વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

પ્રભુ માળી બનીને મારા મસ્તિષ્કરુપી બાગમાં આવા ચિંતનપુષ્પો ખીલવે છે:

(1) આપણા દેશમાં એક ચોક્કસ વર્ગ છે જે જન્મજાત સર્જનશીલ સ્વભાવનો હોવાથી જીવનનું મુલ્ય સમજે છે અને એને ઘડે છે. એની સામે એક વર્ગ એવો પણ છે જે જન્મજાત વિનાશક સ્વભાવનો હોવાથી પોતાના જીવનને સાવ સસ્તામાં ફેંકી દે છે સાથે-સાથે બીજા ઘણાંને ખતમ કરતો જાય છે. આ વર્ગથી સમાજનું રક્ષણ કરવા આપણી સંસ્કૃતિએ ક્ષત્રિય વર્ગને ઊભો કર્યો હતો.

(2) વર્ગમાં શિક્ષકે વિદ્યાર્થીને ક્રુર રીતે મારતા હાજર નરેન્દ્ર (વિવેકાનંદ)થી સહન ન થયું અને ખડખડાટ હસી પડ્યા. શિક્ષકે નરેન્દ્રને લાફો મારતા કાનમાંથી લોહી નીકળવા માંડ્યું. નરેન્દ્રે આચાર્યને ફરિયાદ કરી. બીજા દિવસે નરેન્દ્રની માએ શિક્ષકની ખબર લઈ નાંખી. છ મહિના સુધી દુ:ખાવો રહ્યા છતાં બીજા દિવસથી જ નરેન્દ્ર શિક્ષક પ્રત્યેની કડવાશ ભુલી ચુક્યા હતા.

(3) ઈંડા ખાવાથી બહુ-બહુ તો મરઘીની જેમ ડરીને ભાગી છુટવાનું જોર પગમાં આવે, હાથી-ઘોડા જેવી તાકાત માટે તો અનાજ-કઠોળ જ ઉત્તમ !

(4) વડોદરાથી એક ડગલું ચાલ્યા અને અમદાવાદ ન આવ્યું તેથી આપણે નિષ્ફળ જરૂર છીએ પરંતુ આપણે ભરેલું ડગલું વ્યર્થ નથી ગયું. કારણકે એ એક ડગલું આપણને આપણાં ગંતવ્ય સ્થાનની નજીક લઈ ગયું છે. પ્રત્યેક નિષ્ફળતા એ સફળતા તરફનો Mile Stone છે. પ્રથમ પ્રયત્ને જ સફળ થવાનો જે દુરાગ્રહ છે તે વિવેકશૂન્યતામાંથી આવે છે.

(5) જ્યાં રાજાશાહી હોય ત્યાં પ્રજા હોય. લોકશાહીમાં તો બધા નાગરિક તરીકે ઓળખાય. દેશમાં લોકશાહીની સ્થાપના કરનારાઓ અંદરખાને તો રાજાશાહી જ ભોગવવા માંગતા હતા તેથી ‘પ્રજા’ શબ્દ કાઢી નાંખવાને બદલે ‘પ્રજાસત્તાક દિન’ એવું નામ રાખ્યું. કાઠીયાવાડમાં ‘તમારી પ્રજા કેટલી?’ એવું પુછાય છે જેમાં પત્ની, બાળકો તેમજ ઢોરઢાંખરનો સમાવેશ થાય છે.

(6) એક જમાનામાં પ્રેમથી કામ કરવામાં આવતું પછી કર્તવ્યની ભાવનાથી કામ થવા લાગ્યું. એમાં વળતર (નોકરી-ધંધા)ની ભાવના ઘુસી. પછી હરામખોરી (નાણા લેવા છતાં કામ ન કરવાની ભાવના) આવી અને છેલ્લે, જે કામના રુપિયા લીધા એ ન કરતા એની વિરુદ્ધનું કામ કરવાની (દા.ત. પગાર મળતો હોવા છતાં વિદ્યાર્થીઓને વિદ્યા ન આપતાં તેઓમાં શિક્ષકો પોતાના આચરણથી વ્યસનાદિની કુટેવો પાડે એવી) દુ:ષ્ટતા આવી છે.

(7) એક મોચી નવા ચપ્પલ બનાવતો એને ચામડાની ગાંઠ મારતો હતો. રસ્તા પરથી મહાન ઋષિ વસિષ્ઠને જતા જોઈ એણે વિચાર્યું, “આ ઋષિ ગમે તેટલા મહાન ભલે હોય, મારી જેમ ચામડાની ગાંઠ મારતા એમને ના આવડે.” જાણે કે અંતર્યામી હોય એમ વસિષ્ઠે તરત જ ઘાસનું એક તણખલું તોડી, એની ગાંઠ મારીને મોચીને કહ્યું, “જો, ગાંઠ આ રીતે મરાય.”

(8) ભર્તૃહરિએ સુંદર બાળક જન્મે એ માટે એની પત્નીને ખાસ ફળ ખાવા માટે આપ્યું. પત્નીએ પ્રેમીથી બાળક મેળવવા ફળ એને આપી દીધું. પ્રેમી કોઈ બીજીને ચાહતો હોવાથી એણે એ ફળ બીજીને આપી દીધું. એ બીજી ભર્તૃહરિને ચાહતી હોવાથી છેલ્લે એ ફળ પાછું ભર્તૃહરિ પાસે આવી ગયું. આથી ભર્તૃહરિને વૈરાગ્ય આવી ગયો, એમણે સન્યાસ લઈ લીધો.

(9) કોઈ એમ કહે કે ‘હું ભ્રષ્ટાચારનો ભોગ બન્યો છું’ તો એ હાસ્યાસ્પદ વાત છે. કારણ કે ભ્રષ્ટાચાર ફરજિયાત છે જ નહિ. પોતાની લાલચ, મમત્વ તેમજ અહંકારને પોષવા માણસ સ્વેચ્છાએ ભ્રષ્ટાચાર કરે છે અથવા કરવા દે છે. કોઈ વ્યક્તિ ઈચ્છે તો એમાંથી બાકાત રહી શકે છે.

(10) અર્જુનને ધર્મ અને અધર્મમાંથી નહિ પરંતુ બે ધર્મો : (શિષ્યધર્મ અને ક્ષત્રિયધર્મ)માંથી કોઈ એકની પસંદગી કરવાની હોવાથી તે મુંઝાયો હતો. આધુનિક અર્જુનને માતા(મંદિરે જવું છે) અને પત્ની(બાગમાં જવું છે) માંથી કોઈ એકની ઈચ્છા પુરી કરવાની મુંઝવણ છે. આથી કાં તો એ માવડીયો ગણાય છે અથવા તો એ વહુઘેલો મનાય છે ! પાણીમાં તણાતા પત્ની અને માતાને જોઈને પુરુષ પ્રથમ કોને બચાવશે? પોતાના પુત્ર કે પતિમાંથી કોઈ એકને હત્યારો મારવા માંગે તો સ્ત્રી બેમાંથી કોને બચાવવાનું કહેશે? બે ધર્મો વચ્ચેની પસંદગીમાં આવી મુંઝવણ થાય છે.

(11) કોઈ બોલે ત્યારે સાંભળવાનું કામ જાગ્રત મન કરે છે. બોલનારની બોલવાની સ્ટાઈલ, એના કપડાં, એનો ચહેરો વગેરેની નોંધ અર્ધજાગ્રત મનમાં લેવાય છે. પરંતુ અજાગ્રત મનમાં શું ચાલી રહ્યું છે એ આપણે જાણી શકતા નથી. છતાં સમગ્ર વર્તન અજાગ્રત મનથી પ્રેરિત હોય છે. એના શુદ્ધિકરણ માટે ધ્યાન એ એકમાત્ર સાધન છે.

(12) વાઘ-સિંહ કે હાથી-ઘોડાની બલી કોઈ આપતું નથી. બલી તો નબળાની જ અપાય છે. માટે એવા શક્તિશાળી થવું કે આપણને બલીના બકરા બનાવતા પહેલા કોઈ સો વાર વિચાર કરે.

(13) રમતમાં હાર-જીત ટીમના સભ્યો વચ્ચે વહેંચાઈ જતી હોવાથી માણસ હારવાથી હતાશ કે જીતવાથી અહંકારી બનતો નથી.

(14) કેટલાક કહે છે, “અતિરેક થાય એટલે અરુચિ થવાથી આપોઆપ કામ મંદ પડી જાય છે, માટે સંયમ ન રાખશો.” પરંતુ થોડા સમય બાદ એ ફરીથી જાગવાનો જ !

(15) સ્ત્રી-સ્ત્રી અથવા પુરુષ-પુરુષ વચ્ચે જે સહજ મૈત્રી હોય છે એવી સાહજિકતા સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધમાં હોઈ શકતી નથી.

(16) કાયદેસરના પતિ-પત્નીના ગરીબ બાળકોના જીવન મદદના અભાવમાં ખતમ થાય છે જ્યારે વાસનાના પરિણામે જન્મેલા ગેરકાયદેસર બાળકો સામાજિક સંસ્થાઓમાં રાજવી ઠાઠમાઠથી ઉછરે છે. સરહદ પર યુવાધન ખતમ થઈ જાય છે જ્યારે દેશમાં ઘરડાંઓને જીવાડવા અઢળક નાણાં ખર્ચાય છે.

(17) ‘મા જુએ આવતો ને વહુ જુએ લાવતો’ એટલે કે દીકરાને સાંજે ઘરે પરત આવતો જોવા માત્રથી મા રાજી થઈ જાય છે, જ્યારે એ શું કમાઈને લાવ્યો છે એ જોયા પછી વહુ રાજી થાય છે. આમાં સ્ત્રીનું અવમાન નથી પરંતુ સ્ત્રીમાં રહેલી માતૃત્વની અને પત્નીત્વની મનોભાવનાનો ફર્ક દર્શાવ્યો છે. મા નિ:સ્વાર્થી છે જ્યારે પત્ની ઘરની કાળજી લેનાર છે.

(18) બીજા વગર ચાલતું નથી ને બીજો આવે તો ફાવતું નથી ત્યારે કરવું શું? બીજાનું બીજાપણું કાઢી નાંખીને તેને પોતાનો બનાવવાથી ડર ચાલ્યો જાય છે. એ માટે બુદ્ધિને કહી દો કે બહુ ડબડબ ના કરે, થોડું દિલને પણ બોલવા દે !

(19) માનવી પક્ષીની જેમ આકાશમાં ઉડતા શીખ્યો, માછલીની માફક પાણીમાં તરતા શીખ્યો પરંતુ પૃથ્વી પર માણસની જેમ માણસ સાથે રહેતા ના શીખ્યો.

(20) મરાઠી ભાઈઓ-બહેનો ઉત્તરાયણ પર બધાને તલ-ગોળના લાડુ વહેંચે છે અને કહે છે: तील गुड घ्या आणि गोड-गोड बोला. તલ-ગોળ ખાઓ અને મીઠું-મીઠું બોલો. ગરમ પ્રકૃતિના તલ-ગોળ શરીરમાં જતાં જ ગરમાવો લાવીને ઠંડીને ભગાડી મુકે છે અને શરીરના હાડકાના પ્રત્યેક સાંધામાં ઓઈલિંગ કરીને બોડી-એંજિનને સ્મુથ કરે છે.

(21) ઊંચે આકાશમાં ઉડનારો પતંગ જ્યાં સુધી ધરતી સાથે બંધાયેલો રહે છે ત્યાં સુધી જ ગૌરવપુર્ણ રીતે ઉડી શકે છે. બંધન તોડીને ઉડવા માટે કપાઈ જતા પતંગની શી હાલત થાય છે? કાં તો એને લોકો લુંટી લે છે અથવા તો એ જમીન પર પટકાઈ પડે છે અને પલળીને કે ફાટી જઈને ખતમ થઈ જાય છે.

(22) દુર્યોધન કહે છે: जानामि धर्मम न च मे प्रवृत्ति, जानामि अधर्मम न च मे निवृत्ति. ધર્મ શું છે એ જાણવા છતાં હું એને અપનાવી શકતો નથી અને અધર્મ શું છે એ જાણવા છતાં હું એમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. સત્ય શું છે, એ જાણ્યા પછી એને આચરણમાં લાવવા માટે હિંમતની જરુર છે. હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને. પરથમ પહેલા મસ્તક મુકી, વળતું લેવું નામ જો ને !

(23) શહેરમાં જેટલા ઓછા ગણપતિની સ્થાપના થાય એટલી એકતા વધુ ગણાય. એક સોસાયટી દીઠ એક ગણેશજી સ્થપાતા હોય તેને બદલે દસ સોસાયટી દીઠ એક ગજાનનની સ્થાપના થવી જોઈએ. એ રીતે ગણપતિની સંખ્યા ઘટવી જોઈએ અને એકઠાં થનારા ભાઈ-બહેનોની સંખ્યા વધવી જોઈએ.

(24) જે વાંકા વળે છે એમની કિંમત વધે છે અને જે વાંકા ચાલે છે એમની કિંમત ઘટે છે.

(25) બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ – ઈશ્વરની પ્રતિષ્ઠા વધે એ હેતુ જગતમાં ફરવું.

(26) અપરિગ્રહ એટલે જરુર પૂરતું ધન તેમજ ચીજ-વસ્તુઓ રાખવી. ભારતીય ધર્મશાસ્ત્ર દસ વર્ષ સુધી ચાલે તેટલો સંગ્રહ કરવાની છુટ આપે છે.

(27) અસ્તેય એટલે ચોરી ન કરવી. માલિકની પરવાનગી વિના એની વસ્તુ લેવી એ ચોરી છે. માલિકના દેખતા એની વસ્તુ લો છો કે એનાથી છુપાવીને, એ બાબત ગૌણ છે એવું યોગદર્શન કહે છે.

(28) सते हितम सत्यम – સત એટલે કે ઈશ્વરની નજીક લઈ જતી તમામ બાબતો સત્ય છે.

(29) અહિંસા એટલે મન, વાણી અને કર્મથી કોઈને તકલીફ ન આપવી એટલે કે સહુને પ્રેમ કરવો.

(30) જગતના લોકો કહે છે: “મારું નામ લીધુ તો માર્યા વિના નહિ મુકું.”
પ્રભુ કહે છે: “મારું નામ લીધું તો તાર્યા વિના નહિ મુકું.”

Advertisements

Comments on: "ચિંતનપુષ્પ-6" (10)

 1. Ajay Vyas said:

  ખૂબજ સરસ સુવાક્યો છે. મારા સુધી પહોંચાડવા બદલ આભાર.

 2. kaushik amin said:

  ખુબ સુન્દર માહિતિ વાન્ચવા મળૅ છે.

  આભાર.

  કૌશિક અમીન. યુએસએ.
  ૨૦૧-૯૩૬-૪૯૨૭

 3. Geeta Vora said:

  જગતના લોકો કહે છે: “મારું નામ લીધુ તો માર્યા વિના નહિ મુકું.”
  પ્રભુ કહે છે: “મારું નામ લીધું તો તાર્યા વિના નહિ મુકું.”
  બહુ ગમ્યુ…

 4. ખૂબજ સુંદર અને જનહિતાર્થ માહિતી…

  ધન્યવાદ !

 5. સરસ વીચારો અને સમજવા જેવુ,
  પ્રભુ કહે છે વાળી વાત ઘણી ગમી.
  એક્દમ સાચી વાત.

 6. VERY NICE

  I TRY TO WRITE IN GUJARATI BUT I COULDN’T

 7. kishoremodi said:

  ખૂબ સુદર.વિચારકણિકા મને ગમે છે.

 8. kajal Bhatti said:

  ખુબજ સરસ્ વિચારો !

 9. prakash raval sr. journalist ahmedabad said:

  ખૂબ જ અદભૂત- ગુજરાતી વાચકોને સરસ પ્રેરણા મળી શકે તેમ છે…..

 10. GJ-23-L-9469 said:

  ખૂબજ સુંદર અને જનહિતાર્થ માહિતી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: