વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ધર્મસંસ્થા, રાજ્યસંસ્થા, સમાજસંસ્થા અને કુટુમ્બસંસ્થા – આ ચાર સંસ્થામાંથી કુટુમ્બસંસ્થા માનવના વિકાસ માટે પ્રમાણમાં વધુ અસરકારક રહી છે. આજે પણ તેના દ્વારા માણસનો વિકાસ શક્ય બને છે. ભારતીય સંસ્કૃતિએ પતિ-પત્નીને આમરણ એકબીજા સાથે લગ્નસંબંધથી જોડાઈ રહેવાનું કહ્યું છે. પતિ-પત્નીના સંબંધમાં રૂપ, ધન, જ્ઞાન, સત્તા જેવા ભૌતિક પરિબળોનું કોઈ ખાસ મહત્વ ના હોવું જોઈએ. તેથી ભૌતિક જરુરિયાતો ના સંતોષાવાના કારણે છુટાછેડા લઈ શકાય નહિ એવું ભારતીય સંસ્કૃતિનું દૃઢપણે માનવું છે. પતિ-પત્ની એકબીજા સાથે પ્રેમથી જોડાય છે. અને એકબીજા માટે ત્યાગ કરવામાં પ્રેમ રહેલો છે, નહિ કે એકબીજા પાસેથી ‘શું મળશે?’ એવી અપેક્ષામાં ! આજે પ્રેમનું સ્થાન ભૌતિક આકર્ષકતાએ લઈ લીધું છે તેથી છુટાછેડાનું પ્રમાણ વધ્યું છે. પ્રેમના નામે દંભ પોષાય છે. પ્રેમની ભાષા બોલીને સ્ત્રી-પુરુષ માત્ર પોતાની વાસનાઓ સંતોષવાનો પ્રયાસ કરે છે.

કુટુમ્બસંસ્થામાં પુરુષનું કર્તવ્ય અને સ્ત્રીનું સમર્પણ અત્યંત આવશ્યક છે. સ્ત્રી પોતાનું સમર્પણ કરી શકે તેવા આદર્શ પુરુષને પોતાના પતિ તરીકે ઈચ્છે છે. તે જ રીતે કર્તૃત્વવાન પુરુષ પોતાના ધ્યેયને સાકાર કરવા માટે સમર્પિત સ્ત્રીને પત્ની તરીકે ઈચ્છે છે. ઘણાખરાં કુટુમ્બોમાં કાં તો પુરુષ કર્તૃત્વહીન હોય છે અથવા તો સ્ત્રી મનફાવે તેવું વર્તન કરવાવાળી હોય છે. ખરેખર તો પતિ-પત્નીના હૃદય, મન અને હેતુ સમાન હોવા જરુરી છે. આવા પતિ-પત્ની વચ્ચે ઉત્કટ પ્રેમનો આવિષ્કાર જોવા મળે છે. રામ અને સીતાને જોઈને લાગે છે કે તેઓએ ગૃહસ્થાશ્રમને ધન્યતા બક્ષી છે. મહર્ષિ વેદવ્યાસને પૂછવામાં આવ્યું, કે ‘ચારેય આશ્રમમાંથી કયો આશ્રમ શ્રેષ્ઠ? ત્યારે વેદવ્યાસજીએ તરત જ જવાબ આપ્યો: ‘ધન્યો ગૃહસ્થાશ્રમ.’ આ વાતને રામ અને સીતાના દામ્પત્યજીવને ચરિતાર્થ કરી આપી છે. કર્તૃત્વવાન રામ અને સમર્પિત સીતા આદર્શ દંપતિનું ઉદાહરણ પુરું પાડે છે.

રામ-સીતાના જીવનમાં આવેલા સુખ-દુ:ખના પ્રસંગોમાં એકબીજા પ્રત્યેની અનન્યતા ટકી રહી છે. સીતા સાથેના લગ્ન બાદ રામની રાજગાદી છીનવાઈ ગઈ અને વનવાસ મળ્યો ત્યારે રામે પોતાના જીવનમાં સીતાના પગલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા નથી. આજના કેટલા પુરુષો એવા હશે કે જેઓ લગ્ન બાદ ધંધામાં મોટી ખોટ કરે અથવા નોકરીમાંથી સસ્પેંડ કે ડીસમીસ થાય તો તેમાં પત્નીના પગલાનો વાંક ન જોતા હોય ! એ જ રીતે અયોધ્યા જેવા વિશાળ રાજ્યના રાજકુમાર એવા રામ કે જેને ભવિષ્યમાં રાજગાદી મળવાની છે અને રામની સાથે લગ્ન કર્યા બાદ અપાર વૈભવ, ભાવતાં ભોજન, ઉત્કૃષ્ટ અલંકારો તેમજ હજારો દાસ-દાસીઓ પણ મળવાના છે ને અચાનક રામ સાથે લગ્ન કર્યા બાદ રામને વનવાસ મળે છે ત્યારે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના સીતા રામના પગલે વનમાં જવા તૈયાર થઈ જાય છે. આજે એવી સ્ત્રી કેટલી, જે કરોડપતિને પરણ્યા પછી તે ભિખારી થઈ જાય ત્યારે એટલા જ પ્રેમથી તેની સાથે ફુટપાથ પર રહેવા આવી જાય ! આજે તો જીવનમાં કોઈ અણધારી કે અમંગળ ઘટના બની જાય કે તરત પતિ અને પત્ની પ્રેમ અને ધીરજ ગુમાવીને એકબીજા પર દોષારોપણ કરવા લાગી જાય છે.

વનવાસ દરમિયાન રામ-સીતા જ્યાં જ્યાં ગયા ત્યાંના વનવાસી લોકોને પ્રેમ આપીને પોતાના કર્યા અને વેદના વિચારો આપીને સમાજને વિકસીત કર્યો. કર્તવ્યનિષ્ઠા એ જ આ દંપતિનું મુખ્ય તત્વ હતું. રામ ધ્યેયનિષ્ઠ પુરુષ હતા. તેઓએ સીતાને કહ્યું હતું, કે ‘પૃથ્વી પરના સર્વ પ્રાણીઓને નિર્ભય કરવા અને સમર્થ દ્વારા અસમર્થનું થતું શોષણ અટકાવવું એ મારા જીવનનું ધ્યેય છે.’ રામના આ ધ્યેયનિષ્ઠ વ્રતને સીતાનું સમર્પણ મળ્યું છે ત્યારે જ રામનું ધ્યેય સિદ્ધ થઈ શક્યું છે. રામ અને સીતા વચ્ચેના ઉત્કટ પ્રેમનું રહસ્ય આ પ્રકારની ધ્યેયનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠા છે. જે દંપતિ માત્ર ભોગ માટે જીવન જીવે છે અને જેના જીવનમાં કર્તવ્યનિષ્ઠા જોવા મળતી નથી તેઓની વચ્ચે પ્રેમ પણ રહી શકતો નથી. ધ્યેયચ્યુત અને કર્તવ્યચ્યુત થયેલા પરિવારોમાં પ્રેમનું સ્થાન કજીયા-કંકાસે લીધું છે. રામ-સીતા વચ્ચેની અનન્યતા એવી હતી કે સીતાના અપહરણના સમાચાર જાણ્યા ત્યારે રામ વિલાપ કરે છે. સતત સીતાના નામનું રટણ કરે છે. અત્યંત દુ:ખી રામ વનના પશુ-પક્ષીઓને, વૃક્ષ-વનલતાઓને પૂછે છે, કે ‘તમે મારી સીતાને જોઈ છે?’ સીતા પણ જ્યાં રામ નથી ત્યાં એક પણ ક્ષણ રહેવા તૈયાર નથી.

દામ્પત્યજીવનમાં પતિનું કર્તૃત્વ અને તેણે લીધેલા નિર્ણયો પર પત્નીને અતૂટ વિશ્વાસ હોવો જરુરી છે. સીતાએ રામ પર મૂકેલા પૂર્ણ વિશ્વાસ તેમજ સહકારના કારણે રામ ધારેલું પરિણામ લાવી શક્યા. ‘પતિમાં તો કંઈ અક્કલ જ નથી, તેનાથી તો શેકેલો પાપડેય ભાંગી શકાતો નથી.’ એવું માનનારી પત્ની હોય તો પતિ પોતાની રીતે ખીલી શકતો નથી. સીતાને રામના સામર્થ્ય પર દૃઢ વિશ્વાસ હતો. હનુમાન સીતાને લંકાની અશોકવાટિકામાંથી રામ પાસે લઈ જવાની વાત કરે છે ત્યારે સીતા કહે છે, “મારા રામ જ મને અહિંથી છોડાવીને લઈ જશે.” સીતા ઘોર સંકટથી ઘેરાયેલી છે, દુશ્મન સમર્થ છે, ભાવિ અનિશ્ચિત છે, રાવણ જેવા સમર્થ અને કામલોલુપ રાક્ષસની ચુંગાલમાંથી પોતાની જાતને બચાવવાની છે અને વર્ષોથી વિખૂટા પડેલા પોતાના પ્રાણથીય અધિક પ્યારા એવા રામને મળવાની અણધારી તક પ્રાપ્ત થઈ છે. હનુમાનનો પ્રસ્તાવ સ્વીકારવાની સાથે જ પોતાના જીવનની તમામ મુશ્કેલીઓનો અંત એક સાથે જ આવી જાય એમ છે. છતાં સીતા હનુમાનનો પ્રસ્તાવ ઠુકરાવતા કહે છે, “રામને કહેજો, તેઓના આગમનની પ્રતિક્ષા કરી રહી છું.” વિપરીત સંજોગોમાં પણ મન-બુદ્ધિની સ્થિરતા જાળવતા સીતા રામના સામર્થ્યનું અપમાન ન થાય એ બાબતની કાળજી રાખે છે. પોતે તો રાવણની કેદમાંથી મુક્ત થઈ જશે પરંતુ ભવિષ્યમાં લોકો ચર્ચા કરશે, કે ‘રામ સીતાને મુક્ત કરાવી શક્યા નહિ.’ આજે તો ઘણી સ્ત્રીઓ અન્ય પુરુષની મદદથી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી લેતા જરાક પણ અચકાતી નથી.

રામ-સીતાને પરસ્પર પૂર્ણ વિશ્વાસ હોવાથી ક્યારેય એકબીજા પ્રત્યે શંકા જાગી નથી. સીતાને ક્યારેય લાગ્યું નથી કે રામનો પોતાના પ્રત્યેનો પ્રેમ ઓછો થયો હોય. આથી જ રામે સીતાનો ત્યાગ કર્યો ત્યારે સીતાએ કોઈ ફરિયાદ નથી કરી. નાની-નાની વાતમાં પતિ પ્રત્યે શંકાની નજરે જોતી સ્ત્રીઓને આથી બોધ મળે છે. રામ પણ સીતા પ્રત્યે એકનિષ્ઠ હતા. રામે પત્નીનો નહિ પરંતુ રાણી સીતાનો ત્યાગ કર્યો છે આથી જ અશ્વમેધ યજ્ઞપ્રસંગે ‘પત્ની વિના યજ્ઞ ન કરી શકાય’ એવા શાસ્ત્રોક્ત નિયમને કારણે રામે પત્ની સીતાની સુવર્ણ પ્રતિમા બનાવડાવી છે અને યજ્ઞ પૂર્ણ કર્યો છે. સીતા પ્રચંડ બુદ્ધિમાન, વ્યવહારનિપૂણ, કર્તવ્યનિષ્ઠ તેમજ સૌજન્યમૂર્તિ હતા. રામનું કાર્ય કરનારા પર પણ સીતાએ ખુબ પ્રેમ કર્યો છે. પોતાનું જીવન સંકેલતી વખતે પણ સીતાએ જન્મોજન્મ પોતાને રામ જ પતિ તરીકે મળે એવી પ્રાર્થના કરી છે. રામ-સીતાના દામ્પત્યજીવનમાંથી પ્રેરણા લઈને સહુનું જીવન પણ તેમના જેવું થાય એ જ શુભેચ્છા !

Advertisements

Comments on: "આદર્શ જીવનસાથી: રામ-સીતા" (12)

 1. […] આદર્શ જીવનસાથી આ લેખ મને ગમ્યૌ ,તમને પણ ગમશે. […]

 2. આ લેખ માથિ સૌ દમ્પતિ એ શિખવા જેવુ …હો !

 3. shabbir husayn said:

  ઘનો સરસ લેખ્. દરેક દમ્પતિએ વાન્ચ્વા જેવો ચ્હ્હે. આભાર્.

 4. આપના લેખ મને ગમે છે તેથી આપના બ્લોગને મારા બ્લોગરૉલમાં ઉમેરી લઉં છું.

 5. ભારતીય સંસ્કૃતિની આ મહાધરોહર કથા, સંસાર માટે સદા પથ દર્શક રહેશે.આ સુંદર લેખ
  માટે અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. anand mohite said:

  this is very good topik y say to us i like very much i am thank ful to you

 7. sneha h patel said:

  બહુ જ સરસ્…

 8. તમારા લેખ સદા સંસ્કૃતિ સાથે સુસંગત હોય છે, જે મને હંમેશ પસંદ આવે છે કારણ જે સમાજ માટે પથદર્શક રૂપ બની રહે છે.

  ધન્યવાદ !

 9. સરસ લેખ્.

 10. dhanesh parekh said:

  સુન્દેર લેખ જિવન મા ઉતાર્વા જેવો લેખ ચે

 11. માફ કરજો પણ હું રામ-સીતાને આદર્શ દંપતિ માનતો નથી. મારા મતે સ્ત્રીઓ કોઈ ચીજ-વસ્તુ નથી એક જીવંત માનવ વ્યક્તિ છે અને સમર્પણની માત્ર તેણી પાસેથી જ અપેક્ષા રાખવી તે હળાહળ અન્યાય છે. દાંપત્ય જીવનમાં બંને સમાન ગણાવા જોઈએ. સ્ત્રીને પોતાની ઈચ્છા અને આકાંક્ષા હોય જ. ભૌતિક સુખ સૌને જોઈતું હોય છે પછી તે રામ હોય કે સીતા કે અન્ય મારા અને તમારા જેવા સામાન્ય માનવીઓ. આ પ્રાકૃતિક વૃતિ દરેકમાં રહેલી છે.જે ના સ્વીકારે તે બાહ્યય રીતે દંભ કરે છે. લગ્ન કરી સીતા રામ સાથે અયોધ્યા આવ્યા અને રાજગાદીને બદલે રામને વનવાસ મળ્યો. સીતા પણ તેમની સાથે વનમાં ગયા જે ખૂબ જ સ્વાભાવિક ગણાવું જોઈએ. વનમાંથી રાવણ હરણ કરી ગયો પરિણામે યુધ્ધ થયું રાવણ હણાયો બાદ સીતાને અયોધ્યા પ્રવેશ પહેલાં પોતાની પવિત્રતા સાબિત કરવા અગ્નિ પરીક્ષા આપવી પડી જે સ્ત્રી માટે અત્યંત અપમાન જનક અને અવહેલના ગણાવવી રહી. આપ લખો છો કે રામ સીતા વચ્ચે ક્યારે ય શંકા નહિ હતી અને તો આ અગ્નિ પરીક્ષા શા માટે ? મારા મતે તો પૂરુષ પ્રધાન સમાજ રચનાને કારણે સ્ત્રી પોતાના જીવન નિર્વાહ માટે પૂરૂષ આધારિત હતી કારણ તે સમયમાં કોઈ સ્ત્રી કામકાજ કરતી નહિ હોવાથી ગુજરાન માટે પુરુષની મોહતાજ થઈને રહેવું પડતું. જેનો પુરૂષોએ ખૂબ જ દુરુપયોગ કર્યો અને સ્ત્રીને માત્ર ભોગવિલાસનું સાધન જ ગણ્યું. જે અત્યત અન્યાયી હતું.
  અયોધ્યા આવ્યા બાદ માત્ર એક ધોબીની ટીકાથી ફરીને સીતા ત્યાગ અને તે પણ જ્યારે ગર્ભવતી હતી ત્યારે અત્યંત અમાનુષી પગલું ગણાય આથી વધારે સ્ત્રી કે પાત્નિની અવહેલના કે અપમાન કેમ સહન થઈ શકે ? આ તો એક અતિ જુલ્મી પગલું ગણાવું જોઈએ તેને બદલે એમ કહેવું કે રામે સીતાનો નહિ પણ રાણીનો ત્યાગ કરેલો તે પોતાનું પગલું અન્યાયી છે તેની સભાનતા હોવાને નાતે પોતાના સ્વને છેતરવા આત્મવંચના સિવાય કંઈ નથી. બાળકોને વનમાં જન્મ આપી એકલે પંડે ઉછેર્યા શિક્ષણ આપ્યું-અપાવ્યું. દરમિયાન રામે રાજસુય યજ્ઞ કર્યો અને તેમાં પત્નિ અનિવાર્ય હોય સીતાનું સ્ટેચયુ બનાવીસ-જોડે પૂજન કર્યાનું મન મનાવ્યું. બાદ આ યજ્ઞનો ઘોડો ફરતો ફરતો જ્યાં સીતા હતા ત્યાં આવ્યો જેને લવ-કુશે આંતર્યો અને બાંધ્યો. પરિણામે યુધ્ધ થયું અને લવ-કુશને અયોધ્યા આવવા નિમંત્રણ પાઠવાયું, બંને ભાઈઓ આવ્યા પોતાના પિતાની ઓળખ મળી અને જાણે સીતાનું કાર્ય પૂરું થયું હોય તેમ ધરતીમાં સમાવી લેવા સીતાએ ધરતીમાતાને પ્રાર્થના કરી ધરતી એ માર્ગ આપ્યો સીતા ધરતીમાં સમાઈ ગયા (લોકિક ભાષામાં સીતાએ સહન કરેલા અપમાન-અવહેલના વગેરેથી ત્રસ્ત થઈ આત્મહ્ત્યા કરી લીધી ) સમય જતાં રામે પણ સરયૂ નદીમાં સમાધી લીધી ( લોકિક ભાષામાં આ પણ આત્મહત્યા જ ગણાય ) આમ, ટૂકમાં આવું કરૂણ અને દારૂણ દાંપત્ય જીવન રામ અને સીતાએ ભોગવ્યું તેને આદર્શ કેમ કરી ગણાય ?

 12. ‘રામ સીતા’ આદર્શ દપંતિ, તેમાં શંકાને સ્થાન નથી. હવે કળિયુગના માનવની મનોદશાનું અવલોકન કરો.

  બે વર્ષ પહેલાં સમારંભમા ર્એક ભાઈ કહે છે “સીતા રામ સાથે વનમાં કેમ ગઈ” ? સીતાએ વિચાર્યું ત્રણ સાસુઓ કરતાં વનવાસ અને વલ્કલ સારાં.

  હવે આવી વિચારસરણી ધરાવતા આજની પ્રજાને (ના,એ ભાઈને ) શું કહેવું ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: