વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ભારતીય સંસ્કૃતિમાં શૂદ્ર એટલે કારીગર વર્ગ અને ઉત્પાદક વર્ગ આવે. શૂદ્ર એટલે ક્ષુદ્ર નહી. બન્ને શબ્દોના અર્થોમાં કોઈ મેળ જ નથી. શ્રીમદ આદ્ય શંકરાચાર્યજી કહે છે : ‘શૂચાત દ્રવતિ ઈતિ શૂદ્ર:’ એટલે કે બીજાનું દુ:ખ જોઈને જેનું હૃદય દ્રવીત થાય છે તે શૂદ્ર. અને ક્ષુદ્ર એટલે તુચ્છ, તિરસ્કૃત, ત્યાજ્ય, ધિક્કારને પાત્ર. આ શૂદ્ર એટલે આજના ઉદ્યોગપતિઓનો વર્ગ. એક કાળે આપણે ત્યાં તમામ વર્ગો વચ્ચે પરસ્પર અત્યંત પ્રેમભાવ હતો. આથી પોતપોતાની કળા – કૌશલ્ય બીજા માટે વાપરવામાં સૌને અતિ આનંદ આવતો. વાળંદ સૌના ઘરે જઈને વાળ કાપી આપતો. આજે આપણી કેવી સ્થિતિ છે એ આપણે સારી રીતે જાણીએ છીએ. અવનવા સંશોધનોના કારણે સૌંદર્ય પ્રસાધનો આવી ગયા છે એની ના નહી પરંતુ એનો લાભ મેળવવા માટે કેવી ગુલામી કરવી પડે છે ? સૌથી પહેલી વાત સમયની. રાહ ખુબ જોવી પડે છે. સામેથી હજામની દુકાને જવું પડે છે. રજા હોય તો પાછુ આવવું પડે છે. જ્યારે જુના કાળમાં વાળંદ માત્ર વાળ જ ન કાપતો પરંતુ માથાની, ચહેરાની તેમજ આખો દિવસ કામ કરીને થાકેલા શરીરની માલિશ કરીને થાક ઉતારી પણ આપતો. આપણે આપેલા સમયે એ ઘરે આવે. આપણે ઘરે કોઈ કામમાં વ્યસ્ત હોઈએ તો આપણી રાહ પણ જુએ. બાળકોને ખાસ કરીને લાવવા લઈ જવાનું કામ કડાકૂટ વાળું હોય છે. એમાંથી આપણને મુક્તિ મળી જતી. એ જ રીતે કપડા સીવડાવવા હોય તો દરજીને ઘરે બેસાડવામાં આવતો. ફર્નીચરનું કામ હોય તો આજે પણ આપણે સુથારને ઘરે બેસાડીએ જ છીએ ને ! જો કે ઘણા લોકો તૈયાર ફર્નીચર પણ ખરીદે છે. પરંતુ જુના જમાનામાં સોનીને પણ દાગીના ઘડવા ઘરે જ બેસાડવામાં આવતો. ખેતીની જે ઉપજ આવે એને ખેડૂત ઘરે ઘરે જઈને સૌને વહેંચી દેતો. એ જ રીતે માટલા તેમજ માટીની તમામ ચીજ વસ્તુઓ પકવીને કુંભાર ઘરે ઘરે જઈને સૌને પહોંચાડી દેતો. આમ સહુની સગવડો પૂરી થઈ જતી. નાણાનું ચલણ ન હતું અને વિનિમય પ્રથા પણ ન હતી. માણસ પોતાનું કૌશલ્ય સમાજના હિતાર્થે પ્રયોજતો અને સૌની જરૂરિયાતો સંતોષાતી. લોખંડનું કામ કરનાર લુહારને ઘરે ન બેસાડાય. પરંતુ એને ત્યાં જઈને કામ કરાવાય. કારણ કે એના સાધનો ભારે હોવાથી એને લાવવા લઈ જવાનું વ્યવહારિક ન બને !

વ્યક્તિમાં સ્વાર્થ અને મહત્વાકાંક્ષા વધી જાય એટલે એ માત્ર પોતાનો જ વિચાર કરે. હું જ હૃષ્ટ પુષ્ટ થાઉં, બીજાનું જે થવાનું હોય એ થાય. આથી શોષણની શરૂઆત થાય. આવું બને એટલે પરસ્પર પ્રેમભાવ ખતમ થઈ જાય. સંબંધોમાં અંતર વધી જાય. પછી કોઈના ઘરે જઈને કામ કરવાનું શક્ય ન બને ! ગ્રાહકે કારીગરના ઘરે જવું પડે. હવે એવી સ્થિતિ છે કે કોઈ કોઈના ઘરે જતું નથી પરંતુ બન્ને કોઈ ત્રીજી જ જગ્યાએ એટલે કે બજારમાં ભેગા થાય છે. અને બજાર એટલે નર્યો સ્વાર્થ અને લુચ્ચાઈ ! ગમે તેટલું નવું સ્વરૂપ આવે, ગ્રાહક કેન્દ્રી નીતિની વાતો થાય પરંતુ સ્વાર્થ અને સંકુચિતતા હોય ત્યાં બીજાનું ભલું કરવાની ભાવના હોય જ નહી અને આથી પ્રેમ અને વિશ્વાસ જોવા મળે નહી.

આજે આપણા ઘરે ઘરે શાકભાજી તેમજ ફળોની લારી લઈને ફેરિયાઓ આવે છે. રોજ સવારે વાડીમાંથી તાજા શાકભાજી ચુંટીને આપણે ત્યાં પહોંચે છે. વિદેશમાં એવું નથી. બસો – પાંચસો માઈલની મુસાફરી કરીને મૉલમાં જવું પડે છે અને વાસી, કદાચ સડેલા શાકભાજી એકસામટા લાવીને ફ્રીજમાં મુકી રાખવા પડે છે. હાથલારીમાં રાખીને જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ ફેરિયાઓ ભારતમાં ઘરે ઘરે પહોંચાડે છે. આપણે ભલે એ ન ખરીદીએ પરંતુ જેની પાસે વ્હીકલ નથી, જે લોકો શહેરમાં કે શહેરની મધ્યમાં વસવાટ નથી કરતા, જ્યાં વાહન વ્યવહારની સગવડ નથી તેઓને માટે આ ફેરિયાઓ આશીર્વાદરૂપ છે. આજના હરિફાઈના યુગમાં કાંઈક નવું કરી બતાવવાના હેતુથી એમ.બી.એ. કરેલ યુવાઓ ઓનલાઈન શાકભાજીના ઓર્ડર લે છે અને બે કલાકમાં આપણા ઘરે તાજા શાકભાજી તેમજ ફળો સૌથી સસ્તા ભાવે પહોંચાડવાની ખાતરી આપે છે. તેઓની મર્યાદા એટલી જ છે કે આપણને બે રૂપિયા ને ત્રીસ પૈસાનું શાક જોઈતું હોય તો તેઓ એમ નથી કરી શકતા. ઓછામા ઓછો બસો – પાંચસો રૂપિયાનો ઓર્ડર નોંધાવવો પડે છે. જે આપણા ફેરિયા ભાઈઓ આજે પણ પાંચ રૂપિયાના ધાણા આપણને શાકભાજીની ખરીદી પર ફ્રીમાં ઑફર કરે છે. આથી તેઓ ભલે અભણ રહ્યા, પરંતુ હરિફાઈમાં એમ.બી.એ.નું ભણેલા કરતાં પણ આગળ છે.

આપણે મૉલમાંથી ખરીદી કરવાનું શરૂ કર્યું પરંતુ એ હજી નવું નવું હોવાથી આપણને એનું આકર્ષણ છે. પરંતુ સ્વમાની માણસને એ બહુ રુચે તેવું નથી. મૉલમાં પ્રવેશતી વખતે તમને ચેક કરવામાં આવે છે. તમે આતંકવાદી હોઈ શકો છો અને તમારી સાથે શસ્ત્ર સંતાડીને લઈ જઈ શકો છો એ શક સૌથી પહેલા તમારી ઉપર કરવામાં આવે છે. બીજું કે મૉલમાં તમે ફરી રહ્યા હો ત્યારે સતત સી.સી.ટી.વી. કેમેરા દ્વારા તમારા ઉપર નજર રખાઈ રહી હોય છે. તમે કશું ખોટું કરવાના નથી આથી તમારે એની ચિંતા કરવાની હોય નહી. તેમ છતાં કોઈ અણકહી મુંઝવણ તમને મોકળાશથી ખરીદી કરવા દેતી નથી. ઘણા મૉલમાં તો કર્મચારીઓ ગ્રાહકો પર દેખરેખ રાખી રહ્યા હોય છે. કોઈ જગ્યાએ તમે કોઈ વસ્તુ દેખવા હાથમાં લો અને અચાનક કોઈ કર્મચારી પ્રગટે અને ‘હું તમારી શું મદદ કરી શકું ?’ એમ કહે ત્યારે આંચકો લાગે છે ! ક્યારેક તો કોઈ કર્મચારી તાકી તાકીને તમને દેખે ત્યારે એ આપણા વિશે શું ધારતો હશે એ ખ્યાલ આપણને વિચલિત કરી મૂકે છે અને દિલથી ખરીદી થઈ શકતી નથી. આ બધું જ મૉલમાં શક્ય બને છે કારણ કે મૉલમાં તમને હરવા ફરવાની છૂટ આપવામાં આવે છે. કોઈને આ બાબતનો અનુભવ ના હોય તો તેઓની નીરિક્ષણશક્તિ માટે શંકા ઉપજે !

એક મૉલમાં મેં જોયું છે કે વસ્તુનો ડેમોન્સ્ટ્રેશન સ્થળે ભાવ ઓછો હોય પરંતુ બિલિંગ કરાવો તો વધારે ભાવ વસૂલ કરવામાં આવે. તમે ચકાસણી કરીને કહો તો આપણો વાંક કાઢતા કહે, કે ‘તમે જે વસ્તુ લો તેના પર ટેગ મરાવો તેથી આવું ન બને !’ ‘અરે ભાઈ, એ કામ તો તમારું કહેવાય, એ અમારે શા માટે કરવાનું !’ ઘણીવાર તો એવો વિચાર આવે છે કે લોકો સંગઠીત થાય તો બહુ મોટી ક્રાંતિ થઈ શકે છે. દા.ત. આપણી બીજાથી વધુ ધનવાન થવાની મહત્વાકાંક્ષા છોડીને માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પ્રાપ્ત કરીને સંતોષ માનીએ તો આપણે આપણી વસ્તુને વેચવાની જ બંધ કરી દેવી જોઈએ. ફરીથી જુના કાળની જેમ પોતપોતાનું કૌશલ્ય સમાજ હિતાર્થે પ્રયોજવાનું શરૂ કરવું જોઈએ. આથી આપોઆપ કરંસી રદ થઈ જશે. નકલી નોટોનો કારોબાર પણ બંધ થઈ જશે. એક ડોલરના સો રૂપિયા થાય તો પણ આપણને શો ફેર પડે છે ? આપણે તો બધું મફત લેવાનું અને સૌને મફતમાં આપવાનું ! વિચાર કરો, છાપાવાળા પાંચ લાખ નકલ છાપે તેનો તમામ ખર્ચ વત્તા બીજા અન્ય લાખો રૂપિયાનો નફો તેઓને જાહેરાતમાંથી મળી જાય છે. પછી તેઓ એ છાપું ગ્રાહકોને વેચે છે શા માટે ? એ વેચાણમાંથી આવનારા બીજા લાખો રૂપિયા તેઓ જતા ન કરી શકે ? ગ્રાહકો નક્કી કરે કે છાપું વાંચશે ખરા પરંતુ ખરીદીને નહી. તો સ્વાભાવિક રીતે તેઓના છાપાના વેચાણની નકલોની સંખ્યા ઘટી જશે. આથી આપોઆપ તેઓને મળતી જાહેરખબરોના દરો ઘટી જશે. આમ ન બને એ માટે છાપાના માલિકો મજબૂરીથી તમને છાપું ફ્રીમાં ઘરે પહોંચતું કરશે. આમ બની શકે છે પરંતુ એનો આધાર ગ્રાહકોની સંગઠનશક્તિ પર છે. ઈંડસ્ટ્રીયલ રીવોલ્યુશન અને મર્કંટાઈલ રીવોલ્યુશન થયા બાદ પળવારમાં સસ્તા ભાવે અસંખ્ય ચીજ – વસ્તુઓનું ઉત્પાદન શક્ય બન્યું. આ ઉત્પાદનનું વેચાણ કેવી રીતે કરવું ? સામાન્ય લોકો ઘરે બેઠા આ ચીજ વસ્તુઓ જુએ અને ખરીદવા લલચાય એ માટે શું કરવું ? આના પરથી ટેલીવિઝનની શોધ થઈ. હવે આપણે ભેગા થઈને ટી.વી. ખરીદવાનું જ બંધ કરી દઈએ તો જાહેરાતોને જુએ કોણ ? અને બજારમાં જઈને વસ્તુઓ ખરીદે કોણ ? આવી સંગઠન શક્તિ બતાવીએ તો જરૂર ઉત્પાદક કંપનીઓ બધાને ટી.વી. ફ્રીમાં આપવાની ઑફર કરે !

દુકાન હોય કે મૉલ હોય, કોઈ ચીજ બ્રાન્ડ બની ગઈ તો એની મોનોપોલીને કોઈ તોડી શકતું નથી. દરેકે એને પોતાને ત્યાં રાખવી જ પડે છે. ઉત્પાદક તેમજ ગ્રાહકનો એ વણતુટ્યો સંબંધ કહેવાય. તમે ઘણી મલ્ટી નેશનલ કંપનીઓની તેમજ આપણે ત્યાંની કંપનીઓની બ્રાંડેડ ચીજ વસ્તુઓ જોઈ હશે. સોનાના દાગીનાના ઉત્પાદનમાં ટાઈટન, જીલી વગેરે બ્રાંડ આવી ગઈ તેમ છતાં હજી લાકડાના ફર્નીચરમાં કોઈ બ્રાંડ નેમ આવ્યું નથી. એક કાળે સોનાના દાગીનાના મૉલ બની ગયા હતા. પરંતુ બ્રાંડેડ જ્વેલરી આવી ગઈ ત્યારબાદ ઉદ્યોગપતિઓ સેલ્સમેન બની ગયા. જેમ આજે આપણે ચંપલ કે બૂટ ખરીદતી વખતે બાટા, વુડલેંડ, લખાની, પેરાગોન વગેરે બ્રાંડ માંગીએ છીએ. તેઓ ચામડાની જગ્યાએ લાકડાનું ભુસું ભરીને બનાવેલા ચંપલ આપણને પધરાવે છે તેમ છતાં ખુશી ખુશી એ પહેરીએ છીએ પરંતુ શહેરમાં ઓરિજિનલ ચામડામાંથી ઉત્તમ પગરખાં બનાવતા ‘ચૌધરી લેધર સ્ટોર’માંથી કશું ખરીદતા નથી. તેમ કોઈ પણ શહેરમાં મૉલ ધરાવતા જ્વેલર્સ હવે ઉદ્યોગપતિઓ ન રહેતા ટાઈટન, જીલીના સેલ્સમેન બનીને રહી ગયા છે. ઘણા ગ્રાહક તેઓના પોતાના ઉત્પાદનની માંગણી નથી કરતા. પરંતુ છાપા તેમજ મેગેઝિનોમાં અપાતી બ્રાંડેડ જ્વેલરીની જાહેરખબરોમાં બતાવાતી ડીઝાઈનોની માંગ કરવામાં આવે છે. ગ્રાહકોને ખરેખર કેટલી શુદ્ધતા ધરાવતી વસ્તુ મળે છે એ જુદો પ્રશ્ન છે. પરંતુ બ્રાંડ અને ગ્રાહકો એ કેવી મજબૂત સાંકળ છે એ દર્શાવવા આ બાબત ચર્ચી છે. કોંગ્રેસને આજે સૌથી વધુ પજવતી કોઈ બાબત હોય તો એ કે મોદીજી હવે ભારતીય નાગરિકોના બ્રાંડ વડાપ્રધાન બની ગયા છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: