વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ચાલીસ-પચાસ વર્ષના થયા બાદ પતિ-પત્ની ભાઈ-બહેન તરીકે જીવવાનું નક્કી કરે ત્યારબાદ પણ તેઓ દામપત્યજીવનનો રોમાંચ માણી શકે છે. આ લીટી વાંચીને આઘાત લાગ્યો હોય તો હવે પછી જે લખાય છે ત્યાંથી જ લેખની શરૂઆત થાય છે એમ ગણીને વાંચવાનું શરૂ કરો. શારિરીક નિકટતા હોય પરંતુ એકબીજા માટે કંઈ કરતા ના હો તો દામ્પત્યજીવનનો આનન્દ માણી શકતો નથી. બન્નેએ એકબીજાની કાળજી કરવી જરૂરી છે. કેરિંગ, શેરિંગ એંડ સફરિંગ એ દામ્પત્યજીવનના ત્રણ સ્તંભ છે. રોજિન્દા જીવનમાં કંઈ ને કંઈ નવું અથવા જુદું કરતા રહેવું જોઈએ. એનાથી એકબીજા માટે પ્રેમ છે એની અનુભૂતિ થયા કરે છે અને એનાથી જીવન જીવવાની હૂંફ પ્રાપ્ત થાય છે.

રવિવાર રજાનો દિવસ હોવાથી મોડા ઉઠવાને બદલે સ્નાન સમયે પતિ-પત્ની એકબીજાની પીઠ ચોળી આપે તો કેવો પરસ્પર આનન્દ થાય ! દરરોજ તો કામકાજનું ભારણ હોવાથી બરાબર સ્નાન થઈ શકતું ન હોય. પરંતુ અઠવાડિયામાં એક દિવસ શરીરે સાબુ ઘસી-ઘસીને ન્હાતા હોઈએ છતાં પીઠ એવી જગ્યા છે જ્યાં પોતાનો હાથ પહોંચતો નથી. આથી મોલમાંથી સ્ક્રબ રિંગ લાવવાને બદલે પતિ-પત્ની એકબીજાની મદદ લે તો એમાં શું ખોટું છે ? આપણે ક્યાં નિર્વસ્ત્ર થઈને ન્હાવું છે ? પતિ-પત્નીએ ફેસિયલ કરતા પણ શીખી જવું જોઈએ અને એકબીજાને ફેસિયલ કરી આપવું જોઈએ. એમાં ખાસ કંઈ કરવાનું હોતું નથી. એક નાની વાટકીમાં જુદા-જુદા પદાર્થોનું મિશ્રણ કરીને એને પોતાના બન્ને હાથોની હથેળીમાં લઈને આપણા ખોળામાં ઓશિકું રાખીને એના પર ચહેરો રહે એ રીતે છત તરફ ચહેરો રહે એ રીતે શરીર લંબાવીને આડા થયેલા સાથીના ચહેરા પર હળવા હાથે માલિશ કરવાની એટલે થઈ ગયું ફેસિયલ. ચહેરા પર આવેલી ચમક જોઈને દામ્પત્યજીવન પણ ચમકી ઉઠશે. એક વાર વાટકીમાં ફેશવોશ લઈને ચહેરા પર ઘસી શકાય તો બીજી વાર હળદર-મીઠું અને દૂધક્રીમ (મલાઈ)નું મિશ્રણ ઘસી શકાય તો ત્રીજી વાર ઘરના કમ્પાઉંડમાં ઉગેલા એલોવેરા (કુંવરપાઠા)ની ચીરીની છાલ ઉતારીને વચ્ચેના ગર્ભને ચહેરા પર ઘસી શકાય. આમ જુદા-જુદા પદાર્થોનું મિશ્રણ લેતા જવાનું ને પ્રયોગો કરતા જવાના !

બટાકા બાફ્યા હોય ત્યારે કુકરમાં વધેલા ગરમ પાણીને ફેંકી ન દેતા સાથીના પગનો પંજો એક પહોળા સપાટ પાત્રમાં રાખીને કાપડના ટુકડો ગરમ પાણીમાં પલાળીને એના પગના પંજાના ભાગ પર હળવેથી માલિશ કરવી જોઈએ. આને કહેવાય પાદુકાપૂજન. રામાયણમાં ભરતે રામની પાદૂકાનું ચૌદ વર્ષ પૂજન કર્યું હતું. મહાપુરુષોની પાદૂકાપૂજનનો આપણે ત્યાં સંસ્કારી પરિવારોમાં રિવાજ છે. કૃષ્ણે પોતાના મિત્ર સુદામાનું પાદૂકાપૂજન કરીને વધેલા જળને પોતાના મહેલમાં છંટકાવ્યું હતું. આપણે મહાપુરુષોની પાદૂકાઓનું પૂજન કરીએ છીએ પરંતુ પોતાના જીવનસાથીને ભુલી જઈએ છીએ. એ કાંઈ મહાન હોય તો જ એના ચરણ ધોવાય એવું જરૂરી નથી. એના પગ ચરણ ન હોતાં ટાંટીયા કહેવાતા હોય તો પણ થાકીને આવેલ સાથીની કદરના ભાગરૂપે પણ આ કામ થઈ શકે. માલિશ કરતી વખતે શક્ય હોય તો કપડાથી બટાકાનું ગરમ પાણી ઘસવાની સાથે-સાથે લિમ્બુને અડધું કરીને તેનો એક ભાગ પણ પંજા ઉપર ઘસી શકાય. એનાથી જીદી મેલ પણ નિકળી શકે છે અને સાથીના પગનો દુખાવો દૂર થતાં પગને રાહત મળે છે અને પગ સ્વચ્છ તેમજ સુન્દર દેખાય છે. ઘણા પતિ-પત્ની એકબીજાના માથામાં આંગળીઓ ફેરવતા હોય છે. એનાથી પણ આનન્દ પ્રપ્ત થાય છે. ક્યારેક ક્યારેક શરીરના કોઈ ભાગે વાગ્યું ન હોય તો પણ ‘મને વાગ્યું છે અને દર્દ થાય છે’ એવું કહીને એ ભાગ પર બરફ ઘસવાની કસરત સાથી પાસે કરાવી શકાય. હળવે હાથે હાથરૂમાલમાં બરફનો ટુકડો લઈને ઘસવાથી ઘણો આનંદ મળે છે. પોતાના નખ જાતે ન કાપતા એકબીજાના નખ કાપી આપવા જોઈએ. પત્ની ઈચ્છે તો ક્યારેક પતિની દાઢી પર પણ હાથ સાફ કરી શકે. એટલે કે દાઢી પર ઉગેલા વાળ સાફ કરી આપી શકે. પત્નીને રેઝર ચલાવતા આવડતું નથી એવું કહેવાથી ચાલશે નહિ. કારણ કે સ્ત્રીએ પોતાના શરીર પર જુદી-જુદી જગ્યાએ ઉગેલા વાળ પણ કાઢવાના હોય છે. અને એ અંગેની પ્રેક્ટીસ એણે ચૌદ વર્ષની થઈ હોય ત્યારથી જ શરૂ કરી દીધી હોય છે. આવા વાળ લગ્ન બાદ જાતે કાઢવાને બદલે એકબીજાએ જ કાઢી આપવા જોઈએ. હાથ-પગ દબાવવા, માથુ દબાવવું, કપાળે બામ ઘસવો, સાથળ કે કમરના ભાગે આયોડેક્સ ઘસી આપવો વગેરે એવી કોમન બાબતો છે જે દરેક દમ્પતિ કરતા જ હોય છે. પત્નીને ચોટલો ગુંથી આપવો જોઈએ. ઘરેણા ક્યારેય પત્નીને જાતે પહેરવા દેવા ન જોઈએ. એ કામ પતિએ જ કરવું રહ્યું. કપડા ભલે એ જાતે પહેરે પરંતુ સાડીની પાટલી તો પતિએ જ કરી આપવી જોઈએ. કેમ, એ ધોતિયું પહેરે ત્યારે પાટલીઓ નથી વાળતો ? માટે એ કામ ન થાય એમ તો કહેવું જ નહિ.

સરપ્રાઈઝ

પતિ-પત્નીએ એકબીજાને સરપ્રાઈઝ આપતા રહેવું જોઈએ. આ માટે કાંઈ બહુ રૂપિયા ખર્ચ થાય છે એવું નથી. કોઈ વસ્તુની સાથીને અત્યંત જરૂર હોય પરંતુ કહે નહિ ને ચલાવી લે ત્યારે અચાનક એ વસ્તુ હાજર કરીને આશ્ચર્યવત સુખ આપવું જોઈએ. પત્નીને જાણ હોય કે પોતે ઉપવાસ કર્યો છે અને પોતાને દૂધકેળા સિવાય કાંઈ ખાવાનું છે નહિ. પતિ ઘરના બધા સભ્યો માટે બહારથી સારું-સારું જમવાનું પેક કરીને લાવ્યા છે આથી એ બધું નજરઅંદાજ કરીને ભુખથી થાકેલી પત્ની ઘરની સાફ-સફાઈ કરી રહી હોય ત્યાં પતિ, પત્નીને જમવાના ટેબલ પર બુમ મારીને બોલાવે ત્યારે પત્નીને થાય કે ખાવાનું નહિ ને જોવાનું શા માટે ? વાટકી લાવવા જેવું એક નાનું કામ કરવાનું હશે એ જાતે કરી લેતા હોય તો ! પરંતુ પત્ની જુએ કે ટેબલ પર સજાવેલી જુદી-જુદી વાનગીઓ ઘરના બધા સભ્યો માટે આજે પતિ લાવ્યા છે એ બધી ફરાળી જ છે ત્યારે પત્ની શું બોલી શકે ? ‘એ આવો પ્રેમ તો મને મારા પિયરિયેય મળ્યો નથી હોં.’ એ જ રીતે પતિ કોઈ અગત્યનો દસ્તાવેજ શોધી રહ્યા હોય અને આખું ઘર ફેંદી નાંખ્યું હોય. ઓફિસે જવાનો સમય થઈ ગયો હોય અને બોસને પોતે શું જવાબ આપશે એનો વિચાર ચાલી રહ્યો હોય. આજે પોતાને કોઈ સજા થશે કે બોસ વાતને હળવાશથી લેશે ? પોતાને કઈ હદે નુક્શાન થઈ શકે એમ છે ? બોસના ચહેરાનું નિરીક્ષણ કરીને એ પ્રસન્ન હોય ત્યારે જ હળવેથી કેવી રીતે વાત કરવી એનું પ્લાનિંગ ચાલતું હોય ત્યાં પત્ની પોતાની ઠરેલ બુદ્ધિથી પતિની ટેવો જાણતી હોવાથી એવી કોઈ જુદી જ જગ્યાએ તપાસ કરે ને એ ડોક્યુમેંટ એને જડી આવે અને એને પતિ પાસે હાજર કરે ત્યારે પતિના મુખમાંથી કેવા શબ્દો નિકળે ? ‘યુ આર જસ્ટ ગ્રેટ માય લાઈફ.’ પત્ની એને કેટલી વ્હાલી લાગે ? પતિ-પત્નીએ આવી રીતે એકબીજાને સરપ્રાઈઝ આપતા રહેવું જોઈએ. આવી નાની-નાની ઘટનાઓ દામ્પત્યજીવનનો પ્રાણ છે. એકધારી જિન્દગીમાં ક્યારેક સરપ્રાઈઝ પ્રવાસનું આયોજન કરવું, કોઈ સાવ નવી જ વાનગી પોતાની પડોશી બહેન પાસેથી શીખી લઈને એકવાર બનાવીને ચાખીને પછી ઘર માટે પણ બનાવવી વગેરે પ્રયોગો થઈ શકે.

આમરણ સાથે રહેવાનું હોય ત્યારેય આજીવન એકબીજાને નવા ને નવા લાગવું જોઈએ. પતિ અને પત્નીને એમ થવું જોઈએ કે મેં આ રીતે તો તમને ક્યારેય જોયા જ નથી ! આ તો તમારૂં તદ્દન નવું જ રૂપ છે ! એ માટે એકબીજા માટે પ્રેમ હોવો જરૂરી છે. આગળ જોયું તેમ કેરિંગ એટલે કે એકબીજાની કાળજી લેવી, શેરિંગ એટલે કે એકબીજા સાથે વહેંચવું. દિવસમાં જ્યાં એકલા ગયા હોઈએ કે એકલા પડ્યા હોઈએ અને આપણી સાથે જે કંઈ બન્યું હોય એ પણ સાથી સાથે વહેંચવું જોઈએ. અને એકબીજાના સુખ-દુ:ખમાં ભાગીદાર બનવું જોઈએ. આ રીતે દામ્પત્યજીવન પસાર થાય તો જીવન જીવ્યાને કોઈ અર્થ છે. બાકી ખળામાં કે ગોઠામાં બે પશુ બાંધ્યા હોય ને પોતપોતાને ભાગે આવેલો-નીરેલો ચારો ચર્યા કરતા હોય એવા દામ્પત્યજીવનનો શું અર્થ છે ?

Advertisements

Comments on: "દામ્પત્યજીવન" (1)

  1. આના માટે પચાસની રાહ જોવાની શું જરૂર ? જાગ્યા ત્યારથી સવાર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: