વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

યથા રાજા તથા પ્રજા. દિલ્હીના બળાત્કાર જેટલા જાણીતા છે એથી વધુ દિલ્હી ફ્રોડ લોકો માટે જાણીતી છે. અને આથી દિલ્હીની જનતાને એક મહા ફ્રોડ નેતા મળ્યો. દિલ્હીની જનતા આટલી બધી મુર્ખ હશે એ આજે ખબર પડી. કેજરીવાલે હવાઈ વાયદા કરીને કરોડો મત પોતાના ખિસ્સામાં સેરવી લીધા. મોદીસાહેબે ખરેખર ખોટા વચનો આપવાની રાજનીતિ કરવાને બદલે હારવાનું પસન્દ કર્યું. હવે કેજરીવાલનો મરો થવાનો છે. એક વાર સત્તા છોડીને નાસી ગયા બાદ પણ એમાંથી તેઓએ કોઈ શીખ લીધી નથી. બલ્કે દિલ્હીની જનતા સમક્ષ વધુ ને વધુ ફ્રોડ કરવાનો રસ્તો પસન્દ કર્યો છે. કેજરીવાલે મફત વાઈ-ફાઈ, મફત પાણી – વિજળીનો વાયદો કર્યો છે, એને ગણીને બે-ચાર દિવસ વીત્યા નથી ત્યાં તો ફ્રોડ જાહેરખબરોની નીચે કિડીના પગ જેવી ‘કંડીશન એપ્લાય’ વાળી શરતો લખેલી હોય છે એમ કેજરીવાલ & કમ્પનીએ કંડીશંસ એપ્લાય કરવા માંડી છે, જેમ કે વાઈ-ફાઈ દિવસના બે-ત્રણ કલાક મળશે, જાહેર સ્થળોએ જ મળશે, કામ-કાજ અટકે નહી એટલું જ જોવાશે, મનોરંજન માટે વાઈ-ફાઈ નહી મળે – વગેરે, વગેરે……

ચોખ્ખી ચટ રાષ્ટ્રનીતિના અમલના મહા ફાયદાઓ છે પરંતુ એનો લાભ પણ તરત મળતો નથી. જનતાએ એ નીતિ પર વિશ્વાસ મુકવો પડે છે. મોદીજીમાં અફલાતુન ધીરજ છે. પરિણામોથી વિચલિત થઈ જાય એ નેતા નથી પણ ડ્રાયવર છે. દિલ્હીની જનતાએ હજુ થોડો માર ખાવાનો બાકી છે. અને આ એક સારી વાત છે, નહી તો મોદીજીના વચનો અને તેઓની રાષ્ટ્રનીતિ શું છે એની દુનિયાને જાણ થઈ શકે નહી. કોઈ માણસ ખુબ સારુ કાર્ય કરી રહ્યો હોય એની કદર, કોઈ હલકટ માણસ આવીને કામ બગાડે નહી ત્યાં સુધી થતી નથી. કુદરતે ખુબ સારી વ્યવસ્થા કરી છે. લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે – કહેવત અનુસાર આજે પોતાને બુદ્ધિજીવી ગણાવતી કોઈ ચેનલે કેજરીવાલને એ પ્રશ્ન ન પૂછ્યો કે તમે બધુ ફ્રી કરવા માંગો છો તો એના માટે નાણાની વ્યવસ્થા – કોઈ આયોજન વિશે જનતા સમક્ષ વાત કરશો ? બધું હંઈસો….. હંઈસો……. ચાલ્યુ ને કેજરીવાલ & કમ્પની જીતી ગઈ. સત્તા મેળવવા કેજરીવાલની કક્ષાએ મોદીજી ન ઉતર્યા એ તેઓની મહાનતા. સમગ્ર રાષ્ટ્રમાં જીત હાંસલ કર્યા બાદ રાજધાનીમાં હું હારી જઈશ તો મારી પ્રતિષ્ઠાનું શું ? એવો વિચાર મોદીજીએ ન કર્યો. હું મારી કીર્તિ સાચવવા નહી બલ્કે જનતા ની ખરા હૃદયથી સેવા કરવા ગાદી પર આવ્યો છું – આ વાત મોદીજીએ 100% સાચી પુરવાર કરી આપી. રાષ્ટ્રનેતાને મન જનતા પોતાના વ્હાલસોયા બાળક સમાન છે. અને મા-બાપ બાળકોના દોષો જોતા નથી, એને માફ કરી દે છે. અન્યથા દિલ્હીની જનતાએ કોઈ નાનો ગુનો કર્યો નથી. કેટ-કેટલી સમસ્યાઓથી દુ:ખી છે, દિલ્હીની જનતા. બળાત્કારનું એપી સેંટર છે. છેતરપિંડી, હત્યા, ડ્ર્ગ્સ, ગે રીલેશંસ, અનેક ગુનાખોરીથી ખદબદતી દિલ્હીના નસીબમાં શું હજુ સુધી ભાગ્યોદય લખાયો નથી ? એક સર્વાંગ સમ્પૂર્ણ નેતા દિલ્હીમાં રાજ કરતા હોવા છતાં તેઓની કાર્યદક્ષતાનો લાભ મળવાને બદલે દિલ્હીની જનતાને એક ફ્રોડ્નું નેતૃત્વ મળવાનું છે ! ખરેખર દિલ્હીની એક અતિ મહાકાય સેક્યુલર દમ્ભી લોબીએ પોતાની મનમાની ચાલુ રાખવા માટે દિલ્હીની સાફસફાઈ કરવાનું અટકાવીને મુફલીસ પાર્ટીને સત્તા અપાવી છે. પરંતુ આ તિકડમ ઉઘાડુ પડે એ માટે મોદીજીએ રાહ જોવાનું પસંદ કર્યું છે એ તેઓની ધીરજ દર્શાવે છે.

વરસાદ પડે ત્યારે અનેક દેડકાઓ ડ્રાઉં…. ડ્રાઉં……. કરવા મંડી પડે એ પ્રકૃતિ છે. આથી હાર મળે એ પક્ષની ચારેકોરથી જે ટીકાઓ થાય એ પક્ષના સભ્યોએ સાંભળવી પડે. જીત મળે એ પક્ષના વખાણ થાય એ પણ સ્વાભાવિક છે. આથી દેશ અને દુનિયામાં મોદીજીની તેમજ પક્ષની અથવા એ બન્નેમાં જે વધુ યશસ્વી હોય તેની વધુ ટીકાઓ થવાની. એ નાતે મોદીજીની નીતિઓની ટીકાઓ પણ થવાની. જીતનો યશ મોદીજી ને તો હારનો અપયશ પણ મોદીજીને !! પરંતુ આ તમામ બાબતો ક્ષુલ્લક છે, એમાં સમય બગાડાય નહી. આવી ટીકાઓનો તો ઉલ્લેખ પણ કરવાનું મન નથી. છતાં કેટલીક વાહિયાત ટીકાઓ ટાંકી શકાય. જેમ કે, પેરાશુટ ઉમેદવાર કિરણ બેદી – ભાજપાની નેતાગીરીમાં અસંતુષ્ટો, પક્ષ વિરોધી કામગીરી, અમિત શાહજીએ કહ્યું – કાળા નાણા પરત આવશે તો પ્રત્યેકને 15 લાખ મળશે એ તો કહેવત છે – મોંઘવારી ઘટી નથી – પ્રજાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે ભાજપા – વગેરે…….. વગેરે………….. ત્રણ મહિનામાં 60 વર્ષની સમસ્યાઓનું સોલ્યુશન માગે એ બેવકૂફી નથી તો બીજુ શું છે ? 5 વર્ષ મોદીજીને આપ્યા એ આપ્યા. હવે માત્ર વિશ્વાસ જ મુકવાનો. અને 5 વર્ષ બાદ જોવાનું કે શું ફર્ક પડ્યો છે ! જમ્મુ – કાશ્મીરમાં નિર્ભય બનીને સામાન્ય જનતાએ ચુંટણી પ્રચાર કર્યો, જાહેરમાં આવીને મતદાન થયું, 60 વર્શ બાદ લોકશાહી ઢબે સરકાર રચાવા જઈ રહી છે, એ ક્રાંતિ નથી તો બીજુ શું છે ? ઘરની બહાર નિકળતા ફફડતી જમ્મુ-કાશ્મીરની જનતાને સદંતર નિર્ભય કરી એ મોદીકરિશ્મા છે. દિલ્હીની જનતાને એ નિર્ભયતા નથી માફક આવતી તો ભોગ એના !

કેજરીવાલના ધારાસભ્યો મોટેભાગે ગુનાખોરીનો કાળો ઈતિહાસ ધરાવે છે. તેઓ માટે યેન-કેન પ્રકારે ચુંટણી જીતવી એ એક રમત છે. હવે તેઓ પાસેથી જનહિતનું કામ લેવાનું શક્ય છે જ નહી. આ વાત કેજરીવાલ જાણી ચુક્યા છે. તેથી જ તો જીત મળતાની સાથે બહાનાબાજી શરૂ કરી દીધી છે. કેજરીવાલ કહે છે કે કેન્દ્ર સરકાર સહકાર નહી આપે તો દિલ્હીની જનતા તેઓને માફ નહી કરે. આનો ગર્ભિત અર્થ એ છે કે કેજરીવાલ પોતાના વચનો પુરા નહી કરી શકે તો દિલ્હીની જનતા સમક્ષ પોતે શું બહાનું કાઢશે એ તેઓએ અગાઉથી જ જાહેર કરી દીધું ! આને ડરપોકપણું જ કહેવાય ! આપના ધારાસભ્યો એવા રીઢા ગુનેગારો, દિલ્હીની જનતાના શું હાલ કરવાના છે એ તો આવનારો સમય જ કહેશે. પરંતુ ઉત્તરપ્રદેશ અને બિહારમાં જે આતંક, ગુનાખોરી ચાલી રહી છે તે દિલ્હીમાં શરૂ થઈ જશે. પાર્ટી પોતાના કાર્યકરોને ફંડ નહી આપે અને જનતાને બેફામ લુંટીને પોતાના ખિસ્સા ભરવાની વર્ષોથી ચાલી આવતી કોંગ્રેસની કાર્યપદ્ધતિ અપનાવવાની રજા આપ પાર્ટી પણ આપશે. તમામ સરકારી ક્ષેત્રોમાં આપના ધારાસભ્યો ભ્રષ્ટાચાર કરશે અને જનતાના એકેય કામો થશે નહી. કેજરીવાલ કોને કોને રોકશે ? અને શા માટે રોકે ? જો સ્વચ્છ શાસન આપવાની નેમ કેજરીવાલની હોત તો એણે કરોડપતિ ગુનેગારોને ટિકીટ આપવાને બદલે સ્વચ્છ છબી ધરાવનારને ઉમેદવારી કરવાનું ન કહ્યું હોત ! પરંતુ જનતાને આ બધું વિચારવાની ફુરસદ ક્યાં છે ? એને તો બસ – મફતમાં બધું જોઈએ છે ! અને એ મફતનું મેળવવાની લ્હાયમાં પોતાનું જે હશે એ પણ ગુમાવી દેશે. છેતરપિંડીના જાણીતા અને અત્યંત કામયાબ ઉપાયો હમ્મેશા સફળ થાય છે કે, તમારી પાસે બેગમાં લાખ રૂપિયા હોય તો તમારી આસપાસ દસ-વીસ રૂપિયાની કેટલીક નોટો વેરીને કોઈ ગઠીયો તમને કહે કે, ‘ભાઈ તમારા રૂપિયા પડી ગયા છે.’ અને તમે લાખ રૂપિયા ભરેલી બેગ ભુલીને દસ-વીસ રૂપિયા ઉઠાવવા બેસી જાઓ ને ગઠીયો તમારી લાખ રૂપિયા ભરેલી બેગ લઈને જતો રહે. એ વખતે તમે એને એવું નથી કહેતા કે, ‘આ રૂપિયા મારા નથી. તું અહીંથી જતો રહે.’ અરે, તમને એ વિચાર પણ નથી આવતો કે આજના સબસે બડા રૂપૈયાવાળા યુગમાં તમારુ પાકીટ પડી જાય એની થોડી જ સેકંડોમાં એને કોઈ ઉઠાવી લે છે તો આ મહાન ! વ્યક્તિને મારા રૂપિયા પડી ગયા – એવી મારી દયા ખાવાનું ક્યાંથી સૂઝ્યુ ? આ જ રીતે કોઈએ કેજરીવાલને એ ન પૂછ્યું કે, ‘આ યુગમાં ભલભલી મલ્ટીનેશનલ કમ્પનીને પણ ગ્રાહકને મફતમાં એક નવા પૈસાની સેવા આપવાનું પોષાતું નથી તો તમને ભાઈ કેવી રીતે વ્યવસ્થા કરવાનુ ફાવશે ! મફત વાઈ-ફાઈ શું મજાક છે ? મફત પાણી – વિજળી ? બોલને દો જો બોલના હૈ, બોલને મેં ક્યા જાતા હૈ ? એક કાકા ગામમાં સરપંચની ચુંટણીમાં ઊભા રહ્યા. અને જાહેરમાં ભાષણો કરે ત્યારે એક વાત જરૂર કરે, હું જીતીશ તો આખા ગામને એક-એક ભેંસ ! કાકા તો ચુંટણી જીતી ગયા. લોકો ભેંસ માગવા ગયા ત્યારે કાકાએ સંભળાવી દીધું કે સ્ટોકમાં નથી. આવશે એટલે આપી દઈશ. અને મેં ક્યાં કહ્યું છે કે સરપંચની ચુંટણી જીતીશ તો એક-એક ભેંસ આપીશ. એ તો મેં તાલુકા પંચાયતની ચુંટણીની વાત કરી હતી. બસ,  તો હવે કેજરીવાલના કજરા દુપટ્ટાવાલા જોઈને સમય પસાર કરો, દિલ્હીની જનતા. વિશ યુ ઓલ ધ બેસ્ટ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: