વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

નોંધ 1: આજનો લેખ લાંબો હોવાથી ગુરુવાર દિનાંક: 5-4-’12 તેમજ સોમવાર દિનાંક: 9-4-‘12ના લેખ એક સાથે પ્રકાશીત થયેલા ગણવા. આવતા ગુરુવાર દિનાંક: 12-4-‘12ના રોજ નવો લેખ પ્રકાશીત થશે.

નોંધ 2: ચોરીના પ્રકારની સંખ્યા નક્કી કરવી શક્ય નથી, એ અસંખ્ય છે. પરંતુ વાચકને ચોરી થવા પાછળ ચોરની અને ભોગ બનેલાની માનસિકતાની જાણ થાય એ માટે ચોરીના કેટલાક પ્રકારોની અહિં ચર્ચા કરી છે.

ચોરીના કેટલા પ્રકાર છે? જે પદ્ધતિ માફક આવી ગઈ હોય એ જ પદ્ધતિએ ચોર ચોરી કરવાનું પસંદ કરે છે જેને મોડસ ઓપરેંડી કહેવામાં આવે છે. ખિસ્સાકાતરૂ હંમેશા ખિસ્સા જ કાપશે. ટ્રેનમાં બેગ્સની ઉઠાંતરી કરનાર એ જ એક કામ કરશે. ઘરફોડ ચોરી કરનારો બંધ મકાનમાં જ ચોરી કરશે. તો લુંટફાટ કરનારી ટોળકી ઘરમાં માણસો હોય ત્યારે તેઓ પર હુમલો કરીને ઘરના સભ્યોને બાનમાં લઈને લુંટફાટ કરશે. ચોરીની સાથે હિંસાખોરી કરનારા આવો અત્યંત ઘૃણાસ્પદ રસ્તો અપનાવે છે. ઘણા ચોર ઘરમાં સભ્યો હોવા છતાં તેઓ જાગી ન જાય એવી સાવચેતી રાખીને ચોરી કરે છે અને જરૂર પડે ધોલધપાટ કરી લે છે. હાઈવે પર ટ્રક લુંટવી એ પણ ચોરીનો એક પ્રકાર છે. કોઈ-કોઈ ચોરને કારનો કાચ તોડીને અંદર રહેલો કિમતી સામાન ચોરવામાં રસ હોય છે તો ઘણા ચોર કારમાં રહેલી માત્ર ટેપ જ ચોરે છે. કોઈ ચોર કારના માત્ર ટાયર જ ચોરી જાય છે તો કોઈ આખેઆખી કાર જ ચોરી લે છે. જેવી જેની ક્ષમતા ! સ્કૂટરની ડેકી ખોલીને એમાંથી કિમતી સામાન ચોરનારની પણ અલગ જાત છે. લગ્ન પ્રસંગે વર-વધૂના દાગીના ચોરવામાં રસ હોય એવા ચોર બાળકોને કામે લગાડે છે. બાળકોને ચોરી જઈને તેઓ પાસે ભીખ મંગાવવી, ચોરીની તાલીમ આપવી વગેરે પણ ચોરીનો એક જુદો પ્રકાર છે.

પાકીટમાર ખિસ્સામાં રહેલું પાકીટ ચોરે છે એમાં મનોવિજ્ઞાનનો એક સિદ્ધાંત કામ કરે છે: પ્રભાવી લાગણી અને પ્રચ્છન્ન લાગણીનો. કોઈ વાનગી ખાટી તેમજ મીઠી બન્ને હોય પરંતુ એમાં ગળપણ વધુ હોય તો મીઠાશ પ્રભાવી છે અને ખટાશ ઓછી હોય તો ખટાશ પ્રચ્છન્ન (દબાયેલી) છે એમ કહેવાય. ખિસ્સામાંથી પાકીટ ગાયબ થાય તેનો સ્પર્શ અનુભવાતો નથી કારણ કે એ જ સમયે આપણા શરીરના અન્ય કોઈ ભાગમાં ચોર દ્વારા ધક્કાની કે કોઈ ધાતુની અણી ઘોંચાવાની અનુભૂતિ કરાવવામાં આવે છે. આથી એ સ્પર્શ પ્રભાવી બને છે અને પાકીટ સરકવાનો સ્પર્શ પ્રચ્છન્ન રહે છે, જે અનુભવાતો નથી. ટ્રેનમાં બેગોની ઉઠાંતરી કરનાર ટોળકી દ્વારા તમે વેચાઈ જાઓ છો અને ખરીદાઈ જાઓ છો એની તમને જાણ પણ થતી નથી.

માનો કે બેગમાં દસ લાખ રુપિયા લઈને અમદાવાદ સ્ટેશનેથી મુંબઈ ઑફિસના કામે જવા માટે તમે ટ્રેનમાં બેઠા. તમારી ઓફિસમાં ઘણા કર્મચારીઓ આ વાત જાણતા હોય છે. બેંકમાંથી કેશ ઉપાડવા જનાર પટાવાળો, તમારી બેગ તૈયાર કરતી પત્નીને જોઈ જતી ઘરની કામવાળી બધા જ આ વાત જાણતા હોય છે. આ લોકો આ માહિતી બેગ ઉઠાવનાર ટોળકીને વેચતા હોય છે. અમદાવાદ થી સુરત સ્ટેશન સુધી એક ગેંગ કામ કરતી હોય છે અને સુરતથી મુમ્બઈ સુધી બીજી ગેંગ કામ કરે છે. હવે આ માહિતી ખરીદીને એને આધારે તમારી બેગ ચોરવાનો પુરો પ્રયાસ થાય છે. તમે સતેજ હોવાથી તમારી બેગ બચી જાય છે આથી એ ગેંગ બીજી ગેંગને તમને દસ હજાર રુપિયામાં વેચી દે છે. આ ગેંગને પણ તમે સફળ થવા દેતા નથી. મોટે ભાગે તો ચોરીના ધંધામાં પ્રમાણિકતા એવી હોય છે કે ચોર કંપની સાચી માહિતી જ એકબીજાને વેચતા હોય છે. છતાં કોઈ વાર શક પડે તો મુમ્બઈ સ્ટેશનથી બેગ બચાવીને તમે બહાર નીકળતા હો ત્યારે તમને ખબર ન પડતા ચોર ચાલાકીથી તમને પુછીને ખાતરી કરી લે છે કે તમારી બેગમાં ખરેખર કેટલા રુપિયા છે.

અછોડાતોડ હંમેશા અછોડા જ તોડશે. અપહરણ કરનાર એ જ રીતે રુપિયા કમાશે. આ આખા ષડયંત્રમાં કોઈ નિર્દોષ નથી. જેને ત્યાં ચોરી થઈ છે એના પ્રત્યે કોઈ લાગણી હોતી નથી કારણ કે તેઓ દૃઢપણે માનતા હોય છે કે ધનવાનો કે માલેતુજાર વેપારીઓ નીતિ-પ્રમાણિકતાથી નહિ પરંતુ સરકારી નિયમોનો ભંગ કરીને ટેક્સ વગેરેની ચોરી કરીને જ ધન કમાયા હોય છે. નીતિ-પ્રમાણિકતાથી ધન કમાયા હોય એવા લોકો શક્ય છે કે શારીરિક મહેનત ન કરતા બુદ્ધિપૂર્વક તેમજ મોટા પ્રમાણમાં ધન રોકીને વધુ ને વધુ ધન કમાયા હોય અને સમાજને જરૂરિયાત પ્રમાણે દાન પણ કર્યું હોય તો એવા લોકો આ ષડયંત્રનો ભોગ બનતા નથી – એવા કર્મના સિદ્ધાંતમાં ભારતીય હિન્દુને શ્રદ્ધા છે. મહત્વની વાત તો એ છે કે ખરા પરસેવાનું ન હોવાથી ચોરાયેલું ધન કરોડો રુપિયામાં હોવા છતાં એનો ભોગ બનેલા લોકોને ધન ગુમાવવાનું ભારે દુ:ખ પણ થતું નથી. નિત્યક્રમ મુજબ તેઓ જમતા અને નિદ્રા લેતા હોય છે. પોલીસને કડકાઈથી તપાસ કરવા અંગે કહી પણ શકતા નથી. થોડો ઘણો આક્રોશ કરવા જાય ને પોલીસ તેઓને અંદર કરી દેવાની ધમકી આપે તો તરત તેઓ શાંત થઈ જાય છે જે બતાવે છે કે તેઓનું ધન મહેનતનું ન હતું.

જેઓ દાન નથી કરતા, ખર્ચ નથી કરતા અને માત્ર સંગ્રહ કર્યા કરે છે તેનું ધન નાશ થઈ જવાના ત્રણ રસ્તા ભારતીય શાસ્ત્રકારોએ બતાવ્યા છે: ચોર ચોરી જાય છે, અગ્નિ બાળી નાંખે છે અથવા રાજા એ ધન લઈ લે છે. આજના સંદર્ભમાં કહેવાનું હોય તો ઇંકમટેક્સ અધિકારીઓ, સેલ્સટેક્સ અધિકારીઓ દ્વારા પડાતા દરોડા. કોઈને ત્યાં આવા દરોડા પડે એટલે અમુક લાખ કે કરોડ રુપિયાની બેનામી આવક જાહેર કરવી જ પડે. જો એવું ન બને તો પ્રશ્ન ઊભો થાય કે જેને ત્યાં દરોડા પડ્યા છે એ પેઢી કે વ્યક્તિ, માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવા બદલ અને સામાજિક બદનામી મળ્યા બદલ સરકારી અધિકારીઓ પર માનહાનિનો દાવો કેમ કરતી નથી? આવા કિસ્સાઓમાં બને છે એવું કે જે-તે કંપનીની સો કરોડની બેનામી આવક બહાર આવે છે. પરંતુ એ બધી આવક જાહેર થઈ જાય તો એ સરકારના ચોપડે જમા થઈ જાય. આવું બને તો સરકારી અધિકારીઓને અંગત રીતે શું ફાયદો ? એટલે અહિં કંપની અને અધિકારીઓ સેટલમેંટ કરે છે. દસ કરોડની આવક જાહેર કરવાની, એના પર દંડની રકમ પાંચ કરોડ ભરી દેવાની અને આ મામલો સેટલ કરવા બદલ દસ કરોડ રુપિયા અધિકારીઓને ચુકવવા. આમ કુલ પચ્ચીસ કરોડ રુપિયા ખર્ચીને પંચોતેર કરોડ બચાવવા.

વિચાર કરો, જે માણસ પોતાને ત્યાં પરસેવો પાડનારા પોતાના કર્મચારીને સ્વેચ્છાએ વર્ષે મહેનતના બસો રુપિયા ઈંક્રિમેંટ તરીકે નથી આપતો એ જ માણસ સરકારી યમદૂતોને દસ કરોડ ચુકવી દે છે અને પાછો એવું કરવામાં પોતાની ચાલાકી સમજે છે. માણસે વિચારવું જોઈએ કે ભલમનસાઈથી કોઈ ફુટી કોડી પણ નથી આપતું. તમે કોઈને ભીંસમાં લો, આપત્તિમાં, તકલીફમાં મુકીને કે પછી કાલ્પનિક ભયગ્રસ્ત કરીને પછી એની પાસેથી રુપિયા પડાવો તો એ તમે માગો એટલા રુપિયા આપશે અને એવું કર્યા પછી એ તમારો આભાર પણ માનશે. આજના કેટલાક જલ્લાદ જેવા ડોક્ટર્સને આ વિચાર અર્પણ.

ફુલટાઈમ ચોરની જેમ પાર્ટટાઈમ ચોર પણ હોય છે. તમારા ઘરમાં આવનજાવન કરનારાઓ જેવા કે ઘરમાં કામ કરતી કામવાળી બાઈ અથવા રામો, તમારો ગાડીનો ડ્રાયવર, મકાનના રીનોવેશન માટે બાંધકામ સાથે સંકળાયેલા મજૂર સ્ત્રી-પુરુષો, કડિયાઓ, રંગકામ કરનારા, મિસ્ત્રીકામ કરનારા સુથારો વગેરે પાર્ટટાઈમ ચોર છે. કૉલોનિઅલ કલ્ચર અર્થાત વસાહતી આવાસ યોજના અંતર્ગત રહેતા લોકો વારંવાર બદલી થતા હોવાને કારણે લાંબો સમય તેઓના પાડોશીઓ એક નથી હોતા. આથી તેઓ વચ્ચે આત્મિય સંબંધો પણ નથી બંધાતા. આવા પડોશીઓ એકબીજાની વસ્તુઓ ચોરી લેતા હોય છે.

પરીક્ષામાં વિદ્યાર્થીઓ ચોરી કરતા હોય છે. મોટી-મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરનારા અધિકારીઓ જે-તે કંપનીના રહસ્યોની ચોરી કરીને અન્ય કંપનીઓને વેચી દેતા હોય છે. કોઈ ઉત્પાદક કંપનીની પ્રોડક્ટ ગ્રાહકોમાં અતિ લોકપ્રિય થઈ હોય તો એના રીસર્ચ & ડેવલપમેંટને લગતા રહસ્યો, પેટંટ કરાવી હોય એવી ઉત્પાદક ચીજવસ્તોમાં વપરાતા પદાર્થોને લગતા રહસ્યો ચોરીને મોંઘા ભાવે અન્ય કંપનીને વેચી દેવામાં આવે છે. અમુક લોકપ્રિય છાપામાં આવતીકાલે કયું હેડિંગ આવવાનું છે એની પણ ચોરી થાય છે. ભારતીય તત્વજ્ઞાનનો ભંડાર એવા ઉપનિષદોમાં ‘ચોરને નમસ્કાર’, ‘ચોરના રાજાને પણ નમસ્કાર’ એવું કહ્યું છે એ શા માટે ?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: