકૃતિ ને સ્વચ્છ પુરુષ પ્રેક્ષક ની જેમ ઉદાસીન રહી ને જુએ છે.(65)

रङ्गस्थ इत्युपेक्षक एको दृष्टाहमित्युपरमत्यन्या ।

सति संयोगेऽपि तयो: प्रयोजनं नास्ति सर्गस्य ॥ ६६ ॥

“મેં એને જોઈ લીધી છે”એમ નિશ્ચય થવાથી એક (પુરુષ) ઉપેક્ષા-વૃત્તિ ધારણ કરે છે,અને “હું જોવાઈ ગઈ છું” એમ માની ને બીજી (પ્રકૃતિ) વિરામ પામે છે. પછી બંને નો સંયોગ હોય તો પણ સૃષ્ટિ  (સર્ગ ) નું પ્રયોજન રહેતું નથી.  (66)

सम्यग्ज्ञानाधिगमाद् धर्मादीनामकारणप्राप्तौ ।

तिष्ठति संस्कारवशाच् चक्रभ्रमिवद् धृतशरीर: ॥ ६७ ॥

(પછી થી) સમ્યક જ્ઞાન પ્રાપ્ત થયું હોવાથી,ધર્મ-વગેરે (સંસારનું) કારણ બનતા નથી, તો પણ  સંસ્કાર-વશ થઇ, જેમ,કુંભારના ચાક નું ભ્રમણ તને વેગ આપવાનો બંધ કાર્ય પછી પણ ચાલુ રહે છે તેમ પુરુષ (પૂર્વ ના સંસ્કાર થી) શરીર ધારણ કરી રાખે છે. (67)

प्राप्ते शरीरभेदे चरितार्थत्वात् प्रधानविनिवृतौ ।

ऐकान्तिकमात्यन्तिकमुभयं कैवल्यमाप्नोति ॥ ६८ ॥

(પછી થી) શરીર છૂટી જતાં -પ્રયોજન પૂર્ણ થયું હોવાથી પ્રકૃતિ (પ્રવ્રૃત્તિ માંથી) નિવૃત્ત થાય છે, અને તેથી પુરુષ એકાંતિક અને આત્યંતિક એવું ઉભય પ્રકારનું કૈવલ્ય પ્રાપ્ત કરે છે. (68)

पुरुषार्थज्ञानमिदं गुह्यं परमर्षिणा समाख्यातम् ।

स्थित्युत्पत्तिप्रलयाश्चिन्त्यन्ते यत्र भूतानाम् ॥ ६९ ॥

પુરુષના (મોક્ષ-રૂપી) પ્રયોજન માટે-પરમ ઋષિ એ (કપિલ મુનિ એ) આ ગુહ્ય જ્ઞાન સમજાવ્યું છે. એમાં પ્રાણી ની ઉત્પત્તિ,સ્થિતિ અને લય નો વિચાર કરવામાં આવ્યો છે. (69)

एतत्पवित्रमग्र्यं मुनिरासुरयेऽनुकम्पया प्रददौ ।

आसुरिरपि पञ्चशिखाय तेन च बहुधा कृतं तन्त्रम् ॥ ७० ॥

કપિલ-મુનિ એ આ શ્રેષ્ઠ અને પવિત્ર જ્ઞાન-અનુકંપા થી આસૂરી  (ઋષિ) ને આપ્યું, આસૂરી  એ તે પંચ -શિખને આપ્યું,તેણે આ શાસ્ત્ર નો ખુબ વિસ્તાર કર્યો  (70)

शिष्यपरम्परयाऽऽगतमीश्वरकृष्णेन चैतदार्यादिभि: ।

संक्षिप्तमार्यमतिना सम्यग्विज्ञाय सिद्धान्तम् ॥ ७१ ॥

શિષ્ય-પરંપરા થી આ જ્ઞાન ઉદાર બુદ્ધિ વાળા -“ઈશ્વર કૃષ્ણ”ને પ્રાપ્ત થયું, તેમણે તે સિધ્ધાંત ને સારી રીતે સમજીને,સંક્ષેપમાં આ આર્યા ઓ માં રજુ કર્યું

सप्तत्यां किल येऽर्थास्तेऽर्था: कृत्स्नस्य षष्टितन्त्रस्य ।

आख्यायिकाविरहिता: परवादविवर्जिताश्चापि ॥ ७२ ॥

સમગ્ર  પષ્ટિતંત્ર માં કહેવાયેલા અર્થો જ, ખરેખર આ સિત્તેર આર્યા ઓમાં કહેલા છે. અને “પરવાદ” નું ખંડન (તેમાંથી) બાદ કરેલ છે.

સાંખ્ય-કારિકાઓ-સમાપ્ત

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: