વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

 
કોઈ ટીમના મજબૂત ખેલાડીને નીતિથી આઉટ ન કરી શકાય ત્યારે વિરોધી ટીમ અમ્પાયરને ફોડી નાંખીને એ પાકા ખેલાડીને અનીતિથી આઉટ કરાવી નાંખે એમ કેન્દ્ર સરકાર શ્રીનરેન્દ્ર મોદી સાથે રમત રમી રહી છે અને એ માટે અમ્પાયર એવા ગુજરાતના ગવર્નરને વારંવાર ફોડી નાંખે છે.” (લોકશાહીમાં રાજ્યની છ કરોડની જનતાએ ચુંટેલી સરકાર કોઈ પણ સારા કામ કરે એને ટોચના હોદ્દા પર બેઠેલી એક વ્યક્તિ પોતાના પદનો દુરુપયોગ કરીને એ રાજ્યસરકારને કોઈ કામ કરવા જ ન દે એ બાબત લોકશાહી માટે કેટલી હદે ખતરનાક છે ! એ બાબત અંગે ખુબ જ અભ્યાસપૂર્ણ ભાષણ શ્રીનીતિન પટેલે ઓવરબ્રિજના લોકાર્પણ તથા ખાતમૂહુર્ત પ્રસંગે (દિનાંક: 28-08-2011, સાંજે 6:00 કલાકે, પારસી અગિઆરી પાછળ, સયાજીગંજ) વડોદરાની જનતા સમક્ષ આપ્યું.)

“સાઈઠથી વધુ વર્ષોથી કેન્દ્રમાં તેમજ પચાસ થી વધુ વર્ષો સુધી ગુજરાતમાં શાસન કરી ચુકેલી કોંગ્રેસ સરકાર વિકાસના મામલે તેમજ સેવાના મુદ્દે તદ્દન નિષ્ફળ ગયેલી સરકાર છે. પોતાના દોષો છુપાવવા એ ગુજરાતની સબળ અને સક્ષમ સરકાર પર આક્ષેપો કરવા સિવાય બીજું કશું કરી શકતી નથી. કેન્દ્ર સરકાર વર્ષોથી દેશના નાગરિકોના કરોડો-ખર્વો રુપિયા લુંટી રહી છે. ગુજરાતમાં તો સિંહ જેવા નેતા તેઓની મેલી મુરાદ બર આવવા દે એમ નથી તેથી ગુજરાતના કોંગ્રેસના કાર્યકરો નાની-નાની ચોરીઓ કરીને પોતાના કેન્દ્રના નેતાઓના ચોરી કરવાના આદેશનું પાલન કર્યા નો સંતોષ માને છે. આપણી આ સભાના સ્થળે રાત્રે બે વાગે આવીને તેઓ આપણા કેસરી ઝંડા ચોરી ગયા, એવા સમાચાર મને મળ્યા એટલે મેં આ વાત આપ સૌને કરી. નરેન્દ્રભાઈનો વિરોધ કરવા ગણ્યા-ગાંઠ્યા દસ-બાર જણાએ કાળા ઝંડા ફરકાવ્યા. અમને તો, એ કાળા વાવટાને ફરકતા જોઈને, કોઈ સુંદર બાળકને નજર ના લાગે એ માટે એની મા એના કપાળે કાળું ટપકું કરે એવું લાગ્યું. કોંગ્રેસીઓને ભાગે હવે બીજું કરવાનુંયે શું આવ્યું છે? બસ, ફરકાવ્યા કરો વાવટા !”

‘લોકાયુક્ત’ના મુદ્દે શ્રીમોદીજીને મીડિયા દ્વારા ખુબ બદનામ કરવામાં આવે છે ત્યારે કેટલીક રહસ્યમય બાબતો પરથી પડદો ઊંચકતા શ્રીપટેલે જણાવ્યું, કે “કોઈ નાગરિકને હેરાન કરવા માટે સરકારી ઓફિસોમાં એના કામની ફાઈલ દબાવી દેવામાં આવે છે તેમ ગુજ.ગવર્નરે 2006 થી 2009 સુધી લોકાયુક્તની નિમણૂંક કરવા માટે શ્રીમોદીજીએ મોકલેલી ફાઈલ દબાવી દીધી હતી. ત્યારબાદ પણ ત્રણ વખત લોકાયુક્તની નિમણૂંકના એજંડા પર મિટિંગ કરવા માટે વિરોધપક્ષના નેતાની હાજરી જરુરી હોવાથી શ્રીમોદીજી દ્વારા એ નેતાને ત્રણ વાર આમંત્રણ અપાયું છતાં એ નેતા ગેરહાજર રહ્યા હતા. ચીફજસ્ટીસ શ્રીસોનીની નિવૃત્તિ બાદ નવા લોકાયુક્ત તરીકે જે મહાનુભાવનું નામ રાજ્યસરકાર દ્વારા સુચવાયુ એ નામને પણ ગુજ.ગવર્નરે અમાન્ય ઠરાવ્યું. આપને જાણીને મહા આશ્ચર્ય થશે કે પછી મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકારે એ જ વ્યક્તિની નિમણૂંક ત્યાંના માનવાધિકાર પંચના વડા તરીકે કરી. શ્રીમોદીજીને તેઓના કોઈ વાંકગુના વિના બદનામ કરવા એ મીડિયાનો મહા અપરાધ છે.”

“શું આપ જાણો છો, ગુજરાતમાં 15લાખ એવા ઘરો છે જેમાં – પોતાની જ ખાનગી જગ્યાની માલિકીમાં મકાનમાલિકે પરવાનગી વિના બાંધકામ કર્યું હોય તો તેને કાયદેસર ગણતો ઠરાવ સત્તાધારી પક્ષ તેમજ વિરોધી પક્ષની સર્વાનુમતિથી પસાર થયો, ને એ ઠરાવને ગુજ.ગવર્નર દ્વારા પાછો ઠેલાયો ! 15 લાખ ઘરો એટલે એક ઘરના દસ સભ્યો ગણીએ તો દોઢ કરોડની ગુજરાતની વસતીને અસર થતો ઠરાવ. શ્રીમોદીજીની સૂચનાથી શ્રીપટેલ ઈંટરનેટ પરથી પૂરી માહિતી લઈને, અધિકૃત પુરાવા લઈને પોતાના અંગત સચિવોને સાથે લઈને ગવર્નરને મળવા ગયા ને જણાવ્યું, કે ભારતના અન્ય સાત રાજ્યોમાં આ કાયદો કેટલો સરસ રીતે કામ કરી રહ્યો છે ! પરંતુ કેન્દ્ર સરકારની આંખે જોવા ટેવાયેલા ગવર્નર કોઈ વાત સમજવા તૈયાર જ ન થયા.”

“આતંકવાદીને ફાંસી આપવાને લગતો કાયદો ‘ગુજકોક’ બનવા અંગે કેન્દ્ર સરકારના વલણને તો સહુ જાણે છે. ગુજરાતમાં એન્કાઉંટરની સંખ્યા અન્ય કોઈ પણ રાજ્યની સરખામણીમાં તદ્દન નહિવત છે. છતાં મીડિયા દ્વારા ચગાવવાને કારણે દુનિયાભરના લોકોમાં એવી ગેરસમજ ફેલાયેલી છે, કે ગુજરાતમાં સૌથી વધુ એંકાઉંટર થયા છે. મહારાષ્ટ્રમાં આ જ બાબતોને લગતો ‘મકોકા’ કાયદો અમલમાં છે જ. કેન્દ્ર સરકારની આવી ભેદભાવભરી નીતિથી તો સાબિત થાય છે, કે ભારતના અન્ય રાજ્યો આતંકવાદથી સલામત રહેવા જોઈએ, ભલે ગુજરાતની જનતા આતંકવાદીઓના હાથે હણાય!”

“ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં આપણે યુનિવર્સિટીની સ્થાપના કરી. સમયાંતરે એમાં એક કૉલેજ શરુ કરવાની જરુરિયાત જણાઈ જેના કારણે હજારો આદિવાસી યુવાનોનો રોજીરોટીનો પ્રશ્ન હલ થવાનો છે એ નિશ્ચિત હતું. આ માટે ગુજ.ગવર્નરની મંજુરી માંગી તો અનેક પ્રયત્નો છતાં ગવર્નરે મંજુરી ના જ આપી. ગુજરાતનો વિકાસ ખુંચે એવા ગવર્નરને હોદ્દા પર બેસવાનો કયો નૈતિક હક્ક છે?” અંતે શ્રીપટેલે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું, કે “રાજ્ય સરકાર દ્વારા 200 કરોડ મંજૂર થયા એની સામે 140 કરોડના કામો પૂરા કરવામાં આવ્યા છે. શ્રીમોદીજીએ 700 કરોડથી વધારીને બજેટ 7000 કરોડ કરી નાંખ્યું ને અમારો ઉત્સાહ વધાર્યો છે.”

શ્રીનરેન્દ્ર મોદીએ કહ્યું:

“ભારતમાતાકી જય ! કેન્દ્રમાં બેઠેલી સરકારને વિકાસની કોઈ કલ્પના છે ખરી? શું એ જાણે છે, કે રાજ્યની 40% વસતી શહેરોમાં વસે છે, એમાં ગરીબો પણ હોય છે! અને એ ગરીબોના આરોગ્યની, આવાસની, એમના બાળકોના શિક્ષણની ચિંતા સરકારે કરવાની હોય છે! ભાઈઓ-બહેનો, હું નરેન્દ્ર મોદી, રાજ્યનો મુખ્યમંત્રી બન્યો એ પહેલાં, શું દેશમાં નાના-મોટા શહેરો ન હતા? શું એ શહેરોમાં ગરીબો વસતા ન હતા? શું એ ગરીબોનું આરોગ્ય ક્યારેક કથળે નહિ? શું એ ગરીબોને રહેવા માટે આવાસની જરુર ના પડે? તેઓના બાળકો શિક્ષણ-ફી કેવી રીતે ચુકવી શકવાના છે? આપણે ‘અર્બન આરોગ્ય યોજના’ની રૂપરેખા ઘડી ને એને અમલમાં લાવ્યા. 15 લાખ આવાસો બાંધીને એમાં જરુરિયાતમંદને વસાવ્યા. ત્યારબાદ કેન્દ્રની આંખ ઊઘડી. એને લાગ્યું, કે આ તો એક અતિ મહત્વનું કરવા જેવું કામ છે. ત્યારબાદ દેશના અન્ય રાજ્યોમાં પણ એનો અમલ શરુ થયો.”

“વિકાસના મુદ્દે કોંગ્રેસ અમારી સાથે તંદુરસ્ત સ્પર્ધા કરે એવું એને અમારું આવાહન છે. પરંતુ વિકાસની કોઈ કલ્પના જ નથી ને સેવાની કોઈ દાનત જ નથી એવી કોંગ્રેસ પાણી વિના માછલી તરફડે એમ તરફડીયા મારી રહી છે. કારણ, મિત્રો, એમને સરકારની તીજોરી લૂંટવા નથી મળતી એ છે. અને હું ચોકીદાર છું ત્યાં સુધી જનતાનો એક પણ પૈસો લુંટાવા નહિ દઉં, એની તમે ખાતરી રાખજો. ભાઈઓ-બહેનો, તમે જાણો છો ને, કે આપને લુંટવાની તેઓની કોઈ મુરાદ પુરી થવા દેતો નથી એ બદલ મને કેટલો હેરાન કરવાની કોશિશ કરવામાં આવે છે ! પરંતુ વાંધો નહિ, ગુજરાતની જનતા માટે હું મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી બધું જ સહન કરવા તૈયાર છું. શ્રીનીતિનભાઈ કોંગ્રેસી નેતાઓના કરતૂતો જાણીને ચિંતા કરે છે. અરે, તમે ચિંતા ના કરો. કરવા દો, એમને જે કરવું હોય તે. આપણી શુદ્ધ નીતિ અને સેવાભાવનાને ઈશ્વરની મંજુરી છે તેથી તેઓ આપણું કાંઈ જ બગાડી શકવાના નથી.”

“કોંગ્રેસની દૃષ્ટિએ વિકાસ એટલે યેનકેન પ્રકારે સત્તા મેળવવી અને પછી મામા, કાકા, માસા, ભાઈ, સગાવ્હાલાને સરકારી નોકરીઓની લ્હાણીઓ કરવી. બસ, થઈ ગયું કામ! પત્રકારમિત્રો ને તાળીઓ મારીને કોંગ્રેસીઓ શરત લગાવે છે, કે જુલાઈ તો કોરો ધાકડ ગયો. એટલે હવે વરસાદના મુદ્દે મોદીને ઘેરવાના છે, ને પછી જો જો શું થાય છે, એ ! મેં તો ગામેગામ ખેડૂતભાઈઓને કહેવાનું શરું જ કરી દીધું, “ટપક પદ્ધતિ અપનાવો, ડ્રીપ ઈરીગેશન અમલમાં લાવો.” ખેડૂતો કહે, એ વળી શું ? ડીપ-ડીપ? ને પ્રભુએ ટપક-ટપકને બદલે ધોધમાર વરસાદ વરસાવીને શ્રીપટેલે જણાવ્યું તેમ ગુજરાતના બધા ડેમ છલકાવી દીધા. વરસાદના રૂપમાં સાક્ષાત પ્રભુ પોતાની કૃપા પૃથ્વીના સહુ જીવો પર વરસાવે છે. ખેડૂતને એનો ખુબ આનંદ થાય છે. આપણે પણ એની કૃપામાં ભીંજાવું જોઈએ. મિત્રો, ભગવાન આપણી સાથે છે તેથી ચિંતા કરવાની કોઈ વાત નથી. આ કોંગ્રેસીઓએ હોમ-હવનો કર્યા, વરસાદ ના પડે એ માટે! તે હેં, મિત્રો, કોઈને દુ:ખી કરવાની ઈચ્છા રાખવી કે બીજાનું સારું થાય એમ કરવું ? તમે જ કહો ! પાછા ખેડૂતોના પ્રશ્ને પોતે ચિંતિત હોવાનો તેઓ દાવો કરે છે !”

“ભાઈઓ-બહેનો, ગુજરાતમાં કૃષિક્ષેત્રે વિકાસદર 2.5% થી વધીને વિક્રમજનક રીતે 10% થયો છે આ એક મહા આનંદની વાત છે. ગુજરાતમાં તમે દર 25 કિલોમીટરના અંતરે કોઈને કોઈ વિકાસનું નાનું-મોટું કામ પ્રતિદિન થયા જ કરતું હોય એ જોઈ શકશો. રસ્તા, બસ-સ્ટેંડ, હૉલ વગેરે. શ્રીપટેલે કહ્યા મુજબ 7000 કરોડનું બજેટ મંજુર થયું ઉપરાંત 3500 કરોડના કામો તો પૂર્ણતાના આરે આવીને ઊભા છે. આટલી ઝડપથી વિકાસના કામો વિશ્વના કોઈ ખુણે થતા જોવા નહિ મળે ! આપણે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ કર્યો પરંતુ ખેતીના ભોગે નહિ ! ઉદ્યોગો માટે જેટલી જમીન વાપરી એના કરતા અનેકગણી જમીન ખેતીક્ષેત્રે વધારી છે. બિનઉપજાઉ બંજર જમીનને સમથળ કરીને લાખો હેક્ટર જમીનને આપણે ખેતીલાયક બનાવી છે, જે એક ચમત્કાર છે. ચીનના એક રાજદ્વારી નેતા મને મળવા આવ્યા હતા. તેઓને હું ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં થયેલા વિકાસની વાતો સમજાવતો હતો. તેઓ સતત પોતાના દેશની તુલના ગુજરાતના મહત્વના કામો સાથે કરી રહ્યા હતા. તેઓને આપણે કરેલું કામ અતિ આશ્ચર્યમય જણાય છે. આટલા બધા કામો એકસાથે થતા જોઈને વિદેશીઓની વાત તો જવા દો, આપણા ગામડાના વડીલો ચોતરે બેઠા-બેઠા ચર્ચા કરતા હોય છે, “મારો વ્હાલો મોદી, આટલા બધા રુપિયા લાવે છે ક્યાંથી?” વડીલો ભલે ગામડામાં રહેતા હોય, પણ તેઓ તીવ્ર બુદ્ધિશાળી હોય છે. તેઓને સહજ કલ્પના આવી જાય છે, કે કોણ કામ કરે છે ને કોણ માત્ર વાતો કરે છે! તેઓ જાણે છે, કે અઢળક રુપિયા વિના આવા કામો થવા શક્ય જ નથી. મિત્રો, એનું રહસ્ય એ છે, કે હવે ગુજરાતમાં કટકીપ્રથા બંધ થઈ ગઈ છે, એકેએક પૈસો જનતાના વિકાસ પાછળ જ ખર્ચાય છે, એ કારણ છે.”

(સભામંડપમાં નાગરિકોની હાજરી છલોછલ હતી. મંડપની બહાર પણ સેંકડો ભાઈ-બહેનોએ શાંતિથી, કાદવમાં પગના પંજા ખુંપી જતા હોવા છતાં ઊભા રહીને બન્ને નેતાઓને સાંભળ્યા હતા. યુ.પી., બિહાર, એમ.પી. વગેરે રાજ્યોના શ્રમજીવી વર્ગના યુવાનો તેમજ મોટા વેપારીઓએ સભાના અંતે બહાર નીકળતા એવા ઉદ્ગારો કાઢ્યા હતા, કે અમે ગુજરાતમાં આવીને ભલે ગુજરાતી ના શીખ્યા, પરંતુ મોદીજીની વાતોનો શબ્દેશબ્દ સૌને સમજાઈ જાય એ રીતે તેઓ બોલે છે. સભામાં બેઠેલી વણઝારા કોમની બહેનો એકબીજીને કહેતી જોવા મળી હતી, કે અલીઓ, વારે-વારે તાળીઓ પાડો, મોદીજીને સારુ લાગે એવું આપણે પણ કાંઈ તો કરવું જોઈએ ને ! છેલ્લે, સભામાં બન્ને નેતાઓ ઉપરાંત અન્ય મંત્રી શ્રીજીતુભાઈ સુખડીઆ, વડોદરાના મેયર ડૉ.જ્યોતિબેન પંડ્યા, સાંસદ શ્રીબાલુભાઈ શુક્લ, સ્ટેંડિંગ કમિટિના ચેરમેન શ્રીશબ્દશરણ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમોદીજીએ વડોદરા મહાનગર સેવાસદનના તમામ હોદ્દેદારોને ખુબ-ખુબ અભિનંદન આપ્યા હતા. કારણ કે તેઓએ બે ફ્લાયઑવર બ્રિજનું બાંધકામ નિયત સમયમાં પૂર્ણ કરી દીધું ને બીજા ચાર બ્રીજનું ખાતમૂહુર્ત પણ થઈ ગયું. વિકાસમાં રત એવી મહાનગર સેવાસદનની ટીમ એ કામો પણ જોતજોતામાં પૂરા કરી નાંખશે એમાં કોઈ બેમત નથી.)

Advertisements

Comments on: "ગવર્નર: ફુટી ગયેલો અમ્પાયર" (7)

 1. GJ-23-L-9469 said:

  સાચે જ ગુજરાત માં થયેલી પ્રગતિ અને વિકાસ માં માનીનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી નો બહુ જ મોટો ફાળો છે.
  પરંતુ વિકાસ ને ગુજરાત માં ના ઈચ્છાતા કેટલાક વિપક્ષી ને આ બધું સહન થતું જ નથી એટલે તેઓ મિડિયા દ્વારા તેને વખોડવા નું કામ કરે છે
  પરંતુ શું મિડિયા ની એ ફરજ નથી ક સચ્ચાઈ ને જનતા ની સમક્ષ મુકે અને આવી આંધળી વાતો કરનારા (ગુજરાત ની પ્રગતિ ના ઇચ્છનારા) ની સાથે સહમતી ના આપે ??

 2. Dilipbhai Shah said:

  Growth has it’s inherrant cost. To gain something, one must accept loss somewhere. New born baby growing daily all the way, till it attains peak of youth, but at the same time it has to loose it’s innocent, godly, care-free golden days of child-hood too. There is no choice.
  Same way, growth of Gujarat all around, has to loose it’s ungrown or semi-growth tissues, natuirally. Growth must be inclusive, ofcourse. But who do not want healthy growth, by catalistic changes geared up by MODIJI are certainly living in years and ages old traditional natural auto-growth concept. They must extinct, being a permanent liabilities to nation.

 3. ઘણો જ સુંદર અને અભ્યાસ પ્રદ લેખ વાંચીને આજનો દિવસ સુધરી જશે. ખૂબ ખૂબ અભિનંદન

 4. Minesh Patel said:

  ખુબ સરસ લેખ. ગુજરાતીઓ ને આવા અન્યાયઓ સહન કરવા જ રહ્યા. જાગો હવે તો જાગો યારો………

 5. આજે વળી પેજ ખુલી ગયું.

  લખતા રહો.
  હવે ખૂબ જ લખતા રહેવું પડશે.

 6. સત્ય ઉજાગર ક્રરીયુ

 7. Nitin Trivedi said:

  very good article. people of gujarat is safe till modi is PM. I salute modi.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: