વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

AIDS/રક્તદાન

Acquired Immune Deficiency Syndrome (AIDS) એટલે રોગ પ્રતિકારક શક્તિ ખતમ કરનારા વિષાણુઓ (શરીરે)મેળવ્યા. બાહ્ય પરિસ્થિતિ તેમજ શરીરની આંતરિક પરિસ્થિતિ શરીરની તંદુરસ્તી પર સતત હુમલા કર્યા કરે છે. શરીરની અંદર કાર્યરત એવી રોગ પ્રતિકાર શક્તિ આ હુમલાઓ સામે લડીને શરીરને રોગથી બચાવવાનું કાર્ય કરે છે. ક્યારેક રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે તો શરીર રોગગ્રસ્ત બને છે અને આપણે દાક્તરની મદદ લેવી પડે છે. દાક્તર દવા આપવાની સાથે-સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે એ માટે શરીરને જરુરી ખોરાક તેમજ પરેજી પાળવાની સલાહ આપે છે. જેને એઈડ્સ થયો છે તેની રોગ પ્રતિકારક શક્તિ ધીમે-ધીમે ખતમ થતી જાય છે આથી તેનું શરીર આંતર-બાહ્ય હુમલાઓ સામે લડવાને અશક્ત બનતું જતું હોવાથી નજીકના ભવિષ્યમાં તેનું મૃત્યુ નિશ્ચિત બની જાય છે કારણ કે રોગ પ્રતિકારક શક્તિને ખતમ કરનારા વિષાણુઓને મારવાની કોઈ દવા હજી સુધી શોધાઈ નથી. એઈડ્સ કેવી રીતે થાય છે? મેડીકલ સાયંસ આ માટે ત્રણ કારણો આપે છે: (1)અસુરક્ષિત સંભોગ કરવાથી, (2)ઈંજેક્શન માટેની સોય એક વખત વપરાયા બાદ તેને બરાબર સાફ કર્યા વગર તેનો ફરીથી ઉપયોગ કરવાથી તેમજ (3)ચકાસ્યા વિનાનું લોહી(રક્ત) શરીરમાં દાખલ થવાથી.

મેડીકલ સાયંસે આઠ બ્લડગ્રુપ(રુધિરજુથ) શોધ્યા અને સરખા ગ્રુપ ધરાવતી વ્યક્તિમાં રક્તની આપ-લે થઈ શકે એમ જણાવ્યું. પરંતુ અન્ય વ્યક્તિનું સ્વીકારાયેલું રક્ત શરીરમાં દાખલ થવાથી ધીમે-ધીમે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ખતમ નહિ થતી હોય એની શું ખાતરી? કારણ કે શક્ય છે કે દાતાનું લોહી ગ્રાહકના લોહીમાં દાખલ થતા ગ્રાહકનું લોહી તાત્કાલિક કોઈ રીએક્શન(પ્રતિક્રિયા) આપવા તૈયાર ન હોય પરંતુ એનાથી લાંબા ગાળે ગ્રાહકના લોહીની રોગ પ્રતિકારક શક્તિ ખતમ થઈ જતી હોય. રોગ પ્રતિકારક શક્તિ એ લોહીનો ગુણ છે અને એક શરીરનું લોહી બીજા શરીરમાં દાખલ થવાની પ્રવૃત્તિ તેમ જ એઈડ્સ રોગ એક સાથે વિકસ્યા છે. રક્તગ્રાહકનું રક્ત તેમજ સ્વીકારેલું દાતાનું રક્ત એક જ ગ્રુપના હોવા છતાં આજે જેનું સંશોધન નથી થયું એવા કોઈ કોમ્પ્લીકેશનથી કોઈ ગ્રાહક એઈડ્સનો દર્દી બનતો હોય અને આવું કોમ્પ્લીકેશન દરેક ગ્રાહકના રક્તમાં જુદું-જુદું હોઈ શકે છે. જેના કારણે કોઈ કિસ્સામાં ગ્રાહક પોતે એઈડ્સનો દર્દી બને અથવા પોતે ના બને તો એનો વારસદાર ભવિષ્યમાં એઈડ્સનો ભોગ બને. આ બાબતે કોઈ નિર્ણય પર આવવા માટે સંશોધન થવું અનિવાર્ય છે.

મેડીકલ સાયંસ એઈડ્સ માટેના કારણો આપે છે પરંતુ પ્રશ્ન એ છે કે સૌ પ્રથમ એઈડ્સ કેવી રીતે થયો હશે? હજારો વર્ષોથી લગ્નેતર જાતીય સંબંધો ચાલ્યા આવે છે, જ્યારે એઈડ્સ છેક વીસમી સદીની બિમારી છે. આથી લગ્નેતર સેક્સને એઈડ્સની શરુઆત માટેનું કારણ ગણી શકાય નહિ. એ જ રીતે ઈંજેક્શનનાં વપરાશની શરુઆતને પણ સદીઓ થઈ ત્યાં સુધી કોઈને એઈડ્સ થયો નથી. રક્તદાતાનું ચકાસ્યા વિનાનું રક્ત ગ્રાહકના શરીરમાં દાખલ થઈ ગયુ હોય તો ગ્રાહકને એઈડ્સ થયો હોય અને એ રીતે એઈડ્સની શરુઆત થઈ હોય એમ બની શકે છે. અને જેને એઈડ્સ થયો છે તેની સાથે સંભોગ કરવાથી એઈડ્સ ફેલાયો હોય એવી શક્યતા છે. કારણ કે એક પાત્ર સાથે શરીર સંબંધથી બીજું પાત્ર જોડાય છે ત્યારે અન્ય પાત્ર એઈડ્સગ્રસ્ત છે કે કેમ એવી માહિતી પરસ્પર હોતી નથી. આમ રક્તદાનની પ્રક્રિયા અને એઈડ્સ એક સાથે વિક્સ્યા હોવાથી રક્તદાન એઈડ્સ માટે જવાબદાર છે કે કેમ એ બાબતે સંશોધન થવું જરુરી છે, એટલું જ નહિ પરંતુ અનિવાર્ય પણ છે.

આ લખનારની થીયરી પ્રમાણે જો રક્તદાન સ્વીકારવાથી રક્તગ્રાહકને એઈડ્સ થતો હોય તો એનો અર્થ એ થયો કે એઈડ્સના તમામ દર્દીના શરીરમાં ભૂતકાળમાં ક્યારેક તો દાતાનું લોહી દાખલ થયું હોવું જોઈએ. જો આપણને એઈડ્સનો કોઈ એક દર્દી એવો મળી જાય કે જેના શરીરમાં ભૂતકાળમાં ક્યારેય કોઈ દાતાનું લોહી દાખલ થયું નથી તો આ લેખકની થીયરી ખોટી સાબિત થાય. પરંતુ એવું નથી. શક્ય છે કે જે એઈડ્સના દર્દીના શરીરમાં દાતાનું લોહી દાખલ ના થયું હોય એ દર્દીએ ભૂતકાળમાં અસુરક્ષિત સંભોગ કર્યો હોય અથવા ખામીવાળી સોયવાળું ઈંજેક્શન એના શરીર માટે વપરાયું હોય અથવા એવું પણ બને કે જેને એઈડ્સ થયો છે એના શરીરમાં દાતાનું લોહી દાખલ થયું નથી પરંતુ તેના જન્મ પૂર્વે તેના માતા-પિતા અથવા દાદા-દાદી કે નાના-નાની –એમાંથી કોઈ એકના શરીરમાં દાતાનું લોહી દાખલ થયું હોય અને તેથી તેઓના લોહીમાંનું કોમ્પ્લીકેશન દર્દીને વારસામાં મળ્યું હોય. આથી મેં આ લેખમાં કહી એ બાબતનું સંશોધન થવું અનિવાર્ય છે.

Advertisements

Comments on: "AIDS/રક્તદાન" (2)

 1. કલ્પેશભાઇ, સ્ત્રી કે પુરુષ એમના યોનિમર્ગમા એક ચાન્દુ પડ્યુ હોય અને તેને અવગણે ત્યારે તેમા એઇડ્ઝના જીવાણુનો જન્મ થાય છે. અને એ વ્યક્તિ બિજે સમ્બધ બાન્ધે તો એનો ચેપ બીજાને લાગે છે. એ માત્ર લોહિથી પ્રસરતો રોગ નથી.આ રોગની એક્દમ ખબર પડતી નથી.જેના શરીર્મા જીવાણુ પ્રવેશ્યા હોય તેને છ મહિના પછી ખબર પડે છે.સરકારી દવાખાનામા આનો ટેસ્ટ મફતમા કરી આપે છે.જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય તેના પર આ જીવાણુ હાવિ થઇ જાય છે. પછી એ દર્દીનો ઇલાજ અશક્ય બની જાય છે.

 2. અભિનંદન
  કોઈ પણ ચિંતન વિજ્ઞાન સંશોધનમા મદદ રુપ થાય છે.
  પ્રેરણાદાયક સમાચાર
  એચઆઇવીનો ચેપ લાગવાના ભય અને તે અંગેના અજ્ઞાનને પગલે અમેરિકી સ્વાસ્થ્ય વિભાગે આ રોગને ચેપી રોગની યાદીમાં સમાવ્યો હતો. જેના પગલે આ રોગ ધરાવતી વ્યકિતને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકાયો હતો. ત્યાર બાદ આ પ્રતિબંધ ઉઠાવી લેવાની પ્રક્રિયા અગાઉના પ્રમુખ જયોર્જ ડબલ્યૂ બૂશના શાસનકાળ દરમિયાન શરૂ થઇ હતી. બુશે આફ્રિકામાં એઇડઝ સામે લડવા માટે અબજો ડોલરની યોજનાઓ પણ લાગુ કરી હતી.
  ……………………………………………………..
  સેરોગૅટ માતૃત્વની શોધના અનુસંધાનમા શોધાયું કે શુક્રાણુઓ ગતિશીલ છે ત્યારે એઈડસ ચેપવાળું વિર્ય ફીલ્ટર કરી શુક્રાણુથી માતા થનારને ચેપ લાગતો નથી.
  ……………………………………………………………………
  રક્તદાનની પ્રક્રિયામા પણ ઘણી તપાસ થાય છે અને હવે તે વધુ સેફ થયું છે.હા,પ્રાણીઓમાં પણ…
  આધ્યાત્મિક વાતોમા મૂળ ભૂત યમ નિયમના પાલન વગર સમજવાનો પ્રયત્ન થાય તેમા ગેરસમજ થવાનો સંભવ વધુ રહે છે.પાત્રતા કેળવ્યા બાદ પોતાની શ્રધ્ધા મુજબ તેનો અણસાર થાય છે.
  “મહાપ્રભુજીએ ઈષ્ટદેવના બાલસ્વરુપની ઉપાસના આપી છે. પરંતુ આવું સમજવા કોણ તૈયાર છે?” મહાન વાત સમજ્યા વગર બીજા કૃષ્ણ ભક્ત કહેશે ગીતાનો ઉપદેશ કરાવનાર …
  તેનો પાર ન આવે…તેના કરતા નાની છતાં મહાન વાત…’પરદુખ સમ ન અધમાઇ…”પાળવા પ્રયત્ન કરો તો મનના તરંગ શાંત થઇ અનુભૂતિ થશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: