વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

લાગવગ

સમાજમાં મોટા અને સાચા ગણાતા માણસો સાથે મારે પરિચય શરુ થયો ત્યારે શરુઆતમાં મને ગર્વની લાગણી થતી હોવાથી હું હોંશભેર જે હોય તેને આ અંગે વાત કરતો. એટલે કોઈ મારી ઈર્ષ્યા કરતું તો કોઈ મને કટાક્ષમાં કહેતું, “એની સાથે તારે ઓળખાણ હોય તો તારું ઠેકાણું કેમ નથી પડતું?” પહેલાં તો મનેય પ્રશ્ન થતો કે “આવા મોટા માણસ મારું કામ કેમ નહી કરતા હોય?” થોડુંક ચિંતન કર્યા પછી મને જવાબ મળી ગયો : નરસિંહ મહેતાને તો સાક્ષાત કૃષ્ણભગવાન સાથે ઓળખાણ હતી તો પણ કૃષ્ણે ક્યાં મહેતાજીનું એક પણ કામ કર્યું હતું? વાચકને નવાઈ લાગશે, આ વળી કેવું ચિંતન ! પણ થોડું વિચારો. કૃષ્ણની ભક્તિ કરવાથી નરસિંહ મહેતાને કયા ભૌતિક લાભો થયા? શું નરસિંહ મહેતાની ઝુંપડી મહેલ થઈ ગઈ? શું મહેતાજીએ સુદામાની ઈર્ષ્યા કરીને કોઈ દિવસ કૃષ્ણને ફરિયાદ કરી છે કે સુદામાની ઝુંપડી મહેલ થઈ ગઈ તો મારી કેમ નહિ?

કૃષ્ણે મહેતાજીની હુંડી સ્વીકારી તેથી શું marketમાં મોટા શેઠ તરીકે મહેતાજીની પેઢી જામી ગઈ? એક વાર હુંડી લખ્યા પછી મહેતાજીએ બીજી વાર હુંડી લખી હોય એવું મારી જાણમાં નથી.તમે કહેશો કે એક વાર તો એમની હુંડી સ્વીકારાઈને ! એ તો એટલા માટે કે નરસિંહ મહેતાએ રુપિયા સ્વીકારીને ઘરવાળીને તીજોરીમાં સાચવવા માટે આપ્યા ન હતા પણ પ્રભુકાર્યાર્થ તત્કાળ વાપરી નાખ્યા હતા અને મહેતાજીએ ભગવાનને એટલા રુપિયાના પોતાના દેવાદાર બનાવી નાખ્યા હતા. પ્રભુ પોતાનું દેવું બાકી રાખે ખરો? વળી આ બાજુ મહેતાજી શાંત રહેવાને બદલે ગાઈ-વગાડીને કહેતા હતા કે પોતે ભગવાનને નામે હુંડી લખી છે. આથી હવે શામળશા શેઠ હુંડી સ્વીકારવા ન આવે તો પ્રભુની પ્રતિષ્ઠા જોખમમાં મુકાય એવો ઘાટ ઘડાયો હતો. શું નરસિંહ મહેતા પ્રત્યે લાગણી બતાવવા પ્રભુ એમના દીકરાને એના લગ્ન બાદ મૃત્યુના મુખમાંથી પરત લાવ્યા હતાં? શું મહેતાજીને રાજ તરફથી જેલમાં નાખવામાં આવ્યા ન હતા? શું સમાજમાં મહેતાજીની ટીખળ-મશ્કરી થતી ન હતી? તમે કહેશો કે એ તો ભગવાન એમની પરીક્ષા લેતા હતા. તો શું ભગવાન કે મોટા માણસ આપણી આવી એક પણ વાર પરીક્ષા લે તો મહેતાજીની જેમ આપણે pass થઈએ ખરા?

ભગવાનને રસ્તે જે-જે ચાલ્યા છે તેને સમાજે અતિશય હેરાન કર્યા છે, પછી તે મીરા હોય કે નરસિંહ હોય કે પછી પ્રહ્લાદ હોય ! કહેવાનું તાત્પર્ય એ છે કે મોટા અને સાચા માણસ સાથે આપણી ઓળખાણ થાય એટલે તેઓ આપણા કામ કરે (એટલે કે આપણી બુદ્ધિ મુજબ આપણું હિત કરે) એવું ક્યારેય ન બને. ઊલટાનું તેઓ આપણને એમની મરજી પ્રમાણે ચલાવવા માંગે છે. આપણે એમના કહ્યામાં વર્તીએ ત્યારે થોડા સમય બાદ આપણને ખાતરી થાય છે કે એમણે કર્યું એનાથી વધુ સારું આપણું હિત આપણે કે બીજું કોઈ પણ ન કરી શક્યું હોત. પરંતુ એ માટે સૌપ્રથમ આપણે આપણી બુદ્ધિથી આપણું હિત વિચારવાનું છોડી દેવું પડે છે અને આવું ભાગ્યે જ કોઈ કરી શકે છે કારણ કે નિઃસ્વાર્થભાવે જે સંબંધ બાંધે છે અને ટકાવે છે તેનું અહિં કામ છે, બીજાનું નહિ !

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: