વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

એક સંપ્રદાયના સ્વામિજીએ અધ્યાત્મના માર્ગે ચાલીને ભગવાન મેળવવા તત્પર એવા પચાસ કિશોરોને દીક્ષા આપીને સાધુ જીવન જીવવા તૈયાર કર્યા. એ પચાસે સાધુઓ શરીરે દુબળા રહેતા હતા. એ જ સંપ્રદાયના અન્ય સ્વામિજીઓના ગૃપ સાથે આ સ્વામિજીનું ગૃપ કોઈ ખાસ પ્રસંગની ઉજવણી અર્થે જોડાય ત્યારે બધા પૂછે કે તમારા સાધુઓ શરીરે દુબળા કેમ ?(સામાન્ય રીતે એ સંપ્રદાયના સાધુઓ ચોખ્ખા ઘીના લાડવા તેમજ મેવા આરોગતા હોવાથી શરીરે અલમસ્ત હોય છે.) જવાબમાં હસતા-હસતા આ સ્વામિજી એક વાર્તા કહેતા. મામદુ મિયાએ ઘરે એક બકરી બાંધી હતી. મિયા રોજ ચાર ટાઈમ બકરીને લીલું ઘાસ નીરે. ભરપેટ ખવરાવે. મિયાને એમ કે ખુબ ખવડાવું અને ઘણું દુધ મેળવું. પણ ખુબ ખાતી હોવા છતાં બકરી દુબળી રહેતી. મામદુને સમજ પડતી નહિ કે બકરી દુબળી કેમ રહે છે ? કોઈ જાણકારે એને માહિતી આપી કે ‘મામદુ, તારા ઘરની પાછળ જે દરબારનું ઘર છે એ દરબારે પોતાના ઘરે વાઘ બાંધ્યો છે. (આ વાર્તા છે અને વાર્તામાં વાઘ તો આવે જ. માટે વાઘને બાંધી શકાય કે? એવું પૂછવું નહિ.) અને એ વાઘના ડરથી તારી બકરી સતત ફફડતી રહે છે. માટે ઘણું ખાતી હોવા છતાં તારી બકરી દુબળી જ રહે છે.’ આટલી વાર્તા કહીને ખડખડાટ હસતા-હસતા સ્વામિજી કહેતા કે ‘આ મારા પચાસે સાધુ બકરી જેવા છે અને હું એમની પાછળ રહેતો વાઘ છું.’ તેઓનું કહેવાનું તાત્પર્ય એ હતું કે સંસારના તમામ સુખોનો તેમજ મા-બાપ, પત્ની-બાળકો વગેરેનો ત્યાગ કરીને ભગવાન મેળવવા સાધુ બન્યા પછી સ્વાદની ગુલામી કરીને કોઈ સાધુ પોતાનું જીવન વેડફી નાંખે એ કેમ ચાલે ? ઈન્દ્રિયો અતિ બળવાન હોય છે. એ સજ્જનને પણ ભાન ભુલાવી દે છે. માટે મારા આ સાધુઓ અધ્યાત્મના માર્ગેથી ચલિત ન થઈ જાય એ માટે મારે મારા સાધુઓને ધાકમાં રાખવા પડે છે, એ લોકોને પણ થોડો ડર બતાવવો પડે છે.

આ જ વાત ગુજરાતના રાજકારણને પણ લાગુ પડે છે. સાઈઠ વર્ષથી ભારતના રાજકારણીઓએ સમાજસેવા માટે ઝંપલાવ્યું હોવા છતાં માત્ર મેવા ખાઈને તેઓએ ભારતની જનતાને દુબળી રાખી છે. આ ક્ષેત્રમાં ગુજરાતમાં છેલ્લા દસ-બાર વર્ષથી ધરખમ સુધારા થઈ રહ્યા છે. જેમને સેવા માટે રાજકારણમાં આવવું હોય તેઓને કોઈનો ડર નથી. પરંતુ માત્ર મેવા જ ખાવા હોય તેવા ભ્રષ્ટ નેતાઓને તો ડર લાગવો જ જોઈએ ને ! ડર કોને લાગે ? જેને ખોટું કરવું હોય તેને ! જે સાચો હોય એને કોઈનો ડર લાગતો નથી. 2002ની સાલમાં સત્તા પર આવ્યા બાદ ગુજરાતના શાસક પક્ષમાં અનેક બળવાઓ થયા પરંતુ એ તમામને કડક હાથે દાબી દેવામાં આવ્યા. બળવો થવાનું કારણ શું? જેને નશો કરવાની આદત હોય એને નશો કરવા ન મળે એટલે યેનકેન પ્રકારે એ નશો કરવાનો પ્રયત્ન કરે. એ રીતે માલમલીદા ખાવા મળવાને બદલે પરસેવો પાડીને સેવા કરવાનો વારો આવ્યો એટલે ભલભલા નેતાઓ-પ્રધાનો, કાર્યકરોની ચામડી બળવા માંડી. ભ્રષ્ટ ઈરાદાઓને પાર પાડવા માટે આવતા આ રાજકારણીઓને મુલાકાત મળવાને બદલે કે તેઓની માગણીઓ સેંકશન થવાને બદલે તેઓને બંધ બારણે જ વિદાય કરવામાં આવ્યા. એમાં તેઓને પોતાનું અપમાન થતું હોય એવું લાગ્યું. 2007માં ફરીથી થોડા છમકલાઓ થયા. પરંતુ ખાસ વિરોધ થયો નહિ. કહેવાનુ તાત્પર્ય એ કે તુલસીદાસજી કહે છે તેમ ‘ભય બિનુ પ્રીતિ ન હોય. ભ્રષ્ટ લોકોને ધાકમાં રાખવા જ જોઈએ જેથી તેઓ સીધા ચાલે અને હારી-થાકીને છેવટે સામે ચાલીને સન્માર્ગને, સજ્જનને પ્રીતિ કરવા તેઓ આવે જ છે. હવે 2012માં ફરીથી કેટલાક ભ્રષ્ટ શિયાળવાઓ ભેગા થયા છે અને એક થઈને વાઘ પર હુમલો કરવાનો વિચાર કરે છે. તેઓ ઘણા સંગઠનો, મિલનો કરે છે અને ‘વાઘને ખતમ કરી નાંખો’ એવી હાકલ કરે છે. તમે કોઈ દિવસ ધ્યાનથી કુતરાઓને લડતા જોયા છે ? તેઓ જોર-જોરથી ભસતા-ભસતા એક-બીજા પર હુમલો કરવાની તૈયારીની સાથે-સાથે ભાગવાની પણ તૈયારી રાખતા હોય છે. તેઓ બીજાને ડરાવવાનો પ્રયત્ન કરતા હોય છે કારણ કે ખરેખર તો તેઓ પોતેઅંદરથી ખુબ ડરી ગયા હોય છે. આવી લડાઈઓ કે શિયાળવાઓની હાકલો વાઘને હલાવી શકતી નથી.

ગુજરાતના શૈવ તેમજ વૈષ્ણવ સહિત તમામ ધાર્મિક પરિવારોના સંસ્કારી ઘરોના છોકરા-છોકરીઓના વાણી-વર્તન અને વ્યવહાર સભ્ય તેમજ શાલીન હોય છે કારણ કે તેઓને ઘરેથી ઉચ્ચ સંસ્કાર તો અપાયા જ હોય છે પરંતુ એની સાથે-સાથે એ જુવાન સંતાનો પર જે-તે પરિવારના મોભી-વડીલની ધાક હોય છે. જે બાળકો પર ઘરના મોટાની ધાક નથી હોતી એ બાળકો જેમ-જેમ મોટા થતાં જાય છે તેમ-તેમ બગડતા જાય છે. ગુજરાતના રાજકારણમાં જે સાફસફાઈ ચાલી છે એ છેલ્લા સાઈઠ વર્ષોનો બગાડ કાઢવા માટેની છે. ગુજરાતને સંપૂર્ણ આદર્શ બનાવીને પછી ભારતના રાજકારણની સાફસફાઈ કરવાની છે. આથી ગુજરાતમાં થોડું પણ ખોટું ચલાવી શકાય નહિ. અને જેને ખોટું કરવું છે તેઓને સમર્થનો સામનો કરવાનો આવે છે. આ સ્થિતિમાં તેઓ એમ કહે કે તેઓ ભયગ્રસ્ત છે તો ગુજરાતના વિકાસ માટે એ એક આદર્શ મન:સ્થિતિ છે, એનાથી ગુજરાતનો વિકાસ જ થવાનો છે અને એનો સીધો લાભ ગુજરાતની જનતાને જ મળવાનો છે. યાદ રહે કે ગુજરાત ભયગ્રસ્ત નથી માત્ર ભ્રષ્ટ નેતાઓ જ ભયગ્રસ્ત છે. કેન્દ્રનું શાસન ધર્મ આધારિત ભાગલાવાદી નીતિ અપનાવીને વોટબેંક કબજે કરવા માગે છે તો ગુજરાતના આ પ્રપંચકારીઓ જ્ઞાતિવાદના આધારે ગુજરાતની સમજુ, શાણી જનતાને ભડકાવીને વોટબેંક કબજે કરવા માગે છે. ગુજરાતના જેટગતિએ થઈ રહેલા વિકાસમાં સાથ આપવાને બદલે એને અટકાવવાની કુચેષ્ટા કરનારાઓને ભાન નથી કે તેઓએ કરેલા પાપ બદલ ગુજરાતની જનતા કેવી રીતે તેઓને ભવિષ્યમાં યાદ કરવાની છે !

Advertisements

Comments on: "ગુજરાત ભયગ્રસ્ત છે." (1)

  1. Sonal b soni said:

    Tamari vat sachi che. kahevay che ke vrukshnu bandhan mul che je jaminma datayela che. darekana mathe koino to dar hovo j joie.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: