વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

પ્રભુ માળી બનીને મારા મસ્તિષ્કરુપી બાગમાં આવા ચિંતનપુષ્પો ખીલવે છે:

(1)શાળામાં કોઈની પેન્સિલ ચોરી લે કે બસમાં વગર ટિકીટ મુસાફરી કરી આવે કે ધક્કા-મુક્કી કરીને ટ્રેનમાં ચડી જઈને જગ્યા રોકી લે, બેફામ બાઈક કે કાર હંકારીને અકસ્માત કરે પછી મોટે-મોટેથી બુમો પાડે, મારા-મારી કરે અથવા ભાગી જાય એવા દીકરાને મા-બાપ હોંશિયાર ગણતા હોય છે. હકીકતમાં આ તો ચોર કે બદમાશના લક્ષણો છે.

(2)વલ્લભાચાર્યજીએ બાલકૃષ્ણની ઉપાસના આપી કારણ કે આપણે બાળક આગળ રડતા નથી કે તેની પાસે માગતા નથી. ભક્તિમાંથી ભિખારી જેવી માગણવૃત્તિ અને રોદણાં રડવાની દીનતા ચાલી જાય અને તેજસ્વી ભક્તિની શરુઆત થાય એ માટે મહાપ્રભુજીએ ઈષ્ટદેવના બાલસ્વરુપની ઉપાસના આપી છે.

(3)આજના ઝડપી જમાનામાં, ફાસ્ટ ફુડ અને યુઝ-એન-થ્રો ક્લ્ચરમાં માણસને બદલી શકાય ખરો ? માણસ પોતાની ત્રુટિ, ઉણપ પ્રત્યે સભાન થાય, પોતાની દુર્વૃત્તિ માટે શરમ અનુભવે અને તેને દુર કરવા તે જાતે જ કટિબદ્ધ થાય ત્યારે પરિવર્તન શક્ય બને. આ માટે પ્રેમથી તેની પાસે જઈ તેને વિચાર આપનારની જરુર છે.

(4)યુવાની એ વૃત્તિ છે, એને ઉમ્મર સાથે કોઈ સંબંધ નથી. કંઈક નવું કરવાની ધગશ, પડકાર(ચેલેંજ) સ્વીકારવાની તૈયારી છે એ યુવાન છે. તમે મેદાનમાં ઉતરી શકો તો સિત્તેર વર્ષેય યુવાન છો અને પેવેલિયનમાં બેસીને તાલીઓ પાડો છો તો બાવીસ વર્ષે પણ ઘરડાં છો. નેવુ વર્ષે પણ નવી ભાષા શીખવાની વૃત્તિ માણસને મનથી યુવાન રાખે છે. ભીષ્મ પિતામહે 180 વર્ષની વયે મહાભારતના યુદ્ધમાં સૌથી પહેલા શંખ ફુંક્યો હતો. લડવા માટે પણ ઉત્સાહ હોવો જોઈએ.

(5)જેની એક દૃષ્ટિ પડે તો પણ ધન્યતા અનુભવતા રાજાઓને પ્રસન્ન કરતી ઉર્વશી પોતાના નૃત્ય દ્વારા અથાક પ્રયત્ન કરવા છતાં અર્જુનને મોહિત ના કરી શકી. એકીટશે તેના પગની પાનીને જોઈ રહેલા અર્જુનને ઉર્વશી પૂછે છે, “શું જુએ છે?” ત્યારે અર્જુન કહે છે, “તારા પગની પાની મારી મા કુંતાના પગની પાની જેવી જ છે.”

(6)નરસિંહ મહેતાને ભગવાને મદદ કરી, આપણને કેમ નહિ? ભગવાને કરેલી મદદ નરસિંહ મહેતાએ યાદ રાખી એટલું જ નહિ પણ ગાઈ-વગાડીને દુનિયાને એની જાણ કરી. જ્યારે ભગવાને આપણને કરેલી મદદનો યશ આપણે બુદ્ધિ, નસીબ, મિત્રો-સગાના સહકારને આપ્યો. ભગવાનની મદદ ઓળખી, તેને યાદ કરી, આપણે ધન્ય થવું જોઈએ.

(7)તીર્થમાં દર્શન કર્યા બાદ વહેલી સવારે ગરમાગરમ નાસ્તો કરતા જોયેલું દૃશ્ય: એક તરફ એક નવયુવાન એની પ્રિયતમાના ગાલ પરની લટો સંવારતો ચમચીમાં પૌઆ લઈ એના મુખમાં મુકતો હતો ને બીજી બાજુ એક પાકટ યુવાન મિત્રના ઠંડીમાં ધ્રુજતા પિતાની ડીશ હાથમાં લઈ તેઓને નાસ્તો કરાવી રહ્યો હતો. પ્રેમ વય કે જાતિ જોતો નથી.

(8)નવા પરણેલા પતિ-પત્ની હનીમુન માટે સ્વિત્ઝર્લેંડ ગયા. ત્યાં તેઓએ એક મોંઘો કેમેરો ખરીદ્યો. એક મહિનો ફરીને ભારત પરત આવ્યા ત્યાં સુધી તેઓએ એ કેમેરાથી એક પણ ફોટો ના પાડ્યો. બન્ને ઈચ્છતા હતા કે નવા કેમેરા વડે તેઓ ગામડે રહેતી પોતાની મા નો ફોટો સૌથી પહેલા પાડશે. પ્રવાસમાં તેઓએ જુના કેમેરાથી ચલાવ્યું.

(9)એક જમાનામાં કહેવાતું કે પતિ-પત્નીને એકબીજા સાથે બનતું ના હોય એ ઘરમાં રેડીઓ આવે. આજે તો ઘણું બધું આવી ગયું છે. એની સાથે બેસીને છેલ્લે ક્યારે દિલ ખોલીને વાત કરી હતી એ પણ યાદ કરવાની જરુર જણાતી નથી એટલું બધું મનોરંજન ઘરમાં આવી ગયું છે. માત્ર એની ગેરહાજરીમાં થોડું કઠે છે, એટલું જ.

(10)રમત-ગમતમાં આર્થિક બાબત જોડાય એટલે રમત એ રમત રહેતી જ નથી. હાર-જીતથી ખરેખર તો કોઈએ કશું ગુમાવવાનું કે મેળવવાનું ન હોય એને જ રમત કહેવાય. Game is for re-creation. Krishna made play divine.

(11)સ્ત્રી અગ્નિ છે જ્યારે પુરુષ ઘીનો ઘાડવો છે. બન્નેનો સંપર્ક થાય એટલે ઘી પીગળ્યા વિના અને અગ્નિ વધુ પ્રજ્વલિત થયા વિના રહે જ નહિ.

(12)’ન્યુઝ ચેનલ્સ બતાવે છે એ જ સાચુ જગત છે.’ – આ બૌદ્ધિક ત્રાસવાદ છે. હિન્દુ ધર્મગુરુઓ ભ્રષ્ટ છે – આવું છેલ્લા દસ વર્ષથી આપણે ન્યુઝ ચેનલ્સ પર જોતા આવ્યા છીએ. અન્ય ધર્મગુરુઓ પરમ પવિત્ર છે – કારણ કે તેઓ ન્યુઝ ચેનલ્સ પર નથી.

(13)નરકાસુરને મારીને તેના કેદખાનામાંથી 16100 સ્ત્રીઓને મુક્ત કરીને કૃષ્ણે પોતાની પત્ની તરીકેનો દરજ્જો આપ્યો હતો. જ્યારે અન્ય આઠ જોડે લગ્ન કરીને તેમની સાથે કૃષ્ણ રહેતા હતા અને આઠેયને સદૈવ પ્રસન્ન રાખતા હતા, રાખી શકતા હતા. કૃષ્ણના નામે જન્માષ્ટમીએ જુગાર રમનારાઓએ કૃષ્ણના અને પોતાના દામ્પત્યજીવન તરફ પણ નજર નાંખવી જોઈએ.

(14)વિભીષણ તેમજ કર્ણ બન્નેએ પોતાના ભાઈઓને મારવામાં સહકાર આપ્યો હતો છતાં વિભીષણની રામભક્તિને કેટલાક મુર્ખાઓ દગાબાજી ગણે છે અને કર્ણની દુર્યોધનભક્તિ વફાદારીમાં ખપાવે છે. કારણ શું? ભાઈઓ દુ:ષ્ટ હોવાથી વિભીષણે તેઓનો નાશ કરાવ્યો જ્યારે દુર્યોધન દુ:ષ્ટ હોવા છતાં કર્ણે એને છોડ્યો નહિ. સમાજ સત્યપ્રિયતા કરતા સાથ ન છોડનારને અધિક મહત્વ આપે છે.

(15)ધન-દોલત, જમીન-જાગીર, બંગલા-ગાડી છોડીને માણસ બાવો થઈને હિમાલયમાં તપશ્ચર્યા કરવા જાય ને ત્યાં વસતા એના જેવા અન્ય બાવાઓ જોડે દોરીએ સુકવેલી લંગોટી માટે મારામારી કરે. ખરો ત્યાગ વસ્તુને છોડવામાં નહિ પરંતુ મનથી એના પ્રત્યે નિર્લેપ થવામાં છે, પછી ભલે ને માણસ વૈભવથી ઘેરાઈને રહેતો હોય !

(16)પોતાના વિશે બીજાને સાચુ કહી શકે તેને બીજાનો સાચો પ્રેમ મળે છે પરંતુ એમ કરવામાં માણસને પોતાનો અહમ અથવા સ્ટેટસ નડે છે તેથી પ્રેમ ઝંખતો માણસ અંદરથી ખાલીખમ થઈ ગયેલો હોય છે.

(17)સંગીતમાં આલાપ લેનાર બહુ ઊંચે જાય છે ત્યારે એ વિલાપ કરતો હોય એવું લાગે છે ને સાહિત્યમાં વિવેચક સર્જકની કોઈ ભુલ શોધવા એના સર્જનમાં ઊંડે સુધી જાય છે ત્યારે એ બબુચક જેવો લાગે છે.

(18)સ્વજનના વિયોગનું દુ:ખ થાય એ તો સ્વાભાવિક છે અને સ્ત્રીઓ લાગણીશીલ હોવાથી રડે પણ ખરી! પરંતુ ભગવાને ગાયેલી ગીતાના અભ્યાસીને ખબર છે કે મરનાર, ખખડી ગયેલી બોડીના બદલામાં કોઈ વીસ-પચ્ચીસ વર્ષની છોકરીના ગર્ભાશયમાં જઈને નવી નક્કોર બોડી લઈ આવે છે, એક કાર એક્ષચેંજ સ્કીમની જેમ. તેથી એ મરનારના સગાંને બહુ દુ:ખ થતું નથી.

(19)એકલી વ્યક્તિ જેટ વિમાનની ગતિથી ઉડતી હોય. પણ જીવનસાથી બળદગાડાની ઝડપ ધરાવનાર હોય તો એનો સાથ નિભાવવા સ્પીડ ઘટાડવી પડે. લગ્નજીવનનો રોમાંચ જુદો જ છે.

(20)જંગલમાં અવાવરુ હનુમાનજીની દુંટીમાં વીંછીનું ઘર હતું. ચાર જણા ત્યાં પહોંચી ગયા. એમાંથી એકે અંદર આંગળી નાખતા વીંછીએ ડંખ માર્યો. ઝડપથી આંગળી બહાર ખેંચી એણે કહ્યું, “વાહ અંદર શું ઠંડક છે !” એમ ચારેય જણાએ ડંખ ખાધો પણ કોઈએ ચેતવણી આપીને બીજાને બચાવ્યો નહિ. પરણેલાઓ કુંવારાઓને આ રીતે મુર્ખ બનાવતા આવ્યા છે.

(21)મહાન સંત તુકારામ ખેતરમાંના પક્ષીઓને ઉડાડવાનું કામ સ્વીકારીને તેઓને ચણવા દેતા હતા. સાંજે માલિકે રોજી તરીકે શેરડીના સાંઠા બાંધી આપ્યા જે ઘરની શેરીના છોકરાઓને વહેંચી દીધા. તેઓની પત્નીએ ગુસ્સે થઈને વધેલો સાંઠો પતિની પીઠમાં મારતા તેના બે ટુકડા થઈ ગયા. તુકારામે શાંતિથી કહ્યું, “મને મુકીને તું ન જ ખાય, લે, આ એક તારો ને બીજો મારો.”

(22)સામાન્ય કક્ષાના લોકો વિચારે : “હું સાચો છું પણ તમે ખોટા છો.” થોડા આગળ વધીને વિચારે : “હું ખોટો છું તો તમે પણ ખોટા જ છો.” એથી આગળ જઈને વિચારે : “હું ખોટો છું પણ તમે સાચા છો.” છેલ્લે આવે : “હું પણ સાચો છું અને તમે પણ સાચા છો.” “I AM OK, YOU ARE OK.”

(23)શરીરે ભગવા વસ્ત્રો પહેરેલા વિવેકાનંદને અમેરિકામાં કોઈએ પુછ્યું, “સ્વામીજી, આપના માથા પર ભગવો ફેંટો અને પગમાં વિદેશી શુઝ શા માટે?” “પુર્વની સંસ્કૃતિ તેમજ પશ્ચિમની સંસ્કૃતિનું સ્થાન મારા જીવનમાં ક્યાં છે, એ બતાવવા માટે !” – સ્વામી વિવેકાનંદજીએ કહ્યું.

(24)’आ नो भद्रा ऋतवो यंतु विश्वत:’ ‘વિશ્વભરમાંથી શ્રેષ્ઠ વિચારો અમને પ્રાપ્ત થાઓ.’ – તમામ સંકુચિતતાઓનો ત્યાગ કરીને વિશ્વમાં કોઈ પણ ઠેકાણે સારું રહેલું હોય એનો સ્વીકાર કરવાની, એની કદર કરવાની તૈયારી વૈદિકોમાં આર્યોમાં હંમેશા રહી છે.

(25)માત્ર એક રનથી જીતીને એક ટીમ વિશ્વવિજેતા બને છે. એક માર્ક વધુ મેળવીને વિદ્યાર્થી ગોલ્ડ મેડલ મેળવે છે, સ્ટેજ પર તેનું બહુમાન થાય છે. દોડવીર માત્ર એક સેકન્ડ માટે વિશ્વવિક્રમ તોડે છે, એક પંચ વધુ મારીને બોક્સર વિજેતા ઘોષિત થાય છે. શ્રેષ્ઠ-કનિષ્ઠ નક્કી કરવા માટે નહિ પરંતુ જુદી-જુદી પરિસ્થિતિમાં સમતા કેળવવા ઈશ્વર હાર-જીત મોકલે છે.

Advertisements

Comments on: "ચિંતનપુષ્પ-5" (9)

 1. harshad brahmbhatt said:

  grat i lik yajis good tota

 2. very nice thoughts i like to read vicharo.com

 3. Kershi Bhadha said:

  The article published in the “vicharo.Co.” is very good. We read this article regularly.

 4. kishoremodi said:

  સરસ બહુ ગમ્યું.સવાર સુધરી ગઈ

 5. ઘણુ સરસ છે કલ્પેસ ભાઈ

 6. REALLY A VERY VERY VERY GOOD . AABHAR.

 7. GJ-23-L-9469 said:

  ખૂબજ સુંદર અને જનહિતાર્થ માહિતી મુકિ તમે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: