વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

પરીક્ષાના ડરથી કે તેના પરિણામના ડરથી કિશોર ભાઈ-બહેનો મોતને વહાલું કરી લે છે તેના મૂળમાં રહેલું માનસિક રહસ્ય છતું કરીને તેના ઈલાજ રુપે કેટલીક બાબતોની ચર્ચા અહિં કરી છે જે અંગે વિચારવાથી તેઓ પરીક્ષાને પણ માણી શકે એવા સક્ષમ બને છે.

પરીક્ષાનો ડર દૂર કરો:

(1)માધ્યમિક શિક્ષણ લેવાનું શરુ કરો ત્યારથી જ પોતાના રસનું ક્ષેત્ર તેમજ ભવિષ્યમાં તેમાંથી થનારી આવકની શક્યતા અંગે વિચારવાનું શરુ કરી દો.

(2)મા-બાપની મહત્વાકાંક્ષાઓ અને સામાજિક પ્રતિષ્ઠાને બાજુએ મુકીને પોતાના ગમતા ક્ષેત્રમાં કારકીર્દિ બનાવવાની હિંમત ધરાવનાર વિદ્યાર્થી ક્યારેય નાસીપાસ થતો નથી.

(3)લાંબા ગાળાનો વિચાર કરીએ તો નિમ્ન-મધ્યમ વર્ગના વિદ્યાર્થીએ ઉચ્ચ અભ્યાસની લાલચ પડતી મુકીને દસમા-બારમા પછી રોજગારલક્ષી અભ્યાસક્રમની તાલીમ લઈને સ્વનિર્ભર થઈ જવું જોઈએ. ઘણાં પસંદગીના ક્ષેત્રો તમારી રાહ જુએ છે. ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કરી શકાય છે.

(4)અભ્યાસવિષયોની પસંદગી ખોટી થઈ ગઈ હશે તો વાંચવાની મહેનત વ્યર્થ જશે. નિષ્ફળતા ને અપયશ મળશે એ નફામાં. સમય તેમજ રુપિયા અને સુખ-શાંતિ પણ ચાલ્યા જશે. માટે આ બાબતને છુપાવવાને બદલે જાહેર કરી દો અને તરત જ લાઈન બદલી નાંખો. ખોટા રસ્તે ગાડી પ્રવેશી જાય તો પાછા વળવામાં જેટલી વાર લગાડશો એટલું વધુ અંતર ફરીથી કાપવું પડશે, બરબાદી વધુ થશે.

(5)દસમા અને બારમા ધોરણમાં આવેલા વિદ્યાર્થીની નોંધ આખો સમાજ લેવા માંડે છે આથી એની સહજતા ચાલી જાય છે અને વિદ્યાર્થી પોતે છે એનાથી અધિક હોંશિયાર દેખાવાનો પ્રયત્ન કરે છે. એમાંથી સમાજ અને વિદ્યાર્થી વચ્ચે ઉંદર-બિલાડીની રમત શરુ થાય છે. વિદ્યાર્થીએ ચેતી જવું.

(6)પરીક્ષાનો ડર ઊભો કરીને આપણી સહજ પ્રવૃત્તિઓ જેવી કે રમવું, હરવુ-ફરવું વગેરેને બંધ કરવાની સલાહ આપનારી આસપાસની ટીકાખોર વ્યક્તિઓ સાથે વિદ્યાર્થીએ વાતચીત કરવાનું ટાળવું, તો ક્યારેક એને ‘પોતાનું ધ્યાન રાખવાનું અને બીજાને વણમાગી સલાહ નહિ આપવાનું’ સ્પષ્ટ ભાષામાં કહી દેવું. પરંતુ જરાય અસ્વસ્થ ન થવું.

(7)કોઈ ચાલબાજ “આ વખતે તો તું બધાને બતાવી દેવાનો, ખરું ને!” એવા ખોટા વખાણ કરીને આપણને ફુલાવે તો ખુશ થઈ જઈને પોતાના વિશે ખોટા બણગા ન ફુંકવા. પરિણામ સારું નહિ આવે તો મોઢું સંતાડવાનો વારો આવશે.

(8)વિદ્યાર્થીને આત્મહત્યા કરવા મજબૂર કરતું એકમાત્ર પરિબળ: પોતાની ખરી લાયકાત જાહેરમાં કબૂલ કરવાની હિંમતનો અભાવ. પોતાની ક્ષમતા વિના સંકોચે જાહેર કરી દો. જીવન અમૂલ્ય છે.

(9)ઉત્તરવહીમાં જવાબો નથી લખ્યા ત્યાં સુધી પરીક્ષાની તૈયારી માટે પૂરી મહેનત કરવી પરંતુ પરિણામ આવવાનું હોય ત્યારે હકારાત્મક દૃષ્ટિકોણ રાખવો. ઘણાં તો 90%માર્ક્સ આવે તો ય સોગિયું ડાચું લઈને ફરતા હોય છે. પ્રસન્ન જણાતા એક કિશોરને એના પરિણામ વિશે પૂછ્યું, તો કહે, “અરે, આ વખતે તો બે વિષયમાં નીકળી ગયો. હવે ખાલી ચાર વિષયોની જ પરીક્ષા આપવાની બાકી રહી !” આને કોણ દુ:ખી કરી શકે ?

(10)એંજિનિઅર, ડૉક્ટર, વકીલ, પ્રોફેસર, ચાર્ટર્ડ એકાઉંટંટ, આઈ.ટી.એક્સપર્ટ કે મેનેજમેંટ એક્સપર્ટ બનવા માટે માત્ર ને માત્ર એક જ વિષયના અભ્યાસની જરુર છે. બાકીના છ વિષયો કારકીર્દિને લગતા ન હોવાથી એમાં ઓછા માર્ક્સ આવે તો વધુ મહેનત કરવી પરંતુ વિદ્યાર્થીએ હીનભાવ ન અનુભવવો.

વાંચતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:

(11)ઘણાં કહે છે: “બોર્ડમાં આવ્યા એટલે રમવાનું બંધ, ટી.વી.-રેડીઓ બંધ, મિત્રો સાથે વાતો બંધ, ફરવા કે ફિલ્મ જોવા જવાનું બંધ !” કોઈ પણ નવો ફેરફાર મન સ્વીકારી શકતું જ નથી. જે પ્રવૃત્તિ ચાલે છે એ બંધ ન કરતા હળવે-હળવે ઓછી કરતા જવાનું ને રસ પડે એ રીતે અભ્યાસ કરતા જવાનું.

(12)અંધારિયા કે બંધિયાર ઓરડા કરતાં પૂરતા હવા-ઉજાસવાળા વાતાવરણમાં વાંચવાથી યાદ રાખવામાં સરળતા રહે છે.

(13)બે મિત્રો સાથે મળીને વાંચે તો ઉત્તમ ગણાય. પ્રશ્નો તેમજ મુંઝવણનો ઉકેલ તરત મળે છે. બન્ને મિત્રો (એક વાંચે તો બીજો સાંભળે – એ રીતે) વારાફરતી ઊંચા સાદે વાંચે તો બમણો લાભ મળે. બે થી વધુ મિત્રોએ ભેગા ન થવું. વિપરીત પરિણામ આવશે.

(14)’વાંચેલું પોતાને યાદ રહ્યું કે નહિ ?’ એ વારંવાર ચકાસવું નહિ. આત્મવિશ્વાસ ડગી જશે. વાંચો છો એટલે લખતી વખતે યાદ આવવાનું જ છે. ભોજન કરતી વખતે પેટ ભરાય છે કે કેમ? એવું વારે-વારે આપણે ચકાસતા નથી.

(15)વાંચતી વખતે કંટાળો દૂર કરવા શારિરીક મુદ્રાઓ બદલવી. ક્યારેક બેઠા-બેઠા તો ક્યારેક ચાલતા-ચાલતા, પોતાને સંભળાય એટલા ઊંચા અવાજે તો ક્યારેક મનમાં, વચ્ચે-વચ્ચે નોટબુકમાં પ્રશ્નના જવાબના મુદ્દાઓ ટપકાવતા જતાં – એમ જુદી-જુદી રીતે વાંચવું.

(16)લાંબા પ્રશ્નોના જવાબના મુદ્દાઓની કાપલીઓ તૈયાર કરીને એને વોશબેસીનથી ઉપરના ભાગમાં દિવાલ પર તેમજ ટુ-વ્હીલરના હેડ પર ચોંટાડવી. જેથી સવારે બ્રશ કરતી વખતે અને સ્કૂલે તેમજ ટ્યુશન ક્લાસીસે જતી-આવતી વખતે એના પર નજર નાંખી શકાય. એ રીતે પરીક્ષાની તૈયારી માટે વધારાનો સમય મેળવી શકાય.

(17)વધુ પડતું ભોજન અને વધુ પડતી ઊંઘ આળસુ બનાવે છે, તો ઓછું ભોજન અને ઓછી ઊંઘ લેવાથી કંઈ યાદ રહેતું નથી. માટે બન્ને પ્રમાણસર લેવું. એમાં તાત્કાલિક કોઈ ફેરફાર ન કરવો.

(18)વિવિધ પ્રવૃત્તિથી થાકેલા શરીર અને મન સાથે વાંચવાની કસરત એટલે પાડા પાસેથી દૂધની અપેક્ષા રાખવી. સવારે વાંચો કે મોડી રાત્રે, પૂરતી ઊંઘ લીધા બાદ વાંચવાનું રાખવું.

(19)લાંબા જવાબના વધુ મુદ્દાઓ હોવાથી એ યાદ ના રહેતા હોય તો દરેક મુદ્દાના પહેલા અક્ષરને લઈને એક નવો શબ્દ બનાવવો. ‘જાનીવાલીપીનારા=જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો’ પદ્ધતિ.

પરીક્ષાખંડમાં . . .

(20)પરીક્ષાસ્થળે સમયસર નહિ પરંતુ વહેલા પહોંચી જવું. રસ્તામાં ઘણાં પરિબળો આપણો સમય બરબાદ કરી શકે છે.

(21)આવડતા પ્રશ્નોનો જવાબ પહેલા લખવો.

પરિવારજનોની ફરજ:

(22)ઘરના સભ્યોએ કે અન્ય સહુએ વિદ્યાર્થીઓ વચ્ચે અંદરોઅંદર પરીક્ષાલક્ષી સરખામણી, સ્પર્ધા, હરિફાઈ કરાવવાથી તેમજ તેને મ્હેણાં-ટોણાં મારવા જેવી પ્રવૃત્તિથી સદંતર દૂર જ રહેવું. એનાથી વિદ્યાર્થીના આત્મવિશ્વાસને મરણતોલ ફટકો પડવાની પૂરી શક્યતા છે.

(23)બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીમાં ક્રિકેટ, ફિલ્મ, મિત્રોમાં રસ લેવાની તેમજ વયસહજ વિજાતીય પાત્ર પ્રત્યેના આકર્ષણની શરુઆત ધૂમધડાકા સાથે થાય છે. એનાથી પોતાના સંતાનનું ધ્યાન ભટકી ન જાય એ માટે વડીલોની જવાબદારી વધી જાય છે. પરસ્પર પ્રેમની તેમજ એકબીજાની કાળજી લેવાની ભાવના ન હોય એવા ઘરના કિશોરો અભ્યાસ ક્ષેત્રે આગળ આવી શકતા જ નથી.

(24)ઘરનું તેમજ આસપાસના પડોશનું વાતાવરણ શાંત હોવું જોઈએ. આ વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી માતા-પિતાની છે. ચોવીસ કલાકમાં જે સમયે શાંતિનો અનુભવ થતો હોય તે સમય વાંચવા માટે પસંદ કરવો. અન્યથા એવા સારા સ્થળની શોધ કરી ત્યાં વાંચવા અથવા રહેવા જતા રહેવું.

(25)વિદ્યાર્થીની સફળતા માટે પરિવારજનો પોતાના મનોરંજનનો ભોગ આપે એ અનિવાર્ય છે. ઘરમાં વધુ પડતા પ્રસંગોનું આયોજન ન થઈ જાય, વધારે સમય ટી.વી. ચાલુ ન રહે, મનને બેચેન કરે એવી ચર્ચાઓ કે સમાચારોની આપ-લે ન થાય, ઉગ્રતા ન વ્યાપે, સભ્યો શાંત રહીને માણી શકાય એવા શોખ કેળવે આ બધું જરુરી છે.

છેલ્લે . . .

શિક્ષણની સમગ્રતાલક્ષી યથાર્થતા સમજાવતો લેખ: http://vicharo.com/2011/01/03/life-oriented-education/ વાંચીને એના પર મનન જરુરથી કરશો.

Advertisements

Comments on: "પરીક્ષાની મજા માણો." (11)

 1. કલ્પેશભાઈ, આપે સુંદર માહિતિ પરીક્ષા વિષે આપી..

 2. સારો લેખ
  ઘણુ સમજવા જેવુ છે.

 3. વિદ્યાર્થી તેમજ માતાપિતાને સુંદર માર્ગદર્શન્.

 4. heetesh joshi said:

  ઘનો સરસ લેખ ખુબ ઉતમ અને સમ્પુર્ન મહિતિ આપિ આપ્ને ખુબ ખુબ અભિનન્દન અને આભર

 5. સરસ

 6. સરસ લેખ ખુબ જ ઉત્ત્મ અને સમજવા જેવો અભિનદન્

 7. very very good i like it and send more interesting thinks. thanks

 8. Pariksha ni Maja Mano-samajwa jevo uttam lekha.Kalpeshbhai,aabhinandan.

 9. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ said:

  સરસ માહિતિ આપેલ છે.

 10. વિધ્યઅર્થિઓ માતે સરસ લેખ ાપ્યો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: