વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

હું ઈંટરનેટ સેવા માટે ટાટા ફોટોન પ્લસ વાપરું છું. 350/- રુપિયાના રીચાર્જ પર 30 દિવસ માટે 1.5 જી.બી. ડેટા વાપરવા મળે. 30 દિવસ બાદ તમારા ખાતામાં 300 એમ.બી. ડેટા બાકી હોય અને તમે 30 દિવસ પૂરા થાય એ પહેલા ફરીથી રીચાર્જ કરાવી દો તો બાકી રહેલા 300 એમ.બી. ડેટા તમને વાપરવા માટે ફોરવર્ડ કરવામાં આવે. એક વાર એવું બન્યું કે છેલ્લી તારીખે રાત્રે 11:45 કલાકે મને જાણ થઈ કે વેલિડીટી પૂરી થવામાં 15 મિનિટ બાકી છે. સામાન્ય રીતે 30મા દિવસે રાત્રે 12 કલાક સુધી વેલિડિટી માન્ય ગણાય છે. આથી ઝડપથી હું ફરીથી રીચાર્જ કરવા માટે સક્રિય થયો. મારા ટાટા ફોટોન પ્લસથી મેં એ જ રાત્રે 11:50 કલાકે 350/- રુપિયાનું રીચાર્જ કરાવી દીધું, જેથી 30 દિવસ માટે 1.5 જી.બી. ડેટા + 300 એમ.બી. પાછલા ડેટા = 1800 એમ.બી. ડેટા વપરાશ માટે મને મળે. ત્યારબાદ નિશ્ચિંત થઈને મેં કામ કરવાનું ચાલુ રાખ્યું. પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે રાત્રે 12 કલાકે મારું એકાઉંટ ટર્મીનેટ થઈ ગયું. 11:50 કલાકે રીચાર્જ સક્સેસફુલી થયું હોવા છતાં 12 કલાકે એકાઉંટ ટર્મીનેટ કેવી રીતે થઈ શકે ? પરંતુ 12:10 કલાકે ફરીથી એકાઉંટ ચાલુ થઈ ગયું. એનો અર્થ એ થયો કે મારું એકાઉંટ સળંગ ચાલુ છે એવો દાવો હું કરી શકું નહી. આથી મારે મારા 300 એમ.બી. ડેટા ગુમાવવાનો વારો આવે ! સામાન્ય રીતે ટાટા ફોટોન વપરાશકારને 24 કલાકમાં એક વાર કેટલું બેલેંસ રહ્યું છે એ જણાવવામાં આવે છે. બીજા દિવસે સાંજે 5 કલાકે રાબેતા મુજબ મારા મોબાઈલ ફોનમાં ટાટા ફોટોન તરફથી મેસેજ આવ્યો કે મારા ખાતામાં 1400 એમ.બી. ડેટા જમા છે. 100 એમ.બી. ડેટાનો વપરાશ થયો હોય તો મારા ખાતામાં 1700 એમ.બી. ડેટા બચવા જોઈએ ને ! એના બદલે 1400 એમ.બી. ડેટા જમા હતા એનો અર્થ એ થયો કે પાછલા 300 એમ.બી. ડેટા ફોરવર્ડ કરવામાં આવ્યા ન હતા.

ટાટા ફોટોન પ્લસના મારા એકાઉંટમાં કસ્ટમર કેરમાં કમ્પ્લેઈન ટેબ પર ક્લિક કરીને મેં ઓનલાઈન ફરિયાદ દાખલ કરી અને એમાં સંપૂર્ણ વિગતો જણાવી. ત્યારબાદ રાબેતા મુજબ કસ્ટમર કેર અધિકારીઓના ફોન આવવાના શરૂ થઈ ગયા. દરેકને મેં મારી વાત સમજાવવાની કોશિશ કરી જોઈ. પરંતુ કોઈ અધિકારી મને સ્પષ્ટ ખુલાસો કરી શકે એવો સક્ષમ ન હતો. છેલ્લે એક બહેન ફોન પર આવ્યા અને કોઈ પણ સંજોગોમાં તમને 300 એમ.બી. ડેટા પરત નહી મળે એવી વાત કરી. મારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ પણ તેઓએ ખોટા, અધૂરાં અને ઉડાઉ આપ્યા. તેઓએ છેલ્લે પાટલે બેસી જઈને મને એમ પણ જણાવ્યું કે તમને જે ઠીક લાગે એ એક્શન તમે લઈ શકો છો. હવે 300 એમ.બી. ડેટા માટે મારે કેટલું લડવું ? મેં તેઓને જણાવ્યું કે તમારી પાસે ગ્રાહક ઈંટરનેટનો વપરાશ કરે છે એનું યુસેજ મીટર હોય છે. ગ્રાહકે કઈ તારીખે કેટલા વાગે ઈંટરનેટ શરૂ/બંધ કર્યું અને એ દરમિયાન કેટલા ડેટાનો વપરાશ કર્યો એ તેઓ માપી શકે છે. ઉપરાંત ગ્રાહકે કેવી રીતે રીચાર્જ કરાવ્યું : ઓનલાઈન રીચાર્જ કરાવ્યું કે શોપકીપર પાસે જઈને મોબાઈલ ફોન દ્વારા રીચાર્જ કરાવ્યું તે તેઓ ટ્રાંસેક્સન આઈ.ડી. દ્વારા જાણી શકે છે. મેં તેઓને જણાવ્યું કે મારું ટાટા ફોટોન પ્લસ વર્કિંગ કંડીશનમાં ના હોય તો મેં એના દ્વારા ઓનલાઈન રીચાર્જ કરાવ્યું છે તે રીચાર્જ સક્સેસફુલી કેવી રીતે શક્ય બને ? વળી રાત્રે 12 કલાકે કયો શોપકીપર મારું રીચાર્જ કરી આપવા પોતાની દુકાન ખુલ્લી રાખીને બેઠો હોય ?

તો એ બહેન કહે કે તમે કયા માધ્યમ દ્વારા રીચાર્જ કરાવ્યું છે તેની અમે કોઈ નોંધ રાખતા નથી અને અમે એ જાણી પણ શકતા નથી. ઉપરાંત મેં રાત્રે 11:50 કલાકે રીચાર્જ કરાવ્યું છે એ વાતને પણ ખોટી જણાવતા એ બહેન મને કહે કે અમારા રેકોર્ડમાં તો બીજા દિવસે સવારે 10 કલાકે રીચાર્જ કરાવ્યાનું નોંધાયેલ છે ! ત્યારબાદ પોતાના જ જવાબને ફેરવી તોળતા એ કહે કે રીચાર્જ તો રાત્રે થયું છે પરંતુ રાત્રે તમે ઈંટરનેટ પર તમે 12 કલાક બાદ કામ કર્યું છે એવું યુસેજ મીટર બતાવતું નથી – વધુ એક જુઠ્ઠાણું. આમ ગોળ – ગોળ જવાબ આપીને મને ફાવે તેમ કરવાનું જણાવીને એ બહેન છટકી ગયા. સરવાળે મારે 300 એમ.બી. ડેટા ગુમાવવાનો વારો આવ્યો. ટાટા જેવી કંપની પણ આવી રીતે પોતાના બિનજવાબદાર અધિકારીઓ દ્વારા ગ્રાહકોને હેરાન – પરેશાન કરવાનું કામ કરે છે. મને લાગે છે કે અધિકારીઓ ગ્રાહકોના આવા ડેટા પોતાના અંગત વપરાશ માટે ઉપયોગમાં લઈ લેતા હશે. આજે પણ જો તમે પોતાના એકાઉંટની વિગતો ચકાસવાનો આગ્રહ રાખો તો સાચું શું છે એ જરૂર જાણવા મળે. પરંતુ એકાઉંટના ડેટા સાથે આધિકારીઓ ચેડાં કરતાં હોય તો ત્યાં પણ ગ્રાહકને ન્યાય તો ના જ મળે !

સેમસંગ મોબાઈલ = ચાઈના મોબાઈલ

મેં ત્રણ સેમસંગ સ્માર્ટ ફોન મારા પરિવાર માટે ખરીદ્યા છે. એમાં સેમસંગ ગેલેક્સી એ.સી.ઈ. (એસ) ક્રોમા સ્ટોર ગેંડા સર્કલ, વડોદરામાંથી મેં 11,680 રુપિયામાં રોકડેથી ખરીદ્યો હતો. દોઢ વર્ષની વૉરંટી ખતમ થઈ ત્યારબાદ એમાં એક પ્રોબ્લેમ થયો. અચાનક ફોનનો આઈ.એમ.ઈ.આઈ. નંબર સ્ક્રીન પર આવતો બંધ થઈ ગયો. આથી એ ફોનમાં એક પણ સીમકાર્ડ કામ કરતું ન હતું. મેં ક્રોમા કસ્ટમર કેર માં ફોન કર્યો અને વિગતો જણાવી તો એમણે સેમસંગ કસ્ટમર કેરમાં વાત કરવાનું કહ્યું. સેમસંગ કસ્ટમર કેર વાળા ફોન જ ઉપાડતા નથી એવો મારો અનુભવ છે. છતાં વાત કરવાની કોશિશ કરી જોઈ તો વાત ન જ થઈ. ફરીથી મેં ક્રોમા કસ્ટમર કેર પર ફોનથી વાત કરી તો તેઓએ ક્રોમા સ્ટોર પર રુબરૂ જઈને રજુઆત કરવાની વાત કરી. એ પહેલા હું રાજમહેલ રોડ, વડોદરા પર આવેલા સેમસંગ ઑથોરાઈઝ્ડ સર્વિસ સેંટર પર ગયો અને રીપેરિંગ ચાર્જ વિશે પૂછ્યું. ત્યાં જવાબદાર વ્યક્તિએ મને જણાવ્યું કે મોબાઈલ ફોનનો આઈ.ઈમ.ઈ.આઈ. નંબર લોસ્ટ થઈ ગયો છે. આથી નવેસરથી આઈ.એમ.ઈ.આઈ. નંબર મેળવવો પડશે. એ માટે ગવર્નમેંટ ઑથોરિટી લેટર મેળવવો પડશે. ચાર દિવસનો સમય લાગશે અને 2000 રુપિયા ખર્ચ આવશે. ત્યારબાદ પણ ફોન કામ ન આપે તો એના મધરબોર્ડને ખોલીને તપાસ કરવી પડશે. ત્યારબાદ વધુ કેટલો ખર્ચ આવશે એ નક્કી થઈ શકશે.

મિત્રો વિચારો ! સેમસંગ મોબાઈલનો આઈ.એમ.ઈ.આઈ. નંબર દોઢ વર્ષમાં લોસ્ટ થઈ જાય તો સેમસંગ મોબાઈલ અને ચાઈના મોબાઈલ વચ્ચે કોઈ ફર્ક રહે ખરો ? અને આવો જવાબ પણ મને સેમસંગ ઑથોરાઈઝ્ડ સર્વિસ સેંટર પરથી મળે છે ! હું ક્રોમા સ્ટોર, ગેંડા સર્કલ પર રુબરૂ ગયો અને રજુઆત કરી તો આ પ્રકારનો પ્રોબ્લેમ સેમસંગ માટે પહેલા આવ્યો નથી એમ તેઓએ જણાવ્યું. અને અન્ય એક સેમસંગના ઑથોરાઈઝ્ડ સર્વિસ સેંટરનું સરનામું આપીને મને ત્યાં ફોન રીપેર કરવાનું જણાવ્યું. ફતેહગંજમાં આવેલા એ સર્વિસ સેંટર પર હું ગયો તો તેઓએ 650 રુપિયાનો ખર્ચ બતાવ્યો. માત્ર પાંચ મિનિટમાં કોઈ એક જગ્યાએ બટન દબાવીને ફોનનો આઈ.એમ.ઈ.આઈ. નંબર તેઓએ સ્ક્રીન પર લાવી દીધો. પરંતુ ખર્ચ ચુકવવાની શરતે બંધાયેલા અને પરવશ એવા આપણે 650/- રુપિયા તો ચુકવવાના જ રહ્યા ને !

ત્યારબાદ મેં ઓનલાઈન સેમસંગ કસ્ટમર કેર પર ફરિયાદ નોંધાવી. હંમેશ મુજબ કસ્ટમર કેર અધિકારીના ફોન આવવાના શરૂ થઈ ગયા. મેં તેઓ સમક્ષ ઘણી બધી ઉગ્ર રજુઆત કરી તો જવાબમાં તેઓએ માત્ર એક જ વાત પકડી રાખી કે તમે ખર્ચ ચુકવીને મોબાઈલ ઘરે લઈ આવ્યા ત્યારબાદ અમે કાંઈ કરી શકતા નથી. જો તમારો ફોન સર્વિસ સેંટર પર હોત અને ખર્ચ ચુકવવાનું કબ્લ્યું હોત તેમ છતાં અમે તમને ચોક્કસ મદદ કરી શક્ત. પરંતુ ફોન ઘરે લઈ આવ્યા બાદ અમે કાંઈ કરી શકતા નથી. મને લાગે છે કે આ બધી સુફિયાણી વાતો માત્ર છે. કસ્ટમર કેર અધિકારીએ એ જાણવાની કોશિશ પણ ન કરી કે કયા સર્વિસ સેંટર પર મારી સાથે આવું બન્યું. કોણે 2000/- રુપિયાના ખર્ચની અને ફોનનો આઈ.એમ.ઈ.આઈ. નંબર નવો મેળવી આપવાની વાત કરી, આવી વાત કરીને કોણ સેમસંગની પ્રતિષ્ઠા બગાડવાનો પ્રયત્ન કરે છે. મેં 650/- રુપિયાની ચુકવણી કરી એનું બિલ પણ તેઓએ જોવા ન માંગ્યું. સરવાળે આપણને છેતરાયા હોવાનો અને એની પીડાનો અનુભવ થયા વિના રહેતો નથી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: