વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ઈ.સ.1911 સુધી બંગાળ ભારતની રાજધાની હતી. ઈ.સ.1905માં બંગાળ-વિભાજનના કારણે બંગ-ભંગ આંદોલનના વિરોધમાં જ્યારે બંગાળના લોકોએ અંગ્રેજો સામે બળવો કર્યો ત્યારે અંગ્રેજોએ પોતાના બચાવમાં કલકત્તાને બદલે દિલ્લીને દેશની રાજધાની બનાવી અને 1911માં એ અંગેની ઘોષણા પણ કરી દીધી. ભારતભરમાં એ સમયે લોકોમાં ભરપૂર વિદ્રોહ ફાટી નીકળ્યો હોવાથી લોકોને શાંત કરવા અંગ્રેજોએ પોતાના ઈંગલેંડના રાજાને ભારત આવવાનું આમંત્રણ આપ્યું. ઈંગલેંડનો રાજા ‘જ્યોર્જ પાંચમો’ 1911માં ભારતમાં આવ્યો ત્યારે રવિન્દ્રનાથ ટાગોર પર દબાણ લાવવામાં આવ્યું, કે તેઓએ જ્યોર્જ પાંચમાના સ્વાગતમાં એક ગીત લખવું જ પડશે. એ સમયે ટાગોરપરિવારનો અંગ્રેજો સાથે નિકટનો સંબંધ હતો. તેઓના પરિવારના ઘણા માણસો ઈસ્ટ ઇંડિયા કંપનીમાં કામ કરતા હતા. તેઓના મોટા ભાઈ અવનીન્દ્રનાથ ટાગોર ઘણો વખત ઈસ્ટ ઇંડિયા કંપનીના કલકત્તા ડિવિજનના નિર્દેશક (DIRECTOR) હતા. તેઓના પરિવારના અઢળક રુપિયા ઈસ્ટ ઇંડિયા કંપનીમાં રોકાયેલા હતા. અને રવિન્દ્રનાથ ટાગોરની સહાનુભૂતિ પણ અંગ્રેજો પ્રત્યે હતી. રવિન્દ્રનાથ ટાગોરે મને-કમને જે ગીત લખ્યું તેના શબ્દો છે: “જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા.” આ ગીતના તમામ શબ્દો અંગ્રેજ રાજા જ્યોર્જ પાંચમાના ગુણગાન માત્ર છે, જેનો અર્થ સમજવાથી ખ્યાલ આવી જશે કે વાસ્તવમાં આ ગીત તો અંગ્રેજોની ખુશામત માટે લખવામાં આવ્યું હતું.

આ રાષ્ટ્રગાનનો અર્થ કંઈક આવો થાય છે: “ભારતના નાગરિકો, ભારતની જનતા પોતાના મનથી આપને ભારતના ભાગ્યવિધાતા સમજે છે અને માને છે. હે અધિનાયક (SUPER HERO) તમે જ ભારતના ભાગ્યવિધાતા છો. તમારો જય હો ! જય હો ! જય હો. તમારા ભારત આવવાથી બધા જ રાજ્યો: પંજાબ, ગુજરાત, મરાઠા(મહારાષ્ટ્ર), દ્રવિડ(દક્ષિણભારત), ઉત્કલ(ઓરિસ્સા), બંગાળ વગેરે અને યમુના, ગંગા જેવી તમામ નદીઓ હર્ષિત છે, ખુશ છે, પ્રસન્ન છે. તમારું નામ ઉચ્ચારીને જ અમે ઉઠીએ છીએ અને તમારા નામના આશિર્વાદ ઈચ્છીએ છીએ. તમારા જ યશોગાન અમે ગાઈએ છીએ. હે ભારતના ભાગ્યવિધાતા તમારો જય હો, જય હો, જય હો.

1911માં જ્યોર્જ પાંચમો ભારત આવ્યો અને એના સ્વાગતમાં આ ગીત ગવાયું. ઈંગલેંડ જઈને એણે ‘જન ગણ મન . . .’નો અંગ્રેજીમાં અનુવાદ કરાવ્યો કારણ કે આ ગીતથી એનું ભારતમાં સ્વાગત થયું ત્યારે એ સમજી શક્યો ન હતો, કે આ ગીત શા માટે ગાવામાં આવ્યું અને એનો અર્થ શું થાય. અંગ્રેજી અનુવાદ સાંભળીને એ બોલ્યો, “આટલું સમ્માન અને મારી આટલી ખુશામત તો આજ સુધી ઈંગલેંડમાં પણ કોઈએ કરી નથી.” એ ઘણો ખુશ થયો. એણે આદેશ આપ્યો, કે જેણે પણ આ ગીત એના (જ્યોર્જ પાંચમા) માટે લખ્યું છે, એને ઈંગલેંડ બોલાવવામાં આવે. રવિન્દ્રનાથ ટાગોર ઈંગલેંડ ગયા. જ્યોર્જ પાંચમો એ વખતે નોબલ પુરસ્કાર સમિતિનો અધ્યક્ષ પણ હતો. એણે નોબલ પુરસ્કાર આપીને રવિન્દ્રનાથ ટાગોરનું સમ્માન કરવાનો નિર્ણય કર્યો, તો રવિન્દ્રનાથ ટાગોરે આ ગીતને બદલે પોતાના ‘ગીતાંજલિ’ નામના ગ્રંથને નોબલ પુરસ્કાર મળે એવી ઈચ્છા પ્રદર્શિત કરી. અને કહ્યું, કે એવો જ પ્રચાર કરવામાં આવે, કે મને ગીતાંજલિના સર્જન બદલ નોબલ પુરસ્કાર મળ્યો છે. જ્યોર્જ પાંચમો માની ગયો અને ઈ.સ.1913માં રવિન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલિ’ નામની કૃતિને નોબલ પુરસ્કાર અપાયો.

ઈ.સ.1919ના જલિયાવાલા હત્યાકાંડમાં અંગ્રેજોની હેવાનિયત જોઈને રવિન્દ્રનાથ ટાગોરની અંગ્રેજો પ્રત્યેની સહાનુભૂતિ ખતમ થઈ ગઈ. આ નૃશંસ હત્યાકાંડનો રવિન્દ્રનાથે ખુલ્લો વિરોધ કર્યો અને અંગ્રેજ શાસકોને નોબલ પુરસ્કાર પરત કરી દીધો. 1919 પહેલા રવિન્દ્રનાથે જે કંઈ લખ્યું છે, તે બધું અંગ્રેજ સરકારના પક્ષમાં હતું અને 1919 પછી તેઓના લેખો થોડે-ઘણે અંશે અંગ્રેજોની વિરુદ્ધમાં લખાવા લાગ્યા હતા. રવિન્દ્રનાથ ટાગોરના બનેવી, સુરેન્દ્રનાથ બેનર્જી લંડનમાં રહેતા હતા અને ICS ઑફિસર હતા. પોતાના બનેવીને તેઓએ એક પત્ર લખ્યો હતો (આ 1919 પછીની ઘટના છે). એમાં તેઓએ લખ્યું હતું કે “‘જન ગણ મન’ આ ગીત અંગ્રેજોએ દબાણ કરીને મારી પાસે લખાવ્યું છે. એના શબ્દોનો અર્થ કોઈ દેશપ્રેમી ભારતીયને ગમે એમ નથી. આ ગીતને ન ગાવામાં આવે તો સારુ.” પરંતુ અંતે તેઓએ લખ્યું, કે “આ પત્ર તેઓ કોઈને પણ બતાવે નહિ કારણ કે હું ઈચ્છું છું કે માત્ર આપ જ આ વાતને જાણો. મારા મૃત્યુ બાદ આ ગીત વિશેની મારી લાગણીઓની જાણ સહુને કરશો.” 7 ઑગસ્ટ 1941માં રવિન્દ્રનાથ ટાગોરના મૃત્યુ બાદ સુરેન્દ્રનાથ બેનર્જીએ આ પત્રને જાહેર કર્યો અને સમગ્ર દેશને કહ્યું, કે ‘જન ગણ મન . . .’ આ ગીત ગાશો નહિ.

(અહિં ગાંધીની ભૂમિકા એના સ્વભાવ પ્રમાણે ‘કોઈ ચોક્કસ સ્ટેંડ ન લેવું’ એ જ રહી. ગાંધી કહે છે, કે “કોંગ્રેસ સત્તા મેળવવાનું માધ્યમ ન બને એ માટે એને વિખેરી નાંખવાની સૂચના મેં આપી, જે કોઈએ માની નહિ.” એ જમાનાનો અબજોપતિ વ્યક્તિ પણ સંડાસ સાફ કરે તો જ એની સાથે વાત કરવાનો આગ્રહ રાખનાર જિદ્દી ગાંધી, આઝાદી પછી કહેવા લાગ્યા, કે કોઈ મારું માનતું નથી. અરે, કોંગ્રેસ વિખેરી નાંખવાના મુદ્દે ઉપવાસ પર બેસી જવું જોઈએ ને ! પરંતુ એમ કરવાને બદલે પોતાની જાત પર ડાઘ ન પડે એનું જ માત્ર ધ્યાન રાખનાર ગાંધીએ કોંગ્રેસમાંથી નીકળી જવાનું નાટક કર્યું.)

1941માં કોંગ્રેસ પાર્ટીની નોંધ લેવાની શરુ થઈ હતી. પરંતુ એ બે ભાગમાં વહેંચાઈ ગઈ. એક પક્ષના સમર્થક બાલ ગંગાધર ટિળક હતા અને બીજા પક્ષમાં મોતીલાલ નહેરુ હતા. સરકાર રચવાના મુદ્દે બન્ને પક્ષ વચ્ચે મતભેદો ઉભા થયા હતા. મોતીલાલ નહેરુ ઈચ્છતા હતા કે સ્વતંત્ર ભારતની સરકાર અંગ્રેજો સાથે જોડાઈને સંયોજક સરકાર (COALIATION GOVERNMENT) બને. જ્યારે ગંગાધર ટિળક કહેતા હતા કે અંગ્રેજો સાથે મળીને સરકાર રચવી એ તો ભારતના નાગરિકો સાથે દગો કરવા બરાબર છે. આ મુદ્દે લોકમાન્ય ટિળક કોંગ્રેસમાંથી નીકળી ગયા. અને તેઓએ ‘ગરમ’દળની રચના કરી. કોંગ્રેસના બે ભાગલા પડી ગયા. એક ‘નરમ’દળ અને બીજુ ‘ગરમ’દળ. ‘ગરમ’દળના નેતાઓ લોકમાન્ય ટિળક જેવા ક્રાંતિકારી હતા. તેઓ દરેક જાહેર પ્રસંગે ‘વન્દે માતરમ’ ગાતા હતા. અને નરમદળના નેતા હતા, મોતીલાલ નહેરુ, જેઓ મોટે ભાગે અંગ્રેજો સાથે રહેતા હતા. તેઓની સાથે રહેવું, તેઓની જ વાતો સાંભળવી, તેઓની બેઠકોમાં ભાગ લેવો, હંમેશા અંગ્રેજો સાથે સમજૂતિ-સમાધાન કર્યા કરવું એમાં જ તેઓ વ્યસ્ત હતા. ‘વન્દે માતરમ’ પ્રત્યે અંગ્રેજોને બહુ ચીઢ હતી. ગરમદળવાળાને ગુસ્સે કરવા નરમદળવાળા 1911માં લખાયેલું ‘જન ગણ મન . . .’ ગીત ગાયા કરતા હતા અને ગરમદળવાળા ‘વન્દે માતરમ’ ગીત ગાતા હતા.

નરમદળવાળા અંગ્રેજોના સમર્થક હતા. અંગ્રેજોને વન્દે માતરમ ગીત પસંદ ન હતું તેથી અંગ્રેજોના કહેવાથી નરમદળવાળાઓએ એવી હવા ફેલાવી, કે ‘મુસલમાનોએ વન્દે માતરમ ન ગાવું જોઈએ કારણ કે આ ગીતમાં મૂર્તિપૂજાનો ખ્યાલ છે.’ અને આપ જાણો છો, કે મુસ્લિમો મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી છે. એ સમયે મુસ્લિમલીગની સ્થાપના થઈ ચુકી હતી, જેના પ્રમુખ મહમ્મદ અલી ઝીણા હતા. તેઓએ પણ ‘વન્દે માતરમ’નો વિરોધ શરુ કરી દીધો કારણ કે એ સમયે ઝીણા પણ કહેવા પૂરતા ભારતીય હતા. મન, કર્મ અને વચનથી સંપૂર્ણ અંગ્રેજ એવા ઝીણાએ અંગ્રેજોના ઈશારે કહેવાનું શરુ કરી દીધું, કે મુસ્લિમોએ ‘વન્દે માતરમ’ ન ગાવું અને મુસલમાનોએ ‘વન્દે માતરમ’ ગાવાની ‘ના’ પાડી દીધી.

1947માં ભારત સ્વતંત્ર થયું ત્યારે નહેરુએ રાષ્ટ્રગીતને લઈને રાજકારણ રમી નાંખ્યું. સંસદમાં ચર્ચા શરુ થઈ. 319માંથી 318 સાંસદોએ બંકિમબાબુ રચિત ‘વન્દે માતરમ’ને રાષ્ટ્રગીત તરીકે સંમતિ આપી. માત્ર એક સાંસદે પ્રસ્તાવને માનવાનો ઈંકાર કરી દીધો અને એ સાંસદનું નામ હતું, પંડીત જવાહરલાલ નહેરુ. તેઓએ એવો તર્ક કર્યો કે ‘વન્દે માતરમ’ ગીત મુસ્લિમોની ભાવનાને ઠેસ પહોંચાડે છે માટે એ ન ગાવું જોઈએ. (ખરેખર તો એ ગીતથી મુસ્લિમોને નહિ પણ અંગ્રેજોના દિલને ઠેસ પહોંચતી હતી.) હવે આ વિવાદનો નિર્ણય લાવવા બધા ગાંધીજી પાસે પહોંચ્યા. ગાંધીજીએ કહ્યું, કે “જન ગણ મન . . .’ના પક્ષમાં હું નથી અને ‘વન્દે માતરમ’ના પક્ષમાં તમે(નહેરુ) નથી તેથી કોઈ નવું ગીત રચવામાં આવે. ત્રીજા વિકલ્પ તરીકે ગાંધીજીએ ‘વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા’ – આ ઝંડાગીતનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ નહેરુ એ માટે પણ રાજી ન થયા.

તેઓએ એવો નવો તર્ક કર્યો, કે ઝંડાગાન ઓર્કેસ્ટ્રા પર વાગી શકતું નથી, જ્યારે ‘જન ગણ મન . . .’ ઓર્કેસ્ટ્રા પર વાગી શકે છે. આ વિવાદનો કોઈ ઉકેલ ન આવ્યો તો નહેરુએ ગાંધીજીના મૃત્યુ સુધી એને ટાળે રાખ્યો અને ગાંધીજીના મૃત્યુ બાદ ‘જન ગણ મન . . .’ને રાષ્ટ્રગીત ઘોષિત કરી દીધું અને બળજબરીથી એને ભારતીયોના માથે માર્યું. હકીકતમાં એ ગીતના શબ્દો રાષ્ટ્રગૌરવને બદલે કોઈ જુદી જ વાત કરી રહ્યા છે. અને બીજો પક્ષ નારાજ ના થાય એ માટે ‘વન્દે માતરમ’ને રાષ્ટ્રગાન ગણવામાં આવ્યું પરંતુ ક્યારેય એ ગાવામાં આવ્યું નહિ. નહેરુ એવું કોઈ કામ કરવા માંગતા ન હતા, કે જેનાથી અંગ્રેજોના દિલને ઠેસ પહોંચે. નહેરુ મુસ્લિમોના હિમાયતી હોઈ જ શકે કેવી રીતે? કારણ કે ભારતના મુસલમાનો ન ઈચ્છતા હોવા છતાં નહેરુએ પાકીસ્તાનની રચના કરી નાંખી ! અંગ્રેજોની ભક્તિ માટે લખાયું હોવા માત્રથી જન ગણ મન . . .ને માન્યતા આપવામાં આવી અને અંગ્રેજોને પીડા થતી હોવાથી ‘વન્દે માતરમ’ પાછળ રહી ગયું.

બીબીસીએ એક સર્વે કર્યો હતો. વિશ્વમાં ફેલાયેલા ભારતીયોને પૂછ્યું, કે તમને આ બે ગીતમાંથી કયું ગીત વધુ પસંદ છે, તો 99% લોકોએ કહ્યું, કે: ‘વન્દે માતરમ.’ બીબીસીના આ સર્વેથી વધુ એક વાત સ્પષ્ટ થઈ કે વિશ્વના સૌથી વધુ લોકપ્રિય ગીતોમાં ‘વન્દે માતરમ’ બીજા નંબરે આવે છે. એવા ઘણા દેશ છે, જેના નાગરિકોને ‘વન્દે માતરમ’ના શબ્દો સમજાતા નથી છતાં તેઓ કહે છે, કે આ ગીતના લયથી દિલમાં એક અદ્ભૂત લાગણી જન્મે છે.

તો આ ઈતિહાસ છે, ‘વન્દે માતરમ’ અને ‘જન ગણ મન . . .’નો ! હવે આપે નિર્ણય કરવાનો છે, કે આપે કયું ગીત અપનાવવાનું છે !

આ લાંબા લેખને આપે ધીરજપૂર્વક વાંચ્યો એ બદલ આપને ધન્યવાદ. અને લેખ સારો લાગ્યો હોય તો એને ફોરવર્ડ કરવા, આપ અન્ય ભારતીય ભાષા જાણતા હો તો આ લેખનો (અંગ્રેજી ભાષા છોડીને) એ ભાષામાં અનુવાદ કરવા નમ્ર વિનંતી.

જય હિંદ !
(ભારતીય નાગરિકોના હૃદયની ભાવનાનો ગુજરાતી ભાષામાં અનુવાદ.)

Advertisements

Comments on: "‘જન ગણ મન . . .’નું રહસ્ય" (3)

 1. આ જાણકારી ઘણાં સમય પહેલા હિન્દીમાં મળી હતી પણ ત્યારે ઇંટરનેટનો ઉપયોગ માત્ર સમય પસાર કરવા જ થતો હતો એટલે વધારે ધ્યાન નહોતુ આપ્યું. આજે આપના તરફથી ગુજરાતીમાં જાણકારી મેળવીને આન્ંદ થયો…
  આપની આ જાણકારી મિત્રો સુધી પહોંચાડીને મને ક્ંઇક કર્યાનો સ્ંતોષ જરુર થશે.
  આભાર.

 2. સુનીલ said:

  ખરેખર ખુબ જ અચરજ પમાડે તેવી માહિતી (ઈતિહાસ)!
  આભાર.. આવી માહિતી ગુજરાતીમાં આપવા બદલ.

  દુનિયાનો ઈતિહાસ આવી અસંખ્ય (સરાસર સાવ) જુઠ્ઠી વાતોથી છલોછલ ભરેલ છે જે ફક્ત તત્કાલીન રાજકર્તાઓની પોતાની ચાલ ના રૂપે જ ઈતિહાસને નામે આપણા સૌના પર ઠોકી બેસાડેલ છે. આનું નામ જ કલિયુગ. આપણે જ નક્કી કરવાનું છે કે સાચું શું છે ને ખોટું શું છે? કેમકે સર્વમાન્ય માહિતી મોટે ભાગે એક “propoganada” જ હોય છે.

 3. આ લેખ મા લખેલ છે કે. “1941માં કોંગ્રેસ પાર્ટીની નોંધ લેવાની શરુ થઈ હતી. પરંતુ એ બે ભાગમાં વહેંચાઈ ગઈ. એક પક્ષના સમર્થક બાલ ગંગાધર ટિળક હતા અને બીજા પક્ષમાં મોતીલાલ નહેરુ હતા.”

  પરંતુ.

  કોંગ્રેસ્સ બે ભાગ મા ૧૯૦૭ વીભાજીત થઈ હતી, અને બાલ ગંગાધર તિલક ૧૯૨૦ મા મૃત્યુ પામ્યા હતા. ૧૯૪૧ સુધી તૅઓ જીવીત ના હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: