વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

(1)સતત દોડનારને લક્ષ્મી મળતી હોય તો કૂતરો લક્ષ્મીપતિ થઈ જવો જોઈએ. એને તમે ક્યારેય ચાલતો જોયો નહિ હોય !

(2)સફળતા કે નિષ્ફળતા આપણા કામ પર આધારિત નથી. જુદી-જુદી QUALITY DEVELOP કરવા માટે ઈશ્વર ક્યારેક આપણને સફળ તો ક્યારેક નિષ્ફળ બનાવે છે. કામ કરતા જે પરિણામ આવે તેનો યશ ઈશ્વરને અને અપયશ પોતાને આપીએ તો SELF IMPROVEMENT જલ્દી થાય છે.

(3)વરસાદ = વર + સાદ. વર = શ્રેષ્ઠ, સાદ = કોઈને બોલાવવા કરાતો અવાજ. પ્રભુ પોતાની કૃપા વરસાવી રહ્યો હોવાની જાણ વરસાદ પાડીને કરે છે.

(4)ટિકીટ લેતી વખતે જાણ થાય, કે ‘પાકીટ ચોરાઈ જવાથી આગળ જઈ શકાય એમ નથી’ તો એનાથી આપણું સારું જ થવાનું હોય છે. દૃઢ કરેલી આ વાત સમયે યાદ આવે તો વિચલિત ન થતાં પ્રસન્ન રહીને, હવે શું કરવું એ આપણે સ્વસ્થતાપૂર્વક વિચારી શકીએ.

(5)’સુંદરકાંડ’ એટલે દુશ્મનને એના ઘરમાં ઘુસીને મારવો. પરિસ્થિતિ એ છે, કે આજે દુશ્મનો આપણા ઘરમાં ઘુસીને આપણને મારી રહ્યા છે. દેશભરમાં ચાલી રહેલા સુંદરકાંડના પારાયણના પરિણામે આપણા સૌમાં હનુમાનજી જેવી હિંમત આવે તો ભારત શું છે, એની દુનિયાને જાણ થાય !

(6)50 રુપિયામાં 1 લિટર કોલ્ડ ડ્રિંક આવે જેમાં માત્ર સ્વાદ છે, પોષણ શૂન્ય, અને કમાય કોણ ? મલ્ટીનેશનલ વિદેશી કંપનીઓ ! એની સામે 50 રુપિયામાં ત્રણ કીલો ફ્રુટ્સ આવે, જે સ્વાદમાં બેમિસાલ, ઉત્તમ પોષણ અને કમાય કોણ ? તડકામાં, ઠંડીમાં કે વરસાદમાં લારી ફેરવીને તનતોડ મહેનત કરતો આપણો ગામઠી ભારતવાસી !

(7)લઘુમતિઓની વોટબેંક પર કોંગ્રેસ અને દલિતોની વોટબેંક પર સમાજવાદી પાર્ટીઓ જલ્સા કરે છે ત્યાં ‘આરક્ષણ’ ના મુદ્દે તંદુરસ્ત ચર્ચા શક્ય છે ખરી ? બુદ્ધિના દરવાજા બંધ કરીને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની કે સ્વસ્થ ચર્ચાની તો વાત જ ના થાય ને ! કોઈ દલિત ‘આરક્ષણ’ની વિરુદ્ધમાં કે કોઈ સવર્ણ ‘આરક્ષણ’ના પક્ષમાં મત જ ના આપે એવા મુદ્દે ચર્ચા પણ વ્યર્થ છે.

(8)જમાઈ હોય કે દીકરો, પુરુષમાત્ર સ્ત્રીને મદદ કરવા માટે તત્પર હોય છે. એ કામ માટે એને તૈયાર કરવાની જરુર છે જ નહિ. દીકરો વહુને સહકાર આપી રહ્યો હોય ત્યારે માએ એના કામમાં અડચણરૂપ બનવાથી દૂર રહેવાનું છે. અને એ કામ સ્ત્રી ક્યારેય કરી શકવાની નથી.

(9)માતૃભાષામાં ભણતા હોવાથી જાપાનના બાળકો સત્તર વર્ષની ઉંમરે તો ડોક્ટર, ઈંજિનિઅર થઈ જાય છે જ્યારે પરકીય ભાષામાં ભણતા હોવાથી કારકીર્દિ પાછળ આપણા ઘણા વર્ષો વધુ ખર્ચાય છે.

(10)समरथ को नहि दोष गुंसाई . POWER IS EVERYTHING. KING CAN DO NO WRONG. કૃષ્ણ કહે છે: “સત્તાવાનને સમજાવી શકાતા નથી.” આ બધી બાબતોનો સાર એ કે દુષ્ટોને દંડ આપવાની ક્ષમતા(POWER) આપણને પ્રભુ આપે.

(11)યુનિવર્સિટીની માસ્ટર ડિગ્રી મેળવનાર યુવાન ફિલ્ડમાં જાય છે ત્યાં ફોરમેન તો જવા દો, હેલ્પર પણ એંજિનિયર કરતા વધુ આવડતવાળો અને નામુ લખતો મુનિમ સી.એ. કરતા ચઢિયાતો સાબિત થાય છે.

(12)ભ્રષ્ટાચારના મુદ્દે આત્મચિંતનની અતિ આવશ્યકતા છે. ‘બીજો ભ્રષ્ટાચારી છે અને હું નથી’ – આ ભાવના દૂર થશે ત્યારે જ ભ્રષ્ટાચાર દૂર થશે, એ સિવાય નહિ. શિક્ષક ખાનગી ટ્યૂશન, કાછીયો વજનમાં ગરબડ, વેપારી મરી-મસાલા, ખાદ્યપદાર્થોમાં ભેળસેળ બંધ કરી શકે ? મેડીકલમાં જનાર ‘ગામડામાં જ પ્રેક્ટીસ કરીશ’ એવું લખી આપે ?

(13)અરીસા સામે ઊભા રહીએ ત્યારે એમાં દેખાતું આપણું પ્રતિબિંબ એ જગત છે. આપણે એ પ્રતિબિંબને સુધારવા જઈશું તો એ પ્રતિબિંબ આપણને સુધારવા પ્રયત્ન કરતું દેખાશે. આપણે આપણી જાતને સુધારીશું તો જગત આપોઆપ પોતાને સુધારતું દેખાશે. બદલ આ રીતે આવે છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ લડનારને આ વિચાર સાદર અર્પણ.

(14)नकलची बंदर – નકલખોર વાંદરો
ટોપીના વેપારીને ઝાડ નીચે ઉપવાસ પર બેઠેલા જોઈને નકલખોર વાંદરો પણ ટોપી પહેરીને ઉપવાસ કરવા ઝાડ પર બેસી ગયો અને પોતે તાપમાં બેઠો છે ને વેપારી છાયામાં આરામ કરે છે” એમ કહી એની ટીકા કરવા લાગ્યો. કોઈ એને પૂછે, કે તું શા માટે ઉપવાસ પર બેઠો છે? તો એ શું જવાબ આપે? વેપારીના ઉપવાસની ટીકા કરવા સિવાય કશું જ નહિ !

(15)નદી કાંઠે ભરે વારિ, ને કુવાકાંઠે પનિહારિ.
નળમાં થઈને આવે, જલ મારા ઘર માંહિ.
લાંબા કરીને પગ, ઢોલીયે અઢેલીને બેઠી,
આજની કહેવાતી ભણેલી વ્હાલી દમયંતિ.

(16)નવરાત્રીમાં ગરબે રમનારની ગતિ પૃથ્વીની ગતિ જેવી હોય છે. ખેલૈયાઓ પોતાની જગ્યા પર ગોળ ફરતા ફરતા કોઈ એક કેન્દ્રની વર્તુળાકાર ઘુમતા હોય છે. હજારો લોકોને આ રીતે એક સાથે અદમ્ય હર્ષોલ્લાસથી ઉત્સવ ઉજવતા જોવા એ પૃથ્વી પરની અલભ્ય ઘટના છે.

(17)”જાગ રે માલણ જાગ ! જાગ રે તારો મેરૂ જગાડે . . .” – આ કઈ સંસ્કૃતિની વાત છે ?
અહિં તો માલણો વહેલા ઊઠીને ઘરના મોટા ભાગના કામો પતાવીને એમના ઉંઘણશી મેરૂઓને જગાડતી જોવા મળે છે.

(18)કાગડો માનવ-સમાજનો સફાઈ કામદાર છે. મરેલો ઉંદર કે રસ્તા પર પડેલું પશુ-પક્ષીનું મૃત શરીર ખાઈને વિકૃત અંગો તેમજ દુર્ગંધને કાગડો ખતમ કરી નાંખે છે. તેનું ઋણ અદા કરવા આપણા સમજુ પૂર્વજોએ શ્રાદ્ધ પક્ષમાં કાગડાને ખીર-પૂરી ખવડાવવાનું નક્કી કર્યું. સામાન્ય માણસ આવી કદર કરી શકતો નથી તેથી એની સ્વાર્થ ભાવના પોષાય અને એના હાથે સારું કામ પણ થાય એ માટે એવું જાહેર કર્યું, કે કાગડાને ખવડાવવાથી પોતાના પૂર્વજને પહોંચે છે.

(19)છગને પોતાના બે લેણદાર મગન અને જમનને 25-25 હજારના એક-એક ચેક આપ્યા. બેલેંસ ન હોવાથી ચેક બાઉંસ થયો એટલે મગન કોર્ટે ચઢ્યો. જમને જોયું કે છગનના ખાતામાં 15000 છે એટલે એણે 10000 જમા કરાવીને 25000 ઉપાડી લીધા !?!

(20)ઘરના પુરુષોને ખબર પણ નથી હોતી કે તેઓ કયો સંપ્રદાય FOLLOW કરે છે? અને એ ક્યારથી શરુ થયું? તપાસ કરશો તો ખબર પડશે કે દાદી અથવા મમ્મી અથવા પત્નીએ એ શરુ કરાવ્યું હશે. આવનારી નવી સ્ત્રી-સભ્ય પોતાના પિયરના સંપ્રદાયને આપણા ઘરમાં FOLLOW કરાવવા તત્પર હશે. બે પેઢીની સ્ત્રીઓ વચ્ચે અહમના ટકરાવનો આ એક સબળ મુદ્દો છે, જેનાથી ઘરનો પુરુષ સાવ અજાણ હોય છે.

(21)પુરુષ રુદન સિવાયના તમામ ભાવો છુટથી અભિવ્યક્ત કરે છે જ્યારે સ્ત્રી તમામ ભાવો છુપાવીને માત્ર રુદનને મુક્તપણે વહાવે છે.

(22)કેટલાક ભેજાગેપ કહે છે, કે “સ્ત્રીને હૃદય નથી કારણ કે એને હૃદયરોગના હુમલાઓ આવતા નથી.” અરે ભાઈ, અન્ય સ્ત્રીઓ આગળ આંસુ સારીને એ પોતાના આઘાતોને હળવા કરી નાંખે છે. જ્યારે પુરુષ મુંગો-મુંગો બધું સહન કર્યે જાય છે અને એક વધુ ફટકો . . . ને ભાઈ “ટપ” દઈને પાકેલા ફળની જેમ ટપકી જાય !

(23)દુકાન = દુ + કાન = બે કાન. બન્ને કાનનો મહત્તમ ઉપયોગ કરીને ગ્રાહકની પસંદ-નાપસંદ સાંભળવા તત્પર વેપારી જરુર સફળ થાય છે.

(24)પુનર્જન્મમાં નથી માનતા એ ધર્મના અનુયાયીઓ (મુસ્લિમો, ખ્રિસ્તીઓ વગેરે) જાણીતા મૃત માણસ માટે શબ્દપ્રયોગ કરે છે: “ઈશ્વર એમના આત્માને શાંતિ આપે.” અને પુનર્જન્મમાં શ્રદ્ધા રાખનારા હિન્દુ ધર્મના અનુયાયીઓ કહે છે: “ઈશ્વર એમના આત્માને સદગતિ આપે.”

(25)દસ માથા જેટલી તાકાત ધરાવતા ‘દશાનન’ને એક સાથે દસ રથ હંકારી શકે તેવા શક્તિશાળી ‘દશરથ’ના દીકરા રામે હણી નાંખ્યો. આ દશરથ અને દશાનન વચ્ચે શું રહસ્ય હોઈ શકે?

(26)”દસ શીરા” એટલે દશેરા – દસ માથા વાળો રાવણ. દસ માથા એટલે આજના રાજકારણીની જેમ દસ જાતનું બોલે, એના શબ્દોનું કોઈ ઠેકાણું નહિ. પુરુષોની સભામાં એ કહે, “સ્ત્રીએ પતિનું કહ્યું માનવું જ જોઈએ.” અને સ્ત્રીઓની સભામાં જઈને કહે, ‘સ્ત્રીએ પતિની ગુલામી શા માટે કરવાની ?

(27)તમે જગતને આપ્યું ઓછું અને જગત પાસેથી લીધું વધારે તો તમે જગતના ઋણિ છો અન્યથા જગત તમારું ઋણિ છે. એવું જીવવું કે આજીવન જગત પાસેથી કંઈ પણ ન લેતાં એને માત્ર આપ્યા જ કરવું. ત્યાગનું પ્રતીક એવા બીજના ચંદ્રના દર્શન આપણને આવું ધ્યેય આપે છે, કે જેને ભગવાન શિવજીએ પોતાના મસ્તક પર સ્થાન આપ્યું છે.

(28)શહેરની પ્રખ્યાત સ્કૂલનું દૃશ્ય: જે બાળકોએ ફી ભરી હોય એને જ રીઝલ્ટ મળવાનું હતું. ફી બાકી હોય એવા મા-બાપોની, ફી ભરવા માટે લાંબી લાઈન લાગી હતી. પિતાઓ ફોર વ્હીલર લઈને અને માતાઓ લેટેસ્ટ ટુ વ્હીલર લઈને આવ્યા હતા. ચહેરો અને પહેરવેશથી બધા ‘રોયલ’ હતા. પરંતુ હપ્તેથી હદબહાર વસાવેલી વસ્તુઓના કારણે તેઓના ચહેરા પર “બે કલાક” માટે લાચારી ઝલકતી હતી. અહો આશ્ચર્યમ !!!

(29)13મા વર્ષમાં પ્રવેશતા જ છોકરા-છોકરીઓ ટુ વ્હીલર બરાબર શીખી ગયા હોય છે. સ્કૂલ, ક્લાસીસ તેમજ એક્સ્ટ્રા એક્ટીવિટી માટે સમયસર પહોંચવા એ જરૂરી પણ છે ત્યારે લાયસંસ મેળવવા માટે 18 વર્ષની વય ઘણી મોટી કહેવાય. આ વયના છોકરાઓ કોલેજના બીજા વર્ષમાં પ્રવેશી ચુક્યા હોય છે. મતદાન માટેની વય 21 થી 18ની કરી એ પ્રમાણે લાયસંસ માટે વય ઘટાડવી જોઈએ.

(30)ઈચ્છા અને પૂરી કરવાની ક્ષમતામાં તફાવત છે. ક્ષમતા વધારવી કે ઈચ્છા ઘટાડવી? બન્ને વચ્ચે અગ્નિ-ઘીનો સંબંધ છે. પૂરી થતી જશે એમ એ અનેકગણી વધતી જશે. પરિણામનો ડર કે ઉગ્ર તપશ્ચર્યા (ઋષિમુનિઓ)થી પણ મન પર કાબૂ મેળવવો અશક્ય છે. ઈશ્વર પ્રત્યેની એકનિષ્ઠા જ આમાંથી ઉગારી શકે. માટે ઈશ્વરની જરૂર છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: