વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

આઝાદીનો યશ ગાંધીજીને મળ્યો.

ભારતને આઝાદી મળી તેની પાછળ શું ગાંધીજીની અહિંસાની કોઈ સામાજિક અસર કામ કરી ગઈ? શું તેઓ અંગ્રેજ સૈનિકનું હૃદયપરિવર્તન કરાવી શક્યા હતા? ભારતીયનું માથું ફોડી નાંખીને એક જ ફટકે તેની હત્યા કરવા અંગ્રેજે ઉગામેલો દંડો ક્યારેય હવામાં જ અટકી ગયો હતો ખરો? ભારતીયોને માર ખાતા જોઈને શું ક્યારેય કોઈ અંગ્રેજની આંખમાં આંસુ આવ્યા હતા ખરા? અલમસ્ત અરબી ઘોડાઓના પગ તળે ભારતીય બાળકો-સ્ત્રીઓ-વૃદ્ધો કે યુવાનોને માખણના લોંદાની જેમ કચડાઈ મરતા જોઈને અંગ્રેજો ક્યારેય અટ્ક્યા હતા ખરા? વિના વાંકે લાખો ભારતીય નિર્દોષોને ગાંધીજીએ અંગ્રેજોનો માર ખવડાવ્યો. કહેવાય છે કે ગાંધીનું આહ્વાન સાંભળીને લાખો ભારતીયો ઘરબાર છોડીને જાહેરમાં આવી ગયા હતા. અરે ભાઈ, હજાર વર્ષથી મુસ્લિમો તેમજ અંગ્રેજો જે ગભરુ ભારતીયોને ઘરની અંદર ઘુસીને મારતા હતા એ ભારતીયોને ગાંધીએ કહ્યું, કે ‘ઘરની અંદર રહીને માર ખાશો તો ડરપોક ગણાશો ને ઘરની બહાર નીકળીને તમે માર ખાશો તો એ તમારી દેશભક્તિ ગણાશે. તમારે માર તો ખાવાનો જ છે તો પછી માર ખાઈને ‘બહાદુર’નું પ્રમાણપત્ર મળતું હોય તો એવું શા માટે ના કરવું?’ આ રીતે ગાંધીએ લોકોને ઘરની બહાર કાઢ્યા હતા. ને અંગ્રેજોએ ઘરની બહાર નીકળેલા હજારો-લાખો ભારતીયોને જાહેરમાં ફાંસીના માંચડે લટકાવી દીધા હતાં. તેઓના હૃદયપરિવર્તનની વાત પાડા પાસેથી દુધની અપેક્ષા રાખવા બરાબર છે.

ગાંધીજીની અહિંસા

અહિંસા અંગેના ગાંધીના વિચારો કોઈ ચક્રમના ભેજાની પેદાશ જેવા છે. મહાન આર્યસમાજી સન્યાસી સ્વામી શ્રદ્ધાનંદજીની હત્યા કરનાર મુસલમાનને ગાંધીજી, ‘માય બ્રેવ મુસ્લિમ બ્રધર’ કહીને સંબોધે છે તો પંજાબના જલિયાંવાલા બાગમાં હજારો નિર્દોષ ભારતીય બાળકો-સ્ત્રીઓ-વૃદ્ધો-યુવાનોની હત્યા કરનાર જનરલ ડાયરને ગાંધીજી ‘માય બ્રેવ બ્રિટિશ બ્રધર’ કહીને સન્માને છે. જ્યારે જનરલ ડાયરનો વધ કરનાર ઉધમસિંગને સજા થાય એ બાબતનું તેમજ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ‘હત્યારા’ ગણીને તેઓની ફાંસી રદ ન થાય એનું ગાંધીજી બરાબર ધ્યાન રાખે છે. દક્ષિણ ભારતના મોપલા મુસલમાનો હિન્દુઓની બેફામ હત્યાઓ કરી રહ્યા હતા એ બાબતને અવગણીને ગાંધીજીએ મોપલાઓને નિર્દોષ ગણાવ્યા હતા. આ બાબતો શું સાબિત કરે છે? ભારતની આઝાદીમાં ખરેખર તો પોતાનું કોઈ કૃત્ય જવાબદાર ન હોવા છતાં પ્રમાણિકતાથી એ વાત કબુલ કરવાને બદલે ખિસ્સા વિનાની પોતડી પહેરનારા ગાંધીજીએ આઝાદીનો યશ પોતાના ખિસ્સામાં સેરવી લીધો. અને મૃત્યુપર્યંત મુસ્લિમોનો પક્ષ લઈને તેઓનું હિત ઈચ્છ્યું. આ બાબતો પરથી ગાંધીજીની ‘અહિંસા’ એટલે ખરેખર શું? એ કોઈ સમજી શકે તેમ નથી.

શત્રુનું હૃદયપરિવર્તન

હૃદયપરિવર્તન ક્યારે થાય? સૌપ્રથમ વાત એ છે કે હૃદયપરિવર્તન કોઈ એક વ્યક્તિનું થઈ શકે, સમુહનું નહિ. બીજું કે નબળી, અસમર્થ વ્યક્તિનું હૃદયપરિવર્તન કરી શકાય છે, સશક્તનું નહિ. વળી નબળી વ્યક્તિ કોઈ સશક્ત, સમર્થ વ્યક્તિને હેરાન-પરેશાન કરી રહી હોય ને એ સમર્થ વ્યક્તિ ક્ષમાભાવ દાખવીને અસમર્થને વારંવાર માફી આપી રહી હોય ત્યારે એક તબક્કે અસમર્થ વ્યક્તિને અનુભવ થાય છે, કે ‘સમર્થ વ્યક્તિ ધારે તો મને ચપટીમાં ચોળી નાંખી શકે તેમ છે છતાં મને દર વખતે જવા દે છે.’ આવું વિચારીને એ નબળી વ્યક્તિને પોતાના દુષ્કૃત્ય બદલ શરમ આવે છે અને એ સમર્થ તેમજ ક્ષમાશીલ વ્યક્તિની માફી માંગે છે. આ રીતે હૃદયપરિવર્તન થાય છે. શું અંગ્રેજો અસમર્થ હતા? ના રે ના. શું ભારતીયો સમર્થ હતા? બિલ્કુલ નહિ. ‘ભારતનું શોષણ’ એ શું ગાંધી અને કોઈ એક અંગ્રેજનો એ વ્યક્તિગત મામલો હતો? જો ના, તો હૃદયપરિવર્તનનો તો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.

ગાંધીજીનું અસહકાર આંદોલન

તો શું ગાંધીજીના અસહકાર આંદોલનને કારણે અંગ્રેજ કાયદાઓ ભારતમાં બિનઅસરકારક બની ગયા હતા? અરે ભાઈ, આજે પણ, બલ્કે ભારતનું અસ્તિત્વ રહે ત્યાં સુધી અંગ્રેજ કાયદો ભારતમાં અમલમાં રહેશે એવા પાકા કરારો કર્યા બાદ ભારતને આઝાદી મળી છે. શું અંગ્રેજોએ આપેલી રેલ્વે-તાર અને ટપાલ-શિક્ષણ-પોલીસ-લશ્કર વગેરે વ્યવસ્થાઓ પડી ભાંગી હતી? અરે, આઝાદીના સાઈઠથી વધુ વર્ષો બાદ આજે પણ આપણે એક પણ નવો પ્રયોગ કર્યા વિના માત્ર અંગ્રેજોએ આપેલી વ્યવસ્થાઓને વળગી રહ્યા છીએ. શું એ કાળે અંગ્રેજોની ઉપસ્થિતિ હાસ્યાસ્પદ બની ગઈ હતી? અરે, પ્રત્યેક સામાન્ય ભારતીય, ભીરુ પારેવાની માફક ફફડતો હતો. પોતે ભુખ્યો રહીને પણ નિયમિત અંગ્રેજ સરકારને મહેસુલ-કર જમા કરાવતો હતો. પરંતુ આઝાદ ભારતમાં ગાંધીજીના અસહકાર આંદોલને કમાલ કરી નાંખી! વિકાસ માટે જાપાન દેશનું વર્ક કલ્ચર આવવાને બદલે આપણે ત્યાં ગાંધીજીના અસહકાર આંદોલનને ‘હડતાલ’ તેમજ ‘બંધ’ નામના બે વિકૃત સંતાનો જન્મ્યા, જે હરામખોરીને પોષનારા છે. કોઈ પણ ઉદ્યોગ સારી રીતે ચાલતો થાય એટલે ત્યાં હડતાલ પડવાની શરુ થઈ જાય. વળી નાના-નાના કારણોસર ભારતમાં બંધ જાહેર કરી દેવામાં આવે છે જેનાથી તમારું કોઈ કામ થાય જ નહિ. મજુર મહાજન મંડળો, કર્મચારીઓના યુનિયનો અને તેના નેતાઓનું ગંદુ રાજકારણ અસહકાર આંદોલનની પેદાશ છે.

ગાંધીજી અંગ્રેજ શાસકોને આઝાદીના મુદ્દે સહમત(કન્વીન્સ) કરી શક્યા હતા?

શું ચર્ચાના ટેબલ પર ગાંધીજી અંગ્રેજો પાસે પોતાની વાત મનાવી શક્યા હતા ખરા? અરે, ચર્ચિલ તો સ્પષ્ટ કહેતો હતો, ‘ગાંધી, તમને ભારતીયોને આઝાદી આપી તો થોડાક જ સમયમાં હાથમાં વાટકો લઈને તમે પાછા અમારી પાસે આવીને કહેશો, કે સાહેબ, આપ કૃપા કરીને ફરીથી ભારત પર શાસન કરવા આવો. અમે ભારતને સારી રીતે સંભાળી શકતા નથી.’ આમ ગાંધીજી ક્યારેય પોતાની વાત અસરકારક રીતે અંગ્રેજો સમક્ષ મુકી શક્યા જ ન હતા. અને અંગ્રેજો પણ ક્યારેય ભારતને આઝાદી આપવાના પક્ષમાં હતા જ નહિ.

આમ, ભારતની આઝાદી સાથે ગાંધીજીની પ્રવૃત્તિઓને કંઈ જ લાગતું વળગતું ન હોવા છતાં આઝાદીનો યશ તેઓને મળી ગયો. આવી ગેરસમજ થવાનું એકમાત્ર કારણ તે સમયે ગાંધીજી સાથે મોટો સમુદાય જોડાયેલો હતો એ છે. વળી, ગાંધીજીને આઝાદીનો યશ આપવાથી અને તેઓની સાથે જોડાયેલા હોવા માત્રથી મોટા ભાગના ભારતીયોને પણ આઝાદીનો યશ મળી જતો હતો. આથી સહુએ મળીને યશ વહેંચી લીધો. ક્રાંતિકારીઓને આઝાદીનો યશ ના મળ્યો કારણ કે ક્રાંતિકારીઓએ જે કાર્ય ઉપાડ્યું હતું તે સામાન્ય ભારતીયના ગજાનું ન હતું. ‘હાથમાં શસ્ત્ર લેવું’ એ ‘માર ખાવા’ જેટલું સહેલું નથી. ગાંધીજીના અનુયાયીઓ કહે છે, કે નિર્ભયતાથી છાતી કાઢીને દુશ્મનનો માર સહન કરવામાં ખરી બહાદુરી છે. બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય ત્યારે આવા વિચારો આવે છે. આપણે સહુ જાણીએ છીએ ને એવો સામાન્ય નિયમ પણ છે કે જે કાર્ય અઘરું છે એ કાર્ય કરનાર બહુ થોડા લોકો મળે છે અને કાર્ય જેટલું સહેલું હશે તેટલા વધુ માણસો આસાનીથી ઉપલબ્ધ થઈ શકશે.

ગાંધીને લાખો લોકો મળ્યા જે માર ખાવા તૈયાર હતા અને ક્રાંતિકારીઓને ગણ્યાગાંઠ્યા યુવાનો મળ્યા જે પોતાના પ્રાણોનું બલિદાન આપવા તૈયાર હતા. આ પરથી સહેજે અંદાજ આવે છે, કે કયું કાર્ય અઘરું છે ને કયું કાર્ય સહેલું! વળી ક્રાંતિકારીઓએ પોતાના ઘરના સભ્યો, સગાવહાલા તેમજ બહુજન સમાજ શું કહેશે તેનો વિચાર કર્યા વિના માતૃભુમિને સ્વતંત્ર કરવાનું બીડું ઝડપ્યું હતું. સામાન્ય માતા-પિતા કલ્પના પણ ન કરી શકે એ કક્ષાએ જઈને આપણો ક્રાંતિકારી ભણી-ગણીને રુપિયા કમાવાને બદલે મા ભારતીને કાજે મૃત્યુ કમાવા નીકળ્યો હતો. વળી ક્રાંતિકારીઓના પરિવારજનો પાસેથી તેઓના દીકરા અંગેની માહિતી કઢાવવા અંગ્રેજ પોલીસ અસહ્ય માર મારતી હોવા છતાં કોઈ માહિતી મેળવી શકતી ન હતી. સામાજિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયા હોવાથી ક્રાંતિકારીઓને આઝાદીનો યશ ના મળ્યો પરંતુ એક વાત સત્ય છે, કે અંગ્રેજો માત્ર ક્રાંતિકારીઓથી જ ડરતા હતા. અને તેઓથી ભયભીત થઈને અંગ્રેજો ભારત છોડી ગયા છે, ગાંધીના ટોળાઓ માર ખાઈ રહ્યા હતા તેનાથી નહિ.

ભારતને આઝાદી કોણે અપાવી?

ભારતને આઝાદી કેવી રીતે મળી એ વાત આપણે સારી રીતે જાણીએ છીએ. બીજા વિશ્વયુદ્ધ બાદ ઈંગલેંડમાં પ્રથમ વાર ભારતને આઝાદી આપવાના મતની લેબરપાર્ટી સત્તા પર આવી. દસકાઓથી શાસન કરી રહેલો ને ભારતને ક્યારેય આઝાદી ન આપવાના મતનો કોંઝર્વેટીવ પક્ષ ઈંગલેંડના ઈતિહાસમાં પ્રથમ વખત ચુંટણી હારી ગયો. બીજા વિશ્વયુદ્ધમાં હારી ચુકેલા ઈંગલેંડને વિજેતા બનાવનાર ચર્ચિલનો પક્ષ શા માટે ચુંટણી હારી ગયો, એ પ્રશ્નનો કોઈ જવાબ નથી. વળી ભારતને આઝાદી આપવાનું એક માત્ર કાર્ય કર્યા બાદ લેબરપક્ષ સત્તા ગુમાવી બેઠો એ બાબત પણ સમજાતી નથી. આથી આ ઘટનાક્રમ પાછળ ઈશ્વરીસંકેત છે – એમ આપણે સમજવું રહ્યું. આપણે એમ કહીએ કે ‘ભારતને આઝાદી ગાંધીએ અપાવી’ તો ઈંગલેંડ દ્વારા માત્ર ભારત જ આઝાદ થવું જોઈએ ને! હકીકત એ છે, કે ‘એટલી’ના નેતૃત્વવાળા લેબરપક્ષે માત્ર ભારતને જ આઝાદી આપી નથી બલ્કે અંગ્રેજોના ગુલામ એવા વિશ્વના ઘણા દેશોને એક પછી એક આઝાદ કર્યા છે. ભારતની સાથે જ આઝાદ થયેલા અન્ય દેશોને અંગ્રેજોએ આઝાદ કર્યા એની પાછળ લડત આપનારા તે-તે દેશોના ગાંધીઓ પણ હોવા જોઈએ ને! આ રીતે પણ ભારતને આઝાદી ગાંધીએ અપાવી એ તર્ક સિદ્ધ થતો નથી.

ખરેખર તો સ્થિતિ એ હતી કે ભારતમાં ચાલી રહેલી ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓની ધાક અંગ્રેજો પર એટલી તો મજબૂત હતી કે ઈંગલેંડમાં શિક્ષણ લઈને આઈ.સી.એસ. થનારા અંગ્રેજ અમલદારો ભારતમાં આવીને ફરજ બજાવવા તૈયાર જ ન હતા. આપણે ત્યાં ક્રાંતિકારીઓ વિશે ખાસ કંઈ સંશોધન થયું નથી કે તેઓ વિશે પૂરતું સાહિત્ય-સર્જન પણ થયું નથી. વાસ્તવમાં ભારતના બધા જ ક્રાંતિકારીઓ તે સમયે યુનિવર્સિટી સ્નાતક થયેલા હતા. તેઓનું સ્ટડી સર્કલ હતું. કોઈ એક પુસ્તક લઈને તેના પર તેઓ નિયમિત સમુહચર્ચા(ગ્રુપ ડીસ્કસન) કરતા હતા. કોઈ યુવાન આ ક્રાંતિકારી જુથમાં સામેલ થવા માંગે તો મહિનાઓ સુધી તેની આકરી કસોટી કરવામાં આવતી હતી. તેમાંથી સફળતાપૂર્વક પસાર થાય તેને જ ક્રાંતિકારી જુથમાં સામેલ કરવામાં આવતો હતો. રુપિયાની લાલચ ધરાવતો, ચારિત્ર્યનો શિથીલ, કષ્ટ સહન ન કરી શકનારો ને માત્ર ઝનુનથી દેશને આઝાદ કરવાની ભાવનાવાળો છોકરો તો ચપટીમાં ફેંકાઈ જતો. ક્રાંતિકારીઓ બુદ્ધિશાળી, સંસ્કારી, સામાજિક કલંક સહન કરીને પણ ગુલામ માતૃભુમિની સ્વતંત્રતા માટે અવિરત ઝઝુમવાની ભાવનાવાળા, ભોજન કે સ્ત્રીમાં સ્વાદ માણવાની વૃત્તિથી ભડકનારા હતા. તેઓના મિશનના કારણે અંગ્રેજ અમલદારો મૃત્યુથી ડરીને ભારતમાં આવવાનું ટાળતા હોવાથી ને પોતાની નબળાઈ જાણી ગયેલા તેમજ એ નબળાઈ જાહેર થાય એ પહેલા જ અંગ્રેજોએ પોતાનો વટ જાળવીને ભારતમાંથી પલાયન થઈ જવાનું નક્કી કર્યું – એ કારણ ભારતની સ્વતંત્રતા માટે વધુ યોગ્ય જણાય છે.

ગાંધીજીને આઝાદીનો યશ મળે તેમાં કોઈને પેટમાં શા માટે દુ:ખે? એવો નાદાન પ્રશ્ન અણસમજુને થાય એ શક્ય છે. અહિં ચોકલેટ વહેંચવાની વાત નથી કે જેમાં ક્રાંતિકારીઓ રહી ગયા ને ગાંધી ફાવી ગયા હોય! મુદ્દો એ છે કે આખું વિશ્વ બહુ મોટી ગેરસમજનો ભોગ બની ગયું. અને એમાંય સૌથી દુ:ખદ બાબત એ છે કે વિશ્વમાં એક એવો ખોટો દાખલો બેસી ગયો કે ‘અહિંસા યુદ્ધનો વિકલ્પ છે.’ ખરેખર તો યુદ્ધનો કોઈ વિકલ્પ હોઈ જ શકતો જ નથી. લડાઈ કોઈ ચોક્કસ તીવ્રતાની કક્ષાએ પહોંચે ત્યારે યુદ્ધ અનિવાર્ય બનતું હોય છે. અહિંસા એ તો વ્યક્તિગત આધ્યાત્મિક ગુણ છે, જે વ્યક્તિને વિશ્વસમસ્ત સાથે પ્રેમથી જોડે છે અને સહુની (કોઈ એકની નહિ) એકાત્મતાની ભાવનાને મજબૂત કરે છે. પરંતુ જ્યારે વ્યવહારમાં કોઈ વ્યક્તિને કે દેશને પાઠ ભણાવવા લપડાક મારવી પડે તો એવી હિંસા તો ધર્મસંમત છે. આજે પડોશી રાષ્ટ્રો સહિત વિશ્વના અનેક દેશો ભારતને હેરાન-પરેશાન કરી રહ્યા છે ત્યારે અહિંસાથી અંગ્રેજોને ભગાડનાર ! એવા આપણને તેઓ સામે ગાંધી ચીંધ્યા (ગેર)માર્ગે લડવાની ફરજ પડી રહી છે. દુ:શ્મનની સાન ઠેકાણે લાવવા હિંસા અનિવાર્ય હોવા છતાં આપણે એ સચોટ માર્ગ અપનાવી શકતા નથી. આ એક ગેરસમજ દુર થાય તો આપણે ખુમારીથી લડી શકીએ અને આપણું ગૌરવ આપણે જાળવી શકીએ. આ સંદર્ભમાં ગાંધીના બકવાસ હોવા છતાં યશ મેળવી ગયેલા શસ્ત્રો, જેવા કે: અહિંસા, અસહકાર આંદોલન, અનશન(આમરણાંત ઉપવાસ) વગેરેને તેમજ તેના કારણે દેશને થયેલા પ્રાણઘાતક નુક્શાનને બરાબર સમજી લેવાની જરુર છે.

Advertisements

Comments on: "અહિંસા અને ભારતની આઝાદી" (10)

 1. તમે એક મહત્વની વાત ભૂલી ગયા કે અંગ્રેજોને જેનાથી ખતરો હતો તેવા સહુને તેમણે ઠેકાણે પાડ્યા ઉદા. ભગત સિંહ, મંગલ પાંડે, સુભાંદ્ર બોઝ વગેરે.. જો ગાંધીજીને તે લોકો ખરો ખતરો સમજતા હોત તો પેલી ગોળી ૧૯૪૮માં નહી ૧૯૪૭ની ૧૫મી ઓગષ્ટ પહેલા વાગી હોત અને તે પણ ગોડસે નહી કોઈક અંગ્રેજની બંદૂકમાંથી છુટીને. તમારી પોસ્ટ સાથે ઘણા અંશે સહમત છું પણ ઘણો માહિતીદોષ પણ છે જે પૈકી ૧-૨ મુદ્દા અહીં રજૂ કરું છું.

  ગાંધીજીનું મૃત્યુ ઝીણા પહેલા થયું હતું, ઝીણા સપ્ટેમ્બર ૧૯૪૮માં મૃત્યુ પામ્યાં જ્યારે ગાંધીજી તેમના કરતાં લગભગ સાડા આઠ મહિના પહેલા.

  એટલીની લેબર સરકારે ભારત પછી જે દેશોને આઝાદી આપી તે પણ એક કે બીજા અર્થમાં ભારતનો અંશ જ હતાં કેમકે આઝાદી પહેલા ભારતની કોઈ ચોક્કસ સિમા નહોતી માટે આપણે એમ પણ કહી શકીએ કે બર્મા અને શ્રીલંકાને અંગ્રેજોએ ભારતને આપેલી આઝાદી છતાં પોતાની પાસે રાખી લીધા હતાં જે પાછળથી મુક્ત કર્યા.

 2. kalpesh18 said:

  આભાર ધવલભાઈ, ઝીણાના મૃત્યુ અંગેનો વિગતદોષ સુધારી લીધો છે.

 3. H M Dahime said:

  આદર્ણેીય મિત્ર,
  કલ્પેશભાઈ.
  હુ ધવલભાઈ સાથે સંમત છુ. આપની સાથે પણ મહદ અંશે સંમત છુ.
  આપના કેટલાક વિચારો, અતિ શયોક્તિવાળા લાગ્યા, પણ લોકોના ધ્યાન મા લાવવા માટે આપે જે કર્યુ તે સરાહનીય છે.
  મારા મત મુજબ આઝાદી પછી જે બન્યુ તે વધારે દુઃખ દાયક છે. ઈતિહાસ સાક્ષી છે કે આપણા કહેવાતા આઝાદ થયેલ ભારત મા લોકશાહી જો લોકો માટે આવી હોત તો ઘણુ સારૂ થાત્ પણ કમ-નસીબે આઝાદ ભારતમા આજે લોક શાહી ના નામે જે સરમુખ્ત્યાર શાહી ચાલે છે તેની શરૂઆત આપણા રાષ્ટ્રપિતામહે જ કરી હતી. આ મારા મનની વાત નથી, ઈતિહાસ તેનો ગવાહ છે, લોકશાહી એટલે બહુમતિ જે ઈચ્છે તે થાય એવી મારી વ્યાખ્યા જો સાચી હોય તો, આઝાદ ભારત મા લોકશાહીનૂ પ્રથમ ખુન ગાંધીજીએ જ કર્યુ હતુ. જ્યારે સરદાર પટેલ ને ભારતના વડાપ્રધાન તરીકે તે સમય ના કોંગ્રેસે બહુમતી (કદાચ ૧૧ વિરૂદ્ધ ૩ ના મતે અને ગાંધીના કહેવા મુજબ આ ૩ મત પણ ગાંધીના રાજકિય વારસદાર નેહરૂને નહતા મળ્યા, પણ અપક્ષને ગયા હતા, મતલબ કે વોટ આપનારા વૉટર્સ માથી એક પણ વૉટર નહતા ઈચ્છતા કે જવાહર વડાપ્રધાન બને, કા. કે. જવાહર જન્મથી જ બ્રીટીસ લાઇફથી મોહિત હતા, તેમનો કાયમી પહેરવેશ તેની જિવતી સાબીતી છે. તો ૧૧ માથી ૮ વૉટ મળવાથી લોકશાહીને હ્રદયથી માનનારો બહુમતિના વિરૂદ્ધમા ક્યારેય પોતાનો વટ હુકમ ચલાવે નહિ. (કદાચ આપણા બંધારણ મા આ જોગવાઈ હશે તો તેની મને જાણ નથી જો તમને હોય તો મને જણાવવા મહેરબાની કરશો.) પણ આપણા મહાત્માએ ત્યા પોતાને ન મળેલ હક્કનો ઉપયોગ કર્યો, અને સરદાર પટેલ ને ઇમોશનલ બ્લેક મેલ કર્યા. અને એટલેજ આજે સરેઆમ લોકશાહીનુ ખુન હરેક પળે થાય છે પણ આપણે તેવુ કરનારને આજે પણ મહાત્મા માનીએ ગણીએ છીએ જેમ કે સોનીયાજી જે વડાપ્રધાન કરતા પણ દેશને વધારે વચનો આપે છે. અને એટલે જ કદાચ આપણે ગાંધીજીના સારા ગુણોને ભુલીને તેમને ગાળો દઇએ છીએ, બાકી તેમનામા સારા ગુણો ઘણા હતા; અને તેમ કરવાનો આપણને અધિકાર પણ છે. કારણ કે, આજની લોકશાહિ મા પ્રજા માટે એક આ જ સારો મુદ્દો જિવે છે.
  જય હિન્દ, જય ભારત્.
  વન્દે મા-તરમ્

  હુ “ભારત સ્વાભિમાન” અભિયાનને મારો ટેકો આપુ છૂ. જો તમને યોગ્ય લાગે તો આ લડતમા જોડાવા હુ વાંચનારને અને તેના જાણીતા તમામને વિનંતિ કરૂ છુ.

  આપ મને ઇ-મેલ કરી શકો છોઃ hirendahime@gmail.com, Mo: +91-8690056905

 4. harshad brahmbhatt said:

  હૃદયપરિવર્તન ક્યારે થાય? સૌપ્રથમ વાત એ છે કે હૃદયપરિવર્તન કોઈ એક વ્યક્તિનું થઈ શકે, સમુહનું નહિ. બીજું કે નબળી, અસમર્થ વ્યક્તિનું હૃદયપરિવર્તન કરી શકાય છે, સશક્તનું નહિ. વળી નબળી વ્યક્તિ કોઈ સશક્ત, સમર્થ વ્યક્તિને હેરાન-પરેશાન કરી રહી હોય ને એ સમર્થ વ્યક્તિ ક્ષમાભાવ દાખવીને અસમર્થને વારંવાર માફી આપી રહી હોય ત્યારે એક તબક્કે અસમર્થ વ્યક્તિને અનુભવ થાય છે, કે ‘સમર્થ વ્યક્તિ ધારે તો મને ચપટીમાં ચોળી નાંખી શકે તેમ છે છતાં મને દર વખતે જવા દે છે.’ આવું વિચારીને એ નબળી વ્યક્તિને પોતાના દુષ્કૃત્ય બદલ શરમ આવે છે અને એ સમર્થ તેમજ ક્ષમાશીલ વ્યક્તિની માફી માંગે છે. આ રીતે હૃદયપરિવર્તન થાય છે. શું અંગ્રેજો અસમર્થ હતા? ના રે ના. શું ભારતીયો સમર્થ હતા? બિલ્કુલ નહિ. ‘ભારતનું શોષણ’ એ શું ગાંધી અને કોઈ એક અંગ્રેજનો એ વ્યક્તિગત મામલો હતો? જો ના, તો હૃદયપરિવર્તનનો તો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.

 5. you are absolutly right

 6. […] પહેલા કલ્પેશભાઈ સોની ના બ્લોગ પર અહિંસા અને ભારત ની આઝાદી  પર લેખ વાંચી ને મન મા એક પ્રશ્ન […]

 7. Abhishek Devdhar said:

  નમસ્કાર!
  આપનો આ પ્રયત્ન અત્યન્ત પ્રશન્સ્નિય છૈ. ધન્યવાદ.
  જય હિન્દુરાષ્ટ્ર !

 8. rekha sindhal said:

  ગાંધીજીની વિશ્વ બંધુત્વની ભાવનામાં એકતા ખાતર ત્યાગ -જે વલ્લભભાઈ પટેલે સમજીને કરેલ તેઓ બાળક ન હતા કે બ્લેકમેલ થઈ જાય વળી ગાંધીજીને પોતાને તો એથી ય વધુ મત મળ્યા હોવા છતાં પોતે પ્રથમ એ પદનો ત્યાગ કરીને પટેલને સમજાવી શકેલા-તેઓ જે આચરતાં તે જ કરવાનું બીજાને કહેતાં. ક્રાંતિકારીઓની દેશભક્તિને પણ તેઓ બિરદાવતા અને પોતાનો જુદો માર્ગ ખોટો પણ હોઈ શકે તે શક્યતાને કબૂલ રાખતા પણ તેથી કરીને અન્યના માર્ગે જવા તૈયાર થતા નહી. અન્યને પ્રેમ અને સમજાવટથી પોતાના માર્ગ પર લેવાની કોશિષ કરતા આથી જ બ્રિટિશરો અને મુસ્લિમો સાથે તેમની દુશ્મનાવટ ન હતી. એમણે કાયરતા કરતાં હિંસાને અને હિંસા કરતાં અહિંસાને ચઢિયાતી ગણી હતી. પોતાના અવગુણો જોવા અને બીજાના ગુણો જોવાની ભાવનાથી એમણે આપણા લોકોમાં રહેલી હિંસાની ભાવનાની ટીકા કરી હોય અને પોતાના સમૂહને વફાદાર રહેતા વિધર્મીઓની વફાદારીની પ્રસંશા કરી હોય તો તેમાં ખોટું શું છે? એમના વિરોધીઓનો પણ એમને વિરોધ ન હતો એજ એમની મહાનતા જેને હ્રદયથી સમજવી પડે બુદ્ધિથી ન સમજાય તેવો ગહન તેમનો અધ્યાત્મવાદ હતો. તેઓ પાપને ધિક્કારતા પાપીને નહી અને આમ હિંસાને ધિક્કારતા હિંસકને નહી. આઝાદી મેળવવામાં જીવ પર ખેલનારા ક્રાંતિકારીઓનો ફાળો પણ જરાય ઓછો નથી. કદાચ એથી સમતુલા જળવાઈ રહેતી હતી નહીતર લોહીની નદીઓ વહ્યા બાદ આઝાદી મળી હોત.

 9. Mayank Mahi – Mayank Raval – Radhika Vador ….. https://www.facebook.com/photo.php?fbid=10150848647269338&set=a.10150186592049338.366889.599949337&type=1

  = https://www.facebook.com/photo.php?fbid=10150852362489338&set=a.10150852351089338.518159.599949337&type=3

  = https://www.facebook.com/photo.php?fbid=10150852356959338&set=a.10150852351089338.518159.599949337&type=3

  બસ હું માત્ર હકોકત જાણવા માગું છુ કે. ?

  ભારત ને આઝાદી આપવી અંગ્રેજોએ ની મજબૂરી હતી ! તે ગાંધી ના લીધે નહી પણ , સુભાષ બોસ અને બીજા હિંસાવાદી ક્રાંતિકારીઓ ને લીધે …! જોઈ લો અહીયાં એક ભારતીય તરીકે સાચો ઇતિહાસ જાણવો જરૂરી

  એ માણસ ભલે મહાન આત્મા હોય ! પણ એમેને તો અંગ્રેજોએ શું તેમના છેલાઓ પણ ઘોળી ને પી ગયા હતા ! અને આટલી હકીકત થી દુખ થતું હોય તો તમારે સત્ય સ્વીકારવું જ પડશે કે, એમણે બ્રહ્મચર્ય ના પ્રયોગો ખાતર યુવાન છોકરીઓ સાથે નગ્ન સૂઈ ને પ્રયોગો કરેલા છે …. એ ભલે એમની ઇચ્છા શક્તિ પર કાબૂ ના વિજયની મહાનતા હશે પણ ….. એવું બ્રહ્મચારી શું કામ નું જેમાં સફળ થવા માટે આવા પ્રયોગો કરવા પડે ..! જો તમે આ વાત નો પણ વિરોધ કરશો તો મારે ના છૂટકે એ સત્ય બહાર મૂકવું પડશે ..હું સાબિતી સિવાય સાચું પણ નથી બોલતો તો જૂઠ અને ઉપજાવી કાઢેલો ઇતિહાસ હું તો ના જ લખું ને ?

  બસ આજ સવાલ નો જવાબ આપવા વિનંતી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: