વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

જુન 2002 થી મે 2004 એમ કુલ બે વર્ષ દરમિયાન વડોદરાથી છોટાઉદેપુર કરેલા અપડાઉન વિશે મારો અનુભવ-માત્ર, મેં લખ્યો છે, કોઈ તંત્ર કે કોઈ વ્યક્તિ પર મારો કોઈ આરોપ નથી. હાલ આ પ્રમાણે જ ચાલી રહ્યું છે, કે બધા સુધરી ! ગયા છે એ હું જાણતો નથી.

વડોદરા અને છોટાઉદેપુર વચ્ચે સવારે છ કલાકથી રાત્રે નવ કલાક સુધી એમ કુલ પંદર કલાકમાં દર અડધા કલાકે એક-એક કરીને ઉપડતી ત્રીસ ખાનગી બસો કીર્તિસ્થંભ, વડોદરાથી છોટાઉદેપુર જાય છે અને એ જ રીતે ત્રીસ બસો છોટાઉદેપુરથી કીર્તિસ્થંભ, વડોદરા આવે છે. કોઈ નવી પાર્ટી એ શીડ્યુલમાં પોતાની એક બસ મુકવા માગે તો એણે ખાનગી બસ યુનિયનને લાખો રુપિયા એંટ્રી ફી ચુકવવી પડે છે. એક બસમાં 55 મુસાફરો બેસીને અને બીજા 55 મુસાફરો ઉભા-ઉભા મુસાફરી કરે છે. એ જોતાં 110 બાય 60 = 6600 મુસાફરો દરરોજ (રવિવાર સિવાય) આવનજાવન કરે છે. આ ખાનગી બસો તમામ નાના સ્ટોપે ઉભી રહેતી હોવા છતાં તમને તમારા સ્થળે, એક્સપ્રેસ બસો જે સમય લે છે તેટલા જ સમયમાં લોકલ બસનું ભાડું લઈને પહોંચાડે છે. અપડાઉન કરનારા માટે તો વળી એ ભાડામાંય તેઓ કન્સેસન આપે છે. વિદ્યાસહાયક યોજના અંતર્ગત ભરતી થયેલી પ્રાથમિક શાળાની શિક્ષિકાઓ તેમજ આંગણવાડીઓ ચલાવતી બહેનો આવી ખાનગી બસો દ્વારા અપડાઉન કરે છે – એમાંની કોઈ છોકરી આટલા ઓછા ભાડાથીય ઓછું – નહિવત ભાડુ ચુકવીને મુસાફરી કરી શકે છે બદલામાં એણે કોઈ મવાલી કંડક્ટરને મુસાફરી દરમિયાન શારિરીક નિકટતાનો લાભ આપવાનો રહે છે. ખાનગી બસોની હાલત જોઈએ તેટલી સારી હોતી નથી કારણ કે જે-તે ટ્રાવેલ્સ કંપનીઓએ વર્ષો સુધી વાપરીને રદ કરેલી બસો આ રુટ પર દોડે છે. વરસાદ આવતો હોય ત્યારે છતમાંથી પડતી નાની-નાની ધાર બસના પ્રવાસીઓને પલાળી મુકે છે. કોઈક વાર બસનું સ્ટીયરિંગ છુટું પડીને ડ્રાઈવરના હાથમાં આવી જાય, તો અવારનવાર બસનું ટાયર પંચર થઈ જાય એવું પણ બને.

આની સામે જી.એસ.આર.ટી.સી.ની ગણીગાંઠી લોકલ તેમજ એક્સપ્રેસ બસો વડોદરા-છોટાઉદેપુર વચ્ચે આવ-જા કરે છે. વડોદરા કે છોટાઉદેપુર બસડેપોના મેનેજરને તમે પુછો, કે ‘વધુ બસો કેમ દોડાવતા નથી?’ તો એવો જવાબ મળી શકે, કે ‘પેસેંજર જ નથી મળતા!’ હકીકત એ છે, કે એસ.ટી.ના વિકાસમાં જે રસ હોવો જોઈએ તેનો તેઓમાં અભાવ છે. વડોદરા-છોટાઉદેપુર અપડાઉનના બે વર્ષના મારા અનુભવ દરમિયાન મેં જોયું છે, કે અપડાઉન માટે અનુકૂળ એવી સવારે આઠ કલાકે વડોદરાથી ઉપડનારી લોકલ બસ સમયસર ઉપડતી જ નથી ને ઉપડ્યા બાદ એ તમને છોટાઉદેપુર પહોંચાડે જ એ નક્કી નહિ. ડ્રાયવર-કંડક્ટર સહિત કેટલાક એસ.ટી.ના કર્મચારીઓને ઉપરની કમાઈ મળતી હોઈ શકે તેથી તેઓ આડકતરી રીતે એવું ઈચ્છતા હોય કે મુસાફરો ખાનગી બસોમાં જ મુસાફરી કરે. કારણ કે એ ખાનગી બસો ખરેખર તો કોઈ ને કોઈ રાજકારણીઓ કે તેઓના સગાં-સંબંધીઓની જ હોય છે, જેના ડ્રાયવર-કંડક્ટરો મોટે ભાગે મુસ્લિમ હોય છે.

રસ્તામાં એસ.ટી.ની બસો ને ખાનગી બસો અવારનવાર એકબીજાની ઓવરટેક કરતી હોય છતાં એક વાત તો નક્કી જ હોય કે સ્ટોપ આવવાનું થાય ત્યારે ખાનગી બસને આગળ નીકળી જવા દેવામાં આવે. એ બસ બસ-સ્ટોપ પર ઉભેલા પેસેંજર્સને લઈને ઉપડે ત્યારબાદ એસ.ટી.બસ એ સ્ટોપ પર પહોંચે. અને ડ્રાયવર, પોતાની બસ લોકલ હોવા છતાં એને દરેક નાના સ્ટોપ પર ઉભી રાખવાનું જરુરી ન સમજે. ખાનગી બસ પાછળ રહી ગઈ હોય ને પોતાની બસમાંથી કોઈ મુસાફર ઉતરનાર હોવાથી બસને ઉભી જ રાખવી પડે તેમ હોય તો એ બસને સ્ટોપ-સ્ટેંડ આવે તે પહેલા કે એને પસાર કરીને પછી ઉભી રાખે જેથી મુસાફરો પોતાની બસમાં ચડી ના જાય. ‘જેના રુપિયા લીધા, એનું કામ બરાબર કરવાનું!’ છોટાઉદેપુરમાં બસડેપો તેમજ ખાનગી બસસ્ટેંડ પાસે-પાસે જ છે તેથી તમે પુછપરછ ઓફિસમાં બસનો ટાઈમ પુછવા જાઓ તો ‘ખાનગી બસમાં જતા રહો ને!’ એવો આશ્ચર્યજનક જવાબ સહજતાથી સાંભળવા મળી શકે. છોટાઉદેપુરથી વડોદરા આવવા માટે ટાઈમટેબલ પ્રમાણે નિર્ધારિત સમયે ઉપડતી બસો વારંવાર એવું કહીને કેંસલ કરી દેવામાં આવે, કે ‘કોઈ પેસેંજર નથી.’ આ બસોને તેઓ કયા હેતુથી ક્યાં દોડાવીને એસ.ટી. વિભાગને કમાણી કરાવી આપતા હશે?

વધુ ખતરનાક બાબત તો હવે આવે છે. છોટાઉદેપુરથી સૌરાષ્ટ્રના નગરોમાં જનારી લાંબા અંતરની ઘણી બસો ઉપડે છે. આવી બસો સાંજે એક સાથે ત્રણ-ચારની સંખ્યામાં ડેપો પર ઉભી હોય. વડોદરાનો ભણેલો પેસેંજર એ બસના ડ્રાઈવર કે કંડક્ટરને જે-તે બસનો ઉપડવાનો સમય પુછવા જાય તો બેમાંથી કોઈ એને જવાબ ન આપે, ઉડાઉ જવાબ આપે, ખોટો જવાબ આપે અથવા એમ કહી દે, કે ‘ખાનગી બસમાં જતા રહો ને!’ કે પછી કહી દે, ‘બાજુની બસ વહેલા ઉપડશે, એમાં બેસી જાઓ.’ આવું કેમ? એ જાણીને દુ:ખ થાય એવું છે. કોઈ સભ્ય માણસ એ બસમાં બેસવાનું પસંદ ના કરે કારણ કે આદિવાસીઓ દરરોજ ન્હાવા-ધોવામાં સમજતા ન હોવાથી શરીરથી તેમજ કપડાથી દુર્ગંધ મારતા હોય છે. તેનો લાભ ડ્રાયવર-કંડક્ટર લે છે. છોટાઉદેપુરના અભણ આદિવાસીઓ સૌરાષ્ટ્રમાં રોજી મેળવવા માટે રાચરચીલાના પોટલા લઈને એ બસ દ્વારા મુસાફરી કરતા હોય છે. તેઓ અક્ષરજ્ઞાન વિનાના હોવાથી તેઓ પાસેથી ટિકીટ દીઠ પચાસ રુપિયા સુધીની વધુ રકમ પડાવી શકાય છે. વળી તેઓ લગેજના ભાડાના માપદંડ અંગે કંઈ જાણતા ન હોવાથી લગેજની ટિકીટ ન ફાડવાના વધારાના રુપિયા પડાવવા મળે એ અલગ! હવે આપણા જેવો ભણેલો માણસ બસમાં ચડી જાય તો તેઓની કપટલીલા જાહેર થઈ જાય ને! 55 મુસાફરોના પ્રત્યેકના 50 રુપિયા વધારે મળે એટલે 55 બાય 50 = એક ટ્રીપના 2750 રુપિયા વત્તા લગેજના 1250 મળીને 4000 રુપિયાની ઉપરની કમાણી થઈ જાય. અને રોજની દસ બસો ઉપડતી હોય તો રોજના થયા 40000 રુપિયા. દરરોજ સવારે 9 થી 6 કાળી મજુરી કરીને દિવસ દીઠ 150 રુપિયા કમાનાર અભણ આદિવાસીઓના કુલ મળીને રોજના 40000 રુપિયા લુંટી લેવામાં આવે તો એને અત્યાચાર જ કહેવાય ને !

એક વાર તો એવો અનુભવ થયો કે કોઈ સાચું માની જ ના શકે. જેમાં હું બેઠો હતો એવી છોટાઉદેપુરથી એક એક્સપ્રેસ બસ ઉપડીને બોડેલી પહોંચી. ત્યાં એક માણસે ડ્રાઈવરના કાનમાં ફુંક મારી દીધી. બોડેલીથી ઉપડીને થોડે આગળ જઈને બસ રોડ પરથી ઉતરીને અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં જવા લાગી. કાચો રસ્તો પણ પુરો થઈ ગયો ને ઉબડખાબડ જગ્યાએથી પસાર થઈને આડીઅવળી થતી બસ, જ્યાં વીજળી પણ નથી એવા ઝુંપડા આગળ જઈને ઉભી રહી ગઈ. ત્યાં લગ્નપ્રસંગ ઉજવવા થનગની રહેલી વરરાજા સહિતની જાન કન્યાના ગામે જવા માટે બસની રાહ જોતી ઉભી હતી. સાઈઠ પેસેંજર્સને લઈને ડ્રાઈવર-કંડક્ટરે 2000 થી 3000ની રોકડી કરી લીધી. આ જ રસ્તે બસ પરત હાઈવે પર આવી ને થોડે દુર જઈને વરપક્ષને કન્યાના ઘરે પહોંચાડવા ફરીથી સંખેડાના અંતરિયાળ વિસ્તારમાં પહોંચી. ત્યાંથી ફરીથી પાછી એ રસ્તે પરત આવીને બસ હાઈવે પર ચડી ને હું વડોદરા પહોંચ્યો.

કોઈને એવો પ્રશ્ન થાય, કે ‘તમે આ વાતનો એ વખતે જ વિરોધ કેમ ના કર્યો?’ તેના જવાબમાં કહું, તો તેઓ શું-શું કરી શકે છે તેની પુરેપુરી માહિતી હું મેળવવા માગતો હતો. વળી કોઈ પૂછે, કે ‘વડોદરા પહોંચ્યા પછી પણ તમે આ કામ કરી શકતા હતા !’ તેના જવાબમાં કહું, તો રુટીનમાં જીવતો માણસ ભ્રષ્ટાચારના ભયાનક વિશાળકાય રાક્ષસીતંત્રની કદકાયા જોઈને તેમજ પોતાની અલ્પતા જાણીને ‘સંગઠીત થયા બાદ લડીશ’ એવો સંકલ્પ કરીને મામલાને બાજુએ મુકે છે. મને વિચાર આવતો, કે ‘આવતીકાલે કામ પર જવાનું છે’, ‘હું એકલો શું કરી શકીશ?’, ‘કોઈ નક્કર પરિણામ ન લાવી શકાય એવી બાબત પાછળ સમય બરબાદ કરવો કેટલું ઉચિત છે?’ વગેરે વગેરે. મારી વિચારણાનું બીજું એક મહત્વનું પાસું એ છે કે હું સ્થાપિત કાયદાનું આંધળુ પાલન કરવાને બદલે માનવીય અભિગમ તેમજ જે-તે સ્થળ-કાળની પરિસ્થિતિના સંદર્ભમાં વિચારવાનું પસંદ કરું છું. આજે કોઈ એક માણસ એવો બતાવી શકાય ખરો, જે કાયદેસરની આવકથી સંતોષ માનીને જીવતો હોય? જો ના, તો છીંડે ચડ્યો એને ચોર ગણીને એને સજા મળે એમ કરવું એ કેટલું યોગ્ય છે? વળી, માણસ સમજીને સીધો ચાલે તો એમાં એનું કલ્યાણ છે. કોઈને જબરજસ્તીથી સીધો ચલાવી શકાતો નથી – એવું હું દૃઢપણે માનું છું. વળી વ્યક્તિગત ધોરણે માણસને બદલવા માટેના કાયમી કારગત ઉકેલ માટે સદવિચારોના ફેલાવા પર ધ્યાન આપવું એને હું મારું કર્તવ્ય ગણું છું, નહિ કે ગુનેગારને સજા અપાવવાનું.

આ વાંચીને કોઈ એમ કહે કે લોકલ લેવલે નાના માણસો આવું કરે છે તો એ બહુ મોટો ભ્રમ છે. આપણો સૌનો અનુભવ છે કે ભૂતકાળમાં નિગમે હજાર જેટલી બસોની ખરીદી કરીને તેની સીટ બનાવવાનો ઓર્ડર સંબંધિત કંપનીને આપતી વખતે સીટની અંદર મુલાયમ ગાદી વાપરવાને બદલે નારિયેળના કુચા વાપરવાની સુચના આપી છે. અને એસ.ટી.નિગમના ડાયરેક્ટરે એ રીતે ભ્રષ્ટાચાર કરવા બદલ કંપની પાસેથી કરોડોની કટકી સ્વીકારી હોય એવું બની શકે. માત્ર અભણ આદિવાસીઓ જ મુર્ખ બને છે એવું નથી. મારો જુનો અનુભવ છે, કે કારેલીબાગની આસપાસના વિસ્તારના મુસાફરો માટે અમદાવાદ તેમજ ઉત્તરગુજરાત તરફ જવા માટે અમિતનગર બસ-સ્ટેંડ છે. વડોદરા ડેપોથી ઉપડેલી એસ.ટી. બસ ત્યાં આવે એટલે ડ્રાઈવર કે કંડક્ટર પાસે પેસેંજર્સને આપવા માટેનો જવાબ તૈયાર હોય કે, ‘બસમાં જગ્યા નથી, ઉભા-ઉભા જવાની તૈયારી રાખવી પડશે.’ ખરેખર તો બસમાં બેસવા માટે ઘણી જગ્યા હોય છતાં તેઓ આવું શા માટે બોલતા હશે ?

એનું રહસ્ય કંઈક આવું છે. વડોદરા શહેરની હદ વટાવીને એક્સપ્રેસ-વે સુધી પહોંચેલી બસમાં બેસીને અમદાવાદ કે તેથી આગળ જવા માટે એક્સપ્રેસ-વે થી વાસદ સુધીના રસ્તે લોકલ ગામના લોકો હાજર થઈ જાય છે. તેઓ બસ પકડવા વડોદરા સુધી આવે તો ત્રીસ રુપિયાનો ખર્ચ થાય તેમજ વડોદરા આવવા માટે એકથી દોઢ કલાક વહેલા નીકળવું પડે. આની સામે તેઓ વ્યક્તિ દીઠ દસ રુપિયા કંડક્ટરને પકડાવી દે તો ખુશ થઈને કંડક્ટર તેઓને બસમાં લઈ લે એટલું જ નહિ પરંતુ તેઓ માટે સીટની વ્યવસ્થા પણ કરી આપે. અરે, એ માટે જરુર પડે તો વડોદરા ડેપોથી બેઠેલા પેસેંજર્સ સાથે ઉંચા અવાજે વાત કરીને તેઓના બાળકોને પોતાની ગોદમાં લઈ લેવાની કડક સુચના પણ આપે. એ જ બાળકોને ડેપોથી ઉપડતી વખતે કંડક્ટરે મોકળાશથી બેસવા દીધા હોય તેમજ સામાન પણ સીટ પર રાખવા દીધો હોય કારણ કે અમિતનગર સ્ટેંડ પરથી બસમાં ચડવા માગતા મુસાફરને, ‘બસમાં જગ્યા નથી’ એવું લાગવું જોઈએ ને! ‘અભણ ને અજાણ્યો એક સમાન’ એવું શા માટે કહ્યું છે એ વાતની આ રીતે ખબર પડે છે. હવે કહો, સરકારી તંત્રો કેવી રીતે ઉંચા આવે?

Advertisements

Comments on: "વડોદરા-છોટાઉદેપુર બસ-સેવા" (10)

 1. Madhukar said:

  કડવા અનુભવોથી હુ પણ પસાર થયૉ છુ જે જગ્યાએ કમિશન નક્કિ થયુ હૉય તૅ હૉટલ પર બસ ઉભી રહૅ. -મધુકર ગૉસલીઆ

 2. Harnish Jani said:

  ત્ય’ ટેઇનો કેમ બ્’ધ થઈ ગઈ ? આટ્લા બ્ધ પેસેન્જ્રર્ તો તેમ્ને મળે છે.

 3. kaushik amin said:

  ઘોડાસરાસાહેબ તમે આ લેખ વાન્ચ્યો છે? આવી જ પરિસ્થિતિ આણદ જિલ્લામા છે.
  તમારા રાજકોટમા પણ છે. મોદી સાહેબ તમારે પણ વાન્ચવા જેવો લેખ છે. હાથ ઉન્ચો કરોને બસ ઉભી રહેશે એવુ બનતુ નથી!
  નોધઃ ઘોડાસરાસાહેબ જી.એસ.આર.ટી.સી.ના ચેરમેન છે.

  .

 4. jignesh said:

  મોડૅ મોડે પરતુ તમે સારી રિતે મુસ્લિ મ ડ્રાયવર્-કન્ડ્ક્ટ્ર્રની ખતરનાક વાત એક લિટી તો
  એક લિટી મા લખિ તો ખરી.

  તિ

 5. સડ્યું હોય તેને કાપી નખાય. જ્યાં આખું અર્થતંત્ર સડેલું હોય ત્યાં શું કરી શકો.

  ગરીબ , અભણ ,ગામડિયાઓનાં લોહી ચૂસી શું તેઓ સુખી રહેશે.

  ભગવાનને ઘરે દેર છે અંધેર નથી.

 6. Ajay Vyas said:

  I suggest, please put this article on Face Book and also on CM Online. Yes, this may be published in the daily news paper.

 7. આવા કડવા અનુભવ તો ઇન્ડિયા માં રીક્ષા થી માંડી પ્લેઈન ની સર્વિસ માં પણ થતા હોય છે,
  એટલે જો ઇન્ડિયા નો મોહ રાખવો હોય તો , આ બધી તકલીફ નો ખ્યાલ કરી હેરાનગતિ –
  સહેવા ની તૈયારી રાખવી જ પડે ,ત્યાં સમજ કે દયા શબ્દ એમની ડીક્ષનેરી માં નથી,
  એમનો તો એક જ નિયમ છે કેમ કરતા તમને વધુ માં વધુ લુટી શકે,
  એજ એમની માન્યતા હોય છે,

 8. અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા said:

  રેંટિયો, ખાદી, અહીંસા… છોડવું પડશે હવે તો;
  રેસમાં રહેવું હશે તો દોડવું પડશે હવે તો…

 9. ખરેખર એટલે જ આપનો ભરત દેશ આગળ નથિ.

 10. GJ-23-L-9469 said:

  ગુજરાત રાજ્ય બસ સેવા મા તો આવુ જ રહેવાનુ કેમકે “This happens only in India”.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: