વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

‘કેવી રીતે જઈશ’થી ગુજરાતી ફિલ્મ જગતને ‘યુ’ ટર્ન મળ્યો હોય એવું લાગે છે. આવી બીજી દસ-બાર ગુજરાતી ફિલ્મો બની જાય તો ગુજરાતી ફિલ્મ જગત ઢોલીવુડ તરીકે ઓળખાય છે એ છાપ ચોક્કસ ભુંસાઈ શકે. આજે બની રહેલી ગુજરાતી ફિલ્મો મોટે ભાગે ગ્રામ્ય પરિવેશમાં તેમજ ગામડાની સમસ્યાઓ પર આધારિત છે. અગાઉ ઘણી ગુજરાતી ફિલ્મો શહેરની સમસ્યાઓ પર પણ બની છે, તેમ છતાં ઘણા સમય બાદ ગામડા તેમજ શહેરના લોકોને એકસરખી રીતે અસર કરી રહ્યો હોય એવા વિદેશગમન જેવા વૈશ્વિક ઈસ્યુ પર આધારિત ગુજરાતી ફિલ્મ બની, જે બાળકો, યુવાનો તેમજ વૃદ્ધો – તમામને એકસરખી રીતે આકર્ષે છે. વહેલી સવારે જાહેર બાગમાં જઈ યોગાસનો કરતા વડીલો, બપોરે જાહેર મેદાનમાં ક્રિકેટ રમતા તેમજ સાંજે રસ્તા પર નાસ્તાની લારી પર પાંઉભાજીની મજા માણતા યુવાનો, કાંકરિયાની ઉત્તેજના વગેરે ફિલ્મને આકર્ષક બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવી સ્વચ્છ ફિલ્મ, જેના પાત્રોના સંવાદોમાં, હીરો-હીરોઈનના અભિનયમાં મર્યાદાની સુગન્ધ માણવા મળે છે. આ ફિલ્મ બનાવનારી ટીમ દરરોજ મંદિર જનારી ધાર્મિક સંસ્કારોથી ભરપૂર ટીમ હોય એવું લાગે છે કારણ કે ફિલ્મમાં હનીમૂનની ચર્ચા પણ કાગળના નકશા પર હીરો-હીરોઈનની માત્ર આંગળી દેખાડીને કરવામાં આવી છે (હાસ્ય). બન્ને પાત્રો ઈંટરનેટના યુગમાં જીવતા હોવાથી તેઓને લેપટોપ પર સર્ફિંગ કરતાં-કરતાં હનીમૂન માટેના સ્થળોની ચર્ચા કરતા બતાવી શકાયા હોત !

સૌથી અગત્યની વાત એ છે કે ફિલ્મની સ્ટોરી ચોટદાર હોવાની સાથે-સાથે એક મેસેજ આપે છે કે માણસ માટે ભોગવાદ (મટીરીયાલિઝમ) મહત્વનો છે કે પારિવારિક સંવેદનાઓથી ભરપૂર લાગણીમય જીવન ? ફિલ્મના અંતે ભૌતિકતાને હારી જતી બતાવવામાં આવી છે જે આપણા ગુજરાતી સમાજને એક ધ્યેય આપે છે. ધ્યેય એટલા માટે કારણ કે આજે આપણો સમાજ (માત્ર ગુજરાતી કે ભારતીયો જ નહિ, આખું વિશ્વ) ભૌતિકતાની પાછળ પાગલ છે. બચુભાઈ એનું તાદૃશ દૃષ્ટાંત છે. ટેક્નોલોજીની દૃષ્ટિએ જોઈએ તો ફિલ્મનું સંગીત, બેકગ્રાઉંડ મ્યુઝિક સારું છે. ગીતો પણ સારા છે. ફિલ્મમાં હીરો-હીરોઈન પર એક પણ ગીત ફિલ્માવ્યું નથી એ ઉત્તમ વાત છે. કારણ કે આવા ગીતો વહેતી વાર્તાનો રસાસ્વાદ ભંગ કરતા હોય છે – જમતી વખતે અધવચ્ચે સમયસર રોટલી લાવવામાં વેઈટર વાર લગાડે અને બેસી રહેવું પડે ત્યારે જેવી સ્થિતિ થાય છે તેવી સ્થિતિ વાર્તા માટે જ ફિલ્મ જોતા દર્શકની થતી હોય છે – એમ.

સાથે-સાથે ફિલ્મનું વિષયવસ્તુ (કંટેંટ) વધુ સમૃદ્ધ બનાવવાની જરૂર છે. વીસા મેળવવા માટે થઈ રહેલા ફ્રોડને લગતું થોડું વધુ ઈંવેસ્ટીગેશન, વીસા મેળવવા માગતી વ્યક્તિ તેમજ પરિવારોની માનસિકતાને લગતો થોડો વધુ અભ્યાસ અનિવાર્ય છે. આ માટે વીસા મેળવનારને કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે એ બાબતને ઝડપથી ફિલ્માવાતા દૃશ્યમાં અડધી મિનિટમાં પચાસ પ્રશ્નો પુછાતા બતાવી શકાય. મોટે ભાગે કેવી બાબતો પર વીસા રીજેક્ટ થાય છે એ બતાવવું જરૂરી છે. શાહબુદ્ધિનભાઈ રાઠોડે લખ્યું છે, કે ‘જે રીતે અભ્યાસ માટે, ધંધા-નોકરી માટે લોકો વિદેશ જાય છે એ રીતે અમે કલાકારો મહિના માટે સાંસ્કૃતિક વિસ્તાર હેતુ વિદેશગમન માટે વિસા માગીએ છીએ. વીસા ઓફિસ પર કાતીલ બિલાડી જેવી નજર ધરાવતી ઈમીગ્રેશન ઓફિસર વિસા આપતા પહેલા ધારદાર પ્રશ્નો પુછે છે અને કયા કારણોસર વીસા રીજેક્ટ કરી શકાય એ બાબત પર જ વધુ ભાર આપે છે. શાહબુદ્ધિનભાઈને પ્રશ્ન પુછ્યો, કે ‘તમે શા માટે વિદેશ જવા માંગો છો?’ તેમણે કહ્યું, કે ‘બધાને હસાવવા માટે.’ એ સન્નારીએ તરત કહ્યું, ‘મને હસાવો.’ ગામઠી ભાઈઓ-બહેનોને હસાવવા ગુજરાતી કલ્ચરલ બેકગ્રાઉંડ ધરાવતા કલાકારને એક અમેરિકન કલ્ચરલ બેકગ્રાઉંડ ધરાવતી સ્ત્રીને તરત હસાવવાની અને એ પણ લાંબી વાર્તા કર્યા વિના ! શ્રીરાઠોડે પોતાની કોઠાસૂઝથી એક ટુંકો જોક કહ્યો ને ઓફિસર હસી પડી ને એમને વીસા મળી ગયા.

દસ વર્ષ પહેલા ઈંગલેંડની મહારાણીએ ટકોર કરી હતી કે અહિં ભારતીય છોકરી ભણવા આવે છે, ભણીને નોકરી કરે છે અને ભારત જઈને લગ્ન કરીને એના પતિને અહિં લઈ આવે છે. ભારતીય પરંપરા અનુસાર લગ્ન બાદ છોકરી છોકરાના ઘરે જતી હોય છે આથી અહિંની છોકરીએ ભારત જઈને લગ્ન કરીને ત્યાં જ રહી જવું જોઈએ. ‘શાહ’ અને ‘પટેલ’ અટક ધરાવતા ગુજરાતીઓ વિદેશમાં ભરપૂર હોવાથી તેઓને જલ્દી વિસા મળતા નથી આથી અટક બદલાવીને વીસા મેળવવાની લીગલ કરામતો પણ થતી હોય છે. આ ફિલ્મમાં બતાવ્યું છે કે બીજાના નામ પર વિસા મેળવી લેવાય છે. બીજા વધુ કિસ્સાઓ એવા બને છે કે છોકરો ભળતી જ છોકરીને પત્ની તરીકે, તો છોકરી પોતાના ભાઈને કે બનેવીને પતિ તરીકે બતાવીને વિદેશ લઈ જવાની કોશિશ કરે છે. મર્યાદામાં માનતા આપણા ગુજરાતીઓ પતિ-પત્ની તરીકે પાસપોર્ટ તેમજ વીસા તો તૈયાર કરાવે છે પરંતુ પતિ-પત્ની તરીકેનો અભિનય ન કરી શકતા ઈમીગ્રેશન ઓફિસરની નજરમાં આબાદ પકડાઈ જાય છે અને છેલ્લી ઘડીએ ઘરે બેસી જવાનું, અરે જેલમાં જવાનું થાય છે ! આવા દૃશ્યો ફિલ્માવતી વખતે ઘણી બધી કોમેડી ઊભી કરી શકાય.

વિદેશથી લગ્ન કરવા ભારત આવતા છોકરાઓ મોટે ભાગે પત્ની નહિ પરંતુ નોકરાણીને અને માબાપને વિદેશ બોલાવવા પાછળ પોતાના બાળકોના ઉછેર હેતુ નોકર શોધવાનો ઈરાદો ધરાવતા હોય છે કારણ કે ત્યાં કરોડપતિને પણ હોસ્ટેસ સરળતાથી ઉપલબ્ધ નથી. છોકરો લગ્નના ઓઠા હેઠળ ભારતમાં અનેક છોકરીઓ સાથે લગ્નનું નાટક કરીને તેઓનું સેક્સ્યુઅલ એક્સ્પ્લોઈટેશન કરે છે તો કોઈ-કોઈ કિસ્સામાં છોકરીનું સ્ત્રીધન પડાવીને વિદેશ રફુચક્કર થઈ જાય છે. ‘પછીથી વિદેશ બોલાવશે’ કહીને અહિંથી ગયા બાદ છોકરીને તેમજ એના પરિવારને મહિનાઓ, વર્ષો બાદ જાણ થાય છે કે તેઓની સાથે છેતરપિંડી થઈ છે અને છોકરાને કાયદાની પકડમાં લેવાનો તેઓ પાસે કોઈ રસ્તો હોતો જ નથી. વિશ્વ કક્ષાએ નામના મેળવી ચુકેલા ભારતીય કલાકારો પણ કબૂતરબાજી કરતા પકડાય છે. કહેવાનું તાત્પર્ય એ કે છાપામાં વાંચવા ન મળે અને માત્ર ફિલ્મમાં જ માણી શકાય એવા પ્રસંગો ફિલ્માવીને ફિલ્મની ઓરિજિનાલિટી મેઈંટેઈન કરવી જોઈએ. એના માટે વધુ અભ્યાસ અનિવાર્ય છે. અલબત્ત આ ફિલ્મ બનાવનાર ત્રીસની અંદરની વય ધરાવતા યુવાનો છે અને ઓરિજિનલ વિઝનથી આટલી સારી ફિલ્મ બનાવી છે જેમાંથી એસ્ટાબ્લિશ્ડ થયેલા ગુજરાતી ફિલ્મ સર્જકોને પણ પ્રેરણા મળશે. આજે હિન્દી ફિલ્મ જગતની છાપ પણ વિદેશમાં કોઈ ખાસ પ્રભાવી નથી. જો આવી સારી થીમ બેઝ્ડ તેમજ ટેક્નોલોજી વાઈસ ઉત્તમ ગુજરાતી ફિલ્મો બને, જે ગુજરાતી સમાજને લગતી હોવાની સાથે-સાથે વૈશ્વિક ઈસ્યુ પણ ધરાવતી હોય તો ઓસ્કારમાં નોમીનેટ થતાં, અરે ઓસ્કાર જીતતા પણ એને કોઈ રોકી શકે નહિ એવી સ્થિતિ જરૂર આવે. આ ફિલ્મ ભારતમાં તો ઘણા બધા એવોર્ડ્સ જીતી લીધા છે જે દર્શાવે છે કે ક્રાંતિ (સમૂળગો બદલાવ – ટોટલ ચેંજ) તો માત્ર યુવાનો જ કરી શકે. અભિનંદન સર્જનાત્મક યુવાશક્તિને !

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: