વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ભારતમાં આજે શિક્ષણ એવી પદ્ધતિથી અપાઈ રહ્યું છે કે જેનાથી માણસની ધર્મ પ્રત્યેની, દેશ પ્રત્યેની નિષ્ઠા તુટી જાય છે. માત્ર ધન કમાવાની આસક્તિ વધી જાય છે. અને એ પણ પરસેવો પાડીને નહી પરંતુ લુચ્ચાઈ કરીને, બીજાને છેતરીને ! આજે ભારતમાં સૌથી વધુ હિન્દુઓ આ શિક્ષણ લઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે હિન્દુ બહુમતિ છે એટલે તેઓની સંખ્યા જ વધારે હોય ! મુસલમાનો ચેતી ગયા છે આથી તેઓ મજૂરી કરવાનું પસંદ કરે છે પરંતુ આધુનિક શિક્ષણ લેતા નથી. અને પોતાના મજહબ પ્રત્યે ચિટકેલા રહે છે. હિન્દુને ચોટલી રાખતા, ધોતિયુ પહેરતા, મંદિરમાં જઈને ઘંટ વગાડતા, કપાળે તિલક કરતા શરમ આવે છે. જ્યારે અભણ મુસલમાન રસ્તા વચ્ચે બેસી જઈને નમાજ પઢી શકે છે.

આ લખવાનું કારણ એ છે કે આપણે 2014ની ચુંટણી જીતવી હોય અને એમાં હિન્દુ મતદાતાનો સાથ લેવો હોય તો એના હૃદયના ધાર્મિક પાસાને સ્પર્શ કરવા જેવો નથી. એને વિકાસની ગોળી જ ગળાવવી પડે એમ છે. ધર્મ પ્રત્યે તેમજ દેશ પ્રત્યે નિષ્ઠા ન રહી હોય એવા હિન્દુનો 2014ની ચુંટણીમાં સાથ લેવાનો છે. આપણે જાણીએ છીએ કે આ દેશના ખર્ચે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ દેશની સેવા કરવાને બદલે ડોલર કમાવા હિન્દુને અન્ય દેશમાં જતા વાર નથી લાગતી. ‘દેશમાં મારી જરૂર છે’ –  એ ખ્યાલ, એ લાગણી એને અહીં પકડીને રાખી શકતી નથી. એ જ રીતે હિન્દુ ધર્મની જે અવદશા ભારતમાં થઈ છે અને ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જે રીતે ફુલ્યા ફાલ્યા છે એ જોઈને પણ હિન્દુનું હૈયું દ્રવી ઊઠતું નથી. રામ અને કૃષ્ણને કાલ્પનિક ગણવામાં આવે છે. રામાયણ અને મહાભારતને ઈતિહાસ ન કહેતા વાર્તા તરીકે ઓળખ મળી છે છતાં હિન્દુને એની સામે કોઈ વાંધો નથી.

પાયો કાચો હોવાથી આમ બને છે. શાળામાં ક્યાંય નિષ્ઠાનું શિક્ષણ અપાય છે ખરું ? ભણી-ગણીને વ્હાઈટ કૉલર જોબ મેળવવાની અને ટેબલ ખુરશી પર બેસીને ફાઈલો જોયા કરવાની ! શાળાના વર્ગમાં ચોકલેટના રેપર જેવો કચરો પડ્યો હોય તો નાનું બાળક પણ એને ઉઠાવીને કચરા ટોપલીમાં નહી નાંખે. કાં તો એ સફાઈ કામદારને બોલાવશે અથવા ઘરે જઈને માતાને વાત કરશે. અને માતા બીજા દિવસે શાળાના આચાર્યને ફરિયાદ કરશે કે તમે વર્ગખંડો બરાબર સાફ રાખતા નથી. આમાં નિષ્ઠા ક્યાં આવી ? મારી શાળા છે તો એનું કોઈ પણ કામ હું કરીશ. પોતાની દુકાન હોય કે ઓફિસ હોય અને ચાર્ટર્ડ એકાઉંટંટ એમાં બેસતા હોય અને એક દિવસ સફાઈ કામદાર ન આવે તો દુકાનદાર અથવા એકાઉંટંટ જાતે કચરો કાઢી નાંખશે. કારણ એટલું જ એ પોતાની ફર્મ છે. આ નિષ્ઠા છે. આજે સમજો કે સખત વિરોધ છતાં દેશમાં કાયદો થઈ જ જાય કે જે હિન્દુ હશે એણે 2% વધારાનો ટેક્સ આપવો પડશે. તો એવા હિન્દુઓ કેટલા જે પ્રમાણિકતાથી 2% ટેક્સ ચુકવવા તૈયાર થઈ જાય ? બુદ્ધિ ચલાવીને સૌ કહેશે, ‘અમે તો ભારતીય છીએ, હિન્દુત્વ તો અમારું વે ઓફ થિંકિંગ છે. બટ વી આર નોટ હિન્દુ બાય રિલિજિયન.’

જે દેશમાં હિન્દુત્વની આટલી બધી ઘોર અવદશા થઈ હોય અને હિન્દુઓની બહુમતિ હોય છતાં વિકાસના નામે તેઓ પાસે મત માગવા પડે તો આટલી બધી જે વિપરીત અસર થઈ છે એ શિક્ષણના કારણે જ થઈ છે, એવું કહી શકાય. આજે ભારતના તમામ હિન્દુ મંદિરોની સંપત્તિ પર વિધર્મીઓનો ડોળો છે. ધાર્મિક અન્યાય થઈ રહ્યા છે. હજયાત્રાને સબસિડી અને અમરનાથ યાત્રીઓ પર આતંકવાદી હુમલા, ઉત્તરાખંડમાં કેન્દ્ર સરકારે એક પણ યાત્રીને સહાય ન કરી બલ્કે વાડ્રા એ પાંચ-પાંચ લાખ ઉઘરાવીને યાત્રીઓની લાશ ખીણમાંથી બહાર લાવી આપી. હિન્દુઓને તો માત્ર લુંટવાના જ ! વૈષ્ણોદેવીના યાત્રીઓ માટે સારામાં સારી અન્ન-પાણીની સગવડો હિન્દુ સેવાભાવીઓ કરતા હતા એ એમ કહીને બંધ કરાવી દીધી કે સારું સારું ખાઈને હિન્દુઓની તબિયત બગડી જાય છે.

હિન્દુ ઉદ્યોગપતિઓ પણ સરકારને ચુંટણી ફંડ પેટે કરોડો રૂપિયા ધરી દે છે પરંતુ એ જ સરકારથી ગભરાઈને તેઓ આ દેશના હિન્દુ સંગઠનોને આર્થિક મદદ નથી કરી રહ્યા. શંકરાચાર્યજીનું સ્થાન વેટીકનના પોપ કરતા હજાર ગણું આપણા માટે વધારે છે. છતાં તેઓની ધરપકડ કરીને અસહ્ય યાતનાઓ આપીને, રડાવીને તેઓ પાસે કબૂલ કરાવવામાં આવે છે કે તેઓએ કર્મચારીની હત્યા કરાવી છે. અને કરોડો હિન્દુઓ ચૂપચાપ બધું જોયા કરે છે. આ સીધો શિક્ષણનો પ્રતાપ છે. એવું નથી કે હિન્દુએ શિક્ષણ ન લેવું. બલ્કે શિક્ષણની પદ્ધતિ ભારતીય હોવી જોઈએ, એ શિક્ષણથી હિન્દુ ધર્મ પ્રત્યેની તેમજ દેશ પ્રત્યેની નિષ્ઠા વધવી જોઈએ. વિશ્વમાં કોઈ એવો દેશ નથી કે જેનો કોઈ એક રાષ્ટ્ર ધર્મ ન હોય. કાં તો એ દેશ ઈસ્લામ છે અથવા ખ્રિસ્તી છે. અને રાષ્ટ્રનો એક ધર્મ હોવાથી ત્યાંના નાગરિકોને દેશ પ્રત્યે નિષ્ઠા મજબૂત કરવામાં કોઈ વિક્ષેપ પડતો નથી. આપણે ત્યાં જ એવું છે કે રાષ્ટ્રનો કોઈ એક ધર્મ ન હોવાથી અહીંના નાગરિકોની નિષ્ઠા ધર્મ પ્રત્યે તેમજ દેશ પ્રત્યે વહેંચાઈ જાય છે. અને આવું બને એટલે સ્વાભાવિક રીતે જ માણસ પર ધર્મ પ્રભાવી બને અને એની દેશ પ્રત્યેની નિષ્ઠામાં ઓટ આવે જ !

મુસ્લિમ ઇસ્લામ નિષ્ઠ છે અને હિન્દુ શિક્ષિત હોવાથી ધર્મ નિષ્ઠા રહિત છે. આવા સંજોગોમાં 2014ની ચુંટણી વિકાસના નામ પર જ લડી શકાય અને તો જ હિન્દુનો સાથ મળે. આ દેશના મુસલમાનોને કોઈ બહેતર જીવન આપવાને બદલે આજે પણ ‘ઈસ્લામ ખતરેમેં હૈ’ ના નામે નેતાઓ દ્વારા મુર્ખ બનાવી શકાય છે. હિન્દુઓને પીડા આપીને મુસલમાનોને રાજી કરી શકાય છે. ગાયને કાપો અને ખુશ થાઓ. તમારો વિકાસ જાય ભાડમાં ! ઉત્તરાખંડમાં કેવા હિન્દુઓને લૂંટ્યા, તેઓની બહેન – દિકરીઓની ઈજ્જત લૂંટી ! કેન્દ્ર સરકારે એક પાઈની મદદ તેઓને ન કરી. મોજ કરો ! કુંભમેળામાં વિદાય વેળાએ પ્લેટફોર્મ પર અચાનક ટ્રેન ટ્રેક બદલીને કેટલા હિન્દુઓને મરાવી નાંખ્યા, રાજી થાઓ – આઝમખાન. મુસ્લિમ પરિવારનો જુવાન આતંકવાદી બને અને મરી જાય તો એના પરિવારને પેંશન આપો. એટલે બીજા યુવાનો પણ લશ્કરના હાથે માર્યા જાય તો પણ મુસલમાનોએ ખુશ થવાનું !

હિન્દુઓને કેમ ચીઢ નથી ચઢતી ? આ દેશમાં તિરંગો ફરકાવવાનો વિરોધ થાય છે, ‘વન્દે માતરમ’ ગાવાનો વિરોધ થાય છે, ‘હું હિન્દુ છું’ એમ કહેવું એ દેશદ્રોહ ગણાય છે, ‘ભગવો’ એ આતંકવાદનું પ્રતીક ગણાય છે, કાશ્મીરનું બંધારણ ભારતથી અલગ રચાયું છે. ઘરમાં ઘુસેલા આતંકવાદીઓને ઠાર મારવામાં આવે તો કર્નલ કક્ષાના ઉચ્ચ અધિકારીઓને કોર્ટ માર્શલ કરો. મિલિટરીનું મોરલ ડાઉન કરો. સરહદે આપણા સૈનિકોના માથા કાપનારાઓને પ્રેમથી આમંત્રણ આપીને છપ્પનભોગની દાવત જમાડો. પાકીસ્તાની આતંકવાદીઓને ‘સાહેબ’, ‘જી’ વગેરે સન્માન જનક સંબોધન થી બોલાવો….. આ બધું જોઈને પણ ઠંડા લોહીનો હિન્દુ વિકાસના મુદ્દાની ચર્ચા કરવા માગતો હોય તો ખરેખર એ ફરીથી ગુલામ બનવાને જ લાયક છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: