વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ધંધો કરીએ એટલે સંપૂર્ણ નફો આપણો, કોઈ એમાં ભાગીદાર નહિ. જ્યારે નોકરીમાં નફો વહેંચાઈ જાય અને નક્કી કરેલી ચટણી જેટલી રકમ દર મહિને પગાર તરીકે મળે – ફિક્સ લાઈનદોરીની વચ્ચે જીવવાનું ! મજૂર-માલિક, શેઠ-નોકર જેવા વર્ગો વચ્ચે સંઘર્ષો જન્મ્યા એનું કારણ એ જ કે નોકરી-કલ્ચરમાં નફાની યોગ્ય વહેંચણી ન થાય. શેઠ કે માલિકને બધો જ નફો પોતાની પાસે રાખવાની ઈચ્છા થાય માટે તેઓ એવું વિચારે કે ‘વધુ કામ અને ઓછા દામ’. જ્યારે મહત્તમ પગાર માગતો કર્મચારી વર્ગ એવું વિચારે કે ‘ઓછું કામ અને વધુ દામ’. આમાંથી વર્ગસંઘર્ષ નિર્માણ થાય છે, સામાજિક તણાવની સ્થિતિ પેદા થાય છે. અર્થ અથવા નાણુ બહુ થોડાક લોકોના હાથ પૂરતું સીમિત થઈ જાય તો સમાજનો બહુ મોટો વર્ગ વંચિત તરીકેનું દયામણું જીવન જીવે છે. રશિયાના મોટા ગજાના ચિંતક કાર્લ માર્ક્સના સામ્યવાદી ચિંતનના બીજ આ પ્રકારની આર્થિક વ્યવસ્થાની નિષ્ફળતા જોઈને જન્મ્યા છે. મુડીવાદે આ જગતનું અપાર શોષણ કર્યું છે – એ વાત સાચી પરંતુ કાંટાથી કાંટો નીકળે – એ ન્યાયે આવા અત્યાચારમાંથી બચવા માણસે માલિક બનવું જ પડશે. કોઈ કાયદો મજૂરનું કે નોકરનું શોષણ અટકાવી શકવાનો નથી, તેઓનું રક્ષણ કરી શકવાનો નથી.

અર્થની સમાન વહેંચણી માટે વિશ્વભરના અનેક ચિંતકોની વિચારધારાઓનો અમલ કરવામાં આવ્યો પરંતુ એ બધી નિષ્ફળ નીવડી છે. કોઈ કહે છે કે મુડીવાદીઓ પાસેથી ધન છીનવી લઈને વંચિતોમાં વહેંચી દો. ટેકરો હોય ત્યાંથી માટી ખોદીને ખાડો પુરી દેવામાં આવે એ રીતે. પરંતુ વંચિત પાસે મુડીની વ્યવસ્થા કરવાની સમજણ ન હોવાથી આ સમસ્યાનું નિરાકરણ ન થયું. આપણે ત્યાં પુરાતનકાળથી દાનની કલ્પના છે, જે આજે મંદ થઈ ગઈ છે. દાનમ નામ સંવિભાગ – એટલે કે સંપત્તિ સારી રીતે વિભાગોમાં વહેંચાય અને કોઈ વંચિત રહી ન જાય એ જોવું – માટે દાનની કલ્પના હતી. આધુનિક વિચારધારાઓમાં ટ્રસ્ટીશીપ વગેરેની વાતો થાય છે પરંતુ કોઈ વિચારધારા માણસના અંતરાત્માને અપીલ કરતી નથી. આથી ધક્કા મારી-મારીને વિચારને ચલાવવો પડે છે. ટ્રસ્ટીશીપ એટલે કમાવેલી સંપત્તિ માણસની માલિકીની હોવા છતાં એણે એના ટ્રસ્ટી તરીકે વર્તવાનું અને પોતાની સંપત્તિ સમાજોપયોગી બને એનું ધ્યાન રાખવાનું. સામ્યવાદી/સમાજવાદી અર્થવ્યવસ્થામાં એક પ્રયોગ એવો પણ થયો કે ‘શક્તિ મુજબ કામ અને ગરજ મુજબ દામ.’ એટલે કે કોઈ માણસ પટાવાળાનું કામ કરી શકતો હોય છતાં એનો દસ સભ્યોનો પરિવાર હોય તો એની માસિક આવક પચાસ હજાર રુપિયા અને કોઈ માણસ મેનેજર કક્ષાનું કામ કરી શકતો હોય અને એનો ચાર સભ્યોનો પરિવાર હોય તો એનો પગાર વીસ હજાર રુપિયા – આ વિચારધારાની નિષ્ફળતા નક્કી છે છતાં ભૂતકાળમાં એનો પ્રયોગ થયો હતો.

આ સમસ્યાના સંદર્ભમાં આપણી સંસ્કૃતિ કહે છે કે ‘વધુ ને વધુ માલિકો ઊભા કરો’ જ્યારે પશ્ચિમની સંસ્કૃતિ કહે છે કે ‘વધુ ને વધુ નોકરો ઊભા કરો’. ધંધાના માલિક તરીકે માણસ પોતાની સંપૂર્ણ શક્તિ (એફિસિયંસી) કામે લગાડશે જ્યારે નોકરિયાત માણસ માત્ર ચિઠ્ઠીનો ચાકર બનીને રહી જાય છે, એટલે કે એ માત્ર ચીંધ્યુ કામ કરવા ટેવાઈ જાય છે. પરિણામે કેવી રીતે ઓછામા ઓછું કામ કરવું, કેવી રીતે પોતાના ભાગનું કામ બીજાના માથે નાંખી દેવું, કેવી રીતે કામને ટાળી દેવું, કેવી રીતે કોઈ કામ કરવા માટે વધુમાં વધુ સમય લેવો, કેવી રીતે કામને બહુ ખર્ચાળ બનાવી મૂકવું વગેરે બાબતો અંગે માનસિક દાવપેચો ખેલવાનું કર્મચારી માટે આસાન થઈ જાય છે. સરકારી કચેરીઓમાં કોઈ નાનું કામ લઈને જવાથી આ બાબતનું સચોટ પ્રદર્શન જોવા મળે છે. આમ નોકરિયાત વર્ગ ઘસાઈને ચમકતા રહેવાને બદલે હરામખોરી કરીને કટાઈ જવાનું પસંદ કરે છે. જ્યારે ધંધામાં મન-બુદ્ધિ-શરીરથી સતત ઘસાનારો માણસ ખરેખર પોતાનું સંપૂર્ણ વ્યક્તિત્વ ખીલવે છે. સતત વ્યસ્તતા રહેતી હોવાથી આવા માણસો સમાજ માટે દુષણ ફેલાવનારા નહિ બલ્કે ઘણા ઉપકારક બની રહે છે.

‘સંપૂર્ણ નફો પોતાને મળવાનો છે’ આ બાબત માણસને વધુ ને વધુ પ્રયત્ન કરવા પ્રેરે છે. તેનામાં રહેલી સાહસની ભાવનાને ઉત્તેજન આપે છે. વળી અજ્ઞાત શક્તિ જેવી કે ઈશ્વર અથવા પરમાત્મા પર તેનો વિશ્વાસ વધે છે. નોકરીમાં તો નિયત સમયે નિયત આવક મળતી હોવાથી માણસને અદૃષ્ટ શક્તિ પર વિશ્વાસ રાખવાની જરૂર જણાતી નથી. જ્યારે ખેડૂતે જમીનમાં મોંઘા ભાવનું બિયારણ વાવ્યું હોય, ખાતર નાંખ્યું હોય, ખેતર ખેડવા ટ્રેક્ટર ભાડેથી લાવ્યો હોય ત્યારબાદ સમયસર આકાશમાંથી પૂરતા પ્રમાણમાં વરસાદ પડે એ માટે એને ઈશ્વરને પ્રાર્થના કરતો તમે જોઈ શકો. નોકરિયાતને આવકનું કોઈ જોખમ ન હોવાથી એને ભગવાન પર વિશ્વાસ રાખવાની જરૂર પડતી નથી. ધંધાદારી માણસને પોતાનો ધંધો ચલાવવા માટે સમાજને પોતાના તરફ વાળવાની આવશ્યકતા રહે છે તેથી એ સમાજ સાથે સારા સંબંધો કેળવવા-ટકાવવા હંમેશા તૈયાર રહે છે. જ્યારે નોકરિયાતને સમાજ પાસેથી કંઈ લેવાનું ન હોવાથી સામાજિક સંબંધો નિભાવવામાંથી એ હંમેશા દૂર ભાગે છે. પરિણામે સામાજિક અંતર વધતું જાય છે.

નાનામા નાનો દુકાનદાર હોય કે મલ્ટીનેશનલ કંપનીનો માલિક હોય, એ પોતાની દુકાન કે ઑફિસ બંધ કરે એટલે રજા ભોગવી શકે. જ્યારે નોકરિયાત માણસ ગમે તેટલી ઊંચી પોસ્ટ પર હોય, રજા મેળવવા માટે એણે ઈશ્વરને પ્રસન્ન કરવા જેટલું તપ કરવું પડે. આજે વિદેશી કંપનીઓ વ્યક્તિને લાખો રૂપિયા પગાર તરીકે ચુકવે છે પરંતુ સાથે-સાથે રજા ન માગવાની આકરી શરત પણ મુકે છે. આથી નોકરિયાતને મળતો પગાર એણે કઈ રીતે વાપરવો એ એક સમસ્યા છે. ના તો એ પરિવાર સાથે ટૂર-ટ્રાવેલિંગની મજા માણી શકે છે કે ના તો એ સામાજિક પ્રસંગોમાં નિરાંતે સામેલ થઈ શકે છે. આવા માણસો પોતાનો સામાજિક સંદર્ભ ગુમાવી બેસે છે. જમવા માટે પણ ઘરે ન જઈ શકતો આવો માણસ માત્ર સુવા પૂરતો પરિવાર સાથે જોડાયેલો રહે છે. વધુ પગારની સાથે વધુ કામની નીતિના કારણે બોસ પોતાના કર્મચારી પર કામનું એટલું બધું ભારણ નાંખે છે કે નાની ઉંમરમાં જ યુવાન કર્મચારીઓ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, અસ્થમા, એસિડિટી, મેનિંજાઈટિસ જેવા શારિરીક તેમજ નર્વસ બ્રેક ડાઉન જેવા માનસિક રોગોના ભોગ બની જાય છે. ટારગેટ એચિવ કરવાની લ્હાયમાં માનસિક રીતે ડિસ્ટર્બ થઈ જવાને કારણે ડ્રાઈવિંગ કરતી વખતે નાની સરખી ભુલથી પણ માણસને જાન ગુમાવવાનો વખત આવી શકે છે.

ધંધાને ચલાવવા માટે સાહસિક સ્વભાવ તેમજ જોખમ ઉઠાવવાની ભાવનાની આવશ્યકતા રહે છે. શરૂઆતમાં થોડી મુશ્કેલી પડે છે પરંતુ બે વર્ષ પસાર કર્યા બાદ માત્ર મોબાઈલ ફોન જેવા નાના ઉપકરણથી પણ ઓર્ડર મેળવીને ધંધાનું સફળતાપૂર્વક સંચાલન થઈ શકે છે. માણસ પોતાની ઑફિસ કે ફેક્ટરીએ ગયા વિના, પોતાના અંગત કામો કરતાં-કરતાં પણ ધંધાને સંભાળી શકે છે. આની સામે નોકરિયાત માણસે સમયનો ભોગ આપવો જ પડે છે. પોતાની આવડતથી કંપનીને એક લાખ રૂપિયા એ કમાવી આપે ત્યારે બદલામાં કંપની નોકરિયાતને દસ હજાર રૂપિયા ચુકવતી હોય છે. આ સ્થિતિ જિંદગીભર ચાલ્યા કરે છે. નોકરિયાત માણસે પોતાના સાહસિક સ્વભાવને ખીલવવો જરૂરી છે. એકવાર ધંધાની સ્થાપના કરવાનું જોખમ ઉઠાવવામાં આવે તો એનું વળતર અચુક મળે જ છે. માણસ ધંધામાં નિષ્ફળ જાય તો ધંધો બંધ કરી દેતા એને કોણ રોકે છે ? પરંતુ ધંધાદારી માણસોનો અનુભવ કહે છે કે ધંધો શરૂ કર્યા બાદ સફળ થાઓ તો કોઈ પ્રશ્ન નથી પરંતુ નિષ્ફળ જાઓ તો પણ આવક-જાવકની આંટી-ઘૂંટીથી માણસ એટલો તો ઘડાઈ જાય છે કે નવો ધંધો શરૂ કરવાનો જોમ-ઉત્સાહ એને મળી જ રહે છે. આવું ન કરતા માણસ નોકરી સ્વીકારે તો પણ ધંધાના ક્ષેત્રમાં થયેલા અનુભવો એને નોકરીમાં પણ ઝડપથી આગળ વધવામાં ખુબ મદદરૂપ થાય છે.

એક જમાનામાં કહેવાતું કે ‘ઉત્તમ ખેતી, મધ્યમ ધંધો અને કનિષ્ઠ નોકરી.’ કોઈ યુવાન શિક્ષક હોય અને એના લગ્ન માટે કન્યા જોવા જવાનું હોય તો કન્યા પક્ષના માણસો પૂછે કે ‘મુરતીયો શું કરે છે ?’ ત્યારે જવાબમાં વરપક્ષના લોકો ડરથી કહેતા કે ‘એ શિક્ષણખાતામાં છે.’ ‘મુરતીયો શિક્ષક છે’ એમ કહે તો એને કોઈ કન્યા પરણાવે નહિ – એટલી નોકરી કનિષ્ઠ ગણાતી ! જ્યારે આજે તો ‘ઉત્તમ નોકરી, મધ્યમ ધંધો અને ખેતી એટલે ફજેતી’ – એવું કહેવાય છે. સુંવાળા જીવનની શોધમાં માણસ એટલો સુંવાળો થઈ ગયો છે કે જીવનની ખરબચડી વાસ્તવિકતાઓનો સામનો ન કરી શકવાથી વારેવારે હતાશ – નિરાશ થઈ જાય છે.

માણસે પોતાની જાતને ચેલેંજ ઉપાડવા માટે તૈયાર કરવી જ રહી. કટાઈ જવાને બદલે ઘસાઈ જવાની ભાવના રાખે તો માણસ ભવિષ્યની સાથે-સાથે પોતાના વર્તમાનને પણ સુંદર બનાવે છે. કહેવાયું છે ને કે ‘નિશાનચુક માફ, નહિ માફ નીચું નિશાન !

Advertisements

Comments on: "ધંધો કે નોકરી ?" (4)

 1. ખુબ સારી માહિતી છે સાહેબ

 2. vaat to ek dum sachi che pan aaje darek business ma competision ketli badhi che……to su karvu mare ready mate garments no business karvo che saheb koi sari advice aapso k fucture ama che k nahi aagad jata…..mari age 30yrs che ane mai b.com karyu che …ane mari paase koi business no experiance nathi ….pls advice me ……how to my business start…….hu middle class family thi chu …..mane nukari nathi karvi…….badhi jawab dari pan mara per che …..pls advice me hu su karu…….pls advice me…sir

  • શ્રી સતીષભાઈ,
   નમસ્કાર.
   આપની કોમેંટના પ્રતિભાવમાં જણાવવાનું કે મને ધંધામાં સફળ થવાનો કોઈ અનુભવ નથી.
   હું માત્ર એ જણાવી રહ્યો છું કે ધંધાની તેમજ નોકરીની કેવી અસરો માણસના જીવન પર પડતી હોય છે.
   માણસે પોતાની પ્રકૃતિ પ્રમાણે કામ કરવું જોઈએ. ‘નોકરી કરવી સારી નથી’ એવું મારું કહેવાનું નથી.
   ધંધો તેમજ નોકરી સિવાય એક અન્ય આધાર છે ‘સેવા’નો.
   દેશસેવા તેમજ સમાજસેવાનું પણ વિશાળ ક્ષેત્ર છે. સૈનિક, પોલીસ, વકીલ, ડોક્ટર, શિક્ષક, રાજકારણી વગેરે સેવકો છે. તેઓ પોતાનું જીવન અન્યના ભલા માટે ઘસી નાખે છે.
   તમે ધંધો કરવા માગતા હો તો કોઈ અનુભવી ધંધાદારી વડીલનું માર્ગદર્શન લો તો સારું.
   હું પોતે પણ ઘણા ધંધા કરીને એમાં નિષ્ફળ જઈ ચૂક્યો છું અને હાલ નોકરી કરી રહ્યો છું.
   બ્લોગની મુલાકાત લેવા બદલ તેમજ કોમેંટ આપવા બદલ આપનો આભાર.
   – લેખક

   • yogesh patel said:

    Umar nani chhe tokaik karvu padse seva karvathi ghar nahi chhale 1var fail thaya evu nathi ke2var Pan fail thaiye prayatn chhalu rakhvo Joye manse positive revu joye bhagvane kevu joye tu aape rakh bardo majbut rakhavano bhagvan thaki jase Marathi kai bhul Thai hoy to maf karjo

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: