વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

(1)બારગેઈનિંગ

મારા એક પરિચિત વાળ કાપનાર વાળંદ સાથે પણ બારગેઈનિંગ કરે: એમ કહીને, કે “માથાના વાળની સાથે બગલના વાળ ફ્રીમાં કાઢી આપ.” એક વખત તેઓએ ઘરે સુથાર બેસાડેલો. એક મહિનો કામ ચાલ્યું. મજૂરી ચુકવવાની થઈ એટલે ભાવતાલ કરવા માંડ્યો. સુથાર ન માન્યો એટલે એને જમાડ્યો હતો એનું ફુડબિલ પંદરસો રુપિયા ગણાવી દીધું.

(2)પગ વચ્ચે કૂતરા

મારા એક મિત્રના બા અમને હસાવે બહુ. એ કહે, “એક શેઠ તો એવા પહોળા-પહોળા ચાલે કે એ ચાલતા હોય ત્યારે એમના બે પગ વચ્ચેથી કૂતરા નીકળી જાય.

(3)ઉમ્મરલાયક છોકરી

ઉમ્મરલાયક છોકરી એટલે કેવી છોકરી? તો કહે: જેની લાયકાતમાં ઉમ્મર સિવાય બીજું કંઈ જ નથી તેવી છોકરી.

(4)હું કુતરો છું.

દર્દી ડોક્ટરને કહે: “ડોક્ટરસાહેબ, મને એવું લાગ્યા કરે છે, કે હું કૂતરો છું.”ડોક્ટર કહે: “આવું તમને ક્યારથી થાય છે?”દર્દી કહે: “હું ગલુડિયું હતો ત્યારથી.”

(5)એક સાથે ડિલિવરી

એક દિવસ બોસે પોતાના કર્મચારીઓને પૂછ્યું, “આજે તમારા બધાની વાઈફની એક સાથે ડીલીવરી થઈ છે? અને હા, મિસ શીલા, તમે અનમેરિડ હોવા છતાં તમારી પણ વાઈફ છે, જેને ડીલીવરી આવી હોય ?  કર્મચારીઓ કહે, “બોસ, કેમ આજે આવું પૂછો છો?” એટલે બોસે મોડા આવનારાઓએ આપેલા કારણોનું લીસ્ટ બતાવ્યું, જેમાં પહેલાએ કારણ બતાવ્યું હતું, “આજે મારી વાઈફની ડીલીવરી હતી.” અન્ય કર્મચારીઓએ જોયા વગર જ ઉતાવળમાં એ કારણની નીચે =DO=, =DO= એવું લખી નાંખ્યું હતું.

(6)ખાના બનાના

જીવનસાથી પસંદ કરવા માટે લેવાતા ઈંટરવ્યૂમાં છોકરાએ છોકરીને પૂછ્યું, “ખાના બનાના આતા હૈ ?” છોકરીએ જવાબ આપ્યો, “બનાના(BANANA) ખાના આતા હૈ.”

 (7)અર્જુનની જન્મતારીખ

શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન અર્જુનને કહે છે: “જન્માની તવ ચાર્જુન.”
“હે અર્જુન, તારી જન્મતારીખ ચાર જુન છે.”

(8)સુગમ આઈસક્રીમ

હનુમનચાલીસાની એક કડી:
“સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે”
“તમારો અનુગ્રહ(કૃપા) થાય તેને “સુગમ” આઈસક્રીમ ખાવા મળે.”

(9)દર્દીની હિસ્ટરી

દર્દીને તપાસતા પહેલા એની વિગતો ડોક્ટર નોંધે છે એને હિસ્ટરી શા માટે કહેવાય છે? ડોક્ટરના હાથમાં આવ્યા પછી દર્દી હિસ્ટરી બની જતો હોય છે માટે. ‘ટ્રાય, ટ્રાય, ટિલ પેશંટ ડાય.’ ઘણી હોસ્પિટલ્સમાં તો ‘ટ્રાય, ટ્રાય,  યટ પેશંટ ડાય’નો રિવાજ હોય છે. એટલે કે દર્દી મરી ગયા બાદ પણ સગાવ્હાલાને એની જાણ કર્યા વિના એનો ઉપચાર ચાલુ રાખવામાં આવે છે, એ આશાએ કે કદાચ ઉપરવાળો કોઈ ચમત્કાર કરી દે !

(10)સ્કેટિંગ – પેરેશુટ ડાઈવિંગ

એક કાકા કહે, ‘મારે સ્કેટિંગ શીખવું છે.’ મેં કહ્યું, ‘શા માટે ?’ તો કાકા કહે, ‘દિલ્હીથી વડોદરાના પેસેંજર્સને લઈને આવતું વિમાન, નડિયાદ પસાર થતાં જ જમીનને ટચ થઈ જાય છે. પછી એ સ્પીડ ઓછી કરતા-કરતા વડોદરા આવીને ઊભું રહે છે અને મારે ટેક્સી કરીને વડોદરાથી પાછું નડિયાદ આવવું પડે છે. જો સ્કેટિંગ શીખી લઉં તો વિમાન જમીનને ટચ થાય એટલે ચાલુ વિમાને ઉતરી જવાય ને !’ મેં કહ્યું, ‘કાકા, પેરાશુટ ડાઈવિંગ શીખી લો તો નડિયાદમાં પણ તમારા વિસ્તાર પરથી વિમાન પસાર થાય એટલે તમારા મકાનના ધાબા પર કુદી પડાય !

(11)ફાસ્ટ યુગ

ફાસ્ટ યુગ આવ્યો એટલે શુભ પ્રસંગે જમણવારની પંગત પડવાને બદલે હવે બુફે સ્ટાઈલથી જમવાનું રહે છે. હજી વધુ ફાસ્ટ યુગ કેવો હશે ? તો જમવાના મેનુમાંથી ચાવીને ખાવાની વાનગીઓ અદૃશ્ય થઈ જશે. ચાવવામાં બહુ સમય બગડે છે. સુપ, દાળ, ખીર, બાસુદી, કેરીનો રસ વગેરેની જેમ રોટલીનો સુપ, શાકનો ડેઝર્ટ . . . બધું જ ક્રશ કરીને લિક્વિડ ફોર્મમાં મળશે. પ્રસંગે ખાવાનો સમય હોય તો ખાઓ નહિ તો વર-વધૂને વિશ કરીને જુદી-જુદી લિક્વિડ વાનગીની પોલીથીન બેગ્સ લઈને ચાલતા થાઓ, સમય મળે ત્યારે જમી લો.

(12)શેવિંગ બ્લેડ

હમણા એક જાહેરાત જોઈ જે દાવો કરે છે કે અમારી બ્લેડથી શેવિંગ કરવાથી તમારા ગાલ છોકરીઓને કિસ કરવી ગમે એવા થઈ જાય છે. એ જાહેરાતમાં છોકરી ક્લીન શેવ્ડ છોકરાને કિસ કરે છે પરંતુ ગાલ પર નહિ, એના હોઠ પર કે જ્યાં વાળ ઉગતા જ નથી !

(13)ચરણસ્પર્શ

એક છોકરાએ એના પિતાને કહ્યું, ‘પપ્પા, તમે શીર્ષાસન શીખી જાઓ.’ પિતાએ કહ્યું, ‘શા માટે બેટા ?’ તો છોકરાએ કહ્યું, ‘આવતીકાલથી દરરોજ સવારે હું આપના ચરણસ્પર્શ કરવા માગુ છું પરંતુ વાંકા વળવું મને ગમતું નથી. તમે શીર્ષાસન કરો ત્યારે મને બોલાવી લેજો, હું તમને પગે લાગી લઈશ.’

(14)જન ગણ મન

કોલેજના એક પ્રોફેસરે કહ્યું, ‘યુવાનો, જ્યારે પણ ‘જન ગણ મન . . .’ સાંભળો ત્યારે એના માનમાં ઊભા રહીને એ ગીત ગાવામાં તમારે જોડાઈ જવું જોઈએ.’ એક તોફાની યુવાને કહ્યું, સર, તો પછી વોશરૂમ તેમજ બેડરૂમને સાઉંડપ્રુફ બનાવવા જોઈએ ને !’ (કારણ કે બન્ને રૂમ એવા છે જેમાં તરત ગીત ગાવામાં જોડાઈ શકાય એવી શારીરિક સ્થિતિ હંમેશા હોતી નથી.)

(15)ભુત છે ?

એક કાકા કહે, ‘હું ભુત-બુતમાં માનતો નથી.’ ગામડાના જુવાનિયાઓ કહે, ‘કાકા, એક દિવસ ભુત તમને પકડશે ને, ત્યારે ખબર પડી જશે.’ કાકા કહે, ‘અરે, ભુત જેવું કંઈ છે જ નહિ.’ એક જુવાન કહે, ‘કાકા, અમાસની રાત્રે નવું કાળું ધોતિયું પહેરીને વડના ઝાડ પાસે જઈને ખિલો ઠોકી આવો તો તમે સાચા.’ કાકા તો અમાસની રાત્રે નિકળ્યા, ખિલો ઠોકવા. ચાર જુવાનિયા છાનામાના પાછળ-પાછળ ગયા. જેવા કાકા જમીન પર બેઠા એટલે બે જુવાનિયાઓએ કાકાનું ધોતિયુ એવી રીતે સરકાવ્યુ કે ખિલો બરાબર ધોતિયા પર જ ઠોકાયો. એટલામાં બાકીના બે જુવાનિયાઓ ઝાડ પાછળથી કુદીને આવ્યા ને ‘એએએએએ ભુત આવ્યું.’ કહીને કાકાને વળગ્યા. ભુતથી ડરીને નહિ પરંતુ અચાનક આક્રમણથી ગભરાઈને કાકા ઉઠીને ભાગવા ગયા ત્યાં તો ખિલા નીચે ફસાયેલું ધોતિયું ચરરરરર અવાજ કરતું ફાટ્યું છતાં ખિલેથી છુટ્યું તો નહિ જ. કાકાને લાગ્યું કે ભુતે એમને પકડ્યા છે એટલે કાકાનો અવાજ ફાટી ગયો, ‘છોડી દે બાપલા, તું છે જ. હું તો ખાલી મશ્કરી કરતો હતો. હવે કોઈ દિ’ નહિ કહું કે હું ભુતમાં માનતો નથી.’

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: