વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

દિવ્ય સંતાન જન્માવવાનું અભિયાન શરૂ થયું છે. આ મુદ્દે કેટલોક વિચાર કરવો જરૂરી જણાય છે. દિવ્ય સંતાન એ કોઈ પ્રોજેક્ટ (યોજના) બની શકે ખરી ? કારણ કે જન્મ એ જીવનની એક ઘટના છે અને જીવન નિરંતર ચાલનારી ઘટમાળ છે, પ્રક્રિયા છે. ઉદાહરણ લઈને વાતને સમજીએ. દિવ્ય સંતાનને જન્મ આપવા માટે કોઈ બહેન ગર્ભ ધારણ કરે એટલે એણે શું વાંચવું જોઈએ એ નક્કી થાય. ‘ગૃહશોભા’ વાંચવાનું છોડીને એણે ‘રામાયણ’ વાંચવાનું શરૂ કરી દેવાનું ! બહેનનું મન એ કોઈ પંખો નથી કે સ્વીચ ઓન કરીએ એટલે ચાલુ અને સ્વીચ ઓફ કરીએ એટલે બંધ. મન પર સંસ્કાર કરવાની વાત છે. મનના ગમા-અણગમા બદલવાની તેમજ માનસિકતાને ઉત્તરોત્તર શ્રેષ્ઠ કરવાની વિકાસની પ્રક્રિયા છે, જે માટે ઘણો લાંબો સમયગાળો તેમજ એકધારા પ્રયત્નો અને કુશળ નેતાના માર્ગદર્શનની સતત આવશ્યકતા રહે છે. ગમતુ વાંચવાનું એમ તરત છોડી શકાતું નથી. અને એમ કરવા જાવ તો જે વંચાય છે તે મુકી દેવાય, નવું સારું વાચન શરૂ ન થાય અને સરવાળે વાચન જ છુટી જાય. કહેવાનું તાત્પર્ય એ કે વાચનમાં વિકાસ એ કોઈ યોજના અંતર્ગત ન રહેતા સતત માણસની સારા વાચન તરફ ગતિ થવી જરૂરી છે. માત્ર ગર્ભવતી બહેન જ શા માટે ? પ્રત્યેક માણસ માટે સદવાચન ઈચ્છવા યોગ્ય છે. હળવે હળવે આ વિકાસ થયા કરે છે. અશ્લિલ વાચન છુટી જાય, સારું મનોરંજન આપનારું વાચન શરૂ થાય, ત્યારબાદ માહિતીપ્રદ વાચન આવે અને એમ કરતાં સંસ્કારી વાચન તરફ જવાય.

એ જ રીતે ગર્ભવતી બહેને બાળકના જન્મ સુધી સંયમ જાળવીને શરીર સંબંધ ન બાંધવો જોઈએ. બહેનના પતિએ એ માટે બહેનને સાથ આપવો જોઈએ. આ સારી વાત છે. પરંતુ 14 વર્ષની થયા બાદ છોકરીને અને 16 વર્ષના છોકરાને કામેચ્છા થાય છે અને બન્ને કોઈને કોઈ રીતે કામેચ્છા સંતોષતા આવ્યા હોય અને મનને સારી પ્રવૃત્તિ – સર્જનાત્મક કાર્યોમાં વ્યસ્ત ન રાખીને સંયમ ન જાળવ્યો હોય ઉપરાંત લગ્ન બાદ અમર્યાદ શરીર સુખ ભોગવ્યું હોય તો ગર્ભવતી બન્યા બાદ પતિ-પત્ની શરીર સંયમ જાળવે અને મનથી એનું ચિંતન કર્યા કરે તો એનો શું અર્થ ? આથી સાર એ નિકળે છે કે કામસુખને સર્વથા સંયમમાં ભોગવવાની ટેવ પાડવી ઉચિત છે. અને એની શરૂઆતનો કોઈ સમય ન હોઈ શકે. જાગ્યા ત્યાંથી સવાર. 65 વર્ષના સ્ત્રી-પુરુષ પણ સંયમ રાખે તો એ એના સંસ્કાર બની જાય છે, જે આવનારા નવા જન્મમાં એને સંયમ જાળવવામાં સાથ આપે છે.

ત્યારબાદ આવે છે ખાવા-પીવાની ટેવો. જન્મનારા બાળકના આરોગ્ય માટે બહારનું ન ખાવું. ઘરે બહુ તીખુ-તમતમતુ ન ખાવું. આ બાબતે પણ આગળ જોઈ એ જ વાત લાગુ પડે છે. માત્ર બાળકના જન્મ પૂરતું બહારનું ખાવાનું બંધ કરવાનું શક્ય છે ? કોઈ ને કોઈ રીતે એ નિયમ તુટવાનો જ ! અને પછી બધા સામે જુઠ્ઠું બોલવાનું શરૂ થાય. અને આ રીતે તો ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ કઈ તરફ ફંટાય એ કંઈ કહી શકાય નહી ! જે અન્ન પુરુષ ખાય છે એમાં રહેલો જીવ પુરુષના શરીરમાં દાખલ થાય છે. અન્નમાંથી જ મન અને વીર્ય બને છે અને વીર્યમાં રહેલા શુક્રાણુમાં જીવ હોય છે. આ જીવ પુરુષના શરીરમાંથી સ્ત્રી સાથેના સમ્બન્ધ સમયે શરીર ધારણ કરવા સ્ત્રીના શરીરમાં જાય છે. પ્રશ્ન એ છે કે જીવ કેવી જગ્યાએથી આપણા ઘરમાં આવવો જોઈએ ? લારી ગલ્લા પરના ગન્દા કચરા જેવા ખાણામાં રખડતો વાસનાયુક્ત જીવ આપણા સંસ્કારી ઘરમાં આવવો જોઈએ કે ખેતરમાંથી પાકેલા અનાજના દાણામાં રહેલો પવિત્ર જીવ સીધો આપણા ઘરે આવવો જોઈએ ? માટે સ્ત્રી-પુરુષે સતત ઘરનું જ ખાવાનું ખાવું આવશ્યક છે. હંમેશા માટે બહારનું ખાવાનું બંધ કરીને મન પર અલગ જ સંસ્કાર કરવાના રહે છે. સંસ્કારી કે દિવ્ય બાળકને જન્મ આપવો એ કંઈ ખાવાના ખેલ નથી. એક તપશ્ચર્યા છે, કઠીન સાધના છે. આથી કોઈ પણ વયે, કોઈ પણ વ્યક્તિએ સતત વિકાસ કરતા રહેવું જોઈએ. અને એ રીતે દિવ્યતા તરફ ગતિ થવી જોઈએ.

સંયમી જીવન જીવનારા યુવાનોએ નશાખોરી પણ ન કરવી જોઈએ. અને કોઈ યુવાન નશાનો બંધાણી થઈ ગયો હોય તો એની નશાની આદત છોડાવીને એને સ્વસ્થ જીવન જીવતો કરવો જોઈએ.  

યુવાનોને ડ્રગના નશામાંથી કેવી રીતે બહાર લાવવા ?

(1)

યુવાનો નશો શા માટે કરે છે એ જાણી લઈએ તો એમાંથી એને બહાર કેવી રીતે લાવવા એ જાણી શકાય. જીવનમાં આવતા પડકારોનો સામનો કરવામાં મુશ્કેલી અનુભવતા યુવાનો સંઘર્ષથી પલાયન થવાનું સ્વીકારી લે છે. આથી સમસ્યાને ભૂલવા માટે એને પોતાના સક્રિય મનને બેહોશ કરવાની જરૂર પડે છે. સમસ્યાનો હલ ન લાવી શકનાર યુવાનને નાની સમસ્યા વિકરાળ લાગે છે અને એને ડરાવે છે. આથી એના તરફ આંખ આડા કાન કરવા માટે એ નશો કરવાના રવાડે ચડી જાય છે.

આનો ઉકેલ એ છે કે યુવાનોમાં આત્મવિશ્વાસ જાગૃત કરવો જોઈએ. પ્રેરણાદાયી જીવનચરિત્રો એને વંચાવવા કે સંભળાવવા જોઈએ. ‘મારા જીવનમાં જે સમસ્યા આવી તે મોટા માણસના જીવનમાં પણ આવી ત્યારે તેઓએ એનો સામનો કેવી રીતે કર્યો ? કેવી રીતે ઉકેલ લાવ્યા ?’ એ જો સમજી શકે તો યુવાન પોતાના જીવનમાં આવેલી સમસ્યાનો ઉકેલ પોતાની મેળે લાવી શકે. ‘અમુક કટોકટી સર્જાય તો એ સમયે મહાપુરુષો કેવું પગલું ભરે’ એ વિચારવા માટે યુવાન સજ્જ હોવો જોઈએ. આ માટે વિશાળ વાંચનની આવશ્યકતા છે.

(2)

બીજું કે જીવનમાં આઘાત આપે એવી ઘટનાઓ બને ત્યારે ધીરજપૂર્વક એને સહન કરવાને બદલે યુવાનો લાગણીવશ થઈને અત્યંત દુ:ખી થઈ જાય છે. આ દુ:ખ સહન ન થતાં એને ભૂલવાની જરૂર પડે છે. ત્યારે પણ યુવાનો નશાની આદતને વશ થઈ જાય છે. કારણ એક જ, કે પરિસ્થિતિ સામે શાહમૃગવૃત્તિ દાખવવાની !

કોઈ પણ દુ:ખ એવું નથી કે જે સમય પસાર કરવાની સાથે ઓછું થઈ શકે નહી. સારામા સારી નોકરી છૂટી જાય, વ્હાલા સ્વજન : સુંદર ગર્લફ્રેન્ડ છોડીને જતી રહે, વ્હાલી પત્ની કે પ્રિય પુત્રનું મૃત્યુ થાય વગેરે એવી ઘટનાઓ છે કે જેનો આઘાત સહન કરવો ભલભલા સદગુણી માણસ માટે મુશ્કેલ છે. પરંતુ અશક્ય તો નથી જ. આથી દુ:ખની તીવ્રતા સમયાંતરે ઓછી થઈ જ જવાની છે – આ વાતનો ખ્યાલ યુવાનોને હોવો જોઈએ. એક નોકરી ચાલી ગઈ તો બીજી મળવાની જ છે – એવી આશા બંધાવી જોઈએ.

(3)

ત્રીજુ કારણ છે કંટાળાજનક કામકાજથી રીલેક્સ થવા જીવનમાં કાંઈક ચેન્જ લાવવા માટે, કૂતુહલવશ પણ યુવાનો નશાની લતે ચઢી જાય છે. જેમ સતત કામ કરતો મજૂર, હળ હાંકતો ખેડૂત થોડી – થોડી વારે કામ છોડીને બીડીના ધુમાડા કાઢે છે – એ વાસ્તવમાં કામકાજમાંથી રીલેક્સ થવા માટે છે. તેમ એકધારી જિન્દગીથી કંટાળીને યુવાનો કાંઈક નવું કરવા નશો કરે છે.

નવું જ કરવું હોય તો સર્જનાત્મક કરવું જોઈએ. એ માટે પરિવારના સંસ્કાર કામમાં આવે છે. સૌથી વધુ તો મિત્રોની સારી કંપની યુવાનોને સારા રાખે છે. આથી યુવાનોના માતા-પિતાએ દિકરાની મિત્રમંડળી કેવી છે એના તરફ ધ્યાન આપવું જોઈએ. પરિવારમાં પ્રેમ એક એવું તત્વ છે જે સહુ સભ્યોને એક-મેક સાથે મજબૂત રીતે બાંધી રાખે છે. પોતાના જીવનમાં આવેલા સુખ – દુ:ખને ડર્યા વિના યુવાનો પરિવાર સાથે ‘શેર’ કરે છે. પોતાનાથી કાંઈ ખોટું થઈ ગયું હોય તો એની કબૂલાત કરે છે અને માર્ગદર્શન માંગે છે.

(4)

જે યુવાનો નશાની લતે ચઢી ગયા છે એને લત છોડાવીને બહાર લાવવા માટે થોડો સમય મેડીકલ ટ્રીટમેંટ, તેમજ સાયકોલોજીકલ થેરાપીની આવશ્યકતા રહે છે. ત્યારબાદ ઉપર જણાવ્યા તે ત્રણ રસ્તા અપનાવવા જોઈએ. આ યુવાનો તરફ પોલીસ નરમાશથી વર્તે એ પણ જરૂરી છે.

આમ આવા કેટલાક કારણો અને એના ઉકેલો છે, યુવાનોને નશાથી દૂર રાખવાના.        

 

અંતરિક્ષમાં કેટલાયે દિવ્ય આત્માઓ જન્મ લેવા રાહ જોઈ રહ્યા છે. પરંતુ તેઓને જ્ન્મ આપી શકે એવા દિવ્ય પતિ-પત્ની આ યુગમાં નથી મળી રહ્યા. આખો યુગ બદલાય ત્યારે સહુ પવિત્ર જીવન જીવવાનું શરૂ કરે છે અને દિવ્ય જીવો અંતરિક્ષમાંથી પૃથ્વી પર જન્મ ધારણ કરવા આવે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: