વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन. मा कर्मफलहेतुर्भु मा ते संगोस्त्वकर्मणि.

કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહિ, ફળ હેતુથી કર્મ ન કર, અકર્મનો સંગ ન કર.

શ્રીમદ ભગવદ્ગગીતાના આ શ્લોકનું પ્રચલિત અર્થઘટન આ પ્રમાણે છે : “ફળ મળે કે ના મળે(ફળની આશા રાખ્યા વિના) કર્મ કરવું જોઇએ.” ખરેખર તો ‘ફળ મળે કે ન મળે…’ એમ કહેવું બરાબર નથી કારણકે કે કોઇ પણ કર્મ તેને અનુસાર ફળ આપ્યા વગર જંપતુ નથી. એ જ રીતે ‘ફળની આશા રાખ્યા વગર કર્મ કરો’ એમ કહેવું એ પણ બરાબર નથી કારણકે માણસનું પ્રત્યેક કર્મ કોઇ ચોક્ક્સ પરિણામ લાવવા માટે થતું હોય છે. આથી જ મહાકવિ કાલીદાસ ‘રઘુવંશમ’ નામના મહાકાવ્યમાં રઘુવંશ(પ્રભુ રામચંદ્રના વંશ)ના ગુણગાન ગાતાં કહે છે : “आफलोदय कर्मणाम….”અર્થાત રઘુવંશીઓ ફળના ઉદય(પ્રાપ્તિ) સુધી અવિરતપણે કર્મ કરનારા છે. ધાર્યુ પરિણામ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કર્મ ન છોડનારા રઘુવંશી છે.

જો આમ જ હોય તો શ્લોકનો ખરો અર્થ શું? ‘ફળહેતુ કર્મ ન કર…’ એટલે શું? એનો ખરો અર્થ એ છે કે – માત્ર ફળમાં જ માણસને રસ હોય અને માત્ર ફળપ્રાપ્તિ માટે જ કર્મ કરવાનું હોય અર્થાત કર્મ કરવામાં માણસને રસ ન હોય, કર્મ કરવાથી આનંદ ન આવતો હોય તો માણસ સારી રીતે કર્મ કરી જ શક્તો નથી. જીવન કર્મમય છે. કર્મ આનંદમય બને તો જીવન આનંદમય બને. ફળપ્રાપ્તિ ક્ષણિક છે. એક જ ક્ષણમાં ફળ મળી જાય છે. જ્યારે કર્મ અવિરત ચાલનારું છે. તેથી કર્મ કરવામાં આનંદ માણતા થવું જરૂરી છે. તેનાથી જીવન આનંદી બને છે.

વળી ‘ કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહિ’ એનો અર્થ શું કરવાનો? એનો ખરો અર્થ એ છે કે કર્મમાં માણસને પસંદગી(choice) છે. કયું કર્મ કરવું, કયું કર્મ ન કરવું, કર્મ કેવી રીતે કરવું, કર્મ ક્યારે કરવું, કર્મ ક્યારે ન કરવું, કર્મમાં કોને સાથે લેવા વગેરે બાબતમાં માણસ પોતાની ઇચ્છા પ્રમાણે પસંદગી કરી શકે છે. પરંતુ ફળમાં માણસની પસંદગી ચાલતી નથી એટલે કે કર્મ કર્યા બાદ કર્માનુસાર જે ફળ ભોગવવાનું માણસના ભાગે આવે છે તેમાંથી માણસ છટકી શકતો નથી. ઉપરાંત માણસને તેના કરેલા કર્મનું ફળ ક્યારે મળશે તે માણસના હાથની વાત નથી. વળી પોતાના કર્મનું કેવું ફળ મળશે એ માણસ જાણી શકતો નથી. આથી જ ગીતામાં કહ્યું છે “…. गहना कर्मणो गति:” આ અર્થમાં માણસનો કર્મમાં અધિકાર છે, ફળમાં નહિ.

માણસ સાધક તરીકે જીવન જીવવાની શરુઆત કરે છે ત્યારે વિકાસક્રમના એક તબક્કે તેને અનુભવ થાય છે કે પાપકર્મ જેવી રીતે વિકાસમાં બાધક છે તેવી જ રીતે પુણ્યકર્મ પણ વિકાસમાં બાધકરૂપ છે. પાપકર્મના ફળ કડવાં કે ખાટાં છે તો પુણ્યકર્મના ફળ મીઠાં, સ્વર્ગપ્રાપ્તિ કરાવનારા હોવા છતાં માણસને બંધનમાં જ નાંખનારા છે, તેને મુક્ત કરવામાં તે સહાયક બનતા નથી. આથી માણસ વિચારે છે, કે ‘કર્મ એવી રીતે કરવું કે જેથી કર્તાનું લેબલ પોતાને ચોંટે જ નહી. કર્મ કરવા છતાં પોતે અકર્તા જ રહે એવી રીતે કર્મ કરવું એનું જ નામ કર્મમાં કુશળતા. આવું કર્મ શી રીતે કરી શકાય?

મુક્ત થવા માટે ગીતામાં કર્મ કરવાનો બહુ સરળ રસ્તો બતાવ્યો છે:’….निमित्तमात्रं भव सव्यसाचिन.’ સાધન બનીને કર્મ કરવાથી કર્મનું ફળ ભોગવવાનું રહેતું નથી કારણકે આવું કર્મ પોતાના નામે લખાતું નથી. કોઇ ગુંડો છરીથી કોઇ માણસનું ખુન કરી નાંખે તો સજા છરીને થતી નથી કારણકે છરી સાધન છે. કોઇ ડાકૂ બંદૂકમાંથી ગોળી છોડીને પોલીસને મારી નાંખે તો બંદૂકને ફાંસીએ લટકાવાતી નથી કારણકે બંદૂક સાધન છે. સાધન બનીને કર્મ કરવું એટલે ભગવાનના સાધન બનીને ભગવાન માટે પોતાના ગમા-અણગમા બાજુ પર રાખીને કર્મ કરવું. જે માણસ પોતાના ગમા-અણગમાથી પર છે તે મુક્ત છે કારણકે ગમા-અણગમા માણસને બાંધે છે. આ અંગે વિસ્તારથી છણાવટ ‘બંધન અને મુક્તિ’ લેખમાં થયેલી છે, જે આપને ભવિષ્યમાં વાંચવા મળશે. સકળ સૃષ્ટિમાં સર્વત્ર ભગવાન રહેલા છે તે તમામ જગ્યા ભગવાન જેટલી જ પવિત્ર રાખવી અને એ માટે કાર્ય કરવું. આમ જ્ઞાન પ્રાપ્ત કરીને કર્મ કરવામાં કુશળતા પ્રાપ્ત કરવાની છે અને મુક્ત થવાનું છે.

Advertisements

Comments on: "કર્મ-ફળ-મુક્તિ" (3)

  1. AIMS CONSULTANTS said:

    Theory of KARMA, as being advocated in Bhagvad GEETA seems failing looking at following events :
    1. Obama Bin Laden, enjoys global power despite all evil deeds for long
    2. Dawood Ebrahim is also enjoying the similar status for long, for waht ?
    3. GODS, in India needs black commando protections for long … WHY ?
    4. Innocent 10000+ lives lost due to Tsunami & Quake in JAPAN..
    5. Most corrupt gets award and reward … globally too.
    6. Most character less atop are ruling the nation, for years !!!
    7. Truth, Honesty, Hard Work, Sincerity etc etc gets more penalised, often.
    How to get consoled with the teory of KARMA, though I firmly belive it to be the absolute truth and global SPIRITUAL message of GEETA.

  2. સુંદર
    છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ
    નહીં ભોક્તા તું તેહનો એ છે ધર્મનો મર્મ.
    – શ્રીમદ્ રાજચંદ્ર

    જો તું જીવ તો કર્તા હરિ,
    જો તું શીવ તો વસ્તુ ખરી.
    – અખા ભગત

  3. કરેલુ કર્મ એળે જતુ નથી. કર્મફલ તો ગમે ત્યારે મળી ને જ રહે છે.જે માણસ સુખ દુખથી , ઇચ્છા અનિચ્છા, રાગ અને દ્ધેષ થી પર હોય છે, તે મુક્ત જ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: