વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સ્ત્રી અને પુરુષ વચ્ચે આકર્ષણ હોવું સહજ છે. એ આકર્ષણ શેનું છે? એક તો સ્ત્રી અને પુરુષના શરીર વચ્ચે જે ભિન્નતા છે એના કારણે કુદરતી રીતે જ પરસ્પર વિજાતીય આકર્ષણ રહે છે. બીજું કે સ્ત્રી અને પુરુષની માનસિકતામાં કુદરતે તફાવત રાખી દીધો છે તેથી પણ બન્ને વચ્ચે આકર્ષણ રહ્યા કરે છે. અને ત્રીજી બાબત બન્નેના જન્મજાત ગુણગત જે તફાવતો છે એના કારણે પણ બન્ને એક-બીજા પ્રત્યે ખેંચાણ અનુભવે છે. કુદરતી રીતે જ સ્ત્રી લાગણીશીલ, લજ્જાશીલ હોય છે.(આજની ભણેલી સ્ત્રીની વાત નથી.) અને પ્રાકૃતિક રીતે જ પુરુષ રુક્ષ, શૂરવીર હોય છે.(આજના કોલેજિયનની વાત નથી.) સ્ત્રી-પ્રુરુષના આ શારિરીક, માનસિક તેમજ ગુણગત તફાવતને આધારે આપણે કહી શકીએ કે બન્ને તદ્દન સ્વતંત્ર અને એકબીજાથી ભિન્ન અસ્તિત્વ ધરાવે છે.

માનસશાસ્ત્રીઓ આ વાતને તેઓની ભાષામાં આ રીતે રજૂ કરે છે :પ્રત્યેક માણસના મસ્તિષ્કમાં બે હેમીસ્ફીયર(મગજ) હોય છે: (1)અપર હેમીસ્ફીયર(ડાબું મગજ અને (2)લોઅર હેમીસ્ફીયર(જમણું મગજ). પુરુષમાં માત્ર અપર હેમીસ્ફીયર અને સ્ત્રીમાં માત્ર લોઅર હેમીસ્ફીયર એમ બન્નેમાં માત્ર એક જ મગજ કાર્યરત હોય છે. જ્યારે બીજુ મગજ શાંત(નિષ્ક્રિય) રહે છે. એ અર્થમાં બન્નેની વિચારવાની તેમજ સંવેદન અનુભવવાની રીત તદ્દન ભિન્ન હોય છે. આથી માનસશાસ્ત્રીઓ કહે છે, કે સ્ત્રીને સમજવાનો પ્રયત્ન ન કરવો, એને માત્ર પ્રેમ કરવો અને પુરુષને હંમેશા સમજવાનો પ્રયત્ન કરવો. ગુણોના તફાવતના કારણે પરસ્પર ઉભા થનારા આકર્ષણના સિદ્ધાંતને આધારે આપણે આજના સજાતીય પુરુષસંબંધો(ગે) અને સજાતીય સ્ત્રીસંબંધો (લેસ્બિયન)ને સમજી શકીએ છીએ.

કો-એજ્યુકેશન(સહશિક્ષણ)ના કારણે છોકરી અને છોકરો એક-બીજાના સતત ગાઢ સંપર્કમાં આવ્યા. સંપર્કનો સિદ્ધાંત એવો છે કે ‘સોબત તેવી અસર.’ (સંસ્કૃતમાં એને ‘કીટભ્રમર ન્યાય’ તરીકે ઓળખવામાં આવે છે, જેની સમજુતી લેખના અંતે આપી છે.) એનું પરિણામ એ આવ્યું કે છોકરીના ગુણો ખબર ન પડતા છોકરામાં આવી ગયા અને એ જ રીતે છોકરાના ગુણો અજાણતા જ છોકરીમાં આવી ગયા. આપણે જોઈ શકીએ છીએ કે છોકરી છોકરા જેવું વર્તન કરતી થઈ છે : એના કપડાં(જીંસ-ટી-શર્ટ), એનું બોલવું-ચાલવું, ઉઠવું-બેસવું, એની હેર-સ્ટાઈલ, એના શોખ, કમાવા જવું, બાઈક ચલાવવી વગેરે. એ જ રીતે છોકરાને પણ જુઓ તો, એની ચાલ-ઢાલ, એની વાણી, એના લહેકા, પોની ટેઈલ, ગરબા ગાવા, રડવું, શરમાવું(ઘરમાં પણ છાતી ખુલ્લી રાખીને પોતાની ‘બા’ની સામે બેસીને જમતા શરમાય) વગેરે જુઓ તો છોકરી જેવા લક્ષણો એના થઈ ગયા.

વિપરીત ગુણોનું આકર્ષણ તો પોતાનું કામ કરે જ છે. છોકરીમાં જે ગુણો જોઈને છોકરો એના પ્રત્યે આકર્ષાતો હતો એ જ ગુણો એણે કોઈ છોકરામાં પણ જોયા તેથી એ સ્ત્રૈણ છોકરા પ્રત્યે મર્દ છોકરાને આકર્ષણ જાગ્યું. એ જ રીતે છોકરામાં જે ગુણો જોઈને છોકરી આકર્ષાતી હતી એ ગુણો ધરાવતી પૌરુષી છોકરી પ્રત્યે સામાન્ય છોકરીને આકર્ષણ જાગ્યું. તમે તપાસ કરશો તો ચોક્કસ જાણવા મળશે કે સજાતીય સંબંધો ધરાવતા બે પુરુષોમાં કોઈ એક પુરુષ સ્ત્રૈણભાવે તેમજ સજાતીય સબંધ ધરાવતી બે સ્ત્રીઓમાં કોઈ એક સ્ત્રી પુરુષભાવે વર્તતી જ હશે. આવા યુગલોમાં કુદરતી ગુણો અને ઉપાર્જીત ગુણોની એટલી તો પ્રવાહી સ્થિતિ જોવા મળે છે કે ક્યારે કયા પાત્રમાં કોનો(પુરુષનો કે સ્ત્રીનો) ગુણ જાગ્રત હશે એ કહી શકાય જ નહિ.

આપણા પૂર્વજો આ બાબત જાણતા હોવાથી ભારતીય સંસ્કૃતિની તપોવન કક્ષાની શિક્ષણપ્રણાલીમાં આપણા ઋષિમુનિઓએ છોકરાના તપોવન તેમજ છોકરીના તપોવન જુદા જ રાખ્યા હતા. માત્ર છોકરાઓ એક સાથે રહેતા હોવાથી તેઓમાં પુરુષના ગુણોને ખીલવાની પૂરતી તક મળતી હતી. કોઈ છોકરો અપવાદરુપ લાગણીશીલ(રોતલ-રડવાના સ્વભાવવાળો) હોય તો પણ રુક્ષ અને ખડતલ છોકરાઓના સંગમાં એ એક સ્વસ્થ પુરુષ બની જતો. એ જ રીતે માત્ર છોકરીઓ એક સાથે રહેતી હોવાથી છોકરીમાં પણ સ્ત્રીના ગુણો સારી રીતે ખીલી શકતા. અભ્યાસ પૂરો કરીને લગ્નગ્રંથિથી જોડાઈને છોકરો અને છોકરી સ્વસ્થ સમાજના નિર્માણમાં પોતાનો સહયોગ આપતા.

હવે એક મજાની વાત આવે છે. આપણે શંકર-પાર્વતીનું ‘અર્ધનારીનટેશ્વર’નું ચિત્ર જોયું છે. જુના કાળના ઘરોમાં દિવાલ પર ઊંચે એક હરોળમાં આપણા બાપ-દાદા ભગવાનના ફોટાઓ રાખતા હતા. એમાં એ ચિત્ર આપણને જોવા મળતું જેમાં અડધા શિવજી અને અડધા પાર્વતી જોડાઈને ઉભેલા જોવા મળે છે. એ ચિત્ર શું બતાવે છે? ચિત્રકારની એ સુંદર કલ્પનાનું એક અર્થઘટન આપણે આ રીતે પણ કરી શકીએ :એકલો પુરુષ અપૂર્ણ છે તેમજ એકલી સ્ત્રી પણ અપૂર્ણ છે. બન્ને જોડાઈને એક પૂર્ણ આત્મા બને છે. આ જ વાતને ગુણોના સિદ્ધાંતને આધારે સમજવાનો પ્રયત્ન કરીએ. પુરુષમાં પુરુષના ગુણોની સાથે સ્ત્રીના ગુણો પણ હોવા જોઈએ અને સ્ત્રીમાં સ્ત્રીના ગુણોની સાથે પુરુષના ગુણો પણ હોવા જોઈએ. થઈ ગયાને કંફ્યુઝ્ડ? આગળ વાત કરી કે પુરુષમાં પુરુષના ગુણો અને સ્ત્રીમાં સ્ત્રીના ગુણો ખીલવા જોઈએ. અને હવે વાત આવે છે કે સ્ત્રી અને પુરુષમાં બન્નેના ગુણો હોવા જોઈએ.

વાતને ધ્યાનથી સમજીએ. પ્રથમ આપણે જોયું કે છોકરા અને છોકરીના સહવાસને કારણે તેઓમાં પોતપોતાના ગુણો ખીલવાને બદલે મુરઝાઈ જાય છે અને એકબીજાના ગુણો ખીલી જાય છે, જેને વિકૃતિ કહેવાય. હવે આપણે ચર્ચા કરીએ છીએ કે છોકરો માત્ર પુરુષના જ ગુણોને ખીલવે અને છોકરી માત્ર સ્ત્રીના ગુણો ખીલવે તો બન્ને અધૂરા છે. પૂર્ણતા પ્રાપ્ત કરવા કરવાનું છે શું? છોકરાએ પુરુષના ગુણો સાચવવાની સાથે-સાથે સ્ત્રીના ગુણો પણ ખીલવવાના છે અને છોકરીએ સ્ત્રીના ગુણો સાચવવાની સાથે-સાથે પુરુષના ગુણો પણ ખીલવવાના છે. બન્નેએ ધ્યાન માત્ર એ વાતનું રાખવાનું છે કે છોકરામાં પુરુષના ગુણો પ્રભાવી અને સ્ત્રીના ગુણો પ્રચ્છન્ન(દબાયેલા) રહેવા જોઈએ. જ્યારે છોકરીમાં સ્ત્રીના ગુણો પ્રભાવી અને પુરુષના ગુણો પ્રચ્છન્ન રહેવા જોઈએ. છોકરો શૂરવીર હોવાની સાથે-સાથે નમ્ર અને આજ્ઞાંકિત(ગુણોનું કોંટ્રાસ્ટ મેચિંગ ધરાવતો) પણ હોવો જોઈએ અને એ જ રીતે છોકરી લજ્જાશીલ હોવાની સાથે-સાથે સમય આવ્યે લડી લે એવી વીર પણ હોવી જોઈએ. આ રીતે છોકરાએ કુદરતી રીતે પોતાને મળેલા ગુણોને ખીલવવાના અને સ્ત્રીના ગુણો કમાવી લેવાના અને છોકરીએ પોતાના પ્રાકૃતિક ગુણોને ખીલવવાના અને પુરુષના ગુણોને કમાવી લેવાના. તપોવનમાં જઈ સમર્પિતભાવે ગુરુસેવા કરવાથી ગુણોપાર્જનની આ ક્રિયા શક્ય બને છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે બન્ને જણાએ પોતપોતાના ગુણો સપાટી પર રાખીને વર્તવાનું અને અન્યના ગુણોને પણ પોતાનામાં સમાવવાના છે. જેણે પોતાના જીવનમાં બન્ને પ્રકારના ગુણો ખીલવ્યા છે એને પોતાને સ્ત્રી કે પુરુષ હોવા બદલ કોઈ જાતનો અફસોસ નહિ થાય. વળી આ રીતે ગુણો કમાવી લેવાથી એક બહુ મોટી સિદ્ધિ એ પ્રાપ્ત થાય છે કે આવો પૂર્ણ જીવ વિજાતીય આકર્ષણ તો અનુભવે છે પરંતુ વિજાતીયપાત્રના અભાવમાં માનસિક કે શારિરીક પીડા ભોગવવામાંથી બચી જાય છે. કારણ કે બન્ને પ્રકારના ગુણોથી સંપન્ન આવો જીવ પોતાના ગુણોથી જ પોતાના ગુણોને સંતુષ્ટ કરનારો બને છે. ભારતીય અધ્યાત્મશાસ્ત્ર કહે છે, કે આ ગુણો ખીલવવા માટે જ આત્મા ક્યારેક પુરુષજાતિમાં તો ક્યારેક સ્ત્રીજાતિમાં જન્મ લે છે. આપણે એક જ જાતિમાં બન્ને જાતિના ગુણો ખીલવી શકીએ તો આપણને બન્ને જાતિમાં જન્મ લેવાની જરુર પડતી નથી. એને જ કહેવાય પૂર્ણ આત્મા. આવી સુંદર વાત અર્ધનારીનટેશ્વર ભગવાન શિવજી-પાર્વતીજીનું ચિત્ર આપણને શીખવે છે.

હવે આપણે શું કરવાનું? બસ, કો-એજ્યુકેશન શિક્ષણપ્રથા બંધ થાય એ માટે પ્રચાર કરવાનો. શક્ય હોય તો એકાદ એવી સંસ્થા શરુ કરવાની! અને એવી સંસ્થા ચાલતી હોય એવું ધ્યાનમાં આવે તો એ સદ્ધર બને એ જોતા રહેવાનું. આપણે લગ્નપૂર્વે કો-એજ્યુકેશન કે અન્ય રીતે થઈ રહેલું કુંવારા છોકરા-છોકરીનું સાહચર્ય અટકાવી નહિ શકીએ તો સજાતીય સંબંધોને અટકાવી શકવાના નથી કારણ કે એની પાછળ સંપર્કનું વિજ્ઞાન કાર્ય કરે છે. અને સમાજ સુધરે નહિ તો એણે ફટકા ખાવા તૈયાર રહેવાનું જ છે. અસ્તુ.

કીટભ્રમર ન્યાય શું છે?

ભમરી ઈંડા મુકે છે, એમાંથી ઈયળ નીકળે છે. આ ઈયળમાંથી ભમરી કેવી રીતે બને છે? ઈયળને ખવડાવવા માટે ભમરી એની આસપાસ ફરતી હોય છે ત્યારે ઈયળ સતત ભમરીનું ચિંતન કરતી હોય છે. એનાથી ઈયળને પાંખો ફુટે છે અને કાળક્રમે એ ભમરીના રંગરુપ ધારણ કરે છે. આ વાત સમજાવતો સુંદર પ્રસંગ રામાયણમાં છે. સીતા અશોકવાટિકામાં બેઠા છે અને સતત રામનું ચિંતન કરે છે. એકવાર સીતા બાજુમાં બેઠેલી ત્રિજટા નામની રાક્ષસીને કહે છે: “હું સતત રામનું ચિંતન કરું છું તેથી હું રામ બની જઈશ અને બે રામ થઈ જતા અમારું લગ્નજીવન સમાપ્ત થઈ જશે.” ત્યારે ત્રિજટા સરસ જવાબ આપે છે: “આપ સતત રામનું ચિંતન કરો છો તેથી આપ રામ બની જશો અને રામ સતત આપનું ચિંતન કરે છે તેથી તેઓ સીતા બની જશે. માટે તમારું લગ્નજીવન સલામત રહેશે.”

1લી ડીસેમ્બર – વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે 20મી ડીસેમ્બરે વાંચો લેખ : ‘એઈડ્સને રક્તદાન સાથે કોઈ સંબંધ તો નથીને !’

Advertisements

Comments on: "સજાતીય સંબંધોનું રહસ્ય" (6)

 1. Jayesh Parikh said:

  કલ્પેશભાઈ,

  ખૂબજ સુંદર વાત મર્મ-સ્પર્શી.

  ધન્યવાદ

  જયેશ પરીખ

 2. ડો.પ્રદીપ પંડ્યા said:

  થોડી વાત સાથે સહમત પણ કો એજ્યુકેશન બંધ કરવાની વાત બરાબર નથી.

 3. મુદ્દા સાથે સહમત એ અસહમત થવાની વાત બાજુએ રાખી, કંઈક આગવું અને મૌલિક વિચારેલું વાંચવા મળ્યું એનો આનંદ છે. આવું અન્વેષણ ચાલુ રાખજો.

 4. “છોકરો શૂરવીર હોવાની સાથે-સાથે નમ્ર અને આજ્ઞાંકિત(ગુણોનું કોંટ્રાસ્ટ મેચિંગ ધરાવતો) પણ હોવો જોઈએ અને એ જ રીતે છોકરી લજ્જાશીલ હોવાની સાથે-સાથે સમય આવ્યે લડી લે એવી વીર પણ હોવી જોઈએ.”
  આ ગુણનો ભેદ છે કે શિક્ષણનો ?

 5. સુંદર અને સમતોલ લેખ. કો એજ્યુકેશન બંધ કરવાથી નિવેડો ન આવે.હોસ્ટેલ લાઇફ અને સેક્ષ્ ની તીવ્ર ઈચ્છા સમયે સહેલાઈથી ઓપોઝીટ સેક્ષ્ પાત્ર ન મળવું એ પણ એટલુંજ કામ કરતું ફેક્ટર છે.

 6. Hiren Patel said:

  વાહ ભાઈ ખુબ સરસ રચના આ લેખ આપના ભારત ના દરેક યુવાન ને વાચવો જોઇયે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: