વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સામાન્ય રીતે રોજી-રોટી કમાવા માટે પોતાનું વતન છોડીને અન્ય રાજ્યમાં જઈને વસનારા લોકોને ત્યાંના સ્થાનિક લોકોની નફરતનો ભોગ બનવું પડે છે. લોકબોલીની ભાષા બદલાવાને કારણે ઉપસ્થિત થતી જુદાઈની ભાવનાનો પ્રશ્ન પણ એમાં મહત્વનો ભાગ ભજવે છે. મેં જોયું છે, કે ગુજરાતમાં કમાવા માટે આવેલા અન્ય રાજ્યના કેટલાક લોકો પોતાની ઓળખ છુપાવવા માટે તો ઘણા લોકો પોતે ગુજરાતી બની રહ્યા છે એવું બતાવવા માટે ગુજરાતીમાં બોલવાનો પ્રયત્ન કરે છે. મહારાષ્ટ્રમાં રોજી-રોટી માટે આવેલા ઉત્તરપ્રદેશ તેમજ બિહારના લોકોને ત્યાંના રાજકીય નેતૃત્વથી કેટલા હેરાન થવું પડે છે એ આપણે સહુ જાણીએ છીએ. જ્યારે ગુજરાતીઓને ક્યારેય એ બાબતે કોઈ વાંધો નથી પડ્યો. અંગ્રેજીના મહત્વને કારણે દસકાઓથી ગુજરાતની સરકારી-અર્ધસરકારી કે ખાનગી સાહસોની ઓફીસીસમાં દક્ષિણ ભારતીય લોકો અધિકારીપદ શોભાવી રહ્યા છે અને અંગ્રેજીમાં કાચા હોવાને કારણે અતિ બુદ્ધિશાળી હોવા છતાં ગુજરાતીઓ નોકરીથી વંચિત રહ્યા છે છતાં કોઈ ગુજરાતી ક્યારેય એ લોકોની ઈર્ષ્યા નથી કરતો. જે-તે રાજ્યના એરપોર્ટ કે રેલ્વે-સ્ટેશન પર નોકરિયાત તરીકે ત્યાંના સ્થાનિક લોકો વધુ જોવા મળશે. ગુજરાત જ એક માત્ર એવું રાજ્ય છે જ્યાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ કે અધિકારીઓ તરીકે ગુજરાતીઓ સૌથી ઓછા હોય અને વધુમા વધુ નોકરિયાત અન્ય ભાષી રાજ્યના હોય.

 ધંધાની વાત કરીએ તો કેટરિંગ તેમજ ફર્નિચરના ધંધામાં હંમેશા રાજસ્થાનીઓ જ ગુજરાતમાંથી કમાઈને લાખોપતિ બની ગયા છે. આજે લગ્ન સમારંભમાં ડિશનો ભાવ સામાન્ય રીતે પચાસ રૂપિયાથી શરૂ કરીને પાંચસો-હજાર રૂપિયા સુધી છે. વન પીસ ફર્નીચરનો ભાવ પચ્ચીસ હજારથી શરૂ થવો એ અહિં સામાન્ય ગણાય છે જેને બે વર્ષ બાદ સાવ રદ્દીના ભાવમાં ગુજરાતીઓ કાઢી નાંખે છે. આ બે ક્ષેત્રમાં રાજસ્થાની કારીગરોની કમાણી વિશે વિચાર કરો. ગુજરાતમાં પાણીપુરી તેમજ ભેલપુરી જેવી ચાટની આઈટમ્સની લારી પર પાંચ વર્ષ ધંધો કરનાર ઉત્તરપ્રદેશના ભૈયાજીઓ ઈચ્છે ત્યાં, વતનમાં અથવા ગુજરાતમાં મકાનમાલિક બની જાય છે અને સરકારી નોકરી હોવા છતાં નિવૃત્તિ બાદ પણ ગુજરાતી માણસ મકાનમાલિક બનવા માટે ફાંફાં મારતો જોવા મળે છે. છતાં ગુજરાતીઓએ ક્યારેય કોઈનો દ્વેષ કર્યો નથી. ગુજરાતીઓની દરિયાદિલીના કારણે એણે સહુને હંમેશા આવકાર્યા જ છે. સહકારની ભાવના માટે ગુજરાતીઓનું અન્યભાષી માણસો સાથેનું વલણ એક જ બાબત પરથી સ્પષ્ટ થઈ જાય છે. ગુજરાતમાં પણ કોઈ હિન્દી ભાષી સાથે વાત કરવાની થાય તો એ તરત હિન્દીમાં જ શરૂ થઈ જશે. એટલું જ નહિ, કોઈ ગુજરાતીના ઘરે ત્રણ-ચાર ગુજરાતીઓની વચ્ચે એક પણ હિન્દી ભાષી વ્યક્તિ હાજર હશે તો આપોઆપ સમગ્ર ચર્ચા હિન્દીમાં થતી રહેશે. અંગ્રેજીમાં બોલવાની  કલ્પના પણ ન કરનાર ગુજરાતી, કોઈ વિદેશી મહેમાન સાથે અંગ્રેજીમાં વાત કરવાની થાય તો એ સાહસ પણ અચૂક કરી નાંખશે. એની સામે દક્ષિણભારતીયોની ભાષાકીય કટ્ટરતા જાણીતી છે. એ લોકો પોતાના વતનમાં અજાણ્યા અન્યભાષીઓને તેઓની ભાષામાં માર્ગદર્શન કરવા જેવી બાબતમાં પણ લગભગ ઉદાસીન જ રહે છે. હિન્દી ભાષા પ્રત્યેની તેઓની નારાજગી જાણીતી છે, જેના કારણે તેઓ હિન્દી ફિલ્મો જોવાને બદલે પોતાની ભાષામાં બનતી ફિલ્મો જ જુએ છે. જ્યારે આપણો ગુજરાતી, માત્ર ભાષાપ્રેમને કારણે ક્યારેય ગુજરાતી સિનેમા જોવા ગયો હોય એવું બન્યું છે ખરું?

 મુસ્લિમરાષ્ટ્રોમાંથી ભાગીને આવેલા ને ગુજરાતના સંજાણ બંદરે ઉતરેલા પારસીઓનો દાખલો તો સહુને ખબર જ છે. આજે પણ દરરોજ ટ્રેનો ભરી-ભરીને ગુજરાતમાં સુરત તેમજ અમદાવાદ જેવા નગરોમાં ઉત્તરભારતના સેંકડો લોકો રોજી-રોટી માટે ઠલવાય છે. ગુજરાતીઓની આવી દરિયાદિલીને કારણે જ કેન્દ્ર સરકારનો કોઈ નોકરિયાત પોતાની પચ્ચીસ-ત્રીસ વર્ષની નોકરી દરમિયાન ક્યારેય ગુજરાતમાં એક-બે વર્ષ રહ્યો હોય તો એ હંમેશ માટે ગુજરાતમાં જ સ્થાયી થવાનું સપનું જોવા માંડે છે, તો ગુજરાતમાં પોતાની ચાલુ નોકરી દરમિયાન જ એ માણસ વતનમાં કે અન્ય જગ્યાએ રહેલા પોતાના પરિવારને ગુજરાતમાં બોલાવીને બાળકોને અભ્યાસમાં તેમજ ધંધામાં ‘સેટલ’ કરવાનો પ્રયત્ન કરે છે. કારણ આપણે જાણીએ છીએ કે દિલ્હીમાં ભરબપોરે જાહેરમાં પણ કોઈ છોકરી સલામત નથી. જ્યારે ગુજરાતમાં રાત્રે બે વાગે પણ સડક પર એકલી જઈ રહેલી દિકરી બેધડક પોતાના ઘરે સહીસલામત પહોંચી શકે છે.

ગુજરાતીઓની બીજી એક ખાસિયત એ છે કે એ ગ્રાહક તરીકે કોઈ વેપારીથી કે ભાગીદારીના ધંધામાં પાર્ટનરથી છેતરાય તો એની સાથે લડી લેવાને બદલે હંમેશા એ જતું કરવાની ભાવના રાખે છે. ‘બીજી વાર ધ્યાન રાખીશ.’ અથવા ‘આનાથી વધારે કમાવી લઈશ.’ એવી એની લાગણી હંમેશ રહી છે. એની સામે હિન્દી ભાષી લોકોની માનસિકતા જોઈએ તો તેઓ, ‘પોતે છેતરાયા હોવાની’ ભાવનાથી ખુબ પીડાય છે અને સંઘર્ષમાં ઉતરવાનો લડાયક મીજાજ રાખે છે. દુકાનદાર સાથે કે પાર્ટનર સાથે હિસાબ સરભર ન કરી લે ત્યાં સુધી તેઓને ચેન પડતુ નથી. પરિસ્થિતિ એ છે કે ‘લેટ ગો’ કરવાની ભાવના રાખનારો ગુજરાતી આર્થિક રીતે હંમેશા સુખી રહ્યો છે જ્યારે સંઘર્ષમાં ઉતરનારા હિન્દીભાષીઓ આર્થિક ક્ષેત્રમાં હંમેશા સંઘર્ષ જ કરતા રહ્યા છે. આ ચર્ચા કરવાનું કારણ એ છે કે ગુનાખોરીના મૂળમાં માણસની લાગણીઓ/વૃત્તિઓ મહત્વનો ભાગ ભજવતી હોય છે. ગુજરાતીઓના ‘દરિયાદિલી’, ‘જતું કરવાની’ ભાવના, ‘સહકાર’ની ભાવના, ઈર્ષ્યા કે દ્વેષનો અભાવ વગેરે ગુણોના કારણે જ અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતનો ક્રાઈમરેટ ઘણો ઓછો છે. દુ:ખની વાત એ છે કે ગુજરાતમાં આવીને વસનારા અન્ય ભાષી નાગરિકો પોતાના વ્યસની તેમજ ગુનાખોર સ્વભાવના કારણે  ગુજરાતનો ક્રાઈમરેટ ભયંકર હદે વધારી રહ્યા છે.

ગુજરાતીઓની ત્રીજી ખાસિયત. ‘બહારવટુ’ શબ્દ વિશે વિચારીએ તો આ શબ્દ સૌપ્રથમ ગુજરાતના વેપારધંધાના ક્ષેત્રમાં સાહસ કરનારા લોકો માટે વપરાતો હતો. મજાકમાં કહીએ તો ‘બહારવટું’ એટલે ‘બહાર જઈને વટ પાડવો’. ખરા અર્થમાં જોઈએ તો ‘બહાર જઈને વટાવવું એટલે બહારવટું’. ગુજરાતમાં પાકેલા મરીમસાલા વહાણોમાં ભરીને દરિયાપારની મુસાફરી કરીને એને વિદેશમાં લઈ જઈને વેચવા/વટાવવા ને બદલામાં પુષ્કળ ધન કમાવી લાવવું એટલે બહારવટું. દરિયાઈ મુસાફરી દરમિયાન વાવાઝોડા જેવા કુદરતી તોફાનો તેમજ ચાંચિયા જેવા દરિયાઈ લુંટારાઓથી માલને તેમજ પોતાની જાતને બચાવીને વેપાર કરવો એ ઓછા સાહસનું કામ નથી. ત્યારબાદ ‘બહારવટુ’ શબ્દ શોષણની સામે જંગે ચઢેલા માનવી માટે વપરાવા લાગ્યો. ‘સૌરાષ્ટ્રની રસધાર’ તેમજ ‘સોરઠી બહારવટીયાઓ’ જેવા ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલા પુસ્તકો વાંચનાર માટે આ શબ્દ નવો નથી. ગામડાઓમાં સમર્થ દ્વારા અસમર્થનું તેમજ સવર્ણ દ્વારા દલિતનું શોષણ થવું સામાન્ય બાબત છે. આ શોષણ વધુ સહન ન થતાં, કોઈ નાનો-અસમર્થ માણસ શોષણ કરનારા સમર્થ પરિવારના કોઈ સભ્યની હત્યા કરી નાંખે અથવા એનું ઘર બાળી નાંખે અથવા એનું ધન લૂંટી લે અને પકડાઈ ન જવાય એ માટે પોતાનું ઘર છોડીને જતો રહે. તેને હવે કોઈ રોજી-રોટી તો આપે નહિ એટલે સમયાંતરે અન્ય શોષિતોને ભેગા કરીને પોતાની ટોળી બનાવે. આ ટોળી, ખોટી રીતે ધનવાન બની ગયેલા માલેતુજારોને લૂંટીને, મળેલા ધનથી પોતાના તેમજ અન્ય શોષિત પરિવારોનું પોષણ કરે. આવું કામ કરનાર  લોકોને પણ બહારવટીયાઓ કહેવાતા. જો કે આજે આવા બહારવટીયાઓ રહ્યા નથી.

 તમે ક્યારેય ગુજરાતમાં વસેલા બિનગુજરાતીઓને ભેગા થઈને ચર્ચા કરતા સાંભળ્યા છે ખરાં? ગુજરાતીઓની બાબતમાં તેઓનો એક જ સૂર નીકળશે અને એ હશે આપણી ટીકા કરવાનો: “ગુજરાતી બડે ‘વો’ હોતે હૈં.” એક દક્ષિણભારતીય યુવાન મારી સામે શરૂ થઈ ગયો, “ગુજરાતીઓ વેપાર કરીને રૂપિયા કમાવા સિવાય બીજું કશું કરી શકતા નથી. દક્ષિણભારતે આપણને વિજ્ઞાનીઓ આપ્યા, પૂર્વભારતે (પશ્ચિમ બંગાળે) કલા-સંગીત-સાહિત્ય ક્ષેત્રે વિદ્વાનો સર્જ્યા, ઉત્તરભારતે (પંજાબ, હરિયાણા, રાજસ્થાન) દેશની સીમા સરહદે બલિદાન આપનારા શહીદો આપ્યા, ગુજરાતે દેશને શું આપ્યું ?” મેં એને કહ્યું, “તને ગુજરાતમાં રહીને ગુજરાત વિશે ઘસાતું બોલવાની છૂટ આપી. તું બીજા કોઈ પણ રાજ્યમાં (મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ વગેરેમાં) જઈને તેના વિરુદ્ધ બેફામ બોલજે અને પછી જોજે, એ લોકો તારા શું હાલહવાલ કરે છે, તે !” ગુજરાતે ભારતને શું આપ્યું છે એ કોઈ ગુજરાતીને કહેવાની જરૂર નથી ને શા માટે અન્ય તમામ રાજ્યોના લોકો ગુજરાતમાં સ્થાયી થવાનું પસંદ કરે છે એ વિચારીને પણ તેઓએ ગુજરાત વિશે ઘસાતું બોલવાનું બંધ કરવું જોઈએ.

હા, ગુજરાતીઓની ખરીદશક્તિના કારણે ચીજ-વસ્તુઓના ભાવ વધતા હોય તો એ બાબતમાં આપણે કંજૂસ થઈ શકીએ એમ નથી. ગુજરાતીઓ સ્વાભાવિક રીતે જ કરકસર કરીને જીવન જીવે છે, એ વાત વિશ્વના ઘણા નાગરિકોને ખુંચે છે. અમેરિકા-ઈંગલેંડ સહિત વિશ્વના કોઈ પણ દેશમાં વસીને ગુજરાતીઓ પોતાની બુદ્ધિ, મહેનતુ સ્વભાવ તેમજ પોતાના કરકસરીયા સ્વભાવને કારણે ત્યાંના સ્થાનિક લોકો કરતાં વધુ સંપન્ન બને છે. તેથી તો જ્યોર્જ બુશ જુનિયર હોય કે બરાક ઓબામા હોય, બધા જ પોતાના દેશના બાળકોને વધુ ભણવાની – આગળ વધવાની, ને “એમ નહિ કરો તો ગુજરાતીઓ કરતા પાછળ રહી જશો” એવી  ચેતવણી આપ્યા કરે છે.

Advertisements

Comments on: "ગુજરાતી-બિનગુજરાતી" (2)

 1. SUPURB ARTICALE

  PLEASE SEND EVERY DAY ARTICALE

  DON’T SEND TWO DAY A WEEKLY.

  GOOD

 2. PLEASE SEND ARTICALE OUR SANSKRUTI ,DHARMA , CHARACTER, VED,
  BECAUSE OUR YOUNGSTER IS UNKNOWN THIS MATTER.

  I WAIT YOUR REPLY.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: