વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ઉત્સાહ અને કૃતિશીલતા ફળપ્રેરણા રહિત હોય અને તે નિરંતર ટકે તો તેને ચૈતન્ય કહેવાય છે. જીવનમાં આવનારા સંઘર્ષો આ ચૈતન્યને ભયભીત બનાવે છે, તેને ખતમ કરે છે. આવા સંઘર્ષોથી ભાગવાને બદલે માણસ તેનો સ્વીકાર કરે ત્યારે ચૈતન્યમાં વધારો થાય છે. જ્યારે માણસ સામેથી સંઘર્ષ વધુ હોય તે માર્ગ પસંદ કરે છે ત્યારે તેના ચૈતન્યમાં સુગંધ નિર્માણ થાય છે. માણસ જીવનમાં કોઈ ધ્યેય સ્વીકારે ત્યારે તે સામે ચાલીને સંઘર્ષને જીવનમાં આમંત્રણ આપે છે એમ કહેવાય. માણસમાં આવી વૃત્તિ (MENTAL ATTITUDE) નિર્માણ કરવા માટે ઈશ્વરનું અવલંબન જરુરી છે. સજ્જનો જેનું ધ્યાન કરે છે એવું પરમતત્વ અથવા પૂર્ણાવસ્થા એ ધ્યેય બની શકે છે. ધ્યેય સ્વીકારતાની સાથે જ જીવનમાં શ્રેયનો માર્ગ સ્વીકારાઈ જાય છે, જેના પર ચાલવા માટે પ્રેયનો ત્યાગ કરવાની તૈયારી રાખવી પડે છે. જીવનમાં તપ કરવાનું રહે છે. तपो द्वन्द्व सहनम. સુખ-દુ:ખ, જય-પરાજય, શીત-ઉષ્ણ, લાભ-ગેરલાભ વગેરે દ્વન્દ્વો કોઈ ઉચ્ચ ધ્યેયને માટે સહન કરવા એને તપ કહેવાય છે.

સારસ્વત (LEARNED) માણસના જીવનમાં જે સંઘર્ષ આવે છે તેની આપણે વાત કરીએ. આ માણસના જીવનમાં એક સમસ્યા ઉભી થાય છે: મારા માટે સમાજ કે સમાજ માટે હું? સમાજવાદીઓ (SOCIALISTS) માણસને કહે છે, કે “સમાજના સુખમાં તારું સુખ છે.” રાષ્ટ્રવાદીઓ (NATIONALISTS) તેને સમજાવે છે: “રાષ્ટ્રના સુખમાં તારું સુખ છે.” માનવતાવાદીઓ (HUMANISTS) તેને જણાવે છે, કે “આવનારી ભવિષ્યની પેઢી માટે તું છે.” ધર્મ માણસને ઉપદેશ આપે છે: “ત્યાગ કર.” અન્ય માટે ત્યાગ કરવાનું ધર્મ કહે છે. અહિં ભણેલા માણસના જીવનમાં પ્રશ્ન ઉભો થાય છે, કે “શું હું કાંઈ જ નથી?” “મારી કોઈ કિંમત નથી?” “શું હું ગૌણ છું?” “સમાજ મોટો ને હું નાનો?” “જો આ બાબતો સત્ય હોય તો એ તમામ વિચારોનો સ્વીકાર મને મારી આત્મનિષ્ઠાથી દૂર લઈ જાય છે તેનું શું?” “મારી આત્માભિલાષાનું શું” “મારા જીવનમાં અધ્યાત્મના સ્થાનનું શું?” “મારું અધ્યાત્મ મને સમજાવે છે: “आत्मार्थे पृथिवीम त्यजेत.” “આત્માના વિકાસમાં પૃથ્વી અવરોધરુપ બને તો પૃથ્વીનો પણ ત્યાગ કર! તારા આત્મિક વિકાસનું સ્થાન પ્રથમ છે.” “તું મુખ્ય છે, ગૌણ નથી.” આમ અભ્યાસુ માણસના જીવનમાં આ પ્રકારનો સંઘર્ષ છે, કે ‘મારા માટે સમાજ કે સમાજ માટે હું?’

આ સમસ્યાનો ઉકેલ આ રીતે આવી શકે છે. મારા અસ્તિત્વનો સ્વીકાર, સમાજના અસ્તિત્વનો સ્વીકાર અને હું મોટો – આ વિચારધારા તેના ઉકેલરુપે છે. સમાજ મારા ઉત્કર્ષાર્થ છે, હું ગૌણ નથી, પરંતુ મુખ્ય છું. મારા વિકાસને માટે, મારા જીવનમાં સદગુણો લાવવાને માટે સમાજ છે. મારો આત્મિક વિકાસ થાય છે માટે હું સમાજમાં રહું છું, ધર્મનું પાલન કરું છું, રાષ્ટ્રીય ભાવના રાખું છું, આગળની પેઢીનો વિચાર કરું છું. મારા આત્મિક વિકાસમાં જો આ બાબતો અવરોધરુપ બનતી હોય તો એ જ ક્ષણે તેનો હું ત્યાગ કરીશ. હું ભગવાનની સ્તુતિ શા માટે કરું છું? ભગવાનના ગુણો મારા જીવનમાં આવે તે માટે. હું ગરીબને દાન શા માટે કરું છું? મારો ઔદાર્યનો ગુણ ખીલે તે માટે. જરુર પડ્યે રાષ્ટ્ર માટે હું મારા પ્રાણોનું બલિદાન આપું છું, કારણ કે એનાથી મારી રાષ્ટ્રનિષ્ઠા મજબૂત થાય છે. મારા બલિદાનથી રાષ્ટ્રને નુકશાન થતું હોય અને મારી કીર્તિ વધતી હોય તો એમ કરવાથી મારો આત્મિક વિકાસ અટકે છે. માટે એવા બલિદાનનો કોઈ અર્થ નથી. મારી પ્રત્યેક કૃતિની પાછળ મારી આધ્યાત્મિક ઉન્નતિનો જ વિચાર છે. આમ માણસની આત્મનિષ્ઠા જળવાય છે, આત્માભિલાષા ટકે છે. આ જ સાચી વિચારણા છે.

આજે કહેવાતું અધ્યાત્મ માણસને સમજાવે છે, કે ‘હું કંઈ નથી’ – એમ સમજ. વિકરાળ ભૌતિકવાદ સમજાવે છે, કે ‘હું જ સર્વસ્વ છું’ એમ માન. વાસ્તવમાં મારું કર્મ મને ઈશ્વરની સાથે જોડતું હશે તો એ કર્મયોગ છે અન્યથા એ કર્મભોગ છે. આમ, સમાજ, રાષ્ટ્ર, ધર્મ કે માનવ્યનો મારા ઉત્કર્ષાર્થે હું સ્વીકાર કરું છું. મારો વિકાસ મુખ્ય છે, હું મોટો છું અને મારા તેમજ સમાજના અસ્તિત્વનો હું સ્વીકાર કરું છું. ઈશ્વરથી હું જુદો નથી અને પ્રત્યેકમાં હું ઈશ્વરના દર્શન કરી શકું, પ્રત્યેકની સાથે તાદાત્મ્ય અનુભવી શકું એમાં મારો વિકાસ છે તેથી પ્રત્યેકનો સ્વીકાર છે. આ જ સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે.

Advertisements

Comments on: "વ્યક્તિ અને સમાજ" (5)

 1. આજે કહેવાતું અધ્યાત્મ માણસને સમજાવે છે, કે ‘હું કંઈ નથી’ – એમ સમજ. વિકરાળ ભૌતિકવાદ સમજાવે છે, કે ‘હું જ સર્વસ્વ છું’ એમ માન. વાસ્તવમાં મારું કર્મ મને ઈશ્વરની સાથે જોડતું હશે તો એ કર્મયોગ છે અન્યથા એ કર્મભોગ છે…………….સરસ્…….

 2. Dilipbhai Shah said:

  Excellent to write , think and advocate, but it is equally difficult to practice. Keep writing and practising both….. Good Luck.

 3. આત્મખોજની મથામણ અને એ દ્વારા આત્મ-વિશ્લેષણની સુંદર રજૂઆત.

 4. “ મારે જે જોવું છે તે મને મારી આંખ બતાવે છે કે મારી આંખ મને જે બતાવે છે તે મારે જોવું પડે છે?”

  બહુ સરસ વાત કહી.

 5. nilesh ghoghari said:

  very nice

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: