વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

(1) Thalis થેલીસ

Iliad અને Odyssey એ ગ્રીસના બે મહાકાવ્યો છે. ટ્રોય એ એક શહેરનું નામ છે. ઓલીમ્પસ એ રમત-ગમતનો દેવ છે, જેના પરથી ગ્રીસ દેશમાં ઓલિમ્પિક રમતની શરૂઆત થઈ. એ સમયે વિજેતાને વૃક્ષનું પાન ઈનામમાં આપવામાં આવતું હતું. હરક્યુલીસ એ શક્તિનો દેવ છે જેના નામ પરથી ભારતમાં મજબૂત તેમજ ટકાઉ સાયક્લ પણ બને છે. ગ્રીસમાં અનેક દેવ – દેવીઓ છે. યજ્ઞની કલ્પના છે. યજ્ઞક્રિયા પ્રાચીન સંસ્કૃતિમાં ચીન તેમજ ગ્રીસમાં સામાન્ય હતી. ગ્રીક ફીલોસોફીની શરૂઆત સૂર્યગ્રહણથી થાય છે. ઈ.સ. પૂર્વે 546માં આગાહીથી સૂર્યગ્રહણ થયું. Thalis આ આગાહી કરી હતી. થેલીસ પશ્ચિમના તત્વજ્ઞાનનો સૌપ્રથમ ચિંતક છે. ભારતીય તત્વજ્ઞાનની શરૂઆત ઋગ્વેદથી થઈ છે. થેલીસ વૈજ્ઞાનિક પણ હતો અને તત્વચિંતક પણ હતો. તેનું તત્વજ્ઞાન ત્રણ વાક્યમાં આ પ્રમાણે રજૂ કરી શકાય ……………

1. Everything is water.
2. Earth is flat.
3. It is floating on the water.

પ્રાચીન તત્વજ્ઞાન સૂત્રાત્મક હતું. સોક્રેટીસ કહે છે: Know thy self. आत्मानं विद्धि. બુદ્ધ નિર્વાણ પૂર્વે બોલ્યા : आत्मदीपो भव – You become a lamp of yourself. સૂત્રનું અંગ્રેજી થાય છે : Aphorism. History of Western Philosophy ના લેખક બર્ટ્રાંડ રસેલ 1946માં કહે છે કે થેલીસ પ્રથમ તત્વચિંતક હતો જેણે કહ્યું – ‘બધું પાણી છે’ અને એ મુદ્દે એ સાચો પણ હતો – H2O. H2 – સૂર્ય.

(2) Heraclitus હીરાક્લિટસ

(અ) ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં Heraclitus નામનો બીજો ફિલોસોફર આવ્યો : તેણે કહ્યું Everything is fire. તે કહે છે, ‘હું સ્ટવના અગ્નિની વાત નથી કરતો. અગ્નિ બે જાતના છે : (1) દેખાય છે તે બાહ્ય અને (2) દેખાતો નથી તે આંતર – ક્ષુધા, ભૂખ, વાસના, ઇચ્છા રૂપે છે. That fire is internal. પદાર્થ બે જાતના હોય છે, જેમ ભગવદગીતામાં આપણને બે જાતના ચક્ષુની વાત સાંભળવા મળે છે : दिव्यं ददामि ते चक्षु: …………..

(બ) હીરાક્લિટસે બીજી વાત એ કરી કે War is the father of all things. जीवो जीवस्य जीवनम. યુદ્ધ અનિવાર્ય છે. The way up and the way down is one and the same. ઉર્ધ્વ , અધો સમાન છે. કાર્ય અને પરિણામ વચ્ચે સાંકળ છે – સાંખ્યદર્શનનો સત્કાર્યવાદ. મગફળીમાંથી તેલ નિકળે છે – તેલ કાર્ય છે તો કારણ – મગફળી હોવી જ જોઈએ. Ex Nihilo Nihil fit – Nothing comes out of nothing. ભાવાત્મક તત્વ એ ભાવાત્મક તત્વમાંથી જ આવે છે. Negative comes from negative. Positive comes from positive. અંતિમ તત્વ ભાવાત્મક છે. Every Sun is the new Sun. ઊગતો દરેક સૂર્ય નવો છે. જગત પરિવર્તનશીલ છે. It is becoming. શ્રી અરવિન્દ પોતાના એક પુસ્તકમાં લખે છે : તત્વ – Reality – સત તત્વ આંતરિક છે.

3. Parmenides પાર્મનાઈડીસ

પાર્મનાઈડીસ અનુસાર બધું અવકાશ છે. Everything is space and space is infinite. ‘અનંત’ શબ્દ તત્વજ્ઞાનમાં ઘણો મહત્વનો છે. શૂન્ય, અનંત બન્ને શોધ અતિ મહત્વની છે. બ્રહ્માંડ ક્યાંથી આવ્યું ? Big Bang theory અનુસાર એક એવો ધડાકો થયો જે શ્રવણાતીત હતો. આપણી ગેલેક્સી Milky way Galaxy તરીકે ઓળખાય છે. રાત્રે આકાશદર્શન કરવાની ટેવ પાડી હશે તો ચંદ્ર – તારાઓની પાર્શ્વભૂમિમાં સફેદ દૂધગંગાના જુદા –જુદા આકારના ટૂકડા દેખાશે. આ ગેલેક્સી જેવી જ 20 લાખ અન્ય ગેલેક્સીઓ છે. Zeno નામનો પાર્મનાઈડીસનો શિષ્ય હતો, જેણે મહત્વનું તત્વજ્ઞાન આપ્યું. તેના મત મુજબ ધનુષ્યમાંથી બાણ છૂટતું જ નથી. ગતિ જોઈ શકાતી નથી. ગતિ અપ્રત્યક્ષ છે. ગતિને સમજવી હોય તો તેની સાપેક્ષ કોઈ સ્થિર તત્વ મૂકવું પડે. બધું સ્થિર છે. ગતિ એ ભ્રમ છે. ઇન્દ્રિયભ્રાંતિ છે. છતાં તે અનુભવમાં આવે છે. તાત્વિક રીતે વિચારવા સ્થિર તત્વ મૂકવું જ પડે. ગતિ સ્થિરતા દ્વારા જ સમજી શકાય. સ્થિરતા ન હોય તો ગતિને અર્થ નથી.

4. Protagoras પ્રોટાગોરાસ

પ્રોટાગોરાસ સોફીસ્ટ હતો. સોફીસ્ટો All in one હતા, જે બધું જ ભણાવે – સબ બંદરકા વેપારી. આ સોફીસ્ટોને સમજવાથી By contrast (વિરોધાભાસ) ના નિયમ મુજબ સોક્રેટીસને સમજી શકાય. ઘણા મોટા માણસો પોતાની સાથે Foil (વિરોધી) ને રાખે છે. આજના શિક્ષકો – પ્રોફેસરોની જેમ સોફીસ્ટો આ રીતે બધું જ ભણાવવાના પૈસા લેતા. પ્રોટાગોરાસ નામનો પ્રોફેસર હતો. તેને યુથેલસ નામનો વિદ્યાર્થી મળી ગયો. જે તેનાથી સવાયો નિકળ્યો. તેણે શબ્દોની રમત કરી અને પોતાના ગુરુ પ્રોટાગોરાસને હરાવ્યા. શબ્દોની રમત કેવી હોઈ શકે ? દા.ત. શકુંત લાવી – શકુંતલા આવી. Open the door – O pen the door. Man is the measure of all things. તમામ બાબતો માટે મનુષ્ય એ ખરો માપદંડ છે. બધી વસ્તુઓના કેન્દ્રમાં મનુષ્ય છે. એવું પ્રોટાગોરાસે કહ્યું.
ગ્રીક તત્વજ્ઞાનમાં સૌપ્રથમ પ્રકૃતિવાદીઓ Naturalists આવ્યા, જે પ્રકૃતિની પૂજા કરતા હતા. ત્યારબાદ આવ્યા માનવતાવાદીઓ. આથી મનુષ્યની કદર થવા લાગી. વીસમી સદીના અમેરિકાના મોટા તત્વચિંતક William James કે જે હાર્વર્ડ યુનિવર્સિટીમાં Philosophy તેમજ Psychology ના પ્રોફેસર હતા, તેઓ કહે છે કે પ્રોટાગોરાસ એ તત્વજ્ઞાનના પિતા છે. પૃથ્વી, જળ, તેજ વાયુ, આકાશ એ પ્રકૃતિ છે. પરંતુ જગતમાં મનુષ્યનું મહત્વ છે. મનુષ્ય ન હોય તો તત્વજ્ઞાન ક્યાં છે ? પ્રાણતત્વ વગેરે મહત્વની બાબતો મનુષ્યમાં જ વિકસિત રીતે જોવા મળે છે.

Advertisements

Comments on: "સોક્રેટીસ પૂર્વે ગ્રીક તત્વચિંતન" (1)

  1. અંતરના આંગણેથી... said:

    wahh.. sundar mahiti 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: