વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

નોંધ : અગાઉ સાંખ્યદર્શન – ૧ શીર્ષક અંતર્ગત લેખ પ્રકાશીત કર્યો હતો, જેમાં ૧ થી ૩૦ સાંખ્ય કારિકા ગુજરાતી અનુવાદ સહિત આપી હતી. અહીં ૩૧ થી ૫૦ કારિકાઓ આપવામાં આવી છે. વાચકોને એ લાભદાયી નીવડશે એ આશા.

स्वां स्वां प्रतिपद्यंते परस्पराकृतहेतुकां वृत्तिम /

पुरुषार्थ एव हेतुर्न केनचित्कार्यते करणम // 31//

(કરણો) પરસ્પરના સંકેતથી પ્રેરાઈને પોતપોતાની ક્રિયા કરે છે, તેમની આ ક્રિયા પુરુષને માટે જ હોય છે. અન્ય કોઈ કરણને ક્રિયા કરાવતું નથી.

करणं त्रयोदशविधं तदाहरणधारणप्रकाशकरम /

कार्यं च तस्य दशधाड्डहार्यं धार्यं प्रकाश्यं च //32//

આહરણ, ધારણ અને પ્રકાશ કરનાર આ કરણો તેર પ્રકારનાં છે. (પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ અને અહંકાર) તેમનું આહાર્ય, ધાર્ય અને પ્રકાશ્ય એવું કાર્ય (પ્રત્યેક) દશ દશ પ્રકારનું છે.

अंत:करणं त्रिविधं दशधा बाह्यं त्रयस्य विषयाख्यम /

साम्प्रतकालं बाह्यं त्रिकालमाभ्यंतरं करणम //33//

(મન, બુદ્ધિ અને અહંકાર-એ પ્રકારે) અંત:કરણ ત્રણ પ્રકારનું છે. પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય એમ બાહ્યકરણ દશ પ્રકારનું છે. બાહ્યકરણ એ અંત:કરણનો વિષય બને છે. બાહ્યકરણનો વ્યાપાર વર્તમાન કાળમાં જ થાય છે. (જ્યારે) અંત:કરણનો ત્રણેય કાળમાં હોય છે.

बुद्धीन्द्रियाणि तेषां पंच विशेषाविशेषयाणि /

वाग्भवति शब्दविषया शेषाणि तु पंचविषयाणि //34//

(બાહ્યેન્દ્રિયો પૈકી) પાંચ જ્ઞાનેન્દ્રિયો વિશેષ (પાંચ મહાભૂતો) અને અવિશેષ (પાંચ તન્માત્રાઓ) વિષયવાળી હોય છે. (પાંચ કર્મેન્દ્રિયોમાંથી) વાણીનો વિષય શબ્દ છે. પરંતુ અન્ય ચાર (કર્મેન્દ્રિયો) પાંચેય વિષયવાળી છે.

सांतकरणा बुद्धि: सर्वं विषयमवगाहते यस्मात /

तस्मात त्रिविधं करणं द्वारि द्वाराणि शेषाणि //35//

(મન અને અહંકાર એ બન્ને) અંત:કરણ સાથે બુદ્ધિ સર્વ વિષયોને ગ્રહણ કરે છે. તેથી ત્રિવિધ અંત:કરણ એ દ્વારિ (મુખ્ય) છે અને બાકીની ઈન્દ્રિયો દ્વારો (ગૌણ) છે.

एते प्रदीपकल्पा: परस्परविलक्षणा गुणविशेषा: /

कृत्स्नं पुरुषस्यार्थं प्रकाश्य बुद्धौ प्रयच्छंति //36//

આ (મન અને અહંકાર સહિત 12 ઈન્દ્રિયો) પરસ્પર વિરુદ્ધ લક્ષણો અને વિશિષ્ટ ગુણોવાળી છે. (છતાં પણ) દીપકની જેમ પુરુષ માટે પ્રકાશ પાડી તેને બુદ્ધિ આગળ લઈ જાય છે.

सर्वं प्रत्युपभोगं यस्मात्पुरुषस्य साधयति बुद्धि: /

सैव च विशिनष्टि पुन: प्रधानपुरुषांतरं सूक्ष्मम //37//

બુદ્ધિ પુરુષના સર્વ વિષયોના ઉપભોગને સાધી આપે છે. પછીથી તે જ (બુદ્ધિ) પ્રધાન અને પુરુશ વચ્ચેનો સૂક્ષ્મ ભેદ કરી દેખાડે છે. (તેથી તે જ મુખ્ય છે.)

तन्मात्राण्य विशेषां तेभ्यो भूतानि पंच पंचभ्य: /

एते स्मृता विशेषा: शांता घोराश्च मूढाश्च //38//

તન્માત્રાઓ ‘અવિશેષ’ (સૂક્ષ્મ) કહેવાય છે. તે પાંચ તન્માત્રાઓમાંથી પાંચ ભૂતો ઉત્પન્ન હાય છે. તેમને ‘વિશેષ’ કહેવામાં આવે છે. તેઓ શાંત, ઘોર અને મૂઢ છે.

सूक्ष्मा मातापितृजा: सह प्रभूतंस्त्रिधा विशेषा: स्यु: /

सूक्ष्मास्तेषां नियता मातापितृजा निवर्तंते //39//

વિશેષો ત્રણ પ્રકારના છે : (1) સૂક્ષ્મ શરીરો, (2) માતાપિતાથી ઉત્પન્ન થયેલ શરીરો અને (3) મહાભૂતો. તે પૈકી સૂક્ષ્મ શરીરો નિયત (નિયમથી અમુક સમય સુધી રહેનારા) છે. અને માતાપિતાથી ઉત્પન્ન થયેલ શરીરો (મૃત્યુ સમયે) નાશ પામે છે.

पूर्वोत्पन्नमसक्तं नियतं महदादिसूक्ष्मपर्यंतम /

संसरति निरुपभोगं भावैरधिवासितं लिंगम //40//

આદિ સર્ગમાં ઉત્પન્ન થયેલું, અસક્ત (અવ્યાહત, કોઈથી રોકી ન શકાય તેવું), મહદ વગેરેથી માંડી સૂક્ષ્મ (તન્માત્રાઓ) સુધીના (અઢાર) તત્વોનું બનેલું, (સ્થૂળ શરીરના અભાવમાં) ઉપભોગ કરવા અસમર્થ એવું (ધર્માધર્મ – જ્ઞાનાજ્ઞાન, વૈરાગ્યાવૈરાગ્ય, ઐશ્વર્યાનૈશ્વર્ય એવા આઠ) ભાવોથી અધિવાસિત થઈ લિંગ (શરીર), (સ્થૂળ શરીરોમાં) સંસરણ કરે છે.

चित्रं यथाश्रयमृते स्थाण्वादिभ्यो विना यथाच्छाया /

तद्वदिना विशेषैर्न तिष्ठति निराश्रयं लिंगम //41//

જેમ આશ્રય વિના ચિત્ર અને થાંભલા વિના છાયા ન રહી શકે તેમ વિશેષના આશ્રય વિના લિંગ રહી શકતું નથી.

पुरुषार्थहेतुकमिदं निमित्तनैमित्तिकप्रसंगेन /

प्रकृतेर्विभुतयोगात नटवर – – – तिष्ठते लिंगम //42// (નોંધ : ત્રણ અક્ષર વંચાતા નથી.)

પુરુષના (ભોગ અને અપવર્ગ રૂપી) પ્રયોજન માટે (પ્રવૃત્ત એવું) લિંગશરીર નિમિત્ત (ધર્માદિ આઠ ભાવો કે જે કારણ છે.) અને નૈમિત્તિક (કાર્યરૂપ સ્થૂળ શરીર)ના પ્રસંગથી તથા પ્રકૃતિના વિભુષણના યોગથી નટની માફક વર્તે છે.

सांसिद्धिकाश्च भावा: प्राकृतिका वैकृताश्च धर्माद्या: /

दृष्टा: करणाश्रयिण: कार्याश्रयिणश्च कललाध्या: //43//

ધર્મ વગેરે (આઠ) ભાવો સાંસિદ્ધિક એટલે કે પ્રાકૃતિક (જન્મજાત, સ્વાભાવિક) અને વૈકૃતિક (પ્રયત્નસાધ્ય) (એમ બે પ્રકારના) છે. તે (ભાવો) કરણ (બુદ્ધિ)ના આશ્રયે રહેલા જોવા મળે છે અને ગર્ભપિંડ વગેરે કાર્ય (સ્થૂળ શરીર)ના આશ્રયે રહે છે.

धर्मेण गमनमूर्ध्वं गमनधस्ताद भवत्यधर्मेण /

ज्ञानेन चापवर्गो विपर्ययादिभ्यते बन्ध: //44//

ધર્મથી ઉર્ધ્વ ગતિ અને અધર્મથી અધોગતિ થાય છે. જ્ઞાનથી મોક્ષ થાય છે અને તેનાથી વિપરીત (અજ્ઞાન)થી બન્ધન મળે છે.

वैराग्यात्प्रकृतिलय: संसारो भवति राजासाद्रागात /

ऐश्वर्यादविधातो विपर्ययात्तद्विपर्यास: // 45//

વૈરાગ્યથી પ્રકૃતિમાં લય થાય છે. રાજસ આસક્તિથી સંસાર થાય છે. ઐશ્વર્યથી અવિઘાત (ઈચ્છાની નિર્વિઘ્ન પૂર્તિ) થાય છે અને તેના વિપરીત (અનૈશ્વર્ય)થી ઊલટું (વિઘ્ન) થાય છે.

एष प्रत्ययसर्गो विपर्ययाशक्तितुष्टिसिद्धाख्य: /

गुणवैषम्यविमर्दात्तस्य च भेदास्तु पंचाशत // 46//

આ બુદ્ધિસર્જિત સંસાર વિપર્યય, અશક્તિ, તુષ્ટિ અને સિદ્ધિથી ઓળખાય છે. ગુણોની વિષમતાને લીધે તેમના (પરસ્પર) વિમર્દથી તેના પચાસ ભેદો થાય છે.

पंच विपर्ययभेदा भवंत्यशक्तिश्च करणवैफल्यात /

अष्टाविंशतिभेदा तुष्टिर्नवधाष्टधा सिद्धि: //47//

વિપર્યયના પાંચ ભેદ છે. ઈન્દ્રિયોની ખોડને કારણે અશક્તિ અઠ્ઠાવીસ પ્રકારની, તુષ્ટિ નવ જાતની અને સિદ્ધિ આઠ જાતની છે.

भेदस्तमसोष्टविधो तथा मोहस्य च दशविधो महामोह: /

तामिस्रोष्टादशधा तथा भवत्यन्धतामिस्र: //48//

(વિપર્યયના પાંચ ભેદ : તમસ, મોહ, મહામોહ, તામિસ્ર અને અધતામિસ્ર છે. તેમાંથી અનુક્રમે) તમસના આઠ, મોહના પણ આઠ, મહામોહના દશ, તામિસ્રના અઢાર અને અંધતામિસ્રના પણ અઢાર પ્રકારો છે.

एकादशेन्द्रियवधा: सह बुद्धिवधैरशक्तिरुपदिष्टा /

सप्तदशवधा बुद्धेर्विपर्ययात तुष्टिसिद्धीनाम //49//

(નવ) તુષ્ટિ અને (આઠ) સિદ્ધિના વિપર્યયથી બુદ્ધિમાં સત્તર પ્રકારની ખામી આવે છે. તેની સાથે અગિયાર ઈન્દ્રિયોની ખામી ભળીને કુલ અઠ્ઠાવીસ પ્રકારની અશક્તિ ગણાવવામાં આવી છે.

आध्यात्मिकाश्चतस्र: प्रकृत्युपादानकालभाग्याख्या: /

बाह्या विशयोपरमात पंच नव तुष्टयोभिमता: //50//

પ્રકૃતિ, ઉપાદાન, કાળ અને ભાગ્ય એ ચાર પ્રકારની આધ્યાત્મિક અને (પાંચ) વિષયોના શમનથી થતી પાંચ પ્રકારની બાહ્ય – એમ નવ પ્રકારની તુષ્ટિ માનવામાં આવી છે.

Advertisements

Comments on: "સાંખ્યદર્શન – ૨" (1)

  1. पुरुषार्थहेतुकमिदं निमित्तनैमित्तिकप्रसंगेन /
    प्रकृतेर्विभुत्वयोगान्नटवद् व्यवतिष्ठते लिङ्गम्//42//

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: