વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ચકલો અને ચકલી, કબૂતર અને કબૂતરી, પારેવા (હોલા) જાહેરમાં રતિક્રિડા કરી શકે છે. પરંતુ કાગડો અને કાગડીની રતિક્રિડાની વાત તો જવા દો તેઓને કોઈ દિવસ એકબીજાની નજીક પણ જોયા નહી હોય ! આ પક્ષી રતિક્રિડાને અતિશય અંગત રાખે છે. એ જ રીતે માનવ વસવાટની વચ્ચે સહેલાઈથી જોવા મળતા પક્ષીઓ કાબર, પોપટ, મોર, સુગરી, બુલબુલ, કલકલિયા, દેવચકલી વગેરેની જાતીય હરકતો જોવા નહી મળે. જ્યારે સમડી, બાજ, ગરૂડ, ઘુવડ, વગેરે પક્ષીઓ માનવ સમાજની અંદર વસતા જ જોવા મળતા નથી તેથી તેઓના અંગત જીવન વિશે તો જાણી શકાય જ નહી. કાચિંડો, ખિસકોલી, નોળિયો, ઉંદર, ગરોળી, સાપ, દેડકા વગેરે કઈ શ્રેણીમાં આવે ? ખિસકોલીની રતિક્રિડા તદ્દન જુદી જ છે. માદા ખિસકોલીને નર ઉપરના ભાગેથી કસોકસ પકડી રાખે છે. માદા એનાથી બચવા – છૂટવા ઊંચા તેમજ લાંબા કુદકા મારતી મારતી ત્વરાથી દોડતી આખા વિસ્તારમાં ભાગમભાગ કરે છે. પરંતુ અનેક પ્રયત્નો કરવા છતાં એ નરની પકડમાંથી મુક્ત થઈ શકતી નથી. છેવટે એ નરને વશ થઈ જાય છે. સાપની કામક્રીડા પણ તદ્દન ભિન્ન છે જે ઘણાએ જોઈ હશે. દોરડીના રેસાની જેમ એકબીજાને વીંટાળાઈને પરસ્પર શરીરને ઘસીને તેઓ કામક્રીડાનો આનંદ માણતા જોવા મળે છે. નર અને માદા સાપ અથવા નાગ પરસ્પર સંમતિથી જ કામક્રીડા કરે છે. કહેવાય છે કે મોર ના આંસુ પીને ઢેલ ગર્ભવતી થાય છે. તેઓને રતિક્રિડા કરતા બહુ ઓછા લોકોએ જોયા હશે, કદાચ કોઈએ નહી જોયા હોય. ગરોળી પણ દિવાલો પર સારી એવી દોડાદોડી કરે છે, નર અને માદા બરાબરના લડે છે, પૂંછડી ઊંચી – નીચી, વાંકી-ચૂકી કરીને જુદા-જુદા સંકેતો આપે છે ત્યારબાદ બન્ને વચ્ચે સમાધાન થાય છે. હાથી હાથણી સાથે સતત શરીર ઘસવાની ઈચ્છા રાખે છે. અને આ જ કારણ સર એની હત્યા કરીને હાથીદાંતનો ગેરકાયદે વેપાર કરનારી ટોળકી દૂર હાથણીનું મોટું ચિત્ર રાખીને વચ્ચે માર્ગમાં મોટો ખાડો કરીને એના પર ડાળી તેમજ પાંદડા ઢાંકીને એને ખાડામાં પાડીને પકડી લે છે. હાથણી સાથે સ્પર્શ કરવાની તીવ્ર તૃષ્ણાને કારણે હાથીને ખાડો નજર આવતો નથી.

કૂકડો વહેલી સવારે ઉષા કાળ પૂર્વે સૂર્યનારાયણ દેવની સવારી આવે તે પહેલા છડી પોકારે છે ત્યારબાદ આખો દિવસ શાંત રહે છે. કૂકડો અતિશય કામુક પક્ષી ગણાય છે. કારણ કે પક્ષીઓમાં તે એક માત્ર એવું પક્ષી છે જે બળાત્કાર કરે છે. મરઘીની પાછળ દોડતી વેળાએ કૂકડો અવાજ કરે છે અને ભાગતી મરઘી પણ માત્ર એ વખતે જ અવાજ કરે છે. બાકીના સમયે તેઓ શાંત રહે છે. કાબરોનો અવાજ તમને આખો દિવસ સંભળાયા કરે છે. કાબર અને મરઘી આખો દિવસ ખા-ખા કર્યા જ કરે છે. વસંત ઋતુમાં કોયલના ટહૂકા સાંભળી શકો છો. વર્ષાઋતુમાં મોરના ટહુકા ચારેકોર ગાજે છે. કાગડો તો આપણે ત્યાં મહેમાન આવવાના છે એ સમાચાર આપવા પૂરતો જ કા કા કરે છે. બાકીના સમયમાં આપણે તેનો અવાજ સાંભળી શકતા નથી. જો કે પક્ષીની ભાષા જાણનારા કહે છે કે કાગડાની જુદી જુદી અનેક બોલીના અનેક અર્થો થાય છે અને એ રીતે કાગડો આપણને અસંખ્ય જુદા જુદા સંદેશાઓ આપતો હોય છે. આમ પણ પશુ પક્ષીઓ કુદરતની વધુ નજીક રહેતા હોવાથી પ્રકૃતિમાં થનારા અનેક ફેરફારો તેમજ વાવાઝોડા, પૂર, અતિવૃષ્ટિ, ધરતીકંપ જેવી અમંગળ ઘટનાઓની જાણ તેઓને થઈ જતી જ હોય છે. પરંતુ આપણે તેઓની હરકતોની નોંધ ન લેતા હોવાથી ઘણું મોટું નુકશાન થયા બાદ જ આપણે એને જાણી શકીએ છીએ.

જે પ્રાણીઓના માથે શિંગડા હોય છે એ પ્રાણીઓ એકબીજા સાથે શિંગડા લડાવીને મસ્તી કરતા અથવા લડતા હોય છે. દા.ત. બે ગાય, બે ભેંસ, બે બકરા, બે ઘેટાં, બે આખલા, બે પાડા વગેરે. કોઈ દિવસ વિજાતીય પ્રાણીઓ એકબીજા સાથે મસ્તી કરતા કે ઝઘડતા નથી. એટલે કે ગાય અને આખલો કોઈ વાર નહી લડે. ભેંસ અને પાડો લડતા નહી જોવા મળે. બકરો અને બકરી, ઘેટો અને ઘેટી અંદરોઅંદર લડતા નથી. તેઓ માત્ર જાતીય સુખ મેળવવા માટે જ એકબીજાનો સંપર્ક કરે છે. માણસ જ એવું પ્રાણી છે જેમાં નર અને માદા એકબીજા સાથે લડે છે. ઘણી વાર આપણને પ્રશ્ન થાય કે પશુઓને પૂંછડી શા માટે આપી હશે ? એના આકાર તેમજ લંબાઈમાં ફરક શા માટે હશે ? પશુઓને શિંગડા આપવાનો શું મતલબ ? માખી ઉડાડવા માટે પૂંછડી તેમજ આત્મ રક્ષણ માટે શિંગડા આપ્યા હશે ? વાઘ, સિંહ, ઝીબ્રા, હરણ વગેરે પ્રાણીઓ તેમજ  ચકલી, કાબર, કાગડા, કબૂતર, પોપટ, મોર વગેરે તમામ પક્ષીઓને જાણે કે ડાઈ બનાવીને પેદા કર્યા હોય એમ તેઓના રંગ, રૂપ, આકાર, સાઈઝ વગેરે તમામ બાબતો એક સરખી જ રાખી છે.

કૂતરાને તમે લડતા જોયો છે ? પોતાના માની લીધેલા વિસ્તારમાં કોઈ નવો કૂતરો આવી જાય એટલે એની પાછળ એ વિસ્તારના ચાર – પાંચ કૂતરાઓ દોટ મૂકશે. નવો કૂતરો ભાગી શકાય એટલું ભાગશે પરંતુ ત્યારબાદ કૂતરાઓ એને ઘેરી લે એટલે એ બધા કૂતરા ભેગા થઈને એના પર હુમલો કરશે જ એ નક્કી નથી હોતું. પેલો કૂતરો માથુ નીચુ રાખીને ગુરગુરાટ કર્યા કરે ત્યાં સુધી આ કૂતરાઓ વારે વારે હુમલો કરવા ઊંચા નીચા થયા કરે છે પરંતુ ઝનૂન પૂર્વક તેના પર તુટી પડતા નથી. ક્યારેક અચાનક તુટી પણ પડે છે. એ શું બતાવે છે ? એ જ કે એક તો કૂતરો એ ડરપોક પ્રાણી છે. હુમલો કરતાં પોતાને નુકશાન થઈ જશે એ બીકે કૂતરાઓ સંખ્યામાં વધારે હોવા છતાં નવા આવેલા એક કૂતરા પર હુમલો કરતા ડરે છે. ઉપરાંત બીજુ એ કે તેનામાં હિંસકતા જંગલી પ્રાણીઓ કરતાં ઓછી હોય છે. ગળે પટો બાંધેલા વિદેશી નસલના કૂતરાઓ જેવા કે ડોબરમેન કે આલ્શેશિયન કૂતરાઓ જંગલી હિંસકતા ધરાવે છે. લાગ મળે તો તેઓ દેશી રખડતા કૂતરા પર તુટી જ પડે છે.  પ્રાણીઓમાં શાકાહારી હોય કે માંસાહારી, તેઓ પ્રકૃતિને વશ વર્તીને વર્ષમાં માત્ર એક જ ઋતુમાં મિલન કરે છે. એ જ રીતે મોટા ભાગના પક્ષીઓ પણ વર્ષમાં એક ચોક્કસ સમયગાળામાં જ મિલન કરે છે. કૂતરા જેવું અતિ કામી કહેવાતું પ્રાણી પણ વર્ષમાં માત્ર એક જ સીઝનમાં મિલન કરે છે. પરંતુ બકરો એક એવું પ્રાણી છે જે બારેમાસ બકરી પાછળ ફર્યા કરે છે અને કામુક હરકતો કર્યા કરે છે.

સમાજનો એક ચોક્કસ વર્ગ બળાત્કારી કુકડાને પાળે છે, કૂકડાનું તેમજ મરઘીનું માંસ ખાય છે, તેના ઈંડા પણ ખાય છે. બારેમાસ કામાતુર રહેતા બકરાનું માંસ પણ તેઓ ખાય છે. પુરુષોની જનનેન્દ્રિયના ટોપ પર આવેલા સોપારી જેવા ભાગ પર પુષ્કળ પ્રમાણમાં ઉત્તેજક પોઈંટ આવેલા હોય છે. એ ઉત્તેજક કેન્દ્રોનો માત્ર આવશ્યકતા મુજબ ઉપયોગ કરી શકાય એ માટે કુદરતે એ ભાગને ઢાંકી રાખવા માટે ચામડીનું કવચ આપેલું હોય છે. આ વર્ગ ધાર્મિક વિધિના ભાગ રૂપે એ ભાગને ઢાંકનારી ચામડીને નાનપણમાં જ કપાવી નાખે છે આથી એ કામોત્તેજક પોઈંટ્સને સતત સ્પર્શ થતો રહેતો હોવાથી સદૈવ ઉત્તેજીત રહેવાનું બને છે. વય, જાતિ વગેરે કાંઈ પણ ન જોતાં તેઓ કોઈ પણ ક્ષણે કોઈ પણ પાત્ર સાથે સહવાસ કરવા આતુર રહેવાનું મન થાય છે. આજે દિલ્હી સહિત દેશભરમાં સ્ત્રીઓ પર બળાત્કારની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે એક સંશોધન થવું જોઈએ. શું તમામ બળાત્કારીઓ ઈંડા ખાનારા તેમજ કૂકડો કે મરઘી અથવા બકરાનું માંસ ખાનારા માંસાહારી જ હોય છે કે એમાંના કેટલાક બળાત્કારીઓ શાકાહારી પણ હોય છે ! જો તમામ બળાત્કારીઓ ઈંડા તેમજ મરઘી અથવા બકરાનું માંસ ખાનારા જ હોય તો એ પ્રકારના ખોરાક પર પ્રતિબંધ મુકાવો જોઈએ. અલબત્ત આ બાબત સંશોધન દ્વારા નક્કી થવી જોઈએ. આપણે ત્યાં તો કહેવત છે કે ‘અન્ન તેવું મન.’

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: