વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

અંગ્રેજી શબ્દ ‘secular’ નો ખરો અર્થ છે : non-religious – નિધર્મી. A secular nation means : a nation in which the law of religion is not applied. ખ્રિસ્તીધર્મના ધર્મગુરુઓ દ્વારા પ્રજા ઉપર સદીઓ સુધી અમાનુષી અત્યાચાર ગુજારાયો ત્યારે તેની પ્રતિક્રિયારુપે એવા રાષ્ટ્રો તૈયાર થયા કે જેઓએ ધર્મની સત્તાને સીમિત કરી દીધી. આવા રાષ્ટ્રોના સતાધીશોએ માનવજીવનના બે ભાગ પાડી દીધા : (1)ઈહલોક અને (2)પરલોક. ઈહલોકમાં રાજ્યની સત્તા અને રાજ્યના કાયદા ચાલે અને પરલોક અંગેની બાબતોમાં ધર્મની સત્તા અને ધર્મના કાયદાઓ ચાલે. બન્ને સત્તા એકબીજાની બાબતમાં કોઈપણ પ્રકારની દખલગીરી ન કરે. આ પ્રકારની ભાવનાથી તદ્દન જુદા પ્રકારની ભાવના ‘secular’ શબ્દને લાગુ પાડીને ભારતના બંધારણ ઘડનારાઓએ secularism નો અર્થ ‘બિનસાંપ્રદાયિકતા’ એવો કર્યો, તદનુસાર સર્વ ધર્મોને સમાન ગણીને રાષ્ટ્રનો કોઈ એક ધર્મ ન રાખ્યો. આ પ્રકારની બિનસાંપ્રદાયિકતા ભારતદેશ માટે કેટલે અંશે યોગ્ય છે તેનો વિચાર કરવાનો ઉપક્રમ આ લેખનો છે.

માણસ પોતાની ઓળખને ધર્મ સાથે જોડે છે. માણસની ધર્મનિષ્ઠા એટલી બધી પ્રબળ હોય છે કે ધર્મ માટે ક્યારેક તે પોતાના પ્રાણ આપી દેતા પણ અચકાતો નથી. ઉત્સવના સંદર્ભમાં માણસની ધાર્મિકતા અંગે વિચારીએ તો સામાન્ય માણસથી શરુ કરીને મોટા ગજાના, એમ સહુ ઉમંગ અને ઉત્સાહથી ધાર્મિક ઉત્સવો ઉજવે છે. સામાન્યત: રાત્રે વહેલા સુઈ જનારા લાખો-કરોડો લોકો જન્માષ્ટમી જેવા ઉત્સવ દરમિયાન સ્વેચ્છાએ રાત્રે 12 કલાક સુધી જાગે છે, મંદિરોમાં એકઠાં થાય છે અને સાડા પાંચ હજાર વર્ષ પુર્વે જન્મેલા કૃષ્ણનો જન્મોત્સવ ઉજવે છે. આની સરખામણીમાં આપણે લોકોની રાષ્ટ્રનિષ્ઠાની તપાસ કરીએ તો આપણને શું જાણવા મળશે?

સાઠથી વધુ વર્ષ પુર્વ ભારતદેશ આઝાદ થયો ત્યારથી શરુ કરીને આજ સુધી 15મી ઑગષ્ટ (સ્વતંત્રતા દિવસ) અને 26મી જાન્યુઆરી (ગણતંત્ર દિવસ) : આ બન્ને રાષ્ટ્રીય તહેવારોના દિવસે સ્વેચ્છાએ કોઈ પણ પ્રકારના ડર કે લાલચ વિના ધ્વજવંદન માટે ત્રણ મિનિટ આપનારા સામાન્ય માણસની સંખ્યા કેટલી? નહિવત. કોઈપણ સામાન્ય માણસ ઉમંગ અને ઉત્સાહથી રાષ્ટ્રીય ઉત્સવો ઉજવવા તૈયાર નથી. સરકારી કર્મચારી-અધિકારીઓ પણ ક-મને, ડર અથવા લાલચથી આવા તહેવારોની ઉજવણીમાં જોડાતા હોય છે. આવી અને આટલી છે આપણી રાષ્ટ્રનિષ્ઠા ! પ્રશ્ન એ છે કે આવું કેમ થયું? ભારતમાં રહેતો અને ભારતીય નાગરિકત્વ ધરાવતો હિન્દુ જ્યારે રાષ્ટ્રીય ઉત્સવોમાં ઉલટભેર ભાગ ન લેતો હોય ત્યારે શું એમ માની લેવું કે તેની રાષ્ટ્રનિષ્ઠા ખલાસ થઈ છે? જ્યારે રાષ્ટ્રનિષ્ઠાને ધર્મનિષ્ઠાથી વિખુટી પાડીને સ્વતંત્ર રીતે તેને ઉભી કરવામાં આવે છે ત્યારે રાષ્ટ્રનિષ્ઠા ખતમ થાય છે. માર્ક્સવાદી-સામ્યવાદી-સમાજવાદી વિચારસરણીને વરેલા રાષ્ટ્રોએ આના ભયંકર પરિણામો ચાખ્યા છે. આથી ફરીથી ત્યાંના સત્તાધીશોને લોકોને ધર્મ પ્રત્યેની નિષ્ઠા અનુસાર વર્તવાની છુટ આપવી પડી છે એટલું જ નહિ પરંતુ સત્તાધીશો દ્વારા તોડી નાંખવામાં આવેલા દેવળો ફરીથી બાંધી આપવા પડ્યા છે.

રાષ્ટ્રનિષ્ઠાની સરખામણીમાં ધર્મનિષ્ઠા હંમેશા ચઢિયાતી સાબિત થાય છે. ઈંગલેંડ-અમેરિકામાં રહેતો હિન્દુ ભારત સાથે લાગણીથી જોડાયેલો રહેશે અને ભારતને જ વફાદાર રહેશે તેવી જ રીતે ભારતમાં રહેતો મુસ્લિમ ઈસ્લામિક રાષ્ટ્રો પ્રત્યે પોતાની નિષ્ઠા ધરાવતો હોય એ સ્વાભાવિક છે. માણસના જીવનમાં મુલ્યો-સિદ્ધાંતો, નીતિ, વિચારસરણી વગેરેનું મહત્વ ખુબ જ છે અને આ બધું જ ધર્મનો એક ભાગ હોવાથી ધર્મના સંદર્ભમાં જ તેની ચર્ચા થઈ શકે છે, ધર્મથી મુક્ત એવા રાષ્ટ્રના સંદર્ભમાં નહિ. ધર્મથી અલગ કરીને રાષ્ટ્ર વિશે વિચાર કરવામાં આવે છે ત્યારે એ માત્ર જમીનનો ટુકડો કે ભૌગોલિક આકાર જ રહી જાય છે અને એથી વિશેષ કાંઈ જ નહિ. નિષ્ઠા, ત્યાગ, વફાદારી, સમર્પણ, સત્ય વગેરે મુલ્યો ધર્મના ભાગ રુપ છે. ધર્મનિરપેક્ષ રાષ્ટ્રને આવા મુલ્યો સાથે કોઈ સંબંધ રહેતો નથી. એક જમીનના ટુકડા પ્રત્યે નિષ્ઠા કેવી રીતે ઉભી થઈ શકે? એના પ્રત્યે બહુ-બહુ તો માલિકી ભાવ હોઈ શકે.

રાષ્ટ્રનું ગૌરવ શેમાં રહેલું છે? રાષ્ટ્રની ભવ્ય સાંસ્કૃતિક વિચારધારા અને વારસો, રાષ્ટ્રની ઉન્નત પરંપરા, માનવ્યના વિકાસ માટે તેણે આપેલા બલિદાનો, રાષ્ટ્રનો ઉજ્જવળ ઈતિહાસ વગેરે બાબતો રાષ્ટ્રના ગૌરવની દ્યોતક છે. ભારતમાં કયા ધર્મે આ બાબતો આપી છે? જે ધર્મે અવતારોની ઉજ્જવળ પરંપરા આપી છે તે ધર્મની બિનસાંપ્રદાયિક રાષ્ટ્રમાં આજે શી હાલત કરવામાં આવી છે? કરોડો ભારતીય હિન્દુ નાગરિકોની હિન્દુ ધર્મ પ્રત્યેની અતુટ શ્રદ્ધા અને ભાવનાને લાત મારીને હિન્દુ ધર્મને એવા ધર્મોની હરોળમાં બેસાડી દીધો છે કે જેઓ જમીનસીમા વધારવાની કદીય ન સંતોષાય તેવી વાસના ધરાવનારા અને તે માટે લોહીની નદીઓ વહાવનારા સામ્રાજ્યવાદીઓને શરમાવે તેવા છે. એ ધર્મોએ ભુતકાળમાં પરસ્પર સતર સત્તર જેટલા ધર્મયુદ્ધો crusades કર્યા છે. આ ધર્મોનો ઇતિહાસ રક્તરંજિત અને માનવજાત માટે કલંકિત છે. આ ધર્મોના ધર્મ ગુરુઓએ પ્રજાને બુદ્ધિ ચલાવવાના ગુના(!) બદલ ભયંકરમાં ભયંકર સજા કરી છે. તેઓએ જ્ઞાનની દિશા બંધ કરીને માનવજાતિનું અપાર શોષણ કર્યું છે.

વ્યક્તિ એ રાષ્ટ્રની લધુ આવૃત્તિ છે અને રાષ્ટ્ર વ્યક્તિની વિશાળ આવૃત્તિ છે. આથી રાષ્ટ્ર પોતાના વિકાસ માટે એક ધર્મ સાથે જોડાયેલું રહે તે આવશ્યક છે અને તાર્કિક પણ છે. રાષ્ટ્રનો વિકાસ કયારે શક્ય બને? જયારે રાષ્ટ્ર પાસે ચોક્કસ ધ્યેય, નિશ્ચિત દિશા અને યોગ્ય માર્ગ હોય ત્યારે. આ બાબતમાં અનેક માર્ગ ન ચાલે. આથી રાષ્ટ્રનો કોઇ એક ધર્મ હોવો જરુરી છે. જો રાષ્ટ્રને કોઇ એક ધર્મને અનુસરવાનું નથી તો બિનસાંપ્રદાયિકતાની નીતિ રાષ્ટ્રને ક્યાં લઈ જશે? બિનસાંપ્રદાયિકતા એક અતાર્કિક ખ્યાલ છે, જે રાષ્ટ્રીય નીતિમાં સ્થાન પામી શક્યો છે પરંતુ સામાન્ય જનમાનસમાં તેનું કોઇ સ્થાન નથી. રાજકારણને ધર્મની અસરમાંથી મુક્ત કરીને કાયદા દ્વારા બિનસાંપ્રદાયિકતાના વિચારનો પ્રજામાં અમલ કરાવવાનું સતાધીશો દ્વારા નક્કી થયું પરંતુ તે માત્ર એક ખ્યાલ બનીને રહી ગયો છે. રાષ્ટ્રનો એક પણ નાગરિક બિનસાંપ્રદાયિકતાની નીતિને અનુસરતો નથી. કારણ કે જુદા-જુદા ધર્મોને કોઇ એક જ વાત કહેવાની છે એવું નથી. ધર્મો જુદા- જુદા છે, તેઓના માર્ગો જુદા-જુદા છે, ધ્યેય જુદા-જુદા છે, તેઓને જે વિચારો કહેવાના છે તે પણ જુદા-જુદા છે. સર્વધર્મસમભાવ એક કપોળ કલ્પના છે. જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ અને પરપુરુષ પ્રત્યે સમભાવ રાખી શકે નહિ તેમ કોઇ ચોક્કસ ધર્મનો અનુયાયી પોતાના ધર્મ પ્રત્યે હોય તેવો ભાવ અન્ય ધર્મ પ્રત્યે રાખી શકે નહિ.

ભારતમાં બિનસાંપ્રદાયિકતા લાવીને એક વ્યકિતની ગાંડી ધેલછાએ આખા દેશનું સત્યાનાશ વાળી દીધું. વિશ્વમાં નામ કમાવવાના આશયના કારણે આ વ્યકિતએ ભારતને એટલું બધું નુકશાન કર્યુ છે કે કરોડો માણસોની નિષ્ઠા અને ભાવના રાષ્ટ્રના વિકાસને માટે ઉપયોગમાં લેવાને બદલે તેને વ્યર્થ પડી રહેવા દીધી છે, જેનું પ્રતિબિંબ આપણને રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પડેલું જોવા મળે છે. વૈદિક ધર્મએ આપેલી ઉત્કૃષ્ટ શાસ્ત્રીય સમાજવ્યવસ્થાને વર્ણભેદના નામથી ઉડાવી દીધી. અર્થવ્યવસ્થા, શિક્ષણવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા તમામનું વિકૃત અર્થઘટન કરીને તેને હીન વિચારસરણીની કક્ષામાં લાવીને મુકી દીધી. સાથે-સાથે ઈસ્લામ ધર્મ પ્રત્યે આદર ઉભો થાય તે માટે વિદેશી આક્રમણખોર મુસ્લિમ લુંટારા, આતંકવાદીઓને મહાન ગણાવ્યા. તેઓની ઓળખ છુપાવીને તેમને ઉદાત્ત ગણ્યા અને તેઓના કાળા કરતુતોનો ઈતિહાસમાં ઉલ્લેખ એમ કહીને રદ કરાવ્યો, કે આવી ઘટનાઓ લખવાથી કોમી વૈમનસ્ય ફેલાય છે. આ રીતે બિનસાંપ્રદાયિકતાની નીતિમાં ફીટ બેસે એ રીતે હિન્દુ-મુસ્લિમ ધર્મનું બેલેંસ કરવામાં આવ્યું.

ધર્મનિરપેક્ષ રીતે રાષ્ટ્રનો વિકાસ કરવાની વાત કરનારા વિદ્વાનો economical development – technical – scientific development – industrial development કરીને national development કરવાની વાત કરે છે. આ રીતે રાષ્ટ્રનિષ્ઠા બતાવનારાઓને ખબર જ નથી કે આ રસ્તે આર્થિક વૃદ્ધિ અને સ્વાર્થ સિદ્ધિ સાધનારાઓની જમાત ઉભી કરવા સિવાય બીજું કશું થતું જ નથી. આ બધી બાબતો રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ સુચવતી નથી એટલું જ નહિ પરંતુ આધ્યાત્મિક વિકાસ વગર ભૌતિક વિકાસ થવો પણ સંભવ નથી. પશ્ચિમના વિકસિત રાષ્ટ્રોએ ભૌતિક પ્રગતિ સાધેલી દેખાય છે પરંતુએ ક્ષણજીવિ છે. માણસ ત્યાં ખલાસ થયો છે. તેના મન-બુદ્ધિ મરી ગયા છે. આવા મરી ગયેલા મન-બુદ્ધિવાળા માણસો માત્ર ભૌતિકતાના સહારે ક્યાં સુધી ટકશે? આથી રાષ્ટ્રની સર્વાંગી પ્રગતિ સાધવા માટે ધર્મની આવશ્યકતા છે. કારણ કે ધર્મનો સીધો સંબંધ માણસના મન સાથે છે. મન અને બુદ્ધિ જેના પુષ્ટ થયા છે તે માણસ જીવનના અન્ય ક્ષેત્રોમાં પોતાનો વિકાસ આપમેળે કરી જ લે છે. તેને અન્ય કોઈના સહારાની જરુર પડતી નથી. ભારત દેશ વૈદિક ધર્મને રાષ્ટ્રધર્મનું સ્થાન આપી શ્રીમદભગવદગીતાને રાષ્ટ્રીય પુસ્તક તરીકે સ્થાપે અને રાષ્ટ્રના નાગરિકો स तु दीर्घकाल नैरंतर्य सत्कारा सेवितो दृढभूमि પ્રયત્નશીલ બને તો ભારત દેશની પ્રગતિને કોઈ અટકાવી શકે તેમ નથી. પરંતુ તે માટે સૌ પ્રથમ જરુર છે બિનસાંપ્રદાયિકતાને મારી હટાવવાની!

Advertisements

Comments on: "બિનસાંપ્રદાયિકતા" (10)

 1. Dr Pravin V. Sedani said:

  આપનિ વાત સોલ આના સાચિ.

 2. જગત દવે said:

  આપણને સહુને પોતાના ધર્મ પ્રત્યે અહોભાવ છે (મને પણ છે) પણ તે આંધળી ભક્તિમાં પરિવર્તિત ન બની જાય તેનું ઘ્યાન રાખવું ઘટે.

  બીજા ધર્મોને વખોડવા માત્રથી નહી ચાલે…ઈતિહાસ તપાસીશુ તો ખ્યાલ આવશે કે આપણી લાંબી ગુલામી નાં મૂળ આપણી ધાર્મિક નિર્બળતાઓમાં પડેલા છે. અને આજનાં દિવસે પણ આપણે ને પીડા દેતી આપણી નબળાઈઓની જવાબદારી બીજા ધર્મો કરતાં વધારે ઘણાં અંશે આપણાં પોતાના ધાર્મિક ઘડતરને કારણે છે.

  આપણે આજે પણ ૨૦,૦૦૦ સંપ્રદાયોમાં વિખાયેલી પ્રજા છીએ. આપણી આસ્થા અને દેવ-દેવીઓ આપણાં સ્વાર્થ પ્રમાણે બદલાતાં રહે છે અને આપણે જ તેને મજાક બનાવતાં જઈએ છીએ. આપણે આપણાં ઈશ્વરોનું માન પણ નથી સાચવી શકતાં કોઈ પણ દેવ-દેવીને રસ્તા વચ્ચે, ગટરની બાજુમાં કે ઊકરડાની બાજુમાં પણ સ્થાપી દઈએ છીએ. જમીનો ને પચાવવા ત્યાં મંદિર કે દેરી બનાવી દેવાનો નો ઊપાય એકદમ સરળ ઉપાય છે. દરેક ઘરની પૂજા પણ અલગ હોય છે…. ધેર ધેર અલગ અલગ દેવ-દેવી-બાપૂ-સાધુ-સંત-મહારાજ નાં ફોટા-મૂર્તિઓ જોવા મળે છે. મંદિરોમાં, કથાઓમાં, ઘાર્મિક મેળાવડાઓમાં પણ દર્શનાર્થીઓનાં થિયેટરની જેમ કલાસ પાડી દેવાય છે. પ્રસાદ, દર્શન અને આરામદાયક શ્રવણ અને સગવડોનો લાભ પૈસા અને મોભા પ્રમાણે મળે છે. પછી એ જ જગ્યા પર કે વ્યાસપીઠ પર થી ગવાય છે કે ભગવાનનાં દરબારમાં સૌ સરખા છે.

  વિધર્મીઓ પણ આજે જે કાંઈ સ્થિતીમાં છે તેનાં પાછળ પણ તેમનું ધાર્મિક ધડતર વધારે કારણભુત છે. બીજાને સલાહ આપતાં પહેલાં મારે મારું ધર પહેલા જોવું પડે તે ન્યાયે તે બાબતની ચર્ચા અહી અસ્થાને છે.

 3. આજ સુધીના કૌન્ગ્રેસના શાસન કાલ દરમ્યાન તો જણાઈ રહ્યું છે કે કૌન્ગ્રેસે માત્ર મુસલમાનોને ખુશ રાખીને શાસન કરેલ છે. મુસલમાનોને હજ માટે રાજ્યની એટલેકે પ્રજાની તિજોરી માંથી કરોડો રૂપિયા આપવા એ સાચી બીનસામ્પ્રદાયીકતા છે ? ઇફતાર પાર્ટીઓ માટે રાજ્યની તિજોરી માંથી ખર્ચા થાય તે સાચી બિનસાંપ્રદાયીકતા છે ? ભારત નો કોઈ પણ નાગરિક રાષ્ટ્ર ધ્વજ તિરંગાને ભારતની ભૂમિ પર ગણતંત્રના દિવસે ફરકાવી શકે કે નહિ ? તેને રોકવો એ બિનસાંપ્રદાયીકતા છે ? શું ભાજપ ભગવો ધ્વજ ફરકાવવા શ્રીનગર ગયો હતો કે તેના સ્વયં સેવકોને શ્રીનગર જતા રોકવામાં આવે છે ? ખરે ખર તો ભારત ના લશ્કરે અને કેન્દ્ર સરકારે ભાજપને રક્ષણ આપી ને તિરંગો ફરકાવવા દેવાની વ્યવસ્થા કરાવવી જોઈએ. શું કેન્દ્રની કૌન્ગ્રેસ સરકાર ભાગલાવાદી તત્વો આતંકવાદીઓ સાથે મળેલી છે ? ભારતના રાષ્ટ્ર વાદી નાગરિકોને આ અંગે વિચારવા મારી વિનતી છે.

 4. આજના ભારત દેશની હાલત જોઈને ખરેખર અંતર દ્રવી ઉઠે છે. કોઈને ‘દેશ્’ એટલે શું તેની જાણ નથી.
  સરકારને વોટ અને ખુરશીદારોને ખિસ્સા સિવાય કાંઇ જનાતું નથી.

 5. Rajesh Bhagat said:

  political leaders without vision and slave of self image with corrupt mind and life made the country in last stage of Cancer….unrepairable chaos.
  The religiously blind people of the country with fear of hell and temptation of heaven do not have moral courage to fight evil leaders of India.The corrupt Judiciary & Beaurocrates,rouge politicians,sexually pervert religious leaders and unempoyed frustrated youth with aimless
  life…….what miracle you expect? Remember the the universal law still
  works” Survival of the fittest” Stop barking and start result oriented move
  otherwise be happy in blaming whole world with abuse of inteligence as usual…..and at the end of the day feel satified as great patriot and sleep.

 6. THIS IS REALLY TRUE THING OUR POLITICIAN HAS DONE LOT DAMAGE TO OUR RELIGIOUS BELIVE AND PEOPLE SHOULD KNOW THAT THEY ARE JUST TRYING TO SECURE THEIR SEATS BY DOING SO WE NEED LEADER LIKE NAMO (NARENDRA MODI)

 7. પ્રેરણાદાયી વાત
  દરેક પ્રાણીઓમાં એક જ આત્માને જોતો હશે, તેને માટે કોનો મોહ અને કોનો શોક? વૈદિક ધર્મનું મૂળ તત્ત્વ આ જ છે. આખા જગતમાં ઇશ્વર જ સર્વત્ર વ્યાપ્ત છે. વૈદિક ધર્મ અપૌરુષેય છે, અને તેની ઉત્પત્તિ પાંચ હજાર વર્ષ પહેલાં થઈ હતી. તેને પામવા માટે, તેને જ સમજવા માટે આપણને મનુષ્ય જીવન મળ્યું છે. તેને પામવાનો જે રસ્તો છે તેનું જ નામ છે ધર્મ. તેને સમજવા જઇએ તો એક જન્મ પણ ઓછો પડે, પરંતુ ઋષિઓએ વર્ષોની મહેનત પછી મેળવેલ જ્ઞાનનો કેટલોક નિચોડ અને વૈદિક ધર્મનાં કેટલાંક અંગો અહીં પ્રસ્તુત છે.
  વૈદિક ધર્મમાં આત્માની એકતા પર વધારે ભાર આપવામાં આવે છે. જે વ્યક્તિ આ તત્ત્વને સમજી લેશે તે કોને પ્રેમ નહીં કરે? અણુએ અણુમાં ઇશ્વર વસે છે તે જાણી લેનાર વ્યક્તિ કોના પર નારાજ થશે? તે કોને મારશે? કોની પજવણી કરશે? કોની સાથે ખરાબ વ્યવહાર કરશે?

 8. Shailesh Patel said:

  We will have to make “THE INDIAN HINDU NATION”

 9. […] દીધું છે. આ અંગે વધુ વિચારો મેં મારા ‘બિનસાંપ્રદાયિકતા’ શીર્ષક અંતર્ગત લેખમાં પ્રગટ કર્યા […]

 10. બિનસામ્રદાયિકતા એક સારી વાત છે, સારો વિચાર છે, જો બધીજ કોમના-જ્ઞાતિઓના માટે કાયદા સરખી રીતે લાગુ પડતા હોય. બધા રાજ્યો માટે પણ એમજ હોય. આપણો દેશ બહુમતી પ્રજાને અન્યાય કરતો બિનસામ્રદાયિક(કહેવા પુરતો) દેશ છે. ખરેખરતો અમેરિકા જેવા દેશો બિનસામ્રદાયિક છે. અમેરિકામાં કાયદા બધા ધર્મોની પ્રજા માટે સરખા છે. પહેલાં રંગ ભેદ હતો, હવે કાયદાની દ્રષ્ટિએ નથી.

  આખા દેશને મહાન બનાવવો હોય તો આખી પ્રજામાં રાષ્ટ્રિયતા કુટી કુટીને ભરવી જોઈએ. શરૂઆત પ્રાથમિક શિક્ષણથી કરીને કોલેજ સુધી વિદ્યાર્થીને રાષ્ટ્રવાદ ભણાવી સરદાર પટેલ કે શિવાજી જેવો રાષ્ટ્રવાદી બનાવવો જોઈએ. રાષ્ટ્રવાદ એવો ગુણ છે જે પ્રમાણિકતા, બહાદુરી, ચપળતા વિગેરે ગુણોની આપોઆપ વૃદ્ધી કરશે.

  ગૌરવશાળી રાષ્ટ્ર તો ત્યારેજ બની શકે કે જયારે તે રાષ્ટ્રમાં કોઈપણ આક્રમણનો સામનો કરવાની પુરેપરી તાકાત હોય. નહેરુએ તો ચીન સામે હાર અપાવી, આપણી એવી દશા કરી કે દેશ-વિદેશમાં તો આપણું માન તો ન રહ્યું અને આપણાં પાડોશી દેશો પણ આપણાંથી છેટા રહેવા લાગ્યા.

  નહેરુને પસંદ કરવામાં કદાચ સરદાર પટેલની કથળતી તબિયતનું કારણ હોઈ શકે. ગાંધીજી પણ ભૂલ કરી શકે છે, તે માનવું રહ્યું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: