વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

વડોદરાના વાડી વિસ્તારમાં મહાદેવ તળાવ સામે આવેલા લગભગ પોણા બસો વર્ષ જૂના મહારુદ્ર હનુમાનજી મંદિરનો જિર્ણોદ્ધાર થઈ રહ્યો છે. આ મંદિર અનેક રીતે વિશિષ્ટ કામગીરી કરી રહ્યું છે. દર શનિવારે સામાન્ય રીતે વહેલી સવારથી રાત્રી સુધી હનુમાનજીના મંદિરોમાં શ્રીફળ-તેલ-સિંદૂર-અડદ-આકડાના ફુલની માળા હાથમાં લઈને ઉભેલા ભક્તોની જોવા મળતી લાંબી લાઈન આ મંદિરમાં જોવા નથી મળતી કે પછી અહિં લિમ્બુ-મરચા-કોલસાને સિંદુર પણ લગાડી આપવામાં નથી આવતું. એક ચોક્કસ મિશન લઈને ઉભેલું આ મંદિર વર્ષભર વૈદિક પરંપરા અનુસાર ભારતીય અધ્યાત્મિકતાને પોષનારા એટલા બધા કાર્યક્રમો કરે છે કે જેના માટે વેદમૂર્તિ બ્રાહ્મણોને અપાતી દક્ષિણા તેમજ અન્ય કાર્ય પેટે વર્ષમાં દસ લાખ રુપિયા ખર્ચાય છે.

મંદિરના ગ્રાઉંડફ્લોરમાં મુખ્ય મુર્તિ હનુમાનજી મહારાજની છે જ્યારે પ્રવેશદ્વારની બરાબર સામે પ્રભુ રામચન્દ્રજી, સીતાજી, લક્ષ્મણજી તેમજ હનુમાનજીની મુર્તિનું સ્થાપન થયેલું છે. મંદિરના પ્રથમ માળે ભારતમાતાની મુર્તિ સ્થપાયેલી છે, જે એક વિશિષ્ટતા છે. શંકરાચાર્ય પદેથી સ્વેચ્છાએ રાજીનામુ આપી દેનાર સ્વામી સત્યમિત્રાનંદગિરિજીએ સમગ્ર ભારતમાં ભારતમાતાના સો મંદિર બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે. સ્વામીજી અતિશય ક્રાંતિકારી વિચારો ધરાવે છે. સંસદમાં ‘મૈત્રીકરાર’ તેમજ ‘સજાતીય સંબંધોને માન્યતા’ આપતા કાયદા ઘડાય છે ત્યારે તેઓનું લોહી ઉકળી ઉઠે છે. તેઓ કહે છે, “ક્રાંતિ લોહી માંગે છે. દેશ માટે લડનારા યુવાનોની જરુર આજે પણ એટલી જ છે જેટલી આઝાદી પુર્વે હતી. ચિદમ્બરમે ‘ભગવો ત્રાસવાદ આ દેશ માટે અત્યંત ભયજનક છે’ એવો ઉચ્ચાર કર્યો ત્યારે તીખી પ્રતિક્રિયા આપતા સ્વામીજીએ કહ્યું, “ચિદમ્બરમને બે દિવસ રુમમાં પુરી દેવો જોઈએ, લાયબ્રેરીના! અને એને ભગવાવેશધારી સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ, સ્વામી શ્રદ્ધાનંદ વગેરેએ આ દેશ માટે શું કર્યું છે એ વંચાવવું પડશે જેથી ફરીથી એ ‘ભગવો ત્રાસવાદ’ જેવા શબ્દો ઉચ્ચારવાની હિંમત ના કરે!” સાણંદ, ગુજરાતમાં ભારતનું પ્રથમ ભારતમાતાનું મંદિર બન્યું ત્યારબાદ વડોદરામાં ભારતમાતાનું બીજુ મંદિર બન્યું છે. સમગ્ર ભારતમાંથી ચારેય પીઠના શંકરાચાર્યજી સહિત તમામ મહાન સંતો-મહામંડલેશ્વરો-મહંતો વારંવાર આ મંદિરની મુલાકાતે આવે છે અને વૈદિક રાષ્ટ્રના ઉત્થાન માટે પ્રેરક વિચારોનો પ્રસાર કરતા જાય છે. ચારેય વેદના મંત્રોનું પારાયણ કરનારા વેદપાઠી બ્રાહ્મણો દ્વારા વર્ષભર થતો વેદઘોષ ભારતીય એકતા-નિર્માણ માટેનું જ્વલંત પરિબળ બની રહે છે. મુસ્લિમ આક્રમણખોરો તેમજ અંગ્રેજોએ આપણા અલભ્ય વૈદિક સાહિત્યના કરેલા વિનાશની અસરમાંથી મુક્ત કરીને ભારતીય સમાજને બેઠો કરી એને તેજસ્વી બનાવવા માટે જરુરી છે કે ફરીથી ઘર-ઘરમાં વેદો શ્વસન કરતા થાય અને એ માટે પ્રબળ અભિયાન આ મંદિર દ્વારા ચાલી રહ્યું છે.

વડોદરા નજીકના વનવાસી વિસ્તારમાં પાંત્રીસથી વધુ વર્ષ પહેલા સ્થાનિક બાળકો માટે રહેવા-જમવાની તેમજ આસપાસની શાળાઓમાં અભ્યાસ કરી શકે એ માટેની વ્યવસ્થા શરુ થઈ. વાલ્મિકીઆશ્રમ તરીકે ઓળખાતા આ આશ્રમમાં હાલમાં પોણા બસો વિદ્યાર્થીઓ રહે છે, જેનો તમામ ખર્ચ (એક વિદ્યાર્થીના એક વર્ષના પાંચ હજાર લેખે પોણા બસો વિદ્યાર્થીઓના લગભગ દસ લાખ રુપિયા) મહારુદ્ર હનુમાન સંસ્થાન ઉપાડે છે. આ અભિયાનનું પરિણામ એ આવ્યું કે ચાર દસકાથી ખ્રિસ્તી મિશનરીઓ આ વિસ્તારમાં એક પણ હિન્દુનું ધર્માંતરણ કરી શક્યા નથી. માત્ર રુપિયાથી કામ થતું નથી. બીજા માટે ‘સિનેમે જલન ઔર આખોંમેં ખુમાર’ હોવા જરુરી છે. આશ્રમના બાળકો પાણીમાં નામ પુરતી દાળનો વઘાર કરીને એમાં રોટલી બોળીને પેટ ભરી લે પણ કોઈને કશી ખબર ન પડવા દે એવી ખુમારીવાળા છે.

Advertisements

Comments on: "મહારુદ્ર હનુમાન સંસ્થાન" (2)

  1. સરસ માહિતિસભર લેખ લખ્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: