વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

વાચકમિત્રો,

આ બ્લોગના બેઝમાં વધારો થયો છે. હવેથી રાજકીય બાબતો અંગે પણ આ બ્લોગમાં લેખો લખવામાં આવશે. આપને વધુ વાચન મળશે.

લેખ:

ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચો, વડોદરા શહેર અને આઈ.ટી. સેલ ભાજપા, વડોદરાના યુવાનોએ ગઈ કાલે દિનાંક : 14 – 07 – 2013ના રોજ સવારે 9:30 થી 11:30, સી.સી.મહેતા ઓડિટોરિયમ ખાતે આધુનિક સમયમાં સોશિયલ મિડિયાના રોલના મહત્વ વિશે લગભગ 1000 યુવા કાર્યકર્તાઓની હાજરીમાં મા. ઉર્જામંત્રી શ્રી સૌરભ પટેલના યજમાન પદે મહત્વનો કાર્યક્રમ કર્યો. વડોદરા ભાજપાના મોટા ભાગના તમામ નેતાઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને વધાવી લીધો હતો. શ્રીભરતભાઈ ડાંગર તેમજ શ્રી સૌરભભાઈએ પ્રેરક ભાષણ કર્યું હતું.

તાર-ટપાલ થી શરૂ કરીને રેડિઓ, ટેલિવિઝન, ટેલિફોન, મોબાઈલ ને હવે ઈંટરનેટ સુધી કોમ્યુનિકેશન ડેવલપ થયું છે. આજે ઈંટરનેટ પર ફેસબુક, ટ્વીટર ધુમ મચાવે છે, મેસેજીંગ માટે અત્યાધુનિક માધ્યમ ગણાય છે. આપણા સી.એમ.સાહેબ તમામ ઈંફ્રાસ્ટ્રક્ચરથી અપટુડેટ રહે છે. અરે, મલ્ટી મિડિયા જેવા ઈનોવેશન પણ તેમની પ્રેરણાથી થયા કરે છે. આજના ભાજપાના યુવા કાર્યકર્તાઓને આ પ્રગતિથી માહિતગાર કરવા તેમજ તેઓ સહજપણે તેઓ ઉપયોગ કરતા થાય એ હેતુથી આ કાર્યક્રમ થયો.

આપણે જાણીએ છીએ કે મોદીસાહેબ વેબસાઈટ ઉપરાંત ફેસબુક પેજીસ ધરાવે છે અને સતત એનો દેશના વિકાસ તેમજ યુવાઓને ક્રિયાશીલ કરવા ઉપયોગ કરે છે. આઈ.ટી.સેલના યુવાનોએ પાવરપોઈંટ પ્રેઝંટેશન દ્વારા ખુબ જ મહેનત કરીને સોશિયલ મિડિયાના મહત્વ વિશે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. એક સજેશન એવું થયું કે આ પ્રેઝંટેશન વોર્ડ વાઈઝ બતાવવું જોઈએ. જો કે સમયના અભાવને કારણે આ પ્રેઝંટેશનને પુરતો ન્યાય ના મળ્યો હોય એવું લાગ્યું. અલબત્ત ઝોન વાઈઝ ફરી આ કાર્યક્રમ થાય તો યુવાનોમાં એની અસર જરૂર જોવા મળશે.

મારું એક સજેશન છે કે સૌપ્રથમ તો પોતાના કાર્યક્રમનું આજે શું મહત્વ છે એ દર્શાવવું જોઈએ. જેમ કે સોશિયલ મિડિયાનું મહત્વ કઈ રીતે ગણાવી શકાય ? આપણે જાણીએ છીએ કે ટી.વી. પરની દરેક ન્યુઝ ચેનલ પેઈડ છે અને ભ્રષ્ટ કોંગ્રેસ સરકારે બધીને ખરીદી લીધી છે આથી આપણને સાચી વાત જાણવા મળતી નથી. એ જ રીતે છાપાઓમા પણ પેઈડ ન્યુઝ જ આવે છે ત્યારે ફેસબુક અને ટ્વીટર દ્વારા આપણને સાચી માહિતી મેળવતા કોઈ રોકી શકતું નથી. એ જ રીતે આપણે થોડા જ શબ્દો લખીને આપણી વાત વિશ્વ સમક્ષ મુકી શકીએ છીએ. એ જ રીતે એક સજેશન એ પણ છે કે સેંકડો કાર્યકર્તાઓની હાજરીમાં કોઈ અભ્યાસલક્ષી કાર્યક્રમ કરવાનો હોય તો માત્ર લેક્ચરનું સ્વરૂપ કામયાબ થતું નથી. પ્રશ્નોત્તરી પદ્ધતિ વધુ ઉપયોગી નિવડે છે. જેમ કે ઓડિયંસને આ રીતે વિવિધ પ્રશ્નો પૂછી શકાય :

મિત્રો, શું આપ ઈંટરનેટ સર્ફિંગ કરો છો ?

તમારામાંથી કેટલા સાયબરકાફેમાં જાય છે ?

કેટલાની પાસે ઘરે અથવા મોબાઈલ પર ઈંટરનેટ છે ?

શું તમે ફેસબુક અથવા ટ્વીટર સાથે કનેક્ટેડ છો ?

શું તમે મોદીસાહેબનું મલ્ટીમિડિયા ભાષણ સાંભળ્યું છે ખરું ?

આ રીતે પ્રશ્નોત્તરી તૈયાર કરીને તેઓને વિચારતા કરીને તેઓનું સક્રિય ઈંવોલમેંટ લઈએ તો માહોલમાં અભ્યાસપૂર્ણ મન બનાવી શકાય. ત્યારબાદ પ્રેઝંટેશન અસરકાર નિવડે. અલબત્ત, આ કિમતી પ્રેઝંટેશન આપણી પાસે જ છે આથી ફરીથી કોઈ વિભાગમાં કાર્યક્રમ કરવો હોય તો એ માટે ઉપરોક્ત યુવાનેતાઓનો સંપર્ક કરી શકાય.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: