વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સમાજમાંથી યજ્ઞીયભાવના ખલાસ થાય છે ત્યારે સમાજનું અધ:પતન થાય છે. વ્યક્તિગત પ્રભાવશાળી લોકો શ્રેષ્ઠ કાર્ય માટે એક્ઠાં થાય અને પોત-પોતાના વૈયક્તિક અહમનું હવન કરીને કોઇ ઉચ્ચ ધ્યેય સિદ્ધ કરવા એક (unite) બને એને યજ્ઞકાર્ય કહેવાય છે. છેલ્લા એક હજાર વર્ષથી ભારતીયને યજ્ઞીયભાવનું શિક્ષણ મળતું બંધ થયું તેના પરિણામે ભારતદેશમાં પરકીય શાસન સ્થપાયું. આજે પણ આપણને યજ્ઞકાર્ય માટે વ્યક્તિગત અહમને બાજુ પર રાખવાનું શિક્ષણ ક્યાંયથી પ્રાપ્ત થતું નથી. પરિણામે ‘અમે એક છીએ’ – આ ભાવના આપણને ક્યાંય જોવા મળતી નથી પ્રત્યેક ભારતીય વ્યક્તિગત ગુણોથી છલોછલ ભરેલો છે છતાં છેલ્લાં હજાર વર્ષથી તેને અપયશ જ મળતો આવ્યો છે.

બસો વર્ષના અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં એક પણ પાપ આચરવાનું તેઓએ બાકી રાખ્યું નથી છતાં બસો-બસો વર્ષ સુધી અંગ્રેજોને માત્ર યશ જ મળ્યા કર્યો. જયારે કિડીને પણ ન મારનાર અહિંસક ભારતીય ગુલામ જેવી સ્થિતિમાં રહ્યો. આવું કેમ બન્યું? એક ઉક્તિ છે કે ‘धर्मो रक्षति रक्षित:’ ‘જે ધર્મનું રક્ષણ કરે છે તેનું રક્ષણ ધર્મ કરે છે.’ ધાર્મિકતાથી ભરપૂર એવા ભારતીયનું શા માટે ધર્મે રક્ષણ ન કર્યુ? અધર્માચરણથી ભરપૂર એવા અંગ્રેજો યશસ્વી શા માટે થયા? એના જવાબમાં કહી શકાય કે જેમ વૈયક્તિક ગુણો કેળવીને વ્યક્તિ સમૃદ્ધ બને છે તેમ સમાજધર્મ બજાવવા એ વૈયક્તિક ગુણોને બાજુ પર પણ મૂકવા પડે છે, જેને યજ્ઞધર્મ કહેવાય છે. દા.ત. કોઈ એક ઉચ્ચ કાર્ય કરવાનું હોય તો એ કાર્યમાં ધનવાન ધન આપે, સ્વયંસેવકો પોતાનો સમય તેમજ શરીર(તન) આપે. વિદ્વાન એ કાર્ય માટે પોતાની અક્કલ વાપરે અને સત્તાધીશો કાર્યસિદ્ધિ માટે તમામ જરુરી કાયદાકીય મોકળાશ કરી આપે. આ કાર્ય કરતી વખતે જો એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે ‘પ્રમુખ કોણ?’ ‘કોનું કહ્યું બધાએ માનવાનું?’ તો સમજી ચાલો કે કાર્ય થવાનું નથી જ. સહુ પોતાનું કાર્ય સમજીને એ માટે નાનામા નાના માણસ દ્વારા કરાયેલા ઉપયોગી સૂચનને આદેશ ગણીને કાર્ય કરી શકે તો જરુર કાર્ય સફળ થાય. આજે શિક્ષણ, ધર્મ, રાજકારણ કે સમાજ ચારમાંથી એકેય સંસ્થા વ્યક્તિને યજ્ઞકાર્યનું શિક્ષણ આપતી નથી.’ચોરી ન કરવી’, ‘સત્ય બોલવું,’ ‘મહેનત કરીને કમાવવું’, ‘વ્યભિચાર ન કરવો’ વગેરે વૈયક્તિક સદગુણોની ચર્ચા આપણને સર્વત્ર જોવા મળે છે. પરંતુ સમૂહમાં રહીને કાર્ય કરવા માટે વૈયક્તિક અહમને ફેંકવાની, વૈયક્તિક પ્રભાવને ભૂલવાની તૈયારી રાખવી જોઈએ – આવું ક્યાંય વાંચવા કે સાંભળવા મળતું નથી.

ભારતમાં ક્ષત્રિયો શ્રેષ્ઠ હતા, શૂરવીર હતા, નિપૂણ યોદ્ધા હતા. છતાં તેઓ ફિરંગી, ડચ, હૂણ, શક, કુષાણ, મોગલ, લોદી, ખીલજી, અંગ્રેજો સામે માત્ર પરાજય જ મેળવતા રહ્યા. આપણા રજપૂત શ્રેષ્ઠ હતા. મરાઠાઓમાં શીંદે, હોળકર, ગાયકવાડ મહાન ક્ષત્રિયો હતા, પેશ્વા જેવા બહાદૂર રાજપૂતો હતા. છતાં ખૈબરથી નીકળેલો ગઝનીનો મહંમદ સમગ્ર ભારત ખૂંદીને સૌરાષ્ટ્ર જઇ પહોંચ્યો અને સોમનાથનું મંદિર લૂંટ્યું. એના પોતાના તો માત્ર ત્રણસો માણસો જ હતા. બાકીના પાંચસો માણસો તો લૂંટમાં મળનાર ધનમાંથી બે-પાંચ ટકા હિસ્સો મળશે એવી સ્વાર્થી આશાએ મહંમદ ગઝની સાથે જોડાયા હતા. ભારતભરમાંથી મહંમદ પસાર થયો ત્યારે માર્ગમાં આવતા રજવાડાઓને, શું એ સમાચાર નહિ મળ્યા હોય, કે ‘મહંમદ ક્યાં જઇ રહ્યો છે’, ‘શું કરવા જઇ રહ્યો છે?’ પરંતુ કોઇએ તેને પડકાર્યો નહિ. અહીં જરૂર છે યજ્ઞીય ભાવનાની. “દુશ્મન ભલે અમારા રાજ્ય પર હુમલો કરવાનો નથી. છતાં તે જ્યાં લડવા જઇ રહ્યો છે તે લોકો અમારા છે.” – આ ભાવનાથી માણસ દુશ્મનને પડકારે ત્યારે તેવા સમાજને અપયશ મળી શકે જ નહિ. પરંતુ ‘મારે શું?’ ‘ મારૂં રાજ્ય સલામત છે ને!’ આવી વૈયક્તિક ભાવનાને લીધે આપણે પરાધીનતાનો અપયશ વહોરવો પડ્યો.

પંજાબમાં સો વર્ષમાં વિશ્વમાં નહિ જન્મ્યો હોય એવો પરાક્રમી શૂરવીર ક્ષત્રિય રણજીતસિંહ હતો. તેની પાસે નેવું હજાર ક્ષત્રિય સૈનિકો હતા, જેમણે ફ્રેંચ તેમજ અંગ્રેજો પાસેથી યુદ્ધની શિક્ષા લીધી હતી. લોર્ડ ડેલહાઉસી લખે છે કે “આ નેવું હજાર ક્ષત્રિયો એક્બીજાના ગળા કાપશે.” રણજીતસિંહનું મૃત્યુ થતાં જ આ નેવું હજાર રણવીર, પરાક્રમી યોદ્ધાઓ અંદરોઅંદર લડીને ખલાસ થયા, યાદવાસ્થળી થઇ. અંગ્રેજોને યશ શા માટે મળ્યો? વૈયક્તિક રીતે તેઓએ પાપાચરણ કર્યું છે પરંતુ સમૂહમાં કેવી રીતે રહેવું તેનું શિક્ષણ અંગ્રેજોએ બરાબર પચાવ્યું છે. તેઓએ સમાજધર્મનું રક્ષણ કર્યું છે. પરિણામે સમાજધર્મએ તેઓને યશ અપાવ્યો છે. ભારતમાં સુલતાનનું શાસન હતું. સુલતાનને ગંભીર બિમારીમાંથી અંગ્રેજે દવા-દારૂ કરીને સાજો કર્યો. સુલતાને અંગ્રેજને કંઇક માંગવા કહ્યું ત્યારે તેણે પોતાના માટે કંઇ માંગ્યું નથી. અંગ્રેજે કહ્યું કે ‘અમારા માણસોને ભારતમાં વેપાર કરવાની છૂટ આપો.’ તેણે ધાર્યું હોત તો તે એકલો લખલૂટ ખજાનાનો માલિક બની શક્યો હોત. પરંત એમ ન કરતાં તેણે પોતાના સમાજ પ્રત્યેનો ધર્મ અદા કર્યો.

આજે કહેવાતા ધાર્મિક ભારતીયો દરરોજ મંદિરમાં જાય છે અને ભગવાન પાસે શું માગે છે? બહુ ઓછા ભારતીય એવા હશે જે પોતાના સિવાય કે પોતાના પરિવાર સિવાય અન્ય માટે ભગવાન પાસે માંગતા હોય! બસો-બસો વર્ષના અંગ્રેજ શાસન દરમિયાન એક પણ એવી ઘટના નથી બની કે કોઇ અંગ્રેજે બ્રિટિશ રાષ્ટ્ર સામે વિદ્રોહ કર્યો હોય કે પોતાના દેશ પ્રત્યે બેઇમાની કરી હોય. એક-એક ગવર્નર જનરલોને નમસ્કાર કરવા પડે તેવા તેઓમાં સામાજીક ગુણો હતા. આજે આપણી ભારતીય મીલીટરી અડીખમ ઉભી છે તેનું કારણ શું છે? ભારતીય મીલીટરીને અંગ્રેજોએ તાલીમ આપીને તૈયાર કરી છે. જે દિવસે ‘Humanism’ માનવતાવાદી વિચારો ભારતીય મીલીટરીમાં પ્રવેશશે તે દિવસે તે પણ ખલાસ થશે. માનવવાદ જેવી વિચારધારા ભારતીય તો શું, કોઇપણ મીલીટરીનું Moral ખલાસ કરશે.

લોર્ડ ક્લાઇવ, વોરન હેસ્ટીંગ્ઝ, લોર્ડ ડેલહાઉસી વગેરે ખૂબ મહાન અંગ્રેજ ગવર્નર જનરલોએ બ્રિટિશ રાજ્યને યશ અપવ્યો છે તેના પાયામાં તેઓએ કરેલું અંગત અહમનું હવન, તેઓએ બાજુ પર રાખેલો અંગત વ્યક્તિગત પ્રભાવ જવાબદાર છે અને આ જ યજ્ઞીય ભાવના છે. લોર્ડ ડેલહાઉસી જ્યારે ભારતમાં હતો ત્યારે તેની પાસે બ્રિટિશ સૈન્ય કરતાં અઢાર ગણું વિશાળ સૈન્ય હતું. બ્રિટિશની ઇસ્ટ ઇંડીયા કંપની એટલે બ્રિટનની કોઇ એક જગ્યાએ ફસ્ટ ફ્લોર પર આવેલી 10” બાય 10” ની ઓરડી. ત્યાંથી બ્રિટિશ સૈન્યને ‘કેપ ઓફ ગુડ હોપ’ સુધી ભારતમાં આવવું હોય તો 21 દિવસનો સમય લાગે. આ લખવાનું કારણ એટલું જ કે લોર્ડ ડેલહાઉસી અને કંપની સરકાર વચ્ચે પાયાના મતભેદો સર્જાયા. ‘ભારતમાં વેપાર વિસ્તાર કરવો’ કે ‘સામ્રાજય વિસ્તાર કરવો’ – આ અંગે લોર્ડ ડેલહાઉસી અને ઇસ્ટ ઇંડિયા કંપની વચ્ચે મતૈક્ય સધાયું નહિ. કંપની સરકારે બે-ત્રણ લીટીનો સંદેશો પાઠવીને ડેલહાઉસીને આદેશ આપ્યો, કે “Mr. Delhausi, come back!” અને એ આદેશ વાંચીને એક સામાન્ય અંગ્રેજ નાગરિકની જેમ એ બ્રિટન પરત આવી ગયો અને બ્રિટીશ પાર્લામેંટમાં જઇને બેસી ગયો. જો તેણે ધાર્યું હોત તો તે ભારતસમ્રાટ થઇ શક્યો હોત. આગળ જોયું તેમ તેની પાસે અઢાર ગણું વિશાળ સૈન્ય હતું અંને તેને યુદ્ધની તૈયારી માટે 21 દિવસનો સમય પણ મળતો હતો. છતાં ડેલહાઉસીએ તેવું કર્યું નહિ કારણકે તેણે સમૂહમાં રહેવાનું શિક્ષણ બરાબર પચાવ્યું હતું.

ઇંગ્લેંડમાં Discriminative Wealth ના નામે અલાયદું ભંડોળ છે. કોઇ અંગ્રેજની આવક કરપાત્ર હોય છતાં આવકવેરા વિભાગ તરફથી તેને આવકવેરો ભરવાની સૂચના ન મળી હોય તેમજ આવકવેરા વિભાગમાં તેનું નામ ન હોય છતાં પ્રત્યેક અંગ્રેજ સામે ચાલીને પોતાની આવક પર લાગતો વેરો આવકવેરા વિભાગમાં જઈને ભરી આવે છે. છેલ્લા પચ્ચીસ-ત્રીસ વર્ષોમાં આવી નિષ્ઠામાં સડો પેઠો હશે. પરંતુ ત્યાર સુધી ક્રમ બરાબર જળવાતો આવ્યો છે. આ આવક Discriminative Wealth ભંડોળમાં જમા થાય છે અને એનો યોગ્ય ખર્ચ થાય છે. આ છે સામાજિક ધર્મ. આ બાબતે આપણા ધન-બહાદુરો વિશે તેમજ તેઓ દ્વારા નિભાવાતી સામાજિક ફરજો અંગે કાંઈ કહેવાપણું છે? એટલું જ નહિ, પરંતુ વેરાના રૂપમાં મળેલા નાણા યોગ્ય રીતે સમાજ માટે વપરાય એ અંગે સત્તા-શૂરાઓ કંઈક સભાન છે ખરાં?

આજે ભારતમાં ધાર્મિક્તા ઉભરાય છે, પરંતુ વૈયક્તિક ગુણોથી. કોઇ રાજકારણનો પક્ષ, કોઇ ધર્મ, કોઇ સમાજીક કે શૈક્ષણિક સંસ્થા માણસને યજ્ઞીય ભાવનાનું શિક્ષણ આપવા તૈયાર નથી કે નથી કોઇ પોતાના અંગત પ્રભાવને ભૂલવા તૈયાર! પરિણામે ભારતમાં એકતાનું નામોનિશાન નથી. ભગવાનની કૃપા છે કે એટમબોમ્બ બની ગયો છે જેથી કોઇ મોટા દેશો લડવા મટે તૈયાર થતા નથી. જો કે ભારતને બાહ્ય હુમલા વગર તેના આંતરિક વિખવાદોથી ખલાસ કરવાનું વધારે સહેલું છે. કોઇ રાજ્ય પડોશી રાજ્યનો વિકાસ થાય એ જોઇ શકતું નથી. નદીના પાણીના વિવાદો દસકાઓથી એવા ને એવા જ રહ્યાં છે. આપણે ઇચ્છીએ છીએ કે ભારતીય નાગરિકને યજ્ઞ્રીય ભાવનાનું શિક્ષણ મળતું થાય અને તેન પરિપાકરૂપે ‘અમે એક છીએ’ આ ભાવના જોવા મળે. પરસ્પર પ્રેમ, સંપ, સુહ્રદભાવ અને એકતા સ્થપાય તથા સમૂહહિત માટે “સ્વ” ને બાજુ પર મુકવાનું બળ મળે એવી પ્રભુને પ્રાર્થના.

Advertisements

Comments on: "યજ્ઞીયભાવના" (18)

 1. વિચારપ્રેરક લેખ.

 2. ashok jani said:

  શ્રી કલ્પેશભાઈ, તમે જન્મે અબ્રાહ્મણ હોવા છતાં આ લખીને એક ઉચ્ચ બ્રાહ્મણ કારમાં કર્યું છે જે માટે એક જન્મે બ્રાહ્મણ હું તમને વંદન કરું છું, આ લેખ પરથી તમારા બહોળા વાંચન અને અભ્યાસનો ખ્યાલ આવે છે.
  તમે સાચું જ કહ્યું છે કે વૈયક્તિક ભાવના છોડી આપણે યજ્ઞીય ભાવના કેળવવાની અત્યંત જરૂર છે, કામ મોટું અને અઘરું જરૂર છે પણ અશક્ય નથી જ, જરૂર છે માત્ર આવા સરખા વિચારોવંતોએ એકઠા થવાની અને ધીરે ધીરે બીજા સમજુઓને એમાં જોડવાનીચાલો આપણે એ શરુ કરીએ, તમે મારો વ્ય ક્તિગત સંપર્ક મારા મેઈલથી કરી શકો. આપણે ભેગાં થઇ કશુંક ઠોસ વિચારી શકીએ.

 3. સુંદર લેખ.

 4. બહુજ સમજદારી સભર લેખ
  ધન્યવાદ

 5. સરસ લેખ.
  વિચાર કર્તા કરી દે તેવો.

 6. y0gesh patel said:

  સુદ્ર્ર્ર્ર્ર્ર લખ લ ચ્હ્હા ચહુચ્હુ આભાર્

 7. harshad brahmbhatt said:

  બહુજ સમજદારી સભર લેખ

 8. YOUR ARTICLE IS REALLY GOOD,
  BUT WE HAVE NO UNITY , EVERY PERSON SHOULD UNITE TOGETHER
  WITHOUT EGO,
  IF THIS WE CAN DO, NOTHING IS IMPOSSIBLE.
  THANKS & REGARDS
  KRISHNAKANT .S.VYAS
  MUMBAI

 9. Maheshchandra Naik said:

  ખુબ મનનીય લેખ ગહન ચિતન માગી લે છે, આજે તો કહેવાતા બુધ્ધિશાળીઓએ પણ વિચરવાનુ છોડી દિધુ હોય એવુ અનુભવવા મળે છે ત્યારે લેખ ઘણુ કહી જાય છે………આપનો આભાર……………

 10. આ તમારા લેખમાંથી પ્રેરણા ખુબજ મળી વાંચી ખુબજ ધન્ય થયો આવી તમારી વિચારસરણીથી સમાજને તેમજ મને જે પ્રેરણા મળી છે. તેનાથી હું તમારો જીંદગી રૂણી રહીશ
  જે.એન.સોલંકી
  ગાંધીનગર

 11. Your historical article with good message is very good for the Gujarati readers.Congratulations.

 12. rekha sindhal said:

  કાયર લોકો જ્યારે અહેીસાનો દઁભ આચરે છે અને નૈતિક હિંમતને અભાવે ચૂપચાપ સહન કરી લે છે ત્યારે અન્યાય સહન કરવો તે પણ પાપ છે તે ભૂલી જાય છે. એકબીજા સાથેની ચડસાચડસી અને વર્ગભેદ કદાચ આપણા દેશ જેટલો ભાગ્યે જ ક્યાંય હશે. એકતાની ઉચ્ચ ભાવના અને સમષ્ઠી માટે અહમને ઓગાળવાનું શિક્ષણ બાળકમાં નાનપણથી પાયામાં સિંચાવું જરૂરી છે. એમ નથી થતું કારણ કે આપણે ત્યાં વાતો કરનારા વધારે છે અને કામ કરનારા ઓછા. હું માનું છું કે યતીયભાવનાનો સમાવેશ માનવવાદમાં થઈ જાય છે. માનવતા વગરનું સૈન્ય હિંસક બની શકે. માનવતાવાદી લશ્કર રક્ષણ માટે લડે, સત્તા માટે કે અન્યનું પચાવી પાડવા માટે નહી. લેખક ભૂલી જાય કે બ્રિટનના લશ્કરે અમેરીકાના મૂળવતનીઓને પશૂતુલ્ય ગણી રહેંસી નાખ્યા અને લાખો નિર્દોષોની હત્યા કરી પ્રદેશ કબજે કરી લીધો હતો જેની ઝલક ભારતમાં થયેલા “જલિયાંવાલા બાગ હત્યાકાંડ”ના ઈતિહાસમાં આપણે જોઈ છે. સાચો માનવવાદ અને કાયરતાના દંભરૂપેનો માનવવાદ બે ય અલગ વસ્તુ છે. દરેક સૈનિક અર્જુનની જેમ જરૂર પડ્યે લોકહિતને નજરમાં રાખી પોતાના ભાઈઓ સામે લડે પણ સ્વાર્થ કાજે અન્યને પણ ન પીડે તે ગીતાનો સંદેશ સમજ્યા વગર જ આપણે ત્યાં સ્વાર્થ કાજે અંદરોઅંદરની લડાઈ ચાલે છે. લશ્કરો માનવતા વિરૂદ્ધ આચરણ કરે ત્યારે જ અરાજકતા વધુ ફેલાય છે. યતીયભાવના જો માનવતા વિરૂદ્ધ હોય તો તે ન હોય તે સારૂં છે. અને હોય તો માનવતાવાદ એમાં અનિવાર્ય રીતે હોવો જોઈએ અને સાથે અન્યાય સામે લડવાની હિંમત પણ!

 13. Paresh parekh said:

  your articals are always diserving apriciations !!
  fentastic !!! it works like feeding on our SANSKRITI !!!

 14. bhavesh bhatt said:

  ગ્રેટ…..

 15. dhanesh parekh said:

  સાબાશ આવા લેખો ખુબજ ઓચ વાચવા મલે ચે.

 16. Dilipbhai Shah - Aims Consultants said:

  The thoughtline and mindsets pursuing YAGYA BHAV for BHARAT, is a global / universal line of action, INDIA need to adapt soon, recalling and reviving old golden glories of RISHI SANSKRITI.
  These days, post independence specifically, the BALIDAN or AHUTI for the MOTHER INDIA is just reducing to a mokery. Even SPIRITUAL LEADERS, sitting atop have failed appealing the concept. They all have been struggling for their own dominations and engrossed living king size life styles. What more to expect from them for YAGNIYA BHAVNA !!!

 17. ખુબ સુંદર લેખ કલ્પેશભાઈ. કોઈ જાતના પ્રહાર કર્યા વગર, કોઈની પણ નિંદા કર્યા વગર તમે ખુબ સચોટ વાત કરી છે. આ યાજ્ઞિય ભાવનાનો આપણામાં જે અભાવ છે, તે પૂરવો પણ આપણા જ હાથમાં છે, સવાલ છે ફક્ત આપણને એ વાતની પ્રતિતી થવાનો. જે કદાચ આવા જ પ્રયત્નો દ્વારા એક દિવસે આપણે જગાવી શકીશું.

 18. મધુકર ગોસલીઆ said:

  વિચારો, આચારોમાં ધરમુળ ક્રાંતિકારી ફેરફારની તાતી જરૂર્રિયાત નિર્દૈશ કરાવતો ઐતિહાસિક મનનિય લેખ-ધન્યવાદ-મધુકર ગોસલીઆ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: