વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

લોકશાહીમાં ચુંટણીની જટીલ પ્રક્રિયામાંથી પસાર થઈને સત્તા પર આવવું અને આવ્યા બાદ પ્રજાહિતને જ ધ્યાનમાં રાખીને કામ કરવું, કામ કર્યા બાદ યશ તો મળવાનો નથી બલ્કે ગાળો અને અપજશ જ મળવાના છે, કદાચ જેલ અથવા મૃત્યુ પણ પ્રાપ્ત થાય. તો આવા સંજોગોમાં માત્ર પ્રજાહિતને ધ્યાનમાં રાખીને માણસ કામ કરી શકે ? કે પછી ધન – સંપત્તિની લૂંટફાટ કરવાનો ઈરાદો રાખનારા ગુંડાતત્વો જ આ ક્ષેત્રમાં આવે ! દેશને આઝાદી મળ્યા બાદ આપણને કોંગ્રેસ જેવો શાસક પક્ષ મળ્યો એણે માત્ર દેશને લૂંટવાનું જ કામ કર્યું છે. આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ એક એવા મળ્યા જે આ તમામ જટીલ આંટીઘૂંટીમાંથી પસાર થયા બાદ પણ અર્થ અને કામ ક્ષેત્રે અણિશુદ્ધ પવિત્ર રહીને દેશસેવા કરી રહ્યા છે. ગુજરાતમાં ચાર ટર્મથી ચુંટાયા ત્યારે એવો ખ્યાલ બંધાયો કે તેઓ કુશળ વહીવટકર્તા છે, નીડર છે, હિંમતવાન છે. ચારિત્ર્યવાન છે, અર્થપાવિત્ર્ય ધરાવે છે. પ્રજાની સેવા કરવાનો ઈરાદો રાખનાર પાસે સખત કામ કરાવે છે. સતત વિકાસની ઝંખના તેઓના દિલમાં જલે છે. નવી નવી શોધ અને નવા નવા વિચારો અમલમાં લાવીને, અનેક પ્રયોગો કરીને ગુજરાતને સમૃદ્ધ કરે છે. વિશ્વમાં ક્યાંય પણ કોઈ યોજના સફળ થઈ હોય તો પોતાના વિશ્વાસુ અધિકારીઓને તેઓ અભ્યાસ કરવા મોકલે છે અને એ યોજના ગુજરાતમાં કેવી રીતે લાગુ કરી શકાય એ અંગે વિચાર વિમર્શ કરીને સફળતાપૂર્વક એને લાગુ પણ કરે છે.

માત્ર તેઓને જન્મજાત રાજગાદી નથી મળી એટલું જ કારણ કે આપણે ત્યાં રાજાશાહી નથી. પરંતુ ભારતના શ્રેષ્ઠ રાજાઓએ પ્રજા માટે કરેલા કાર્યો જુઓ અને મોદીજીએ લોકશાહીની કાંટાળી તેમજ ખાડાખૈયા વાળી શાસન પદ્ધતિમાં સત્તા પર આવીને કરેલા કાર્યો જુઓ તો સમજાઈ જાય છે કે તેઓએ કરેલું કાર્ય કેટલું શ્રેષ્ઠ છે ! અગાઉ લખ્યું તેમ રાજાશાહી એ નિષ્કંટક અને આમરણ મળનારું શાસન છે વળી એમાં વિરોધપક્ષ પણ નથી. લોકશાહીમાં કોઈ નેતા બતાવો જેણે પ્રજા માટે આવા કાર્યો કર્યા હોય ! અરે કોઈ રાજા પણ ના કરી શકે એવા અદ્ભૂત કાર્યો મોદીજીના શાસનમાં ગુજરાતમાં થયા છે. શ્રેષ્ઠ મનુષ્યમાં હોય એવા ગુણો મોદીજીમાં જોયા પછી તેઓ જ્યારે ગુજરાતની બહાર નીકળ્યા ત્યારે જૂદું જ ચિત્ર જોવા મળ્યું. જે રીતે આખા દેશે તેઓને આવકાર્યા, વિશ્વભરના ભારતીયોએ તેઓ પ્રધાનમંત્રી બને એ માટે પોતાનું પ્રદાન કરવાની તૈયારી બતાવી, વિશ્વના અનેક દેશોએ નાણાકીય આગાહી કરી કે ભારતના સ્થિર શાસન દ્વારા જ વૈશ્વિક્મંદી દૂર થશે અને એ કામ મોદીજી જ કરી શકશે. ઈંગલેન્ડ પણ મોદીજીને આવકારે છે. ત્યારે મોદીજી માણસ નહી પણ મહામાનવ જણાય છે.

છત્રપતિ શિવાજી મહારાજ તેમજ સ્વામી વિવેકાનંદ શિવજીના અંશાવતાર ગણાય છે તેમ મોદીજી પણ શિવજીના અંશાવતાર જ હોય એમ સ્પષ્ટ જણાય છે. તેઓ જ હજાર વર્ષથી ગુલામ ભારતને સાચા અર્થમાં આઝાદ કરશે એવી સમગ્ર ભારતીયોની આશા અને વિશ્વાસ છે. આ દેશના દુશ્મનો તેમજ દુષ્ટ પાડોશી દેશોને ઠેકાણે પાડવાનું કામ મોદીજી જ કરશે. વિચારો, ભારતમાં કોઈ નાગરિકને અન્યાય નહી થાય. બહુમતિ કે લઘુમતિ જેવી ભાષા બોલાતી બંધ થઈ જશે. મંદિરો પર હુમલાનો કોઈ ભય નહી રહે. ગાયો કપાતી બંધ થશે. બહેન – દીકરીને પરેશાન કરનાર લુખ્ખા – મવાલીઓને એવી સખત સજા મળશે કે સમગ્ર ભારતમાં સ્ત્રીઓ નિર્ભયતાથી હરી – ફરી શકશે. કોઈ બેરોજગાર નહી રહે. હવે તો તમામ ટેક્સ દૂર કરવાને યોજના પણ થવાની. મહેનત કરો એટલું કમાવ. તમારા નાણા પર સરકારની કોઈ નજર નથી. કોંગ્રેસની નાણા વિભાગની જાહેરાતો જોઈ છે ને આપણે ? કેવું બોલે છે – ‘યાદ રાખો, અમારી નજર તમારી સંપત્તિ પર છે !’ નાલાયકોને કોઈ શરમ જ નથી આવતી પ્રજાને ડરાવતા ! ભારતનું ખાઈને અહીંના નાગરિકોનો પ્રેમ અને ધન મેળવીને મહાન બનેલી સેલીબ્રીટીઓ પાકીસ્તાનના ગુણગાન ગાશે તો એના એવા હાલ થશે કે કોઈ ગદ્દારી કરી જ નહી શકે. અમેરિકા જેવા ઝરખને પણ પદાર્થ પાઠ ભાણાવાશે. શસ્ત્રોનું તેમજ તમામ ગૃહવપરશની ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘર આંગણે થશે અને એ પણ શ્રેષ્ઠ કક્ષાનું. કોઈ નાણું બહાર નહી જાય. રૂપિયો ઊંચો આવશે. ભારત સાચા અર્થમાં વિશ્વગુરુ બનશે. માત્ર આધ્યાત્મિક ક્ષેત્રે જ નહીં પરંતુ ભૌતિક ક્ષેત્રે પણ ભારત માર્ગદર્શક બનશે.

નવાઈ લાગે છે છતાં હકીકત છે કે ભારત આધ્યાત્મિક ક્ષેત્રે વિશ્વગુરુ રહ્યું છે છતાં એક આધ્યાત્મિક, બ્રહ્મચારી, સન્યાસી વ્યક્તિ રાજકીય ક્ષેત્રમાં પ્રવેશીને એવું અદ્ભૂત કાર્ય કરવા જઈ રહ્યો છે કે એકલે હાથે એ જીવનના તમામ ક્ષેત્રોને મહાન બનાવશે અને વિશ્વ એને અનુસરશે. એ વ્યક્તિ રાજકીય ક્ષેત્રમાં હોવા છતાં એમાં રહીને ભારતની આધ્યાત્મિકતાને કીર્તિ અપાવશે, ભારતની ધાર્મિકતા, વૈદિક ધર્મનું સ્થાન વિશ્વમાં ઊંચું લાવશે. જો એ માણસ (મોદીજી) ધર્મ ક્ષેત્રે અથવા આધ્યાત્મિક ક્ષેત્રે રહીને કાર્ય કરતા હોત તો સર્વશ્રેષ્ઠ સન્યાસી હોત અને આખું વિશ્વ તેઓના ચરણ ચૂમતું હોત. જો તેઓ રાજા હોત તો આખું વિશ્વ તેઓને શ્રેષ્ઠ રાજાની પદવી આપીને નવાજતું હોત. પરંતુ તેમણે કોંગ્રેસના પાપે વિકસતા દેશનું બિરૂદ પામેલા એવા ભારત દેશના રાજકીય ક્ષેત્રમાં કાર્ય કરવાનું નક્કી કર્યું છે. આવો અંગત પ્રતિષ્ઠાનો ત્યાગ કરીને અતિ સામાન્ય માણસ ગણાઈને વિરોધ પક્ષોની, કહેવાય છે કે વિશ્વના ઈતિહાસમાં કોઈ એવો માણસ અથવા રાજકીય પુરુષ નહી હોય જેને વિરોધ પક્ષો દ્વારા આટલો બધો સતાવવામાં આવ્યો હોય ! અરે એક રાજ્યનો વડો હોવા છતાં એણે કેન્દ્ર સાથે બાથ ભીડી એવી હિંમત ભારતના ઈતિહાસમાં કોઈ રાજપુરુષે કરી છે ખરી ? અને એવા મહાન પગલા ભરવા બદલ મહાન તાપ સહન કરવાનો આવે જ છે. પરંતુ સર્વ કસોટીમાંથી યશસ્વી રીતે બહાર આવીને તેઓને જે કરવું છે તે તો તેઓ કરીને જ રહેશે. કારણ કે મા ભારતીએ તેઓને આ કાર્ય કરવા જ પોતાની કૂખે જન્મ આપ્યો છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: