વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

(1)”હમ આપકે દિલમેં રહેતે હૈં.” – સર્વસ્ય ચાહમ હૃદિસન્નિવિષ્ટ: – શ્રીમદ ભગવદ ગીતા (15/15), “દિલ ચીર કે દિખલા દૂં મૈં, દિલ મેં બસી સૂરત આપકી” –હનુમાનજી. – આપણા દેવો કેટલા રોમેંટિક છે, નહિ !!!

(2)કામ, ક્રોધ વગેરે આત્માના છ શત્રુઓ તો વ્હાલા લાગે છે. આપણને તો મહિને રૂપિયા માગવા હાજર થનાર 1.દૂધવાળો ભૈયો, 2.ઈસ્ત્રીવાળો ધોબી, 3.છાપાવાળો, 4.બાળકોને સ્કૂલે લઈ જનાર વાનવાળો, 4.લાઈટબિલ, 5.ટેલીફોનબિલ, અને 6.ગેસ & કેબલ કનેક્શન બિલ વગેરે છ જણા ખરા શત્રુઓ લાગે છે.

(3)‘કરોડરજ્જૂ’ શરીરને ટટ્ટાર રાખે છે તેમ મહાન વિચાર માનવજીવનમાં કરોડરજ્જૂનું કાર્ય કરે છે. કરોડરજ્જૂ વિનાનો માણસ માંસના લોચાની જેમ કે અળસિયાની જેમ જમીન પર પડી રહે તેમ વિચારહીન માણસ લાચારીભર્યું જીવન જીવે છે.

(4)માથાના આગળના ભાગમાં ટાલ પડે છે અને પાછળના ભાગમાં વાળ રહે છે. “તક” એવી સ્ત્રી છે જેના માથાના આગળના ભાગમાં વાળ હોય છે આથી એને સામેથી આવતી પકડી શકો પરંતુ પસાર થઈ ગયા પછી એને પકડવા જાઓ તો હાથ લપસી જાય છે કારણ કે એને પાછળના ભાગમાં ટાલ હોય છે !

(5)ઘણી શાળા-કોલેજના સ્ટુડંટ્સને પુસ્તકો લેવા માટે લાયબ્રેરીમાં જવાની છૂટ હોતી નથી. બહાર ઊભા રહીને પુસ્તક અને લેખકનું નામ કહેતા અંદર જઈને લાયબ્રેરિયન પુસ્તક લાવી આપે છે. વિદ્યાર્થીઓ અને પુસ્તકોનો સંપર્ક ન થવાથી બન્નેને એકબીજા સાથે પ્રેમ થતો જ નથી. પુસ્તકો વ્યર્થ પડી રહે છે અને યુવાનો મગજમાં નકામો કચરો ભરે છે.

(6)આજના છોકરાઓ છોકરીને પ્રપોઝ કરતા ખચકાય છે. કારણ એટલું જ, કે “પેલી ના પાડી દેશે તો !” એ લોકોનું કશું નક્કી જ હોતું નથી. પહેલા પ્રેમ કરે ને પછી એની સાથે લગ્ન કરવાનું આવે એટલે કહે, “મમ્મી-પપ્પા ના પાડે છે.” અલ્યા ભોપા, પ્રેમ કરતા પહેલા મમ્મી-પપ્પાને પૂછવા ગયો તો ?

(7)લગ્ન પૂર્વે જીવનસાથી વિશે જેટલું ઓછું જાણતા હોઈએ, લગ્ન બાદ એટલી વધુ ઉત્તેજના એના વિશે જાણવાની રહ્યા કરે છે તેથી સંબંધમાં ઉત્કટતા અનુભવાય છે. પહેલેથી જ એની સાથે ઘણા બધા “કામો”થી પરવારી ગયા હોઈએ તો લગ્ન-જીવનમાં નિ:રસતા અનુભવાય છે.

(8)નબળા મનના લોકો જીવનસાથી તરીકે અનુકૂળ પાત્ર શોધે છે. પાવરફુલ મનના લોકો કોઈ પણ પાત્ર સાથે અનુકૂલન સાધી લે છે.

(9)પ્રેમલગ્નમાં પ્રથમ પ્રેમ થાય છે પછી લગ્ન થાય છે જ્યારે ગોઠવાયેલા લગ્નમાં પહેલા લગ્ન થાય છે પછી પ્રેમ તો થાય જ છે.

(10)જે છોકરીને કોઈ છોકરો તીવ્રપણે મેળવવા માંગતો હોય તો એને ફસાવવા માટેની અફલાતૂન ચાલ ચાલતા એ છોકરીને પ્રભાવીત કરવાની સાથે-સાથે એ અત્યંત સુંદર તેમજ ધનવાન કુટુમ્બની હોવા છતાં એના મનમાં એવું ઠસાવે કે એ છોકરી પાસે મહત્વનું કહેવાય એવું કંઈ છે જ નહિ.

(11)પ્રેમમાર્ગમાં “મારું છે એ સારું છે” – મારો ધર્મ, મારો પ્રભુ, મારો દેશ, મારો ગ્રંથ, મારો પ્રિયતમ વગેરે.
જ્યારે જ્ઞાનમાર્ગમાં “સારું છે એ મારું છે” – સારો વિચાર, સારી સમાજ-રચના, સારા કાયદા વગેરે.

(12)કોઈ પણ સ્ત્રી પ્રેમથી વાત કરે ત્યારે ફુલાઈ જઈને આજુબાજુવાળા પર રુઆબ જમાવતા પહેલા ને એ સ્ત્રી પર વરસી જતા પહેલા સહેજ અટકીને વિચારશો તો નક્કી બચી જશો ને ધીરે-ધીરે એના સ્વાર્થની પણ તમને જાણ થઈ જશે. સ્ત્રી પર અભાવ લાવ્યા વિના હસતો ચહેરો રાખીને સિફતથી એની ચાલમાંથી નીકળી જવું.

(13)”સર, મને આપની કોલેજમાં પ્રવેશ જોઈએ છે.”
“તમે મોડા પડ્યા છો ભાઈ, બધી જગ્યા ભરાઈ ગઈ છે.”
“પણ સર, મને એકલાને લઈ લો ને પ્લીઝ.”
“અરે ભાઈ, એક પણ કોળીયાની જગ્યા ન હોય ત્યારે તમે ગુલાબજાંબુનો આગ્રહ કરો એ કેવું ?”
“પણ સર, મને મુખવાસ સમજીને લઈ લો ને, પ્લીઈઈઈઈઈઝ.”
“! ? ! ? ! ?”

(14)પુષ્કળ વસ્તુઓ ખરીદીને ઘરે લઈ જતા સંપન્ન લોકોને આજે તો અભાવગ્રસ્તો લાચાર નજરે જોઈ રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં મોંઘવારી એટલી વધશે કે લૂંટફાટ કરીને તેઓ બધી વસ્તુઓ ઝુંટવી લેશે. મોલ તેમજ દુકાનો પર પણ સિક્યુરિટી રાખવી પડશે !

(15)છોકરો અને છોકરીના પ્રેમલગ્ન નિષ્ફળ જાય છે એનું કારણ સંબંધના મહત્વની સમજણ તેમજ એને નિભાવવા માટેની મેચ્યોરિટીનો અભાવ છે. બન્નેએ એકલા લડી લેવાનું રહે છે. જ્યારે ગોઠવાયેલા લગ્નોમાં “સમાજ” નામનું તત્વ અડીખમ ઊભું હોય છે, જે સંબંધને તૂટતો બચાવે છે.

(16)कन्या वरयते रूपम, माता वित्तम, पिता श्रुतम, बान्धवा: कुलम ईच्छंति, भोजनम ईतरे जना:. એટલે કે છોકરી રૂપ જોઈને છોકરાને પસંદ કરે છે, માતા જુએ છે કે એ કેટલો પૈસાદાર છે, પિતા એનો અભ્યાસ જુએ છે, સગાવ્હાલા “એ કયા કુળનો છે” એ જુએ છે અને મહેનાનો “લગ્નમાં ‘મેનુ’ શું હશે”, એનો વિચાર કરે છે. “વ્યક્તિગત ભિન્નતા”ના ખ્યાલને ખતમ કરનારો આપણા વિદ્વાનોનો સામાજિક અભ્યાસ કેવો સચોટ છે !

(17)એક કાળે માત્ર છોકરાઓ જ અનેક છોકરીઓ સાથે લફરા કરતાં. આજે છોકરીઓ પણ અનેક બોયફ્રેંડ રાખીને બધાને ફેરવે છે. જેનું ક્રેડીટકાર્ડ-ડેબીટકાર્ડ ભરેલું એને વધુ ડેટ્સ આપવાની ! કમાતી છોકરીઓની તો વાત જ જુદી છે. એ તો લગ્ન પણ ના કરે, ને છોકરા તો પેદા ના જ કરે. કાં તો લીવ ઇન રીલેશનશિપ રાખે અથવા માત્ર પેઈડ સર્વિસ જ માણે !!!

(18)સ્માર્ટ, નટખટ ને તોફાની છતાં અહંકારરહિત ને મળતાવડા સ્વભાવના રૂપાળા છોકરાઓને છોકરીઓ જલ્દી પસંદ કરે છે. અંગત સંબંધમાં છોકરો અન-એક્ટીવ રહે ને પોતે જેટલી છૂટ આપે એટલો જ એ આગળ વધે તો એવો સંબંધ છોકરીને ખુબ અનુકૂળ આવે છે. છોકરીને ડર માત્ર એ વાતનો રહે છે, કે એ પોતાને છોડી તો નહિ દે ને !

(19)મોટા ભાગની છોકરીઓ માટે ઉચ્ચ અભ્યાસ એ ઘરકામમાંથી છટકવાનું માત્ર બહાનું છે. એને માત્ર ટી.વી. જોતાં, ને એસ.એમ.એસ. કર્યા સિવાય કંઈ આવડતું હોતું નથી. માતા પોતાની દિકરીને બરાબર ઘડ્યા વિના એને પરણાવીને સાસરે મોકલી દે છે. “ભવિષ્યમાં દિકરી ને એના સાસરિયા દુ:ખી થાય તો મારે શું ?”

(20)કોલેજની છોકરી છોકરાને પસંદ કરે પછી એને ચિંતા થાય છે: “બીજી કોઈ એને છીનવી તો નહિ લે ને !” છોકરીઓ પણ ઈર્ષ્યાથી પ્રેરાઈને બીજીના બોયફ્રેંડને પોતાનો કરી લેતી હોય છે. આવી છોકરીઓ ખરેખર તો એ છોકરાને ચાહતી પણ નથી હોતી. માત્ર કોઈ છોકરીને નીચી દેખાડવા એના બોયફ્રેંડને પોતાની પાછળ લબડતો કરી દે છે.

(21)વસ્તુ ખોવાય એટલે “એ ચોરાઈ છે” એવું માની લેવાનું મન થાય છે ? એ મળી જાય તો કોઈના પર નાહક શંકા કરવા બદલ મનમાં ગ્લાનિ થાય છે ? મન જ આપણું મિત્ર છે અને એ દુ:શ્મન પણ છે.

(22)મન વાયુ જેવી તીવ્ર ગતિથી સમગ્ર બ્રહ્માંડમાં આવ-જા કરી શકે છે. એની સાથે આપણે પણ સર્વત્ર ગતિ કરી શકીએ. મુશ્કેલી એ છે કે આપણે મનને આપણા શરીર સાથે બાંધી રાખ્યું છે, જેટ વિમાન ખરીદ્યા પછી એને બળદ બાંધવાના ખીલે બાંધી રાખીએ તેમ.

(23)મંદોદરી = મંદ + ઉદરી = નાના પેટવાળી = રાવણની પત્ની, સુંદર છોકરીની આજની વ્યાખ્યા.
લંબોદર = લંબ + ઉદર = મોટા પેટવાળા = ગણપતિદાદા.

(24)આકાશમાં થતી મેઘગર્જના સાંભળીને સિંહનો અહમ ઘવાય છે. એને લાગે છે કે બીજો કોણ જંગલમાં આવી ગયો છે, જે મારી જેમ ગર્જના કરે છે ? આથી એના જવાબમાં સિંહ પણ સામે ગર્જના કરે છે. ઘરમાં વાતો કરતાં બેઠેલા તમે વિમાનનો અવાજ કે વાહનના હોર્નનો અવાજ સાંભળીને ગુસ્સે થતા હો તો તમે પણ સિંહ છો.

(25)નદી વહેતી રહે તો હજારો ગામડાઓ તેમજ સેંકડો શહેરોને લાભ થાય છે એમ લક્ષ્મી (નાણું) ફરતી રહે તો લોકોને રોજીરોટી મળે છે. રાજકારણીઓ કે ઉદ્યોગપતિઓ કરોડો કમાય, પરંતુ કમાઈને એને બેંકમાં મુકી રાખવાને બદલે ખર્ચીને વહેતા રાખવા જોઈએ. બાર કલાક મહેનત કરવા છતાં બે ટંક ભોજન જેટલું કમાઈ ન શકે એવો સમાજ અનીતિના માર્ગે ધન કમાય તો એ પાપની જવાબદારી કોની ?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: