વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સાંખ્ય કારિકા ૨ ની વિશિષ્ટ સમજ

दृष्टवदानुश्राविक: स ह्यविशुद्धिक्षयातिशययुक्त: /

तद्विपरीत: श्रेयान व्यक्ताव्यक्तज्ञविज्ञानात //2//

પુરુષ ની મુક્તિ માટે આનુશ્રવિક (વૈદિક-અનુશ્રુયતે ઉચ્ચાયતે-ઇતિ આનુશ્રવિક) દૃષ્ટવત ઉપાય બતાવે છે.

પૂર્વ-મીમાંસામાં

“સ્વર્ગ મુક્તિ સ્વ-રૂપ છે”-એમ કહે છે.અને સ્વર્ગ-પ્રાપ્તિ માટે-જ્યોતિષ્ટોમેન સ્વર્ગ કામો યજેત એટલે કે-જ્યોતિષ્ટોમ યાગ કરવા કહે છે.

સ્વર્ગ કોને કહેવાય?

યન્ન દુઃખેન સંભિન્નમ્ ન ચ ગ્રસ્તમ અનંતરમ્ // અભિલાષોપનીતંચ તત્સુખમ સ્વઃપદાશ્રયમ્ //

જે સ્થાન દુઃખ થી મિશ્રિત નથી,જે સુખ ક્યારેય વિક્ષેપ થવાવાળું નથી,અને. જે સ્થાન માં સુખ એ દુઃખ થી મિશ્રિત નથી,અંતરરહિત-યાને-સતત અખંડિત છે, જ્યાં અભિલાષા ની તુરંત પ્રાપ્તિ થાય છે-તેવું સુખ જ્યાં છે તે-સ્વઃ પદ=સ્વર્ગ” કહેવાય છે. આ સ્વર્ગ ની પ્રાપ્તિ માટે-અગ્નિહોત્રી “જ્યોતિષ્ટોમ યાગ”  કરી શકે છે.

આ યાગમાં કહે છે…..

અપામ સોમમં વયં = અમે સોમરસ નું પાન કર્યું.

અગ્ન્મ જ્યોતિ = પ્રકાશ મળ્યો

અવિદામ દેવાન=દેવો નું સ્વરૂપ અમને પ્રાપ્ત થયું.

કિન્ન અરાતિ અસ્માન નૂનં કિં કૃણવત//  ધુર્તિ: કિં અમૃત મર્ત્યસ્ય//

અરાતિ =શત્રુ, અસ્માન – અમને, નૂનં = ખરેખર, કિં કૃણવત = શું કરી શકે?

ધુર્તિ: કિં અમૃત મર્ત્યસ્ય = જરા-મરણ રહિત, મર્ત્ય છતાં અમે અમૃત બન્યા.

 સાંખ્ય-દર્શન કહે છે કે- આનુશ્રવિક (વૈદિક) ઉપાયમાં ત્રણ દોષ છે.

(૧) અવિશુદ્ધિ = વિશેષ અશુદ્ધિ.

કારણ કે-“જ્યોતિષ્ટોમ યાગ” માં પશુ હિંસા છે. અજાર બલિદાન માં પશુ નું હૃદય-પટલ તોડી ને તે હૃદય ને અગ્નિમાં હોમવામાં આવે છે. આ પ્રકારની હિંસા સાત મોટા યાગમાં થાય છે. “જીવો જીવસ્ય જીવનમ-મત્સ્ય ન્યાય” અનુસાર મોટી માછલી નાની માછલી ને ખાય છે. મીમાંસકો -“સ્વર્ગ-કામ માટે -હિંસા પ્રાયશ્ચિત કરો”-એમ કહે છે.

“યા વેદ વિહિતા હિંસા નસ્ત હિંસેતી વિયતે”

સ્વર્ગ કામ કરવા માટે કરેલી હિંસા એ હિંસા નથી. યુદ્ધ માં પણ શત્રુ પક્ષે વધુમાં વધુ હિંસા પ્રાપ્ત કરનાર જ વિજેતા પદ પ્રાપ્ત કરે છે. શિક્ષા ને બદલે ઇનામ પ્રાપ્ત કરે છે. આ એક વૈદિક વિચાર છે. પશુ (અજાપુત્ર) ની હિંસા નિવારવા ઋષિઓ લોટ (પિષ્ટ) ની પશુ-આકૃતિ બનાવી,તેની પ્રાણ-પ્રતિષ્ઠા કરીને – તેનું બલિદાન આપી ને હોમ કરે છે. આ પ્રકારના પિષ્ટ પશુ નો હોમ કરવાથી,”પ્રાણ-વિયોગ” થાય છે.(માટે?) ઘી ની આહુતિ આપવાની. ત્યાર બાદ,સાક્ષાત પશુ કે પિષ્ટ પશુ પણ નહિ-પણ  અન્ય માર્ગ તરીકે -“ક્રોધ” નામના પશુ નો હોમ કરવાનું જણાવે છે.

 (૨) ક્ષય -“ક્ષીણે પુણ્યે મર્ત્ય-લોકે વિશન્તિ” અનુસાર

સ્વર્ગ માં પુણ્ય નો ક્ષય થતાં મર્ત્ય-લોક માં પાછા  આવવું પડે છે.

 (૩) સાતિશય– સ્વર્ગ માં મળતા સ્થાન “ન્યૂનાધિક્ય” છે-શ્રેષ્ઠ સ્થાન છે અને કનિષ્ઠ સ્થાન પણ છે, આ “દોષ” છે.

 तद्विपरीत: श्रेयान આ દૃષ્ટ (વેદમાં બતાવેલ) ઉપાય થી ભિન્ન ઉપાય  બતાવતાં સાંખ્ય જણાવે છે કે-

व्यक्ताव्यक्तज्ञविज्ञानात વ્યક્ત-અવ્યક્ત-જ્ઞ(પુરુષ)-“તત્વ” નું “વિજ્ઞાન” જાણવાનો –

 તત્વો કુલ ૨૫ છે.તેમાં ૨૩ વ્યક્ત છે,પ્રકૃતિ એ એકમાત્ર અવ્યકત છે,પુરુષ એ -જ્ઞ- (જ્ઞાનસ્વરૂપ) તત્વ છે.

 ૨૩ વ્યક્ત તત્વો નીચે મુજબ છે-

મહત્ (બુદ્ધિ), અહંકાર, મન,

–પંચ તન્માત્રા ઓ (શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગંધ) અને પંચ મહાભૂતો(આકાશ,વાયુ,તેજ,જળ,પૃથ્વી)

–પંચ જ્ઞાનેન્દ્રિયો-ચક્ષુ(આંખ)-શ્રવણ (કાન)-ત્વચા (ચામડી)-રસ (જીભ)-ઘ્રાણ (નાક)

–પંચ કર્મેન્દ્રિયો -વાક્ (મુખ) પાણિ (હાથ) પાદ (પગ) પાયુ (ગુદા) ઉપસ્થ (જનનેદ્રીય)

 સાંખ્ય – ઈશ્વરમાં ન માનતું  હોવાથી, તેને નિરીશ્વર સાંખ્ય  જયારે…..

યોગ – ઈશ્વરમાં માનતું હોવાથી તેને સેશ્વર-સાંખ્ય કહેવાય છે.

 अपाम सोम म मृते अभूमागन्म ज्योतिरविदादेवान//

किन्नूनमस्मान कृष्णवदरति: किमुधुर्तिर मृत मर्त्येस्या//  (रुग्वेद)

 સાંખ્ય-કારિકા-૫-ની વિશિષ્ટ સમજ

 प्रतिविषयाध्यवसायो दृष्टं त्रिविधमनुमानमाख्यातम /

तल्लिंगलिंगिपूर्वकं आप्तश्रुतिराप्तवचनं तु //5//

 “विषयं प्रतिवरतते -इति-प्रतिविषयं” = વિષય સાથે જે સંબંધ રાખે તે પ્રતિવિષય- विषयसन्निकृष्टम इन्द्रियं अध्यवसाय-એટલે બોધ-નિશ્ચય.”ઇન્દ્રિય-વિષય” ના સંપર્ક થી બુદ્ધિમાં બોધ ઉત્પન્ન થાય છે.

 પ્રમાણ-

“દૃષ્ટમ” – એ પ્રત્યક્ષ -“પ્રમાણ” છે.

“અયમ ઘટ: અહં ઘટમ જાનામિ” એટલે કે આ ઘડો છે. મને ઘડાનું જ્ઞાન છે.

ઘડાને જોવાથી ઘડાનો બોધ થાય છે તે-“પ્રત્યક્ષ-પ્રમાણ: છે. જયારે વેદાંત-એ ઇન્દ્રિયો ને પ્રમાણ કહે છે.

 અનુમાન-

“ત્રિવિધમનુમાન માખ્યાતમ” કહેવાયું છે-એટલે કે અનુમાન ના ત્રણ પ્રકાર છે.

“અનુમિતિ,જનકમ જ્ઞાનમ-અનુમાનમ”

 (૧) પૂર્વવત અનુમાન

યત્ર યત્ર હેતુ – તત્ર તત્ર  સાધ્યમ//

યત્ર યત્ર ધૂમ: – તત્ર તત્ર  અગ્નિ://

યત્ર યત્ર ઘટ:- તત્ર તત્ર  મૃતિક://

કાર્ય ઉપરથી કારણ નું અનુમાન. (કારણ) નો અભાવ નથી. ધુમાડો જોઈ ને વસ્તુ-સ્વરૂપ એવા અગ્નિનો બોધ (અનુમાનથી) થાય છે.

 (૨) શેષવત અનુમાન-

“યત્ર મૃતિર્નાસ્તી તત્ર ઘટ નાસ્તિ – મૃતિકાય અભાવે – ઘટ અભાવ”

કારણ પરથી કાર્ય નું અનુમાન.અભાવથી શરૂઆત થાય છે,અભાવ સાધ્ય છે. તળાવ ધૂમ  નથી કારણ કે ત્યાં અગ્નિ નથી.

 (૩) સામાન્યતોદૃષ્ટિ અનુમાન-

રૂપી વસ્તુઓ નું જ્ઞાન જેના દ્વારા થાય છે તે – ચક્ષુરિન્દ્રિય છે,પરંતુ આપણે ચક્ષુરિન્દ્રિય નું પ્રત્યક્ષ જ્ઞાનપ્રાપ્ત નથી કરી શકતા.માત્ર ગોલક નું પ્રત્યક્ષ થાય છે. કેવળ અતિન્દ્રિયનો અનુભવ કરવાનું-તેની સિદ્ધિ કરવાનું-“સામાન્યતોદૃષ્ટિ અનુમાન” થી શક્ય બને છે.

 તલ્લિન્ગમ લિન્ગિમ: પૂર્વકમ્:

છુપાયેલા અર્થ નો જે બોધ કરાવે છે તે લિંગ. લિંગનો સંબંધી લિંગી કહેવાય છે.પર્વત લિંગી છે,ધૂમ લિંગ છે,

પ્રથમ ક્ષણે ધૂમ દેખાય છે, “વ્યાપ્તિ બોધ”-દ્વિતીય ક્ષણે થાય છે.

અર્થાંત-ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ-એ બોધ થાય છે.

ધુમાડો પર્વત પર છે-એ તૃતીય ક્ષણે -બોધ થાય છે, ચોથી ક્ષણે “પર્વતો વહ્નીમાન” એ બોધ થાય છે.

 પક્ષ કોને કહેવાય?

સાધ્ય નો સંદેહ જ્યાં હોય -તેને પક્ષ કહેવાય.

સાધ્ય -અગ્નિ છે,જે પર્વત પર છે.આથી પર્વત “પક્ષ” છે.

જ્યાં વહ્ની નથી એ વિપક્ષ છે.

તળાવ માં અગ્નિ નથી એથી તળાવ વિપક્ષ છે.

 પર્વત પર અગ્નિ છે એવું સિદ્ધ શાથી કરવું પડે છે?

કારણ પર્વત પર અગ્નિ નું હોવું એ તાત્કાલિક છે,પર્વત અને અગ્નિ વચ્ચે “સતઃ સજ્જાય્તે” સંબંધ નથી.

 આપ્તશ્રુતિરાપ્તવચનમ તુ

 શબ્દ પ્રમાણ-

(૧) વેદ ને પ્રમાણ માનવાવાળો આપ્ત-

(૨) રાગ-દ્વેષ થી પર આપ્ત—-      “રાગાત દ્વેષાત અપિ ન અન્યથા વાદી”

(૩) “આપ્તસ્તુ યથાર્થ વક્તા” જે યથાર્થ વક્તા છે તે જે આપે તે-

ઉદાહરણ તરીકે-“નદયા સ્તીરે પંચ ફલાનિ સંતિ” ગુરુનું આપ્તવાક્ય.

 પ્રમાણો નું વર્ણન કરતી આ સાંખ્ય-કારિકા-૫ છે.

હવે પ્રશ્ન ઉપસ્થિત થાય -કે-

શું તમામ પ્રમાણો થી એક્ય બોધ થાય છે?

જેનો ઉત્તર કારિકા -૯-માં છે. કારિકા – ૯ની સમજ હવે પછી આપવામાં આવશે.

Advertisements

Comments on: "સાંખ્ય દર્શન – ૪" (1)

  1. HELLO KALPESHBHAI READ YOUR ARTICLE AFTER SO LONG TIME AABHAR

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: