વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ભારતમાં કોઈ મુસ્લિમ મસ્જીદ વિશે, ઈસ્લામ વિશે અથવા મુલ્લા – મૌલવીની વિરુદ્ધમાં કાંઈ બોલે છે ? એ જ રીતે કોઈ ખ્રિસ્તી બાઈબલ વિશે, ખ્રિસ્તી ધર્મ વિશે અથવા તેઓના પાદરીઓની વિરુદ્ધમાં કશું બોલે છે ? તો શું તેઓના તમામ ધર્મગુરુઓ ને બધા જ ધર્મસ્થાનો પવિત્ર છે ? અને માત્ર હિન્દુ ધર્મના ધર્મગુરુઓ અને મંદિરો જ વખોડવાને લાયક છે ! ‘પોતાની માને કોઈ ડાકણ ના કહે’ એટલી સાદી સમજ આ દેશના અન્ય તમામ વિધર્મીઓમાં છે. માત્ર હિન્દુને જ સેક્યુલરિઝમની ખુજલી ચઢે છે. કોઈ મુસ્લિમ કે ખ્રિસ્તી કે અન્ય કોઈ જ વિધર્મી આ દેશમાં બિનસાંપ્રદાયિકતાની ચર્ચા કરતો નથી. પોતાનો ધર્મ જ સાચો છે, પોતાનું ધાર્મિક સ્થાન પવિત્ર જ છે અને પોતાના ધર્મ પુસ્તક પ્રમાણે જીવન જીવવાનું છે – એમ દૃઢપણે માનીને મુસ્લિમો તેમજ ખ્રિસ્તીઓ જીવ્યે જાય છે. દેશનું બંધારણ અમારા ધર્મના બંધારણની આડે આવશે તો દેશનું બંધારણ બદલવું જ પડશે – આ છે મુસ્લિમોનું સેક્યુલરિઝમ. એની સામે કોઈ શિક્ષિત કે અશિક્ષિત મુસ્લિમ કંઈજ બોલશે નહીં. એવું જ ખ્રિસ્તીઓની બાબતમાં છે. કોઈ વિધર્મી બૌદ્ધિકો અવાજ કરે કે મંદિરોમાં એકઠું થયેલું ધન બહાર લાવવું જોઈએ. એટલે હિન્દુ સમૂહો જોયા-જાણ્યા વિના એ વિધાનને સમર્થન કરવા કૂદી પડશે. હિન્દુ એટલું પણ વિચારવા નથી રોકાતો કે આવું વિધાન કોણે કર્યું છે અને શા કારણે કર્યું છે. મસ્જીદોમાં તેમજ ચર્ચોમાં વિદેશી ફંડ પુષ્કળ પ્રમાણમાં આવે છે. રાત-દિવસ જોયા વિના તેઓના ધાર્મિક સ્થળો સતત બંધાયા જ કરે છે. છતાં મસ્જીદો તેમજ ચર્ચો ધનના અભાવમાં ખાલીખમ પડ્યા હોય છે. જ્યારે હિન્દુ મંદિરો ધનસંપત્તિથી સમૃદ્ધ જોવા મળે છે. આ ધન – સંપત્તિ લૂંટી લેવાના ઈરાદે વિધર્મીઓ એમ કહે છે કે મંદિરોમાં એકઠું થયેલું ધન નકામુ પડી રહ્યું છે, એને બહાર લાવવું જોઈએ.

કોઈ બૌદ્ધિક વળી એવી દલીલ કરે છે કે મંદિરોના ધનથી હોસ્પિટલો તેમજ શાળાઓ બંધાવવી જોઈએ. પરંતુ મારો હંમેશનો એ પ્રશ્ન રહ્યો છે કે તમે હોસ્પિટલો કે શાળાઓ બંધાવી દેશો, એ માટેના મોટા મોટા વિશાળકાય બિલ્ડિંગ સ્ટ્રક્ચર્સ તૈયાર તો થઈ જશે પરંતુ એમાં સેવાભાવી સ્ટાફ ક્યાંથી લાવશો ? દર્દીઓ સાથે સહાનુભૂતિ હોય એવા રેડીમેડ ડોક્ટર્સ ક્યાંથી લાવશો ? અદ્યતન સાધનસામગ્રી તેમજ મોંઘી દવાઓ મફતમાં ગરીબ દર્દીઓને આપી દે એવા કરુણામય હૃદયો ક્યાંથી લાવશો ? એ જ રીતે શાળાઓમાં વ્યસનમુક્ત શિક્ષકો ક્યાંથી લાવશો ? દેશની સંસ્કૃતિ અને ભવ્ય વારસા વિશે જણાવીને, અસ્મિતા જગાડીને સ્વાભિમાન શીખવાડતા તેમજ દેશ માટે કટિબદ્ધ યુવાનો તૈયાર કરનારા ત્યાગી અને તપસ્વી શિક્ષકો ક્યાથી લાવશો ? શાળા તેમજ હોસ્પિટલમાં જોવા મળે છે એવા બિડી – તમાકુ – સિગારેટ વગેરેના વ્યસનો મંદિરમાં જોવા નથી મળતા. સ્ત્રી – પુરુષો મંદિરમાં એકબીજાને સ્પર્શ નથી કરતા. મંદિરમાં કોઈ તામસી પ્રકૃતિનો માણસ પણ ગુસ્સો નથી કરતો. લક્ષ્મી – જ્યાં સંસ્કારની સૌરભ હોય ત્યાં જ સ્થાયી નિવાસ કરે છે. મંદિરમાં ધન – સંપત્તિ છે અને અન્ય ધાર્મિક સ્થાનોમાં એ નથી એનો અર્થ એ છે કે મંદિરો જેવી પવિત્ર જગ્યા બીજે ક્યાંય નથી.

હિન્દુને કોઈ ધર્મગુરુ સજા નથી કરતો એનો અર્થ એ નથી કે એ પોતાના ધર્મ વિશે કે ધર્મગુરુ વિશે મનફાવે એમ બોલે. સોએ એક ટકો ધુતારાઓ માલમલીદા ખાવા આપણા ધર્મમાં ઘુસી ગયા હોય એ બનવા જોગ છે. પરંતુ એનો અર્થ એ નથી કે બધા જ મંદિરો તેમજ તમામ ધર્મગુરુઓ એવા છે. અને અન્ય ધર્મના ધર્મસ્થાનો કે ધર્મગુરુઓ ચોક્ખા છે એવું તો બિલકુલ નથી. આ દેશનું દુર્ભાગ્ય છે કે અહીં માત્ર હિન્દુ ધર્મના દુશ્મનો જ મિડીયામાં ટી.વી. પર ન્યુઝ ચેનલ્સમાં, છાપામાં સક્રિય છે. અને હિન્દુઓ જાણ્યા – સમજ્યા વિના એમાં જે કંઈ આવે છે એ બધું સાચું માનીને – બજાણીયો ભૂં ભૂં ઢોલ વગાડે ને બળદ માથુ હલાવીને ધૂણે એમ ધૂણ્યા કરે છે. સ્વામી નિત્યાનંદે ગુજરાતની મુલાકાત લીધી ને નરેન્દ્ર મોદીજીને બે-ચાર લાખ રૂપિયાની ભેટ ધરી કે તરત તેઓની નકલી સીડી બની ગઈ અને વિશ્વભરમાં તેઓને બદનામ કરવામાં આવ્યા. બે – ચાર વર્ષ તપાસનું નાટક ચાલ્યું ને દુનિયાને જાણ થઈ કે સીડી નકલી હતી. અદાલતમાં એ સાબિત પણ થઈ ગયું. પરંતુ તેઓની બગડેલી છાપ કેવી રીતે સુધારવાની ? આથી હિન્દુઓએ કોઈના ઝાલ્યા ઝલાય નહી એ રીતે પોતાની જ બદનામી થાય એવા દરેક મુદ્દે કૂદી પડવાની જરૂર નથી. તમે સાચા સેક્યુલરિસ્ટ છો એ દુનિયાને દેખાડવાની જરૂર નથી.

મુસ્લિમો કહે છે કે શરિયત એ અમારું ધાર્મિક બંધારણ છે અને અમે એને અનુસરવા બંધાયેલા છીએ. દેશના બંધારણ સાથે અમારે કશી લેવાદેવા નથી. રાજીવ ગાંધી વડાપ્રધાન પદે હતા ત્યારે શાહબાનો કેસમાં સુપ્રીમકોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો. તાત્કાલિક સંસદમાં કાયદો બદલવામાં આવ્યો અને શરિયતને અનુસાર સુપ્રીમકોર્ટે ફરીથી ચુકાદો આપ્યો. હિન્દુને જાણ છે ખરી કે તેનું ધાર્મિક બંધારણ શું કહે છે ? આતતાયીને વિના વિચાર્યે તત્કાળ મારી નાંખવાનો આદેશ આપનો ધર્મ આપણને આપે છે. આતતાયી કોણ ? જે આપણને મારી નાંખવાનો પ્રયત્ન કરે, આપણને ઝેર આપે, આપણું ઘર બાળે, આપણી ઘરની સ્ત્રીને ઉપાડી જાય વગેરે કૃત્યો કરનારને આતતાયી કહેવાય અને એને તત્ક્ષણ મારી નાંખવો એમ આપણને આપણું ધાર્મિક બંધારણ કહે છે. હિન્દુ આ દેશમાં ધર્મનું નહી પણ દેશનું બંધારણ માન્ય રાખે છે એ જ બતાવે છે કે આ દેશમાં માત્ર હિન્દુ જ સાચો સેક્યુલરિસ્ટ છે. એણે વધુ સેક્યુલરિસ્ટ બનવાની જરૂર નથી.

આ દેશમાં કોઈ પણ મુસ્લિમને તમે પૂછો કે વિવિધ ક્ષેત્રની સેલીબ્રીટીઓમાં કોણ શ્રેષ્ઠ ? તો પ્રત્યેક ક્ષેત્રમાં એ જે સેલીબ્રીટીના નામ ગણાવશે એ તમામ મુસ્લિમ જ હશે. અને હિદુને પૂછશો તો એ ખરેખર પોતાની કળામાં જે શ્રેષ્ઠ હશે એના નામ જ બોલશે. અહીં બુદ્ધિમત્તા અને નિષ્ઠા વચ્ચેનો સંઘર્ષ જોવા મળે છે. હિન્દુ બુદ્ધિમાન છે પરંતુ નિષ્ઠાવાન નથી. આપણને, આ દેશને નિષ્ઠાવાન હિન્દુની જરૂર છે. અને ભારતીય પદ્ધતિનું શિક્ષણ આપ્યા સિવાય આપણને એકેય નિષ્ઠાવાન હિન્દુ મળવાનો નથી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: