વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

માણસને જન્મતાની સાથે વિચારવાની શક્તિ મળી છે. પરંતુ પધ્ધતિસર વિચારણા કરવા માટે તર્કશાસ્ત્રના અભ્યાસની આવશ્યક્તા છે. પોતાના ક્ષેત્રમાં તજ્જ્ઞ (expert) ગણાતો માણસ તર્કના સિધ્ધાંતોને ન જાણે તો તે અધૂરો છે. યોગ્ય રીતે ન વિચારી શકતા હોવાથી તર્કશાસ્ત્રના અભ્યાસની અનિવાર્યતા સહુને સમજાય તે ઉચિત છે. તર્કશાસ્ત્રના અભ્યાસની જરૂર છે કે નહી તે વાચક પોતે તપાસી શકે તે માટે કેટલાક વિધાનોની ચર્ચા અહીં પ્રસ્તુત છે. જવાબ વાંચતા પહેલા વાચક જાતે આ પ્રશ્નો પર વિચાર કરે તો એને વધુ મજા આવે એ માટે એકલી પ્રશ્નોની યાદી પ્રથમ આપી છે. ત્યારબાદ એની ચર્ચા કરી છે.

તાર્કિક દૃષ્ટિએ-
૦1. સૂર્ય પૂર્વ દિશામાં ઊગે છે. સાચું ?
૦2. વાદળોથી સૂર્ય ઢંકાઈ ગયો છે. શું આવું શક્ય છે ?
૦3. ‘મારે કોઈને કંઈ આપવું છે’. આ ક્રિયાનો આધાર ‘આપનાર’ પર છે કે ‘જેને આપવાનું છે’ તેના પર ?
૦4. વાઘ-સિંહ હિંસક છે જ્યારે ગાય-ભેંસ અહિંસક છે. સાચું?
૦5. ‘તમને સારી પત્ની મળશે.’ –આશીર્વાદ છે કે માહિતી ?
૦6. ‘ભગવાનની ભક્તિ કરો તો ભગવાન મળશે.’ શું આ સાચું/શક્ય છે?
૦7. મુસાફર બસની બ્રેક અને સ્પીડ કોના હાથમાં હોય છે?
૦8. પતિનો પ્રેમ ઈચ્છતી પત્નીને પતિ પ્રેમ કરવા ઈચ્છે છે. પતિ પોતાને ગમે તે રીતે પત્નીને પ્રેમ કરે કે પત્નીને ગમે તે રીતે?
૦9. માતા બાળકને જન્મ આપે છે કે બાળક માતાને?
10. દુઃખ વગરનું સુખ મળવું શક્ય છે?
11. શું ભૂતકાળ બદલી શકાય છે?

વિધાન 1. ‘સૂર્ય પૂર્વ દિશામાં ઊગે છે’. સાચું ?

આ વિધાન તાર્કિક રીતે સાચું નથી. કારણ કે આ વિધાનમાં ઊગવા માટે સૂર્ય દિશાનું બંધન માન્ય કરે છે, સૂર્યને નિયમ લાગુ પડે છે એવો અર્થ થાય છે. જ્યારે વાસ્તવમાં એવું હોતુ નથી. ખરેખર તો એવું છે કે જે દિશામાં સૂર્ય ઊગે છે તે દિશાને આપણે પૂર્વ દિશા કહીએ છીએ.

વિધાન 2. ‘વાદળોથી સૂર્ય ઢંકાઈ ગયો છે.’ શું આવું શક્ય છે ?

આવું શક્ય નથી. નાની વસ્તુથી મોટી વસ્તુ ઢંકાય નહિ. સૂર્ય વિશાળ છે જ્યારે વાદળ નાનું છે. ખરેખર તો વાદળ જોનારની આંખોને ઢાંકે છે તેથી તેને સૂર્ય દેખાતો નથી. જોનારથી થોડે દૂર ઊભેલી વ્યક્તિને વાદળ ઢાંકતું ન હોય તો તે સમયે તેને સૂર્ય દેખાતો હોય એવું બની શકે.

વિધાન : 3 ‘મારે કોઈને કંઈ આપવું છે.’ આ ક્રિયાનો આધાર ‘આપનાર’ પર છે કે ‘જેને આપવાનું છે’ તેના પર ?

આ ક્રિયાનો આધાર ‘જેને આપવાનું છે’ તેના પર છે. વિધાનમાં ‘આપનાર’ કંઈ આપવા માંગે છે તેથી ‘આપનાર’ની મરજીનો પ્રશ્ન નથી. વળી, તેની પાસે કંઈક છે જ ! તેથી ‘શું આપવાનું છે’ તેનો કોઈ પ્રશ્ન નથી. પરંતુ આપનારને જે આપવું છે તે ‘જેને આપવાનું છે’ તેની મરજી તે લેવાની છે કે કેમ ? તેના પર આધારિત છે. આથી કહી શકાય કે ‘મારે કોઈને કંઈ આપવું છે’ આક્રિયાનો આધાર ‘જેને આપવાનું છે’ તેના પર છે.

વિધાન:4 ‘વાઘ-સિંહ હિંસક છે જ્યારે ગાય-ભેંસ અહિંસક છે.’ સાચું ?

વાઘ-સિંહ હરણને મારીને ખાય છે. તેઓનો આશય શો છે ? પેટ ભરવાનો કે હરણને હેરાન કરવાનો ? પેટ ભરેલું હોય તો તેઓ હરણ તરફ જુએ છે પણ ખરાં ? આથી કહી શકાય કે વસ્તુલક્ષી(objective) દૃષ્ટિએ ‘વાઘ-સિંહ હિંસક છે’ આ વિધાન સાચું નથી. પરંતુ હરણ વાઘ-સિંહથી ડરે છે તેથી વ્યક્તિલક્ષી (subjective) દૃષ્ટિએ વાઘ-સિંહ હિંસક ગણાય. એમ તો આપણે ગાય-ભેંસથી નથી ડરતા ? ડરનું પ્રમાણ ઓછું-વત્તુ હોઈ શકે.

વિધાન : 5 ‘તમને સારી પત્ની મળશે’- આશીર્વાદ છે કે માહિતી ?

જવાબ છે- માહિતી. ઘટનાક્રમ તપાસીએ તો પ્રથમ ‘સારી પત્ની’ શબ્દ છે. ત્યારબાદ ‘મળવાની’ શબ્દ છે. આથી કહી શકાય કે કોઈની સારી પત્ની તમને મળવાની છે. આ મહિતી છે. શા માટે મળવાની છે, ક્યારે મળવાની છે વગેરે વિગતો જણાવી નથી. તેથી જેને કહેવામાં આવે, કે ‘તમને સારી પત્ની મળવાની છે’ તેણે તે વિગતો પ્રશ્ન પૂછીને મેળવી લેવી.

વિધાન : 6 ‘ભગવાનની ભક્તિ કરો તો ભગવાન મળશે.’ શું આ સાચું/શક્ય છે?

‘ભગવાનની ભક્તિ કરો તો ભગવાન મળશે.’ આ વિધાન તાર્કિક દૃષ્ટિએ સાચું નથી. કારણ કે જો કોઈ એમ કહે, કે ‘પતિની સેવા કરો તો પતિ મળશે.’ શું આ શક્ય છે? જો કોઈ આવું કહે તો તેને કહેવું જોઈએ, કે- ‘પતિ બતાવો તો પતિની સેવા કરીએ.’ એ જ રીતે ‘ભગવાન બતાવો તો ભગવાનની ભક્તિ કરીએ.’ આનો અર્થ એવો નથી કે ભગવાન ન મળે ત્યાં સુધી તેની સેવા નહિ કરવાની. વાસ્તવમાં ભગવાન મળે ત્યાં સુધી જે ક્રિયા કરવામાં આવે છે તેને ભગવાનની ઉપાસના કહેવાય છે. ભગવાન મળ્યા બાદ ભગવાનની ભક્તિ શરૂ થાય છે. પતિ ન મળે ત્યાં સુધી કુંવારિકાઓ વ્રત-ઉપાસના કરતી હોય છે. લગ્ન બાદ પરણેલી સ્ત્રી પતિની સેવા કરે છે.

વિધાન : 7 મુસાફરબસની બ્રેક અને સ્પીડ કોના હાથમાં હોય છે?

જવાબ છે : કંડક્ટરના ! ટીન ! ટીન-ટીન ! ના સમજ્યા? કંડક્ટર એક વખત ટોકરી રણકાવે એટલે બસની બ્રેક લાગે જ્યારે બે વખત ટોકરી રણકાવે એટલે બસ આગળ વધે. આથી કહી શકાય કે મુસાફરબસની બ્રેક અને સ્પીડ કંડક્ટરના હાથમાં અને ડ્રાયવરના પગમાં હોય છે.

વિધાન : 8 પતિનો પ્રેમ ઈચ્છતી પત્નીને પતિ પ્રેમ કરવા ઈચ્છે છે. પતિ પોતાને ગમે તે રીતે પ્રેમ કરે કે પત્નીને ગમે તે રીતે?

પતિને ગમે તે રીતે પતિ પત્નીને પ્રેમ કરવા જાય તો પત્નીને એ ન ગમે એવું બને અને પત્નીને ગમે તે રીતે પ્રેમ કરવાનું પતિને ન ગમતું હોય એવું પણ બની શકે. દા.ત. પતિ પોતાના સ્પર્શ, વાણી દ્વારા પત્ની પ્રત્યે પ્રેમ અભિવ્યક્ત કરવા માંગતો હોય અને પત્ની ઈચ્છતી હોય કે પતિ અઢળક દોલત પોતાને ખર્ચ કરવા આપે ત્યારે પતિ પ્રેમ કરી રહ્યો છે એવું લાગે. આથી કહી શકાય કે પ્રેમ ગમા-અણગમા પર કે હૃદયની લાગણીઓ પર જ આધારીત નથી. પરંતુ વિચારના સાથ-સહકારની પણ જરૂર પડે છે.

વિધાન : 9 માતા બાળકને જન્મ આપે છે કે બાળક માતાને જન્મ આપે છે?

માતા બાળકને જન્મ નથી આપતી પરંતુ સ્ત્રી બાળકને જન્મ આપે છે. બાળકનો જન્મ થતાં જ સ્ત્રી માતા બને છે. આથી બાળક જન્મ લઈને સ્ત્રીને માતૃપદ અપાવે છે. આમ, બાળક માતાને જન્મ આપે છે એમ કહેવાય.

વિધાન : 10 દુઃખ વગરનું સુખ મળવું શક્ય છે?

સુખ-દુઃખ એક સિક્કાની બે બાજુ જેવા છે. આથી એકના અભાવમાં બીજું શક્ય નથી. તીવ્ર ભુખનું દુઃખ સહન કર્યા વગર ભોજનનું સુખ માણી શકાતું નથી. શારિરીક શ્રમ વગર ઊંઘનું સુખ નથી. પ્રેમાળ સ્પર્શનું સંવેદન માણવું છે તો મારનું-વાગવાનું, ઘા પડ્યાનું, દાઝવાનું દુઃખ ભોગવવું પડે છે.

વિધાન : 11 શું ભૂતકાળ બદલી શકાય છે?

હા, બદલી શકાય છે. શું ભૂતકાળમાં કંઈ ઉમેરી શકાય છે? પસાર થઈ રહેલો વર્તમાન ભૂતકાળ બનતો જાય છે. આથી ભૂતકાળમાં ઉમેરો કરવાનું શક્ય છે. વર્તમાન આપણા હાથમાં છે. તેને બદલી નાંખીએ તો તે પસાર થઈ જતા ભૂતકાળ બની જશે. આથી ભૂતકાળ પણ બદલાયેલો જણાશે. દા.ત. કોઈ માણસે ભૂતકાળમાં પાંચ વખત ચોરી કરી અને પાંચ વાર દાન કર્યું. હવે વર્તમાનમાં તે મહેનત કરીને કમાયેલા ધનમાંથી નેવુ વખત દાન કરે છે. આ ઘટના ભૂતકાળ બની ગઈ. હવે એવું કહેવાય કે આ માણસે ભૂતકાળમાં પાંચ વાર ચોરી કરી છે અને પંચાણું વાર દાન કર્યું છે. આ રીતે માણસ સમાજમાં પોતાની ભૂતકાળની છાપ બદલી શકે છે. આવો માણસ એક સમયે પોતાના ભૂતકાળથી ગુનાઈત ભાવ અનુભવતો હતો. આજે તે ગૌરવ અનુભવે છે. બદલાયેલા ભૂતકાળ વિના માણસની માનસિકતામાં ફરક થવો શક્ય છે ખરો? આથી કહી શકાય કે ભૂતકાળ બદલવો શક્ય છે.

આ વિધાનોની તાર્કિક દૃષ્ટિએ ચર્ચા કર્યા પછી વાચકને લાગે કે તર્ક કરવા માટે અભ્યાસની જરૂર છે, માણસ છીએ તેથી વિચારી શકીએ છીએ પરંતુ પધ્ધતિસરની વિચારણા અને અણઘડ વિચારણામાં ઘણો ફરક રહેલો છે, તો પ્રમાણિકપણે વાચકે તર્કશાસ્ત્રના અભ્યાસની આવશ્યકતા સ્વીકારવી રહી અને માનવસમાજને તર્કશાસ્ત્રનો અભ્યાસ કરવા મળે એવો વિચાર અને એ માટેનો શક્ય પ્રયત્ન દરેકે કરવો રહ્યો.

Advertisements

Comments on: "તર્કશાસ્ત્રની અનિવાર્યતા" (3)

 1. અમને આ ગમે છે
  તર્ક આનુમાનિક તર્ક
  દલીલમાં રહેલો તર્ક ત્યારે જ યોગ્ય માની શકાય, જ્યારે પ્રતિજ્ઞા (પક્ષ) (નિષ્કર્ષનાં ટેકામાં આપવામાં આવેલા કારણઓ) સાચો હોય અને દલીલનું તારણ પણ સાચું જ હોવું જોઈએ. સાધ્ય પ્રમાણમાં મળી આવતું આનુમાનિક તર્કનું એક ઉત્તમ ઉદાહરણ નીચે મુજબ છેઃ
  પ્રતિજ્ઞા (પક્ષ) 1: – તમામ મનુષ્યો નશ્વર છે.
  પ્રતિજ્ઞા (પક્ષ) 2: – સોક્રેટીસ એક મનુષ્ય છે.
  તારણ: સોક્રેટીસ નશ્વર છે. આ તર્કમાં રહેલી દલીલ યોગ્ય છે, કારણ કે, કોઈપણ રીતે જ્યારે પ્રતિજ્ઞા (પક્ષ) 1 અને 2 સત્ય હશે અને તારણ ખોટું હોય તે શક્ય નથી.
  દલીલમાં માન્યતા એ તર્કનું એક સાધન છે, પરંતુ તે દલીલમાં પ્રતિજ્ઞા (પક્ષ)નું સાધન નથી અથવા તે સંપૂર્ણ દલીલ પણ નથી. હકીકતમાં પ્રતિક્ષા (પક્ષ)ની સત્ય અથવા મિથ્યા હોવું અને નિષ્કર્ષ એ બન્ને બાબતો દલીલમાં તર્કની માન્યતા માટે અપ્રસ્તુત છે. નીચેની ખોટો પક્ષ અને ખોટો નિષ્કર્ષ દલીલ ધરાવતી એક દલી પણ માન્ય છે (તે તર્કનો મૉડસ પોનેન્સ તરીકે ઓળખાતું એક સ્વરૂપ ધરાવે છે).
  પ્રતિજ્ઞા (પક્ષ) 1: જો લીલો એક રંગ છે, તો ઘાસથી ગાયોને ઝેર ચડે છે.
  પ્રતિજ્ઞા (પક્ષ) 2: લીલો એક રંગ છે.
  નિષ્કર્ષઃ ઘાસથી ગાયોને ઝેર ચડે છે. ફરીથી, જો આ દલીલની પ્રતિજ્ઞા (પક્ષ) સત્ય હોત, તો તર્ક એવો છે કે નિષ્કર્ષ પણ સત્ય હોવો જોઈએ.
  માન્ય તર્ક સાથેની આનુમાનિક દલીલમાં નિષ્કર્ષમાં પ્રતિજ્ઞા (પક્ષ) હોય તેનાં કરતાં વધારાની માહિતી નથી હોતી. આથી, આનુમાનિક તર્કથી કોઈના જ્ઞાનમાં વધારો નથી થતો અને તેથી તેને વધુ વિસ્તારી પણ નથી શકાતું.
  ઔપચારિક તર્કશાસ્ત્રના ક્ષેત્રમાં, આનુમાનિક તર્કના વૈવિધ્યપૂર્ણ વિવિધ સ્વરૂપોનો વિકાસ થયો છે. જેમાં પ્રતિકોના ઉપયોગથી થતો અમૂર્ત તર્ક, તર્કસંગત ચાલકો અને નિયમોના ગણ કે દર્શાવે કે નિષ્કર્ષ પર પહોંચવા માટે કઈ પ્રક્રિયાને અનુસરવુ પડે. તર્કનાં આ સ્વરૂપમાં એરિસ્ટોટેલિય તર્કશાસ્ત્રનો સમાવેશ થાય છે, જેને અનુમેય તર્કશાસ્ત્ર, સિદ્ધાંત તર્કશાસ્ત્ર, વિધેય તર્કશાસ્ત્ર, અને મોડલ તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.
  પ્રવર્તન એ તર્કનું એ સ્વરૂપ છે, જેમાં સામાન્ય રીતે અથવા સ્પષ્ટરૂપે અગાઉનાં અવલોકનને આધારે બિન-અવલોકિત બાબતો વિશે સિદ્ધાંતો તૈયાર કરવામાં આવે છે. તેનો ઉપયોગ સાધનનું અથવા સંબંધોના ગુણધર્મો વસ્તુઓ અથવા પ્રકારો સાથે અગાઉના અવલોકનો અથવા અનુભવોને આધારે સામાન્ય કથન અથવા વારંવાર થતી અસાધારણ ઘટનાઓના મર્યાદિત અવલોકનોને આધારે કાયદા તૈયાર કરવા માટે થાય છે.
  પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત તર્ક અને આનુમાનિક તર્ક વચ્ચેનો સૌથી પ્રબળ વિરોધાભાસ એ બાબતમાં છે કે, પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત તર્કનાં સૌથી શ્રેષ્ઠ અથવા સૌથી મજબૂત કિસ્સામાં પણ પ્રતિજ્ઞા (પક્ષ)નું સત્ય નિષ્કર્ષની સત્યતાની બાંહેધરી નથી આપતું. પરંતુ તેને બદલે પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત દલીલનો નિષ્કર્ષ આંશિક રીતે સંભાવનાને અનુસરે છે. સાંબંધિક રીતે પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત દલીલના નિષ્કર્ષમાં પ્રતિજ્ઞા (પક્ષ)માં હોય તેનાં કરતાં વધુ માહિતી ધરાવે છે. આમ તર્કની આ પદ્ધતિમાં જ્ઞાનનું વિસ્તરણ થઈ શકે છે.
  પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત તર્કનું ઉત્તમ ઉદાહરણ અનુભવી ડેવિડ હ્યુમ પાસેથી મળે છેઃ
  પ્રતિજ્ઞા (પક્ષ): હમણાં સુધી દરરોજ સવારે સૂર્ય પૂર્વમાંથી ઉગ્યો છે.
  નિષ્કર્ષ: સૂર્ય આવતીકાલે પણ પૂર્વમાંથી ઉગશે.

 2. તર્કના પાયામાં પણ postulates (ગૃહિત) રૂપે શ્રદ્ધા હોય છે. જુદા જુદા ગૃહિતોથી શરુઆત કરીએ તો જુદા જુદા નિષ્કર્ષ પર આવીએ. કયા ગૃહિતથી શરુઆત કરવી તે જે તે તાર્કિકની પર આધાર રાખે છે.

  On a lighter note, there are these special types of logics:
  Government Logic
  Ladies Logic
  Teenager’s Logic
  Religious Logic

 3. શ્રી કલ્પેશભાઇ,
  આપના બધા જ પ્રશ્નો ગમ્યા અને ઉત્તર વામ્ચવાની પણ બહુ મજા આવી.સમજવા પણ મળ્યું
  ખુબ સરસ લેખ….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: