વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

હિંદુ સમાજ પર કોઈ વિચારશીલ દૃષ્ટા એવા નેતાની પકડ રહી નથી. આથી તેને પણ ધર્મના નામે ઉશ્કેરીને તેની પાસે વિધ્વંશક કાર્યો કરાવવામાં આવે છે. પી.કે. ફિલ્મમાં હિંદુ ધર્મના અનુયાયીની ભાવના આહત થાય એવા દૃશ્યો છે આથી એ ફિલ્મ દર્શાવવી ન જોઈએ. વાત બરાબર છે. પરંતુ ફિલ્મનો વિરોધ પ્રદર્શીત કરવાની રીત બરાબર નથી. આપણી પાસે સેંસર બોર્ડ છે, ત્યાંથી આ ફિલ્મ કેવી રીતે પસાર થઈ ગઈ તેની તપાસ કરવી જોઈએ અને કાયદાકીય રીતે જોરદાર લડાઈ આપીને સેંસર બોર્ડના ચેરમેનની હકાલપટ્ટી કરવામાં આવે ત્યાં સુધી લડવું જોઈએ. હિંદુ ધનવાનોએ પોતાના ભંડાર આ લડત માટે ખુલ્લા મુકવા જોઈએ. હિંદુ સમાજને જુદા-જુદા બેનર નીચે એકત્રિત કરીને એની સાથે વાતો કરીને એને સમજાવવો જોઈએ અને એ જાતે જ ફિલ્મ જોવા ન જાય એમ કરવું જોઈએ. ભલે ને વધુ મા વધુ થીયેટરમાં ફિલ્મ બતાવે, ત્યાં પ્રેક્ષકો તરીકે કાગડા ઉડતા હોય એવો માહોલ ઉભો કરી શકાય.

મુસલમાન અને હિંદુની વિરોધ પ્રદર્શન કરવાની એક જ રીત : તોડફોડની રીત હોય તો એનામાં અને આપણામાં ફર્ક ક્યાં રહ્યો ? સૌ જાણે છે કે અબજો રુપિયાના ખર્ચે બનનારી આ ફિલ્મોને અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ તથા એના જેવા પાકીસ્તાન સ્થિત ગુનેગારો તરફથી ફાયનાંસ કરવામાં આવે છે. આથી મુમ્બઈ ફિલ્મ ઉદ્યોગમાં બનનારી ફિલ્મોમાં હિંસા તેમજ સેક્સની ભરપૂર માત્રા હોય છે. મુસ્લિમોને ખુબ સારા બતાવવામાં આવે છે અને હિંદુઓની મશ્કરી કરવામાં આવે છે. હિંદુ છોકરી અને મુસ્લિમ છોકરાની લવ સ્ટોરી દર્શાવાયછે. વાર્તા એવી લખાય છે કે જેથી હિન્દુ છોકરીઓનું બ્રેઈન વોશ કરીને તેને આસાનીથી પટાવી શકાય અને એના ઘરનો વિરોધ કરતી કરીને એને ભગાડીને લઈ જઈ શકાય. આ ફાયનાંસરોએ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામના ખિસ્સા ભરીને તેઓને ખરીદી લીધા હોય છે. ખાન ત્રિપુટીઓ તો માત્ર પ્યાદા છે. હીરોઈનોએ પણ દાઉદના ઈશારે કપડા ઉતારવા પડે છે અન્યથા કીક-આઉટ થવાની તૈયારી રાખવી પડે છે. હીરો કોઈ પણ હોય, ફિલ્મ ઉદ્યોગમાં ટકવું હોય, બે પૈસા બનાવવા હોય તો હિન્દુ ધર્મને ગાળો આપવી જ પડે, ગીતકારે દરેક ગીતોમાં ઉર્દૂ શબ્દો લખવા જ પડે. સેંસર બોર્ડે એ ફિલ્મને વિના વિરોધે, કાપકૂપ કર્યા વિના પાસ કરવી જ પડે. હવે મોદીસાહેબની એંટ્રી થાય છે. સમસ્યાનું મૂળ પકડીને એને જ કાપી નાંખવામાં આવે એટલે આખુંય વૃક્ષ ધરાશાયી થઈ જાય. મોદીસાહેબ સતત પ્રયત્નશીલ છે, કે કેવી રીતે દાઉદને ભારત લાવી શકાય અને જલ્દીથી એને ફાંસી આપી શકાય જેથી પાકીસ્તાન સ્થિત છૂપાયેલા ઉન્દરડા જેવા અન્ય ડોન પણ ગભરાય અને ભારતમાં દખલઅંદાજી કરતા બન્ધ થાય. ભારતની ખુફિયા એજંસીઓ કાર્યરત હશે જ કે જેથી દાઉદને પકડવાની યોજના કારગત નીવડે. અને આ બધું રોજેરોજ જાહેર ન કરી શકાય. આપણે જે સમર્થ નેતાને દેશનું સુકાન સોંપ્યું છે એના પર 5 વર્ષ ભરોસો મુકવો જોઈએ. વચ્ચે વચ્ચે અધીરા બનીને વિશ્વાસ તોડીને, સુકાન સૌએ પોતપોતાના હાથમાં લઈને દેશમાં અંધાધૂંધીનો માહોલ પેદા ન કરવો જોઈએ. હિન્દુઓએ યોગ્ય રીતે વિરોધ કરતા પણ શીખી લેવું જોઈએ. સતત જાગૃતિ લાવવા માટે બૌદ્ધિકોનું આયોજન થતું રહેવું જોઈએ. હિન્દુ પ્રજાને એક કરીને શાંતિપૂર્વક દૃઢ નિશ્ચયથી નિર્ણય લેતી અને લેવાયેલા નિર્ણયને ચુસ્તતાથી અનુસરતી કરવાની છે.

આપણે જાણીએ છીએ કે મુસલમાનો કાયદાને ઘોળીને પી જાય છે. તોફાનો કરે છે. હિન્દુઓને શાંતિથી રહેવા દેતા નથી. છતાં મોટા ભાગના હિન્દુઓ જ આ વાત સાથે સહમત થતા નથી અને મુસ્લિમોના હિતની ચિંતા કર્યા કરે છે. તોફાનોમાં ખતમ થઈ ગયેલી હિન્દુ દુકાનોનું નુકશાન હિન્દુએ જાતે સરભર કરી લેવું પડે છે જ્યારે મુસ્લિમની સળગી ગયેલી દુકાનોને એના હિન્દુ ગ્રાહકો પહેલા હતી એનાથી પણ વધુ સારી અને માલસામાનથી ભરપૂર કરી આપે છે. આ ભાગલાવાદી વિચારધારા છોડીને હિન્દુએ હવે જાગૃત થવાનું છે, એક થવાનું છે.

ધર્માંતરણનો મુદ્દો પણ એવો જ છે. હિન્દુ કામ કરે છે ઓછું ને હો હા કરે છે વધારે. ચૂપચાપ કામ કરવાનું એ શીખ્યો જ નથી. ધર્માંતરણ કહો કે ઘરવાપસી – એ કરવું છે તો માઈક હાથમાં લઈને બૂમબરાડા પાડવાની શું જરૂર છે ? ચુંટણીમાં ઉભા રહેવા નથી મળ્યું તેથી ભાષણબાજી કરવાની વાસના અધૂરી રહી ગઈ હોય તો ચુંટણી લડો પરંતુ દેશસેવા કરવાનું નક્કી કર્યું હોય તો મૂંગા રહીને એ કામ કર્યા કરો. ખ્રિસ્તી અને મુસ્લિમો ક્યારેય એક પણ શબ્દ જાહેરમાં ઉચ્ચારે છે ? મુત્સદ્દીગીરી શીખીને પોતાની વ્યાપક યોજનાને અંજામ આપતા હિન્દુ ક્યારે શીખશે ? હો હા, ગોકીરો – પડકારો – દેકારો કરે છે અને એવું બતાવે છે કે અમને રોકવાવાળું કોણ છે ! પરંતુ તકલીફ એ છે કે આ રીતે પોતાના જ આદરેલા હવનમાં હાડકા નાંખનારા રાક્ષસોને રાખમાંથી ઉભા કરીને હિન્દુ પોતાના કાર્યમાં વિક્ષેપ ઉભો કરે છે ને સરવાળે લડાઈ – ઝઘડામાં આખો મુદ્દો બગડે છે અને મૂળ મુદ્દો : ઘરવાપસી કરવાની જ રહી જાય છે.

દેશમાં ક્યાંય પણ હિન્દુ કોઈ પણ પ્રવૃત્તિ કરે એટલે મિડીયા અને વિરોધ પક્ષો એનો ખુલાસો મોદીસાહેબને પૂછે છે. અરે હિન્દુ ભાઈઓ !તમે એટલું તો સ્પષ્ટ કરો કે આ બધા હિન્દુવાદી કાર્યક્રમો દેશની હિન્દુ સેના – હિન્દુ ફોજ કરી રહી છે અને મોદીસાહેબને એની પ્રવૃત્તિઓ સાથે કોઈ લેવા દેવા નથી. આ રીતે બે કાર્ય થશે અને બન્ને હિન્દુ હિતમાં જ હશે. એક તો હિન્દુવાદી પ્રવૃત્તિઓ સતત વધ્યા કરશે. એને કેન્દ્ર સરકારનું મજબૂત પીઠબળ મળશે અને મોદીસાહેબની છબી સ્વચ્છ, બિનસાંપ્રદાયિક રહેશે અને વિના વિરોધે તેઓ પોતાનું વિકાસકાર્ય ઝડપથી પૂર્ણ કરશે. આ વિકાસનું કાર્ય એના અંતિમ તબક્કામાં તો ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાનું જ હશે એવો નક્કર વિશ્વાસ આ દેશના પ્રત્યેક હિન્દુને હોવો જ જોઈએ. ફ્રિજમાં જામવા માટે ને આઈસક્રીમ બનાવવા મુકેલું ક્રીમ, દરવાજો ખોલીને વારંવાર જોવા જઈએ તો એ આઈસક્રીમ બને જ નહી. એને થોડીવાર બન્ધ જ રાખવું જોઈએ અને જામે ત્યાં સુધી ધીરજ રાખવી જોઈએ.

દસ વર્ષના યુ.પી.એ. શાસનમાં ક્યારેય કોઈ ખ્રિસ્તી કે મુસ્લિમ સમુદાયે સોનીયા ગાંધી વિરુદ્ધ ફરિયાદનો એકપણ શબ્દ ઉચ્ચાર્યો નથી. સૌનું કામ થયું છે. સોનિયા ગાંધીની રહેમ નજર હેઠળ હજારો મસ્જીદો તેમજ ચર્ચો બન્યા છે, છતાં તે-તે સંપ્રદાયોના કૂદકે ને ભૂસકે થઈ રહેલા પ્રચાર-પ્રસાર બદલ કોઈ મિડીયા કે વિરોધપક્ષે ક્યારેય સોનિયા ગાંધીને જવાબદાર ઠેરવ્યા નથી. આ બન્ને સંપ્રદાયોના અનુયાયીઓ ક્યારેય કોઈ પણ પ્રકારની જાહેર બયાનબાજી કરતા નથી. તેઓના રાજકીય પક્ષોની જેમ જ પ્રવક્તા હોય છે. મોટે ભાગે તો બન્ને સંપ્રદાયો સંપૂર્ણ મૌન રાખીને પોતાનું સંપ્રદાય વિસ્તારનું કાર્ય કર્યે જ જાય છે. એની સામે આપણા હિંદુ સંપ્રદાયની તુલના કરો. કોઈને જે બોલવું હોય, જેની વિરુદ્ધ બોલવું હોય, બેફામ બોલે. હિંદુ નેતા કંઈક બોલે ને અનુયાયી જુદું બોલે. અથવા તો કોઈ બે હિંદુ નેતા એક વાત પર ન આવી શકે. આજે બધા મોદીસાહેબ પર વિશ્વાસ મુકે ને થોડા સમય બાદ ફરિયાદો કરે કે સાહેબ, ‘તમારી પાસે આવી આશા ન હતી.’ ધીરજ નહી, વિશ્વાસ નહી, સંગઠનભાવ નહી, સંયમ નહી ને હિંદુ બેફામ બનીને બધું છિન્ન-ભિન્ન કરી નાંખે ! આવું  ચાલે ? નાના માણસો પોતાની શક્તિથી નાનું કાર્ય કરે તો મોટા હોદ્દા પર બેઠેલા માણસ મોટું કાર્ય કરે. પરંતુ એ માટે સમય લાગે, એ સમજવું પડે ને !

મોદીસાહેબે ઓબામાને ગીતા ભેટ શું આપી કે હિંદુઓ કૂદી પડ્યા, ગીતાને રાષ્ટ્રગ્રંથ બનાવો. થોડી ધીરજ ન રાખી શકીએ ? ગીતાની મહાનતા જ છે વિશ્વગ્રંથ બનવાની ! ઓબામા એને વાંચે, વિશ્વના નેતાઓને વંચાવે અને ગીતાની ‘અન્યાય સહન ન કરવો જોઈએ….’ જેવી વાતો યોગ્ય લાગે તો ભવિષ્યમાં વૈશ્વિક સંસ્થા યુનો દ્વારા એ માન્ય વિશ્વગ્રંથ પણ જરૂર બની શકે, કેમ ના બને ! પણ આપણે એવા ઉતાવળા છીએ કે ઘરમાં કોઈ નવા મહેમાન આવે એટલે વડીલ એને આવકારે એ પહેલા જ ઘરની નવી વહુ આવકારો આપવા માંડે ને હરખમાં પૂછી બેસે …. તે તમે કેટલા દિ’ રોકાવાના !’ પછી કરેલી ભૂલ સમજાય એટલે ખુલાસો કરે, કે ‘મારું કહેવું એમ છે કે જવાની ઉતાવળ ના કરશો.’  મોદીસાહેબનો એવો પ્રભાવ ઓબામા પર પડ્યો કે અમેરિકામાં યોગને રાષ્ટ્રીય માન્યતા મળી ગઈ. હવે યોગનું પ્રેઝંટેશન કોઈ આલ્યા-માલ્યાએ કર્યું હોત તો બની શકે કે એને દેશ-જાકારો પણ મળી જાય. માટે કોઈ પણ મુદ્દો આપણા ચુંટેલા પ્રધાનમંત્રી પોતાની રીતે સુલઝાવે એ આપણે રાહ જોવી જોઈએ. ‘અમે હિન્દુવાદી,’ ‘અમારું શું ?’ ‘અમારી કોઈ ગણતરી જ નહી ?’ એમ મુલ્લાની પેઠે પોતાનું મહત્વ બતાવવા મેદાનમાં ઉતરી પડવાની જરૂર નથી. હિન્દુ હિત, રામમન્દિર, ધર્માંતરણ વગેરે મુદ્દાઓને લઈને હિન્દુવાદી નેતાઓએ હિન્દુ સમાજનું વિભાજન કરવાની, હિન્દુને ઉશ્કેરવાની ને એ રીતે દેશમાં વિકાસકાર્યોમાં આડખીલીરૂપ બનવાની આવશ્યકતા નથી. કોઈ પણ વ્યક્તિ એવો ઈરાદો રાખશે તો પણ એ  ફાવવાનો નથી. આ મોદીસાહેબ છે, તેઓને જાણ છે કે માણસ ક્યારે રાષ્ટ્રવિરોધી બની શકે છે અને કેવી રીતે બધાને સીધા રાખવાના !

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: