વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

આ લેખમાં કેટલાક ફેસબુક મિત્રોએ લખેલા ‘સ્ટેટસ’ને “ખ્યાલ” તરીકે લઈને તેના “પ્રતિભાવો” આપવાનો મેં પ્રયાસ કર્યો છે.

ખ્યાલ:
એક કટુ વાસ્તવિકતા :
જે માબાપે બોલતા શીખવ્યું હોય છે તેને સંતાનો ચૂપ કરી દે છે !

પ્રતિભાવ:
બાપા તો પરણ્યા ત્યારથી ચૂપ થઈ ગયા હોય છે. મા ને ચૂપ કરવાનું કામ દિકરાની વહુ કરે છે.

ખ્યાલ:
‘પૂર્ણતા’ તરફની દોટ માનવને ‘ડીસ્ટર્બ’ કર્યા કરતી હોય છે !

પ્રતિભાવ:
“માનવ” ડિસ્ટર્બ ન થાય એ રીતે “પૂર્ણતા”એ એને દોડાવવો જોઈએ.

ખ્યાલ:
ગરીબ વ્યક્તિ સુખી હોઈ શકે, પણ સુખી વ્યક્તિ ક્યારેય ગરીબ ન હોઈ શકે ! (અજ્ઞાત)

પ્રતિભાવ:
એ તો સુખી માણસોને ચહેરા પર ને વાણીમાં ગરીબાઈ દેખાડવાની ટેવ પડી ગઈ છે, બાકી મુખરજી કહે જ છે ને ! કે અહિં કોઈ ગરીબ છે જ ક્યાં?

ખ્યાલ:
જીવનમાં નાની નાની વાતમાંથી ઘણું શીખાય છે અને તેમાંથી પ્રસન્નતા પણ ઘણી મળે છે.

પ્રતિભાવ:
પછી મોટી પ્રસન્નતા ન જીરવાતા અકાળે ઉકલી જવાય ને !

ખ્યાલ:
આનંદ એ અનુભૂતિની બાબત છે, દેખાડાની નહીં !

પ્રતિભાવ:
એને પછી સમાજની પણ જરૂર નથી.

ખ્યાલ:
આજે સમય એવો છે કે વ્યક્તિ ઈચ્છે તો પણ ભલાઈ કરી શકે તેમ નથી, તો શું કરવું જોઈએ ?

પ્રતિભાવ:
ભલાઈનું નાટક (ભવાઈ) કરવી જોઈએ.

ખ્યાલ:
લડાઈ થાય એવું બોલવું નહિ ને દેવું થાય એવું ખર્ચવું નહિ.

પ્રતિભાવ:

માર ખાવો પડે ત્યાં સુધી રોકાવું નહિ ને દેવુ ચુકવવું પડે એ જગ્યાએ જવું નહિ.

ખ્યાલ:
પરમ તત્વ પાસે કરવા જેવી પ્રાર્થના :
સુખ જ્યારે જ્યાં મળે, બીજાનો વિચાર દે !

પ્રતિભાવ:
પહેલું સુખ ભોગવી લીધા પછી બીજાનો વિચાર કરવો, અન્યથા બાવાના બેય બગડશે.

ખ્યાલ:
પ્રામાણિક મનુષ્ય એ પરમાત્માનું સર્વોત્તમ સર્જન છે ! (નામદાર પોપ)

પ્રતિભાવ:
નામદાર પોપનો ઈશ્વર “ટ્રાયલ & એરર”ની કક્ષાનો હોવો જોઈએ !

ખ્યાલ:
બોલેલા શબ્દો ઊડી જાય છે, લખેલા શબ્દો રહે છે ! (લીગલ મેક્સીમ)

પ્રતિભાવ:
બોલાયેલા શબ્દો દિલમાં ઊંડા ઉતરી જાય છે, લખાયેલા શબ્દો બહાર રહી જાય છે – ઈલ્લિગલ મેક્સીમ

ખ્યાલ:
સાચો પ્રેમ ક્યારે થયો કહેવાય ?

પ્રતિભાવ:
કોઈના માટે રૂપિયા ખર્ચતી વખતે બજેટ ખોરવાઈ જાય ત્યારે !

ખ્યાલ:
” જો બુઝાવી તું હતી દેવાની તો…
દીપ પ્રગટાવ્યો હતો શાને, સખી ? ”

પ્રતિભાવ:
જે જોવાનું હતું મારે તે જોઈ લીધું મેં,
પછી બીજા માટે શાને તેલ બાળું સખી ?

ખ્યાલ:
જો ટીવીની શોધ ના થઈ હોત તો લોકો ટાઈમપાસ કઈ રીતે કરતા હોત ?

પ્રતિભાવ:
ટી.વી.ની શોધ થઈ ન હતી ત્યારે ટાઈમપાસની સમસ્યા ન હતી ! આજે “જોવામાં” બધું પૂરું થઈ જાય છે એટલે “કરવાથી” થનારા આનંદનો લાભ કોઈ શું જાણે ?

ખ્યાલ:
સમયસર કાર્ય ન કરવાથી વ્યક્તિ લાભ અને પ્રગતિ એમ બંનેથી માઈલો દૂર રહે છે !
(બાબા ફરીદ)

પ્રતિભાવ:
સમયસર કાર્ય કરનાર વ્યક્તિ “બોસ” નહિ પણ ‘એસ’ (ASS)માં ખપે છે. – બાબા ફકીર

ખ્યાલ:
માણસો કૂતરાં કેમ પાળતા હશે ?

પ્રતિભાવ:
કૂતરાંને મરજી પ્રમાણે પ્રેમ કરી શકાય છે, માટે !

ખ્યાલ:
લગ્ન કરવા માટે છોકરી નોકરી કરતી સારી કે ઘર સંભાળે તેવી ?

પ્રતિભાવ:
તમારા ચહેરા પરની લાલી ને ગાયબ ના કરી દે એવી છોકરી “વસાવવી”.

ખયાલ:
મોબાઈલ અને મહોબ્બત પૂરી ખાતરી કર્યા વગર ગજવે ન ઘલાય !

પ્રતિભાવ:
બન્નેની બેટરી ક્યારે ફાટે એ કહેવાય નહિ ને “રિસ્ક” ન લેનારા ક’દી ફાવે નહિ.

ખયાલ:
જુવાન છોકરીને સૌથી વધુ ડર કઈ વાતનો લાગે છે ?

પ્રતિભાવ:

અકાળે “ડોશી” ન થઈ જાય એનો !

Advertisements

Comments on: "અજબ ખ્યાલો – ગજબ પ્રતિભાવો" (1)

 1. SUPERB BHAI,

  MARE TAMNE AEK VASTU PUCHVI CHE TE MANE MAIL MA MOKLI AAPJONE

  NATAK KAI RITE LAKHAY AND TEMA KAYA KAYA POINT DHAN RAKHVANA

  BIJU KE HAVE 26TH JANUARY AAVSE TO SARO ARTICALE LAKHO DEKH BHAKTI UPAR

  PAN MANE MAIL KARVANU NA BHULTA

  HETAL TRIVEDI.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: