વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

દિલ્હી ગેંગરેપ પીડિતા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા તેમજ પોતાના અધિકારો માટે પ્રદર્શન કરતી યુવતીઓને વાસ્તવિકતાની જાણ હોવી જોઈએ. આપણે સહુ જાણીએ છીએ કે પોલીસખાતાનો સમગ્ર મામલામાં કોઈ જ વાંક નથી કારણ કે આ દેશના રાજકારણીઓ પોલીસની સેવાનો મહત્તમ ઉપયોગ પોતાના રાજકીય કારણોસર કરે છે એમાં પ્રત્યેક પોલીસમેન પાસે દિવસના અઢાર કલાકથી વધુ કામ લે છે. ઓર્ડર્સ પર ઓર્ડર્સ અને ઢોરની જેમ, અંગત લાગણીઓ-સંવેદનાઓને દફનાવીને માત્ર કામ, કામ ને કામ. ભુખ-તરસ, માન-અપમાન, સામાજિકતા-પારિવારિક જીવનથી અલિપ્ત એવી પોલીસ પાસે માણસ માટે સંવેદનાની અપેક્ષા રાખવી નિરર્થક છે. સામાન્ય માણસ પીડિતને, અસહાયને મદદ નથી કરતો એનું કારણ પોલીસનો ડર છે તેમ છતાં પોલીસને અંગત રીતે કોઈ જાગૃત નાગરિક પ્રત્યે વેરભાવ નથી હોતો. પરંતુ રાજકીય દબાણ એવું પ્રબળ હોય છે કે પોતાના શાસનમાં ગુનાઓનું પ્રમાણ ખુબ ઓછું છે એવું દર્શાવવા દરેક રાજકારણી પોલીસખાતાને સ્પષ્ટ સુચના આપતો જ હોય છે. દેશના નાગરિકોની ફરિયાદ સહેલાઈથી નોંધવી નહિ તેમજ જાગૃત નાગરિકોને પોતાની સામાજિક ફરજ બજાવવા બદલ પશ્ચાતાપ થાય એવું પોલીસનું વલણ હોવું જોઈએ – એવો શાસક પક્ષનો આગ્રહ હોય છે. આપણે શું નથી જાણતા કે આપણી ચોરાયેલી વસ્તુ આપણને ક્યારેય પરત નથી મળતી ? આપણે ફરિયાદ એટલા માટે કરીએ છીએ કે આપણી ચોરાયેલી વસ્તુ ચોરનાર એનો દુરુપયોગ કરે તો આપણે વાંકમાં ન આવીએ.

ઝી ટી.વી. પર પિડીતાના મિત્રએ આપેલા બયાનથી આપણે જાણ્યું કે પિડીતાએ લોહીની ઉલટીઓ કરતા-કરતા, નિકળતા કફને અવગણીને, વેંટીલેટર પર હોવાથી ઓક્સિજન માસ્કને બાજુએ હટાવીને જે અંતિમ બયાન આપ્યું એને એમ કહીને રદ કરી દેવામાં આવ્યું કે પિડીતા દ્વારા એ નિવેદન પોલીસના દબાણમાં આપવામાં આવ્યું છે. બયાનમાં શું હતું ? પિડીતાએ રેપિસ્ટને ફાંસી નહિ પરંતુ જીવતા સળગાવી દેવાની માગણી કરી હતી !!! એણે કહ્યું કે જંગલી જાનવર શિકાર કરે ત્યારે પ્રથમ એ પશુનું ગળું દબાવી દે છે જેથી પશુ મરી જાય ત્યારબાદ એને ખાય છે. જ્યારે અહિં રેપિસ્ટ દ્વારા રેપ કરાયા બાદ જિવીત પિડીતાના અંગો એના શરીરથી છુટા કરવામાં આવી રહ્યા હતા. સબ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા લેવાયેલું નિવેદન પણ રદ થઈ જતું હોય ત્યારે નથી લાગતું કે પોલીસ તો માત્ર રાજકારણીઓનો એક હાથો જ છે. માત્ર પોલીસ જ શા માટે ? ગુજરાતના શાસક પક્ષ પાછળ સી.બી.આઈ. જે રીતે પડી ગઈ છે એ જોતાં અભણને પણ ખબર પડી જાય છે કે કોઈ પણ તંત્ર કેન્દ્ર સરકારના ઈશારે નાચે છે. અરે, સુપ્રીમ કોર્ટના આદેશોને પણ અવગણવાની તેમજ તેને જાહેર હિતમાં કોઈ નિવેદન ન કરવાની તાકીદ પ્રધાનમંત્રી દ્વારા થતી હોય ત્યારે પોલીસતંત્ર તો એક નાનું પ્યાદુ બનીને રહી જતું હોય છે.

નાનું બાળક પોતાના પરિવારની આર્થિક સ્થિતિથી અજાણ હોવાથી પોતાના માતા-પિતા પાસે એવી ચીજ-વસ્તુની માગણી કરે કે જે લાવી આપવાનું તેઓ માટે ગજા બહારની વાત હોય છે. એવી જ માગણીઓ આજની શહેરની ભણેલી આધુનિક યુવતીઓ વિરોધ-પ્રદર્શન દ્વારા કરી રહી છે. તેઓ કહે છે કે અમે શરીર પર ઓછા કપડા પહેરીએ, દિવસ-રાત જોયા વિના ઘરની બહાર રહીએ, એકાંત કે ભીડથી સભાન ન રહીએ, પોતપોતાના બોયફ્રેંડ સાથે જાહેરમાં પ્રાયવસી ભોગવીએ તેમ છતાં કાયદા એવા કડક હોવા જોઈએ અને પોલીસ અમારા રક્ષણ માટે દરેક સ્થળે તૈનાત હોવી જોઈએ કે જેથી અમે નિશ્ચિંત થઈને હરી-ફરી શકીએ. વળી પુરુષોએ અમારા ઉઘાડા અંગને ટીકી-ટીકીને જોવાને બદલે એની સુંદરતા બદલ અમારા પ્રત્યે ગૌરવપૂર્ણ રીતે વર્તવું જોઈએ. બહેનો, આ ગરીબ દેશ તમારી માંગ પુરી કરી શકે એવી સ્થિતિમાં નથી. એટલા પોલીસમેંસની ભરતી કરીને એનો પગાર ચુકવવો, અત્યાધુનિક સી.સી.ટી.વી. કેમેરાથી દેશની ગલીએ ગલી સજ્જ કરીને તમને સુરક્ષા પુરી પાડવી એની સામે બીજા અઢળક કામો છે જે નાણાના અભાવમાં આઝાદી મળ્યા બાદ આજ દિન સુધી અટકી રહેલા છે, જે કામો દેશને વિકસિત કરી શકે છે – ત્યાં તમારી માગણી વધુ પડતી નથી ? કરોડો રુપિયાનો ટેક્સ ચુકવનાર ઉદ્યોગપતિઓ કે ફિલ્મસ્ટાર્સને પણ અંગત સુરક્ષા માટે સરકારમાં અલગથી લાખો રુપિયા ચુકવવા પડતા હોય ત્યારે તમને વિશેષ સુરક્ષા કઈ રીતે પુરી પાડવામાં આવે ? કોઈ ઘટનાના આઘાતથી ગમે તેટલો આક્રોશ ગમે તેટલી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રદર્શીત કરાય, તંત્રોને એથી શું ફરક પડે છે ? અન્ના ઉપવાસ કરીને કે રામદેવ ગર્જી-ગર્જીને થાકી ગયા, આખો દેશ તેઓ પાછળ મહિનાઓ સુધી ફોલો થયો છતાં તંત્રને કોઈ ફર્ક પડ્યો ? પાંચ વર્ષે આવતા ચુંટણી પર્વ પર મતાધિકારનો ઉપયોગ કરીને સત્તાધારીઓને ઉથલાવી નાંખવાનું જે પરિવર્તન લાવવાનું છે એમાં આ દેશનો નાગરિક પાછો પડે છે: માત્ર પચાસ ટકા મતદાન થાય છે અને પછી પાંચ વર્ષ સુધી કલાકોના કલાકો વિરોધ-પ્રદર્શન પાછળ ખર્ચે છે ત્યારે અસરકારક ફટકો કયો ગણાય ? અને એક વાર મત આપી દીધા બાદ ચુંટાયેલ ઉમેદવાર, ચુંટાયેલ પક્ષ, એના આધારે ચુંટાયેલ મંત્રીઓ-મુખ્યમંત્રી-પ્રધાનમંત્રીની પસંદગી કરવાનું નાગરિકના હાથમાં છે જ નહિ ત્યારે લોકશાહીમાં આપણે આપણી જાતને હેલ્પલેસ અનુભવીએ છીએ.

થોડું વિચારો. પોલીસતંત્ર, ન્યાયતંત્ર કે સરકાર આ ત્રણમાંથી ખરેખર તમને કોઈ ઉપયોગી થાય છે ? જાગૃતિ લાવવાની હોય તો ક્રાંતિકારી વિચારો કરવા જોઈએ. તમે ચુકવેલા ટેક્સમાંથી દેશ અને એના તમામ તંત્રો ચાલે છે ત્યારે સંગઠનની તાકાત સમજીને એવા સામુહિક નિર્ણયો તેમજ ગણતરીપૂર્વકના પગલાં ભરવા જોઈએ કે આપણે લોકશાહીને લોકોના હિતમાં અસરકારક બનાવી શકીએ, કે જેથી સરકારનો નાગરિકના હિતમાં મહત્તમ ઉપયોગ થાય, નહિ કે રાજકારણીઓના અંગત રાજકીય રોટલા શેકવામાં ! આ દેશના નાગરિકો આક્રોશ વ્યક્ત કરે છે પરંતુ તેઓની શક્તિ વ્યર્થ જાય છે કારણ કે શાસક પક્ષની દુ:ખતી નસ કઈ છે એને પકડવામાં તેમજ એને દબાવીને સરકારને ચીસ પડાવવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ. જે વિચારવાનું છે અને આચરવાનું છે એ સર્જનાત્મક છે, લાંબા ગાળાનું છે માટે હાલની વાસ્તવિક પરિસ્થિતિથી સભાન થઈને વર્તવાની સર્વપ્રથમ જરૂર છે.

હાલની વાસ્તવિકતા એ છે કે વ્યક્તિએ પોતાનું પોતે જાતે ફોડી લેવાનું છે. કોઈ એની મદદમાં આવવાનું નથી. પોલીસ, ન્યાય વગેરે લક્ઝુરિયસ સેવાઓ છે જે અબજોપતિઓને પણ પોષાતી નથી. સ્ત્રી અંગપ્રદર્શન કરે છે તેનું ગૌરવ કરવામાં આવે એવી સામાજિકતા શહેરમાં ઉપલબ્ધ નથી. ગામડામાં આવી સમસ્યાઓ પ્રમાણમાં ઓછી છે. તમે પ્રાયવસી ભોગવવા માંગો છો તો સંપૂર્ણ રીતે પ્રાયવેટ રહો. અર્થાત પ્રાયવેટ વાહનમાં હરવું-ફરવું, પ્રાયવેટ સ્થળોએ રોકાણ કરવું, સુરક્ષા માટે સ્વયં નિર્ભર રહેવું વગેરે. દિવસ-રાતની તેમજ એકાંત-ભીડની ગંભીરતાને લક્ષમાં લેવી અતિ આવશ્યક છે. પિડીતા પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ રાખીને તેમજ દુષ્ટો પ્રત્યે સખત પગલા ભરવાની ભાવનાની સાથે-સાથે પિડીતાએ કરેલી ભુલોને ધ્યાનમાં લઈએ તો રાત્રે પિક્ચર જોઈને પોતાના પુરુષ મિત્ર સાથે જાહેર બસમાં ચડતી વખતે એને એ પણ ખ્યાલ ન હતો કે બસ રૂટીન છે કે ગુનાઈત કૃત્ય કરવાના ઈરાદે ફરી રહી છે ! ગેંગરેપની રાજધાની એવી દિલ્હીની વાસ્તવિકતાથી આટલા બધા અજાણ રહેવાનું કેવી રીતે પાલવે ? પિડીતાનો મિત્ર ચાર દિવસ અને ચાર રાત્રી સુધી હોસ્પિટલમાં સારવાર લેવાને બદલે પોલીસ સ્ટેશનમાં પોલીસને મદદ કરતો રહ્યો છતાં પોલીસે એની દરકાર ન કરી. ફ્લાયઓવર બ્રિજ આગળ ચાલુ બસે રેપિસ્ટસે બંનેને ફેંકી દીધા બાદ કલાકો બાદ ભાનમાં આવ્યા બાદ કમરની નીચેના ભાગમાં પોતે સંપૂર્ણ ઈંજર્ડ હોવા છતાં નગ્ન અવસ્થામાં યુવાને પોતાની નગ્ન સ્ત્રીમિત્રને જાતે ઊંચકીને વાનમાં મુકી, પોલીસ બધો તમાશો જોતી રહી. ત્રણ-ત્રણ કલાક સુધી જાહેરમાં રસ્તા પર નગ્ન અવસ્થામાં તેઓ પડી રહ્યા છતાં લોકો તેઓને જોતા રહ્યા. કોઈએ તેઓની મદદ ના કરી. કોઈએ તેઓ પર વસ્ત્ર ન ઢાંક્યુ. કોઈએ એમ્બ્યુલંસ ન બોલાવી. તદ્દન નિષ્ક્રિયતા. આજ દિન સુધી એની મદદે કોઈ સામાજિક સંસ્થા, સરકાર કે અન્ય કોઈ એની મદદે આવ્યું નથી. વ્યક્તિ પોતે હેલ્પલેસ થઈ જાય ત્યારે સમાજ પણ તેઓને હેલ્પલેસ જ રાખે છે આ જ કડવી વાસ્તવિકતા છે. એને સ્વીકારી લેવાની અને આગળ વધવાનું, કોઈ નક્કર સામુહિક આયોજન ન થાય ત્યાં સુધી !

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: