વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

પ્રભુએ માળી બનીને મારા મસ્તિષ્કરુપી બાગમાં આવા ચિંતનપુષ્પો ખિલાવ્યા:

(1) વિવેકાનંદની વાક્છટા, યૌવન તેમજ પડછંદ વ્યક્તિત્વથી પ્રભાવીત થઈને ધનાઢ્ય અમેરિકનની એકમાત્ર સંતાન એવી દીકરીએ પ્રસ્તાવ મુક્યો, “મને આપના થકી આપના જેવું સુંદર બાળક જોઈએ છે.” “મને જ તારા બાળક તરીકે સ્વીકારી લે ને ! જીનેટીક પ્રોબ્લેમ થાય તો સારુ બાળક ના પણ આવે.” – સ્વામીજીએ સહજતાથી કહ્યું.

(2) रामेति मधुरां वाणीं विश्वामित्र अभिभाषत: . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . उत्तिष्ठ नरशार्दुल पुर्वा सन्ध्या प्रवर्तते.
મધુર વાણીથી “રામ” એવો ઉચ્ચાર કરીને વિશ્વામિત્ર પ્રેમથી રામને સવારમાં વહેલા ઉઠાડતા અને “ઉઠ હે નરશાર્દૂલ, પુર્વમાં સન્ધ્યા થઈ રહી છે” એવું કહીને રામને મહાન બનવાની પ્રેરણા આપતા. જો કે આજે ઘર કે હોસ્ટેલ્સમાં બાળકોને લાતો-ગાળો આપીને ઉઠાડાય છે એ જુદી વાત છે.

(3) સફળતા કેમ મળી? તો કહે, “મારી મહેનત !” નિષ્ફળ કેમ ગયો? તો કહે, “જેવી ભગવાનની મરજી.”

(4) અજાગ્રત મન હિમશીલા જેવું હોય છે. (હિમશીલાનો જેટલો ભાગ સપાટીની ઉપર હોય છે, એનાથી બમણો ભાગ પાણીની અંદર હોય છે) અજાગ્રત મનમાં શું ચાલી રહ્યું છે એ આપણે જાણી શકતા નથી આથી એને શુદ્ધ કરવા ચિત્તએકાગ્રતા આવશ્યક છે.

(5) સખતમાંથી નરમ અને સ્થૂળમાંથી સૂક્ષ્મ બનતાં આપણી શક્તિ વધી જાય છે. પાણી લોખંડને કટાવી નાંખે છે. વૃક્ષો તેમજ મકાન મજબૂત હોવા છતાં પાણી એને પૂરમાં તાણી જાય છે. તો પાણીથી સુક્ષ્મ એવો વાયુ દરિયા તેમજ નદીઓના પાણીને આકાશમાં રહેલા ચંદ્રમા સુધી ઉછાળે છે. માટે અહમ ઓછો કરી નરમ બનવું, સૂક્ષ્મ થવું.

(6) લોખંડની બેડીનું બંધન તોડવું સહેલું છે પરંતુ ભાંખોડીયા ભરતા પૌત્રની નાજુક આંગળી ધોતિયું પકડી લે તો એનાથી છુટીને ઘરની બહાર જવું ભલભલા દાદા માટે મુશ્કેલ છે.

(7) નરસિંહ મહેતા કૃષ્ણ સાથે હોટલાઈન પર વાત કરવા હાથમાં કરતાલ લઈ મુખથી R-A-A-G . . . . . . . .K-E-D-A-A-R (રાગ કેદાર) ડાયલ કરતા.

(8) મૌનની કડકાઈ અસરકારક હોય છે, જ્યારે વ્યક્ત થયેલી કડકાઈ તો વેડફાઈ જાય છે.

(9) દેશ માટે શહીદ થયેલા સૈનિકની વિધવા માટે ફાળો કરવા મુન્ની કે શીલાને નચાવવામાં આવે છે અને દર્શકોને અપીલ થાય છે, કે તમે ખર્ચેલા નાણાંમાંથી 10% પેલી વિધવા બાઈને મળશે. ખરેખર તો દેશના નાગરિકે ભર તાપમાં લાઈનમાં ઊભા રહીને એને નાણાં આપવા જોઈએ.

(10) પોતાની શ્રેષ્ઠતા વેચનાર કલાકાર કે ખેલાડીથી દેશનું ગૌરવ ભલે વધ્યું હોય, જો નિ:સ્વાર્થભાવે એણે દેશ માટે પોતાની જાત ઘસી નાંખી ન હોય તો એ મહાન ગણાય જ નહિ.

(11) ખેડૂતની દીકરી કહે છે, “ભગવાન, વરસાદ પાડ, અનાજ પાકશે નહિ તો ભુખે મરી જઈશું.” કુંભારની દીકરી કહે છે, “ભગવાન વરસાદ પાડીશ તો માટલા પાકશે નહિ ને અમે ભુખે મરી જઈશું. ભગવાન શું કરે? ભગવાનનો પરિવાર મોટો એટલે એની મુશ્કેલીઓય વધુ !

(12) આપણે બીજા સાથે કરેલું સારું વર્તન યાદ રાખીએ છીએ અને ખરાબ વર્તન ભુલી જઈએ છીએ. અને બીજાએ આપણી સાથે કરેલું ખરાબ વર્તન યાદ રાખીએ છીએ અને સારું વર્તન ભુલી જઈએ છીએ. આથી આપણું તારણ એવું નીકળે છે, કે ‘મેં બધા સાથે સારું વર્તન કર્યું પણ મારી સાથે સારું વર્તન કરનાર કોઈ નીકળ્યું નહિ.’ સ્વકેન્દ્રીપણું જાય તો સાચું દર્શન થાય.

(13) ભય, લાલચ, ભ્રામક વચનો કે ઉશ્કેરણી દ્વારા જેનો મત આંચકી શકાય એવા મતદાતાઓ યોગ્ય ઉમેદવારને શી રીતે ચુંટી શકે ? કૃષ્ણના ગણરાજ્યમાં શ્રેષ્ઠીઓ, ચરિત્રવાનો, સામાજિક આગેવાનો, શિક્ષકો વગેરે બુદ્ધિમાનોને જ મતાધિકાર હતો, બધાને નહિ.

(14) કોલેજના પહેલા દિવસે ભાઈ વિચારે, “આપણી સામું તો કોઈ જોતું જ નથી.” દસ-બાર રોંગ નંબર લાગ્યા પછી સામેથી સ્માઈલ આવે એટલે નોટબુકની આપ-લે શરુ થાય. શરુઆતમાં ગ્રુપમાં પછી એકાંતમાં મળવાનું બને: રેસ્ટોરન્ટ, બાગ ને સિનેમાઘરમાં – એવો ક્રમ રચાય. પ્રસ્તાવનો સ્વીકાર થાય એટલે જંગ જીત્યા. પછી ભાઈ કહે, “મારા સિવાય કોઈની સામું જોવું નહિ.”

(15)ભારતમાં સવારે છ થી બપોરના બાર વાગ્યા સુધી જ કામ કરવાનું શક્ય છે. ત્યારપછી સુર્ય અગન ગોળા વરસાવે છે, કાર્યશક્તિ ક્ષીણ કરી નાંખે છે. ત્યારે કરોડો રુપિયાની વિજળી ખર્ચીએ છીએ પરંતુ કુદરતી ઠંડકમાં ઉત્સાહ અને સ્ફૂર્તિને ઉત્પાદનમાં પરિવર્તીત કરી દેશને સમૃદ્ધ બનાવવાનો વિચાર કરતા નથી.

(16)રંગે કાળા હોવાથી અને દ્વીપ પર જન્મ્યા હોવાથી નામ પડ્યું – કૃષ્ણ દ્વૈપાયન. વેદના વિભાગ કર્યા – वि व्यास वेदान તેથી ઓળખાયા વેદવ્યાસ તરીકે. સુમંતુ, જૈમિની, વૈશંપાયન અને પૈલ – ચાર ઋષિને ચાર વેદનું સંકલન કાર્ય સોંપ્યું તેથી વેદો સચવાઈ રહ્યા. તેઓએ બ્રહ્મસુત્ર, અઢાર પુરાણો અને ‘મહાભારત’ની રચના કરી. व्यासोच्छिष्ट: जगत सर्वम – વ્યાસ બધું જ કહી ગયા છે.

(17)ગણેશજીને મોદક બહુ ભાવે. મોદકનું બહારનું પડ ચોખાના લોટનું અને સ્વાદમાં મોળું હોય છે. અંદરના ભાગમાં કોપરાનું છીણ, સાકર, દુધનો માવો વગેરેનું મધુરું મિશ્રણ માણવા મળે છે. તત્વજ્ઞાન બહારથી લુખુ જણાય છે, પરંતુ જેમ-જેમ આપણે અંદર ઉતરતા જઈએ તેમ-તેમ આનંદ વધતો જાય છે – તત્વજ્ઞાનના આ દેવને ભાવતા મોદક આપણને એવો સંદેશ આપે છે.

(18)જર્મનીનો બુદ્ધિવાદી તત્વચિંતક લાઈબ્નીઝ કહે છે: “જગતમાં પુર્વ સ્થાપિત સામંજસ્ય છે.” ‘pre established harmony’ એટલે કે જેમ પ્રત્યેક સંગીતવાદક માત્ર પોતાનું સાધન વગાડવમાં ધ્યાન આપે છે છતાં સંગીતવાદકોએ એકસાથે રેલાવેલા સુર સાંભળતા આપણને એમાં સંવાદ જોવા મળે છે એમ જગતના તમામ અસ્તિત્વો મહાન સંગીતકાર એવા ઈશ્વરની યોજના પ્રમાણે સંવાદી વર્તન કરી રહ્યા છે.

(19)સદાય ઈશ્વરના વિચારરૂપી દારૂ પીને મસ્ત રહેતો (ગોડ ઈનટોક્સિકેટેડ) નેધરલેંડનો બુદ્ધિવાદી તત્વચિંતક સ્પીનોઝા કહે છે: ‘પ્રત્યેક નિર્ધારણ નિષેધ છે.’ ‘every determination is negation’ એટલે કે તમારી લાયકાતમાં તમે જે ઉમેરો છો એ ખરેખર તો તમારામાંથી ઘણું બધું બાદ કરી નાંખે છે. તમે કહ્યું, કે ‘તમે B.Sc. છો.’ એટલે તમે અન્ય તમામ વિદ્યાશાખામાંથી બાદ થઈ ગયા. આથી તે કહે છે, કે ઈશ્વરને કોઈ વિશેષણ લાગુ પાડી શકાય નહિ. માત્ર नेति नेति કહો.

(20)એરિસ્ટોટલ(father of ancient logic) વિરેચન(catharsis) નો સિદ્ધાંત આપે છે : આંતરમનમાં વ્યક્તિ વ્યથાથી ભરાઈ જાય છે ત્યારે નવલકથાના કે ફિલ્મના કાલ્પનિક પાત્રો સાથે સમરસ બની પોતાની ન સંતોષાયેલી વાસનાઓને સંતોષે છે અને પોતાની લાગણીઓ વહાવી દે છે. અંતે એ હળવો ફુલ થઈ જાય છે.

(21)ગ્રીકના મહાન તત્વચિંતક સોક્રેટીસનો મહાન શિષ્ય પ્લેટો કહે છે: ‘પરમાત્મા સત્ય છે, જગત એની નકલ છે અને કલાકારો જગતની નકલ કરતા હોવાથી તેઓ સત્યથી બેગણા દુર છે – twice away from the reality.’ પ્લેટોના આ વિધાન પ્રત્યે કહેવાતા સાહિત્યકારો ખફા છે અને એકના કારણે તેઓ બધા તત્વચિંતકોને ભાંડે છે. ભગવાન બચાવે . .

(22)વલ્લભાચાર્ય કહે છે: ‘તેને લીધે તું છે’ – શ્રીકૃષ્ણ શરણં મમ – तेन त्वम असि, રામાનુજાચાર્ય કહે છે: ‘તેનો તું છે’ – तस्य त्वम असि, શંકરાચાર્ય કહે છે: ‘તે જ તું છે’ – तत्वमसि. ત્રણેય સિદ્ધાંતો વચ્ચે કોઈ મતભેદ નથી. છતાં વલ્લભાચાર્યજીનો વૈષ્ણવ સંપ્રદાય, રામાનુજાચાર્યજીના સિદ્ધાંત પર ચાલતો સ્વામિનારાયણ સંપ્રદાય, શંકરાચાર્યજીના સિદ્ધાંતને અનુસરતો શૈવ સંપ્રદાય . . . . .

(23)દ્વૈત અનુસાર આત્મા અને પરમાત્મા બે તત્વો છે, અદ્વૈત અનુસાર માત્ર પરમાત્માનું જ અસ્તિત્વ છે. શંકરાચાર્ય કહે છે : (કેવળ અદ્વૈત વાદ) . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव ना पर: . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .श्लोकार्धेन प्रवक्ष्यामि यदुक्तम ग्रंथ कोटिभी: . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ અને બ્રહ્મ જુદા નથી. કરોડો ગ્રંથોમાં જે વાત કહેવાઈ છે, એ હું અડધા શ્લોકમાં કહું છું.

(24) विद એટલે જાણવું. તેના પરથી શબ્દ બન્યો : वेद એટલે જ્ઞાન. જેની પાસે જ્ઞાન છે તે विद + वान = વિદ્વાન કહેવાય છે. આ જ્ઞાન માત્ર માહિતી ન હોતા અનુભૂતિજન્ય સત્ય જ્ઞાન છે. તમામ ભારતીય જ્ઞાન વેદમાં સંગ્રહાયેલું છે, જેને અસ્પૃશ્ય ગણીને, માત્ર પશ્ચિમના વિદ્વાનો-ગ્રંથોને જ મહાન ગણીને તેના તરફ મોઢું તાકીને આપણે બેઠા છીએ.

(25) આધુનિક વિજ્ઞાને આપેલા સિદ્ધાંત અનુસાર પ્રકાશનું કિરણ વસ્તુ પર પડીને પરાવર્તન પામીને આપણી આંખમાં પ્રવેશતું હોય તો વસ્તુ ઊંધી દેખાવી જોઈએ ને ! પ્રતિબિંબ હંમેશા ઊંધુ જ હોય. આપણને વસ્તુ સીધી શા માટે દેખાય છે તેનો કોઈ જવાબ આજના વિજ્ઞાન પાસે નથી. ભારતીય દર્શન કહે છે: ‘મન અને ઈન્દ્રિય વસ્તુ પાસે જઈ, વસ્તુમય થઈને પાછા શરીરમાં આવીને જીવાત્માને વસ્તુનો યથાતથ અનુભવ કરાવે છે.

(26) રાજા તરીકે રાજગાદી પર બેસવાના કે ભગવા ધારણ કરીને ચૌદ વર્ષ વનમાં જવાના સમાચાર મળ્યા ત્યારે રામના ચહેરા પર હર્ષ કે શોકની એક પણ રેખા જોવા મળી ન હતી. એ વાત જુદી છે, કે “મારે રાજા બનવાનું છે” એ સમાચાર આપવા રામ સીતા પાસે ગયા હતા જ્યારે “મારે વનમાં જવાનું આવ્યું છે” એ સમાચાર આપવા રામ માતા કૌશલ્યા પાસે ગયા હતા.

(27) ગરબે રમનારાઓમાંથી એક જણ ગરબામાં ફરતા-ફરતા ‘મા’ના ગરબા ગાય અને ગરબે રમતા બીજા બધા એ ગીતને ઝીલતા હોય. તાળીઓનો અવાજ સંગીતનું કામ કરે. આ રીતે શક્તિની આરાધના થાય. ગરબો એ દર્શકો માટે સ્ટેજ પરથી રજૂ કરવાની આઈટમ નથી.

(28) જંગલમાં વનસ્પતિ વધી ન જાય એ માટે તૃણાહારીઓ બનાવ્યા. તૃણાહારીઓને મર્યાદિત કરવા માંસાહારીઓ સર્જ્યા. માંસાહારીઓ અંદરોઅંદર ઝઘડીને મરી જાય એવો તેઓનો સ્વભાવ રાખ્યો. પાણીમાં મોટો જીવ નાનાને ખાઈને જીવે એવું કર્યું. માનવને મર્યાદિત કરવા દુ:કાળ, રોગચાળો, ભૂકંપ, પૂર, વાવાઝોડાં આપ્યાં. આ રીતે કીરતારે કરામત કરી.

(29) રામાયણકાળમાં રામે અશ્વમેધયજ્ઞ અને મહાભારતકાળમાં યુધિષ્ઠીરે રાજસૂયયજ્ઞ કરીને ચક્રવર્તી સમ્રાટનું પદ મેળવ્યું. મધ્યકાળમાં નેપોલિયન તેમજ સિકંદરનો વિશ્વવિજય જાણીતો છે. શ્રીમદ આદ્ય શંકરાચાર્યે શાંકરદિગ્વિજય કરીને વેદાંતના તત્વજ્ઞાનને અને સ્વામીવિવેકાનંદે અમેરિકાની ધર્મસભામાં વિશ્વવિજય કરીને વૈદિક ધર્મને શ્રેષ્ઠ ઠરાવ્યો.

(30) ભારતીય છ મહાન દર્શનશાસ્ત્ર પૈકીના એક એવા યોગદર્શનના આઠ અંગ છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એમાંથી માત્ર યોગાસનો જ વિશ્વમાં પ્રચલિત બન્યા છે, જે ‘યોગા’ તરીકે ઓળખાય છે. બાકીના સાત અંગોને તો જગત સ્પર્શ્યું જ નથી.

Advertisements

Comments on: "ચિંતનપુષ્પ-7" (8)

 1. કલ્પેશભાઈ,
  આ ચિંતન-પુષ્પો ગૂંથીને આપે ભેટ ધરેલી વિચારમાળાએ મનને
  હળવુંફૂલ કરી દીધું.
  ખૂબ સુંદર અને સાત્વિક વિચારો છે આપના.
  આભાર અને શુભેચ્છાઓ સહ,
  દિલીપ ર. પટેલ

 2. સુંદર વિચારો !
  આમાંનો એક પણ વિચાર જીવનમાં ઉતરે તો જીવન ધન્ય બની જાય.

 3. ખૂબ જ સુંદર વિચારોનો પુષ્પગુચ્છ લઈને આવ્યા.
  ઘણું ગમ્યું.

  please visit

  http://www.pravinash.wordpress.com

 4. ખૂબ જ સુંદર વિચારોનો પુષ્પગુચ્છ લઈને આવ્યા.
  ઘણું ગમ્યું.
  કલ્પેશભાઈ,
  આ ચિંતન-પુષ્પો ગૂંથીને આપે ભેટ ધરેલી વિચારમાળાએ મનને
  હળવુંફૂલ કરી દીધું.
  ખૂબ સુંદર અને સાત્વિક વિચારો છે આપના.
  આભાર અને શુભેચ્છાઓ સહ ગ્
  જગદેીશ ચગ (મોૅરિબ રજકોટ

 5. Devendra Patel said:

  સરસ મેઇલ્..

 6. Maheshkumar said:

  Adbhut kalpeshbhai , vishal vanchan no aje aa doddham vala manavi pase samay nathi rahyo , tema tamara aa prayatn gana badhane man na khorak tarike upyogi thai sakse. maf karjo gujrati lakhvana prayatn chalu j che.

 7. tamara badha j mail khuba j saras hoy 6. lagbhag badhaj vanchu 6u.

  but vey sorry darek vakhte reply nathi aapi shakto.

  thanks for mail.

  kalpesh soni

 8. 19 numbar no vichar vichar magi le tevo che.bahu mast vat kari.aapna blog ni mulakat lidhi bahu mja aavi.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: