વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

1. ત્રણ સળંગ ઓરડાનું મકાન હોય અને છેલ્લા ઓરડામાં ઉકરડો ભર્યો હોવાથી પહેલા ઓરડામાં બેઠેલા મહેમાનોને દુર્ગંધ આવતી હોય અને ઘરધણી બેઠકરૂમમાં અત્તર છાંટયા કરે તો કાયમ માટે દુર્ગંધ જાય ખરી? થોડી વાર સારૂં લાગે વળી પાછું એનું એ. શરીર પણ ત્રણ સળંગ ઓરડાનું મકાન છે. પ્રથમ ઓરડો મુખ છે ત્યારબાદ છાતી છે અને અંતે પેટ છે. પેટમાં રહેલા આંતરડામાં પચ્યા વિનાનો ખોરાક પડી રહ્યો હોય અને એ સડી જવાથી એની દુર્ગંધ મુખ તરફ આવતી હોય તેથી મુખ ગંધાય. આંતરડાના કીટાણુઓ જ દાંતના પેઢામાં આશ્રય લઈને વસ્યા હોય. તેથી જ ત્યાં પણ સડો થાય. હવે આપણે દાંત અને પેઢાને બ્રશ કર્યા કરીએ પણ આંતરડામાં પડેલા સડેલા ખોરાકનો નિકાલ ન કરીએ તો મુખની દુર્ગંધ શી રીતે જાય? આટલી સાદી વાત ડોક્ટર્સને ન સમજાય એવું જરાય નથી. પરંતુ મૌન રહેવાના પણ રૂપિયા લાગે છે. દાંતણ કે બ્રશ? દાંતણ વૈજ્ઞાનિક છે કારણ કે દાતણનું બ્રશ બનાવતા પહેલા એને ચાવવું પડે છે. ચાવવાથી આંતરડામાં હલનચલન શરૂ થાય છે. આથી કચરાને નીકળી જવું પડે છે. એ ક્રિયાને પેટ સાફ આવ્યું કહેવાય.

દાંત અને આંતરડા વચ્ચેનો સંબંધ પણ કેવો ગજબનો છે! દાંત ચાવી-ચાવીને ખોરાકને સુપાચ્ય બનાવે છે. જીભ લાળરસ છોડીને ખોરાકને ઘનમાંથી પ્રવાહી બનાવે છે. આથી ખોરાકને પચાવવાનું આંતરડાનું અડધું કામ મુખમાં જ થઈ જાય છે. કુદરતી રીતે જ શરીરમાં એવી વ્યવસ્થા છે કે સમયાંતરે આંતરડાની ખોરાકને પચાવવાની ક્ષમતા ઘટી જાય એટલે આપોઆપ દાંત પરથી પેઢાની પકડ ઢીલી થઈ જાય છે અને દાંત પડી જાય છે. આથી માણસ પચવામાં ભારે, દાંતથી ચાવવો પડે એવો ખોરાક લઈ શકતો નથી. એણે પ્રવાહી અથવા માત્ર પેઢા દ્વારા ચાવી શકાય એવો પોચો અને પ્રવાહી ખોરાક લેવાનો રહે છે. અને એવા ખોરાકને પચાવવામાં આંતરડાને ખાસ જહેમત ઉઠાવવી પડતી નથી. જન્મ સમયે બાળકને દાંત હોતા નથી કારણ કે એ વખતે એના આંતરડામાં પાચનક્ષમતા હોતી નથી અને વૃદ્ધાવસ્થાએ પણ આંતરડાની પાચનક્ષમતા નબળી પડી હોવાથી દાંત ચાલ્યા જાય છે. આથી દાંત પર પેઢાની પકડ મજબૂત રાખવા તેમજ મુખની દુર્ગંધ દૂર કરવા માટેનું રહસ્ય આંતરડાની સફાઈમાં રહેલું છે, નહિ કે માત્ર દાંતની સફાઈમાં !

ચાવવાથીદાતણના આગળના ભાગે કૂચા જેવું થયું હોવાથી એને પેઢા તેમજ દાંત પર સરસ રીતે ઘસી શકાય છે. આવળ, બાવળ, વડ, લીમડો, કણજી વગેરે વૃક્ષના દાતણમાં કુદરતી તત્વો ભરપૂર હોવાથી, વળી દાતણ તદ્દન તાજું હોવાથી મુખમાં અનેરી તાજગી લાવે છે. એઈડ્સજેવા રોગને અટકાવવા હવે ડીસ્પોઝેબલ નિડલ-સિરિંજ વાપરવાનું શરૂ કર્યું છે જ્યારે દાતણ સદીઓથી ડીસ્પોઝેબલ છે. તમે એકનું એક બ્રશ કોઈ ખાસ સફાઈ કર્યા વિના મહિનાઓ સુધી વાપરો એ આરોગ્ય માટે કેટલું બધું જોખમી અને ગંદુ કહેવાય. ધાતુનું ટંગ ક્લીનર પણ મુખને નુક્શાન પહોંચાડી શકે છે. વળી ટુથપેસ્ટ, બ્રશ, ક્લીનર વગેરે કેટલી બધી જગ્યા રોકે? મોંઘુય ખાસ્સુ પડે. જ્યારે દાતણ એટલે ઓલ ઈન વન. વળી સાવ મફતના ભાવમાં અને કમાય આપણા દેશી લોકો, તેઓ સ્વનિર્ભર પણ થાય. યે બાત પહેલે ક્યું નહિ બતાઈ? કોઈ જુનવાણી વાત સમજાય પછી એને અપનાવવામાં હિમાલય ચઢવા જેટલું સાહસ જોઈએ.

2. લીલા રંગનો આયોડીનયુક્ત મલમ(બામ) બનાવતી કંપનીએ સ્પ્રેબોટલ બનાવી. એક વ્યક્તિને બતાવીને જાહેરાતમાં એણે ઉમેર્યું: “જબ કોઈ ન હો સાથ.” એટલે કે તમે ઘરે એકલા છો અને તમને શરીરે બામ ઘસી આપનાર કોઈ નથી તો સ્પ્રેબોટલ વાપરો. પછી કંપનીને પોતાની ભૂલ સમજાઈ કે આ રીતે ડિસક્રેડિટ થતો ગ્રાહક ક્યારેય આ પ્રોડ્ક્ટ ના ખરીદે એટલે હવે સુંદર સ્ત્રી પતિને સ્પ્રે છાંટીને દર્દ દૂર કરતી બતાવે છે.

3. ખાવાની કોઈ મીઠી ચીજની જાહેરખબરો એટલી બધી લલચામણી બનાવાય છે કે ઘણી વાર તેઓ હદ પાર કરી નાંખે છે. બીજા માળની ગેલેરીમાં યુવતી મીઠાઈ ખાઈ રહી છે જેના ટીપા પહેલા માળ પર તેમજ જમીન પર ઉભેલા માણસો ઉછળી-ઉછળીને પોતાના મુખમાં ઝીલી રહ્યા છે. આ જાહેરાત એવો સંદેશ આપે છે કે મફતમાં ખાવા મળે તો ખાવી જોઈએ એવી આ વાનગી છે. બીજું, કે કોઈનું એંઠું ખાવામાં પણ વાંધો ન લાગે એવી એ સ્વાદિષ્ટ છે. કૂતરા જેવી હરકતો કરતા સુટ-ટાઈ પહેરેલા માણસો બતાવીને આ જાહેરાત શું કહેવા માંગે છે?

4. માસુમિયતની સ્પર્ધા કરતી બાથરૂમમાં નાહી રહેલી મા-દિકરી ન્હાવાના સાબુની જાહેરાતમાં વિદેશી આક્રમણખોર મુસલમાનોની ત્રણ પેઢીના નામોની માળા જપીને એંસી કરોડ હિન્દુઓને પોતાની પ્રોડક્ટ ખરીદવાની અપીલ કરે છે ત્યારે રાક્ષસોની માયાવી શક્તિ એટલે શું એ સમજાઈ જાય છે.

5. “ટી.વી. સામે આખો દિવસ બેસી રહીને ક્રિકેટમેચ જોનારા બેઠાડુ લોકોએ મનફાવે તેવું ખાતા રહેવું. અમારી ગુલાબી ટીકડી ખાતા રહેશો તો એસીડિટી કે અપચો નહિ થાય, ભલે ને તમે તળેલું, તીખું અથવા ગળ્યું પણ ખાતા હશો.” માણસને પ્રેમથી મારી નાંખવાનું તો કોઈ આ લોકો પાસેથી જ શીખે.

6. કોઈ ક્રિકેટર કે ફિલ્મી હિરો-હિરોઈન અમુક પ્રોડક્ટ વાપરે છે માટે હું પણ વાપરું, જેથી એનું ને મારું સ્ટેટસ એક ગણાય – આ માનસિકતા ધરાવનાર લોકો હોઈ શકે? અને એ પણ બુદ્ધિમાન ગણાતા લોકો? ભારે નવાઈ !

7. પ્રોડક્ટ સાથે કાંઈ લાગતું-વળગતું ન હોવા છતાં મોટા ભાગની જાહેરાતોમાં સ્ત્રીને બતાવવા પાછળ કોઈ બુદ્ધિમત્તા નથી.

8. દૂધમાં નાંખીને પીવા માટે બાળકોની જે વિવિધ પ્રોડક્ટ છે એનું કોઈ નામ જ નથી. એને મિલ્ક પાવડર પણ કહી શકાતું નથી. કારણ કે મિલ્ક પાવડર એટલે તો દૂધને ડ્રાય કરીને જે પાવડર બનાવાય છે તે અર્થ થાય. એ પ્રોડક્ટને સીધી કંપનીના નામથી જ ઓળખવી પડે એવી સ્થિતિ છે. દિવસમાં બે પ્યાલા આવું દૂધ પી જાય પછી બાળક કંઈ પણ ન ખાય તો ય એને પુરું પોષણ મળી રહે છે એવો દાવો આ પ્રોડક્ટ બનાવતી કંપની કરે છે. અને મા ને પોતાની જાતને છેતરવાનું બહાનું મળી જાય છે, બાળકને પરાણે ખવડાવવાની પળોજણમાંથી એ સહેલાઈથી ખસી જાય છે.

9. ઉંઘણશી માતા રાત્રે પેશાબ કરનાર નવજાત શિશુના જાંગિયા બદલવામાં ભારે આળસુ છે. એસિડ એમજ ક્ષારથી ભરપૂર પેશાબ આખી રાત ચામડી પર રહીને અનેક દર્દો કરે છે. ‘બાળકો માટે અમારા બનાવેલા જાંગિયા ગમે તેટલું લિક્વિડ તરત એબસોર્બ કરી લે છે’ એવું બતાવીને કંપની મા ને મુર્ખ બનાવે છે. અને એ રીતે પોતાની જાતને છેતરનાર મા ની ઉંઘ પણ ડિસ્ટર્બ થતી નથી. આવી મા શિવાજીને જન્મ આપે કોઈ દિ? “શિવાજીને નિંદરૂ ના’વે માતા જીજાબાઈ ઝુલાવે . . .”

10. “અમારી ટુથપેસ્ટની અસર ચોવીસ કલાક રહે છે.” બ્રશ કર્યાની પાંચ મિનિટ બાદ કંઈ પણ ન ખાવા છતાં તમે તમારા સળંગ ત્રણ દાંત પર હાથની પહેલી આંગળીના બે વેઢા (આંગળીનો એક ઈંચ જેટલો ભાગ) સહેજ વાર દાબી ને પછી સુંઘજો. સત્ય તમારા નાક સામે હશે. એક યુવાન રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર રાખેલા વોટરકુલરમાંથી ખોબા વડે પાણી પીતો હતો. હું ત્યાં પાણી પીવા ગયો તો મારી પર કૃપા કરતા મને કહે, “પાણી ન પીશો, અંદરથી મરેલી ગરોળીની વાસ આવે છે.” મને હસવું આવ્યું. કારણ કે મને ખબર હતી કે જે લોકો પેટ સાફ ન આવવાની સમસ્યાથી પીડાતા હોય તેઓને ખોબા વડે પાણી પીતી વખતે પોતાના મુખની દુર્ગંધને ક્યાંય જવાની તક ન મળતી હોવાથી એના નાકને જ એ સુંઘવી પડે છે.

11. ટોયલેટ સાફ કરનાર એક ચીકણા યુવાન પર યુવા સ્ત્રીઓ આફરીન છે. હવે ટોયલેટ સાફ કરનાર કેવી રીતે કોઈ સ્ત્રીને આકર્ષી શકે? જો સન્નારીઓ એ યુવાન પર ફીદા છે તો પ્રોડક્ટનું કોઈ મહત્વ નથી. અને પ્રોડક્ટનું મહત્વ છે તો કોઈ ઘરડા કે બદસૂરત માણસ પર પણ નારીને વારી જતી બતાવવી જોઈએ ને, એના કામથી ઈમ્પ્રેસ થઈને !

12. “અમારી પ્રોડક્ટમાં બદામના ગુણ છે, કેસરના ગુણ છે, સાબુમાં ગુલાબના ગુણ છે. એટલે કે એ પ્રોડક્ટ્સમાં બદામ, કેસર કે ગુલાબ અમે નથી નાંખતા પણ એના ગુણ જેમાં હોય એવા કેમિકલ્સ અમે વાપરીએ છીએ.” ભરમાઈ ગયા ને !

13. શું તમે જાણો છો, છોટાઉદેપુરમાં ડોલોમાઈટ પાવડરની ફેક્ટરીઓ આવેલી છે? એ પાવડરનો ઉપયોગ શું છે? કોઈ પણ પ્રોડક્ટનું વજન વધારવા માટે એમાં ડોલોમાઈટ પાવડર ઉમેરવામાં આવે છે. એટલે કે તમને છસો રુપિયે કિલોની બદામ કાગળના પડીકામાં મળે તો એ કાગળનો ભાવ તમે છસો રુપિયે કિલો ચુકવ્યો ગણાય. એ જ રીતે કોઈ પચાસ ગ્રામ વજનનો સૌંદર્ય સાબુ તમને પચ્ચીસ રુપિયામાં મળે તો એ સાબુમાં વપરાયેલો મફતના ભાવનો પચ્ચીસ ગ્રામ ડોલોમાઈટ પાવડર તમને સાડા બાર રુપિયામાં પડે ! કંપની એક દુકાનદારને પચાસ કિલો સાબુ વેચે તો 25000 રુપિયા એને મફતના જ મળી જાય. કોઈ પણ સોલિડ અથવા સેમિસોલિડ પ્રોડક્ટ્સમાં એ વપરાય જ છે. કેટલા વજનની વસ્તુ છે એના આધારે એ સસ્તી છે કે કિમતી એ હવે નક્કી થઈ શકતું નથી. એમાં બિનજરૂરી પદાર્થો ઉમેરવામાં નથી આવ્યા ને ! એ ચોકસાઈ અગત્યની છે.

14. કોઈ કંપની આયર્ન અને સ્ટીલ બનાવતી હોય અને એ ટેલીકોમ્યુનિકેશન ક્ષેત્રમાં ઉત્પાદન શરૂ કરે એ સમજી શકાય. પરંતુ પંદરહ કરોડવાલી ફ્રી ફ્લો મીઠું બનાવતી ફેક્ટરી નાંખીને ગરીબ મીઠાની લારીવાળાનો ધંધો છીનવી લઈને તેઓને ભીખ માગતા કરી નાખે એ કેવું? જાહેરાતમાં એ કંપની એવો દાવો કરે છે કે મીઠામાં યોગ્ય પ્રમાણમાં આયોડિન ન હોય તો ઘેંઘા (ગળાની ગાંઠ) થવાની પૂરી શક્યતા છે. એટલું જ નહિ એ કંપનીએ સરકાર પર દબાણ લાવીને કાયદો કરાવીને આયોડિન વગરના મીઠાના વિતરણ પર કડક પ્રતિબંધ લાદી દીધો. છેલ્લા પચાસ-સો વર્ષથી લારી પરથી મીઠું ખરીદીને ખાનારા કોઈને ઘેંઘાનો રોગ થયો નથી. હા, ધંધો છીનવાઈ જતાં મીઠાની લારીવાળાઓ ઘાંઘા થઈ ગયા છે. અને પચ્ચીસ પૈસે કિલો મળતું મીઠું હવે પંદરહ કરોડવાલી ફેક્ટરીના કારણે પંદર રુપિયે કિલો થઈ ગયું છે. અમને યાદ છે, કહોવાઈ ગયેલા કે ચવ્વડ થઈ ગયેલા ફાટેલા જુતા આપીને બદલામાં એના ભારોભાર વજન જેટલું મીઠું એ સમયે મળતું હતું.

એક સમયે એવું કહેવાતું કે જે વસ્તુમાં દમ નથી એની જાહેરાત કરવાની જરૂર પડે. પછી એવો સમય આવ્યો કે જે વસ્તુની જાહેરાત વિશ્વવ્યાપી કે દેશવ્યાપી થતી હોય એ વસ્તુ સ્ટાંડર્ડ જ હોય. હવે એવો સમય આવ્યો છે કે વસ્તુઓનું યાંત્રિક ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હોવાથી એને ગમે તે ભોગે ખપાવવા માટે એની જાહેરાતને એટલે બધી અપીલિંગ બનાવવામાં આવે છે કે એ જોયા પછી તમને એવું લાગવા માંડે કે એના વિના તો નહિ જ ચાલે. આમ તો રોટી-કપડા-મકાન એ ત્રણ વસ્તુની જ જરૂર છે અને ઈચ્છાઓ વધારો તો ત્રણ લાખ વસ્તુઓ પણ દિવસમાં ઓછી પડે. આપણી વિવેકબુદ્ધિને સતત જાગૃત રાખીને જાહેરાતો જોવી જેથી જીવનની સરળતા ચાલી ન જાય.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: