વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

કેન્દ્રના કેટલાક પ્રધાનોએ નિવેદન કર્યું, કે “ભગવો ત્રાસવાદ દેશ માટે ચિંતાજનક છે.” તેઓને પુછવું જોઈએ, કે “આ દેશ અંગ્રેજોનો ગુલામ હતો ત્યારે આપણા ક્રાંતિકારીઓએ કરેલી પ્રવૃત્તિઓ અંગે તેઓનું શું કહેવું છે?” આ દેશના નિર્દોષ નાગરિકો પર અમાનુષી સીતમ ગુજારનારા અંગ્રેજોની કચેરીઓમાં બોમ્બવિસ્ફોટ કરીને, બંદુક કે છરી વડે તેઓની હત્યાઓ કરીને, ટ્રેન દ્વારા લઈ જવાતો શસ્ત્ર-સરંજામ કે પોસ્ટઓફિસમાં રાખેલો નાણાભંડાર લુંટીને અંગ્રેજોમાં ભય અને આતંકનું સામ્રાજ્ય સ્થાપનારા આપણા વીર ક્રાંતિકારીઓ જ ખરી રીતે અંગ્રેજોને આ દેશમાંથી હાંકી કાઢવામાં સફળ રહ્યા હતા. તેઓ ભગવાપ્રિય હતા. ‘મેરા રંગ દે બસંતી ચોલા’ એ તેઓનું એક માત્ર પ્રિય ગીત હતું. બસંતી એટલે વસંતઋતુમાં ખીલેલા કેસુડાનો કેસરી-ભગવો રંગ. તેઓએ આપેલા પ્રાણોના બલિદાનોથી આઝાદ થયેલા દેશની આજે શું સ્થિતિ છે?

કહેવાતા આઝાદ ભારતમાં આજે ખરેખર તો ગુંડાઓ, દેશદ્રોહીઓ તેમજ આતંકવાદીઓનું જ સામ્રાજ્ય છે. ઈસ્લામના નામે ફેલાઈ રહેલો આતંકવાદ આ દેશને ખતમ કરી રહ્યો હોવા છતાં વોટબેંકની રાજનીતિ રમતી કેન્દ્રની સરકારને અસરકારક રીતે આતંકવાદને ડામવામાં કોઈ રસ નથી. તેના જ ઈશારે દેશની તમામ આંતરિક તેમજ બાહ્ય સુરક્ષાઓ બુઠ્ઠી થઈ ગઈ છે ત્યારે દેશભક્ત ભારતીયને ફરીથી ક્રાતિકારી પ્રવૃત્તિ શરુ કરવી પડે એમ જણાય છે.

હથેળીમાં રાખેલું આમળું જેટલી સ્પષ્ટતાથી આપણે જોઈ શકીએ એટલું ચોક્ખું આપણને દેખાય છે, કે ત્રણ-ત્રણ વખત યુદ્ધમાં ભારતના તમાચા ખાઈને હારી ચુકેલું તેમજ પ્રોક્સીવૉર લડીને ભારતને ખતમ કરવાની ઈચ્છા રાખનારું પાકીસ્તાન આતંકવાદીઓ ઉત્પન્ન કરતી ફેક્ટરી બની ગયું છે. નકલી નોટો છાપવા માટે ખાસ પ્રકારનો કાગળ પાકીસ્તાન વિદેશથી આયાત કરે છે – એના પણ પુરાવા ભારત તેમજ અમેરિકા પાસે છે. છતાં નામર્દ એવી કેન્દ્ર સરકાર અસરકારક પગલાં ભરવાને બદલે દર વખતે માત્ર શાબ્દિક રજુઆત કરીને બેસી જાય છે. નપુંસક એવી કેન્દ્ર સરકારે દેશના સુરક્ષાબળોના જવાનોનું મોરલ પણ કેટલી હદે ખતમ કરી નાંખ્યું છે – એ વાતને યાદ કરતો એક પ્રસંગ ટાંકવાનું મન થાય છે.

તે વખતે હું છોટાઉદેપુરની આર્ટ્સ કોલેજમાં વ્યાખ્યાતા હતો. કારગીલ યુદ્ધ સમાપ્ત થઈ ચુક્યું હતું. ગાંધીનગરમાં આતંકવાદી હુમલો થયો હતો. ગોધરાકાંડ તાજો-તાજો બન્યો હતો. હરેન પંડ્યાની હત્યા આતંકવાદીઓએ કરી નાંખી હતી. અને ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી આવી હતી. તેથી ફરીથી ગુજરાતમાં તોફાનો ના થાય એ હેતુથી કેન્દ્ર સરકારે વિવિધ સુરક્ષાબળોને ગુજરાતમાં તૈનાત કર્યા હતા. છોટાઉદેપુરમાં કારગીલ યુદ્ધ લડીને આવેલી સી.આર.પી.એફ.ના જવાનોની ટુકડીને મારા પાડોશીઓ તરીકે ઉતારો અપાયો હતો. મને રાજાનો મહેલ જેવો બંગલો કોલેજ તરફથી રહેવા માટે મળ્યો હતો, જે જીમખાના તરીકે ઓળખાતો હતો. બાજુમાં ટેનીસકોર્ટ હતી, જ્યાં આ જવાનો ઉતર્યા હતા.

ચુંટણી પુરી થઈ ત્યાં સુધીમાં સુરક્ષાબળોના જવાનોની કામગીરી ઘણી નજીકથી જોવા મળી. તે દરમિયાન નાના-મોટા ઘણા પ્રસંગો બન્યા. પરંતુ જે પ્રસંગ જરુરી છે એની વાત કરું. અભિજીત કે અનિરુદ્ધ પાંડે નામનો જવાન મારી હિંમતથી ખુશ થઈને મારી સાથે એના દિલની વાત કરવા અને એનો બળાપો બહાર કાઢીને હળવો થવા નાઈટ ડ્યુટી હોવાથી મારી પાસે રાત્રે બે વાગે આવ્યો. એણે મારી સાથે હિન્દીમાં વાત કરી હતી. પરંતુ હું એ ગુજરાતીમાં રજુ કરી રહ્યો છું. એ મને કહે, “આપ મારું નામ દઈને, મેં કરેલી વાતો જાહેર કરી દેશો તો પણ મને વાંધો નથી. ભલે મને કોર્ટમાર્શલ જેવી સજા થાય, હું મારા દિલની અકળામણ આપને જણાવ્યા વિના રહી શકતો નથી.

મને આપણા દેશની સરકાર સામે વાંધો છે. જે માર્ગે આતંવાદીઓને શસ્ત્રો પહોંચાડવા માટેની ગાડીઓ જવાની હોય છે એ જગ્યાએ અમારો ચોકીપહેરો ચાલી રહ્યો હોય છે. અમને અમારા ઉપરી અધિકારીઓ તરફથી ચોકીપહેરાની જગ્યા બદલવાનો આદેશ મળે છે. અને એ રસ્તેથી શસ્ત્રસરંજામ ભરેલી ગાડીઓ આતંકવાદીઓને શસ્ત્રો પહોંચાડવા સહીસલામત રીતે પસાર થઈ જાય ત્યારબાદ ફરીથી અમારો પહેરો, પહેલા જ્યાં હતો ત્યાં ગોઠવી દેવામાં આવે છે. આતંકવાદીઓને શરણે લાવવા અંગેની ચર્ચા કરવા તેઓના નેતા સાથે સુરક્ષાપ્રધાનની મુલાકાત ગોઠવવામાં આવે છે ત્યારે એ પ્રધાન પોતાની સાથે અન્ય કોઈ પણ વ્યક્તિ- સુરક્ષાગાર્ડ કે સેક્રેટરી સુદ્ધાંને હાજર રાખવાની મનાઈ ફરમાવી દે છે. એનો અર્થ, શું એ પ્રધાન હિંમતવાન છે? અરે ના રે ના. ત્યાં એ શું ચર્ચા કરવાનો છે, એ વાતની અમને તમામ જવાનોને ખબર હોય છે. (કેવા-કેવા અને કેટલા શસ્ત્રોની આતંકવાદીઓને જરુર છે અને એના કેટલા નાણાં તેઓએ સુરક્ષાપ્રધાનને ચુકવવા પડશે – એ બાબતની ચર્ચા કરવા- દેશની સુરક્ષા વેચવાનો સોદો કરવા સુરક્ષાપ્રધાન આતંકવાદીઓને સામે ચાલીને મળવા જાય છે.)

આતંકવાદીઓ પાસે આટલા બધા આધુનિક શસ્ત્રો ક્યાંથી આવે છે? એ શસ્ત્રોના ઉત્પાદનની ફેક્ટરીઓ પાકીસ્તાનમાં કે અફઘાનિસ્તાનમાં નહિ, જર્મની કે અમેરિકામાં નહિ પણ ભારતમાં જ આવેલી છે અને ભારતના રાજકારણીઓ એ ફેક્ટરીમાં નાણાંરોકાણ કરીને ઉત્પાદિત કરેલા શસ્ત્રો આતંકવાદીઓને વેચીને અઢળક નફો કમાય છે. (લેખક: મને લાગે છે, કે આ જવાન પોતાના ઉપરી અધિકારીઓ પર આક્ષેપ કરતા હજી અચકાય છે. ભારતમાં શસ્ત્રોનું ઉત્પાદન તો નહિ પણ દેશની સુરક્ષા માટે ખરીદાતા વિદેશી શસ્ત્રોને રાજકારણીઓ આતંકવાદીઓને વેચી દેતા હશે. અને એમાં દેશના સુરક્ષા અધિકારીઓનો પણ ભાગ હશે.) આ શસ્ત્રોની હેરાફેરીના કામ માટે તેઓ આપણા જ દેશની મિલિટરીની ગાડીઓ વાપરે છે. આ બધું જાણનારા અમે, દેશ માટે ફના થઈ જવાની, આત્મબલિદાન આપવાની ભાવના કેવી અને કેટલી હદે ટકાવી શકીએ?” એણે વાત પુરી કરી ત્યાં સુધીમાં એનું શરીર આગ જેવું થઈ ગયું હતું. એ ક્યારેક હતાશ તો ક્યારેક ગુસ્સે થયેલો તો ક્યારેક દુ:ખી જણાતો હતો.

હું એક પ્રશ્ન પુછવા માંગું છું, કે બે માણસો એક જગ્યાએ ઉભા છે, બન્નેના હાથમાં છરી છે અને બન્ને જણા એકબીજાને છરીથી મારવા તૈયાર છે. છતાં બેમાંથી એક સજ્જન છે અને બીજો ગુંડો છે. આવું શી રીતે બની શકે? જરુર શક્ય છે. જે જગ્યાએ બન્ને જણા ઉભા છે એ સ્થળ પહેલા માણસનું ઘર છે અને બીજો માણસ ગુંડો છે, જે પહેલાના ઘરમાં લુંટના ઈરાદે ઘુસી ગયો છે. ગુંડો ધન લુંટવામાં અવરોધરુપ બનતા સજ્જનને મારવા છરી ઉગામે છે જ્યારે સજ્જન આત્મરક્ષા માટે છરીથી વળતો હુમલો કરે છે. આથી કહી શકાય કે બન્નેના હાથમાં શસ્ત્ર છે, બન્ને એકબીજા પર હુમલો કરી રહ્યા છે છતાં જગ્યાને આધારે કહી શકાય કે બેમાંથી એક સજ્જન તો બીજો ગુંડો હોઈ શકે છે.

બરાબર આ જ રીતે આપણો ભારત દેશ આપણું એક મોટું ઘર છે, જેમાં આતંકવાદીઓ, ગુંડાતત્વો તેમજ દેશદ્રોહીઓ ઘુસી ગયા છે. દસકાઓથી નિષ્ક્રિય અને તેથી સદંતર નિષ્ફળ ગયેલી કેન્દ્ર સરકારના ઈરાદાઓ ખતરનાક જણાય છે. ત્યારે આ દેશને બચાવવા માટે દેશભક્ત કાર્યકરો દેશને ખતમ કરનારા દુ:ષ્ટ તત્વોને જ ખતમ કરી નાંખવા માટે ક્રાંતિકારી પ્રવૃત્તિ શા માટે ના કરી શકે? એવું કોણે કહ્યું, કે આઝાદ દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ના થઈ શકે? આ દેશના નાગરિકો આઝાદી પુર્વે પણ નિષ્ક્રિય હતા અને આપણે જોઈએ છીએ કે સાઠથી વધુ વર્ષોથી એવા જ નિષ્ક્રિય રહીને (મતદાન જેવી પ્રવૃત્તિ પણ કરતા નથી અને) રાજકારણીઓ દ્વારા દેશને બરબાદ થતો જોયા કરે છે. તેવા સંજોગોમાં ભગવાધારી દેશભક્ત સેવકો હિંસક પ્રવૃત્તિ કરે તો એ દેશને બચાવવા માટેની છે, નહિ કે દેશને ચિંતા ઉપજાવનારી.

આથી કહી શકાય, કે ભગવા ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓ કેન્દ્રના ભ્રષ્ટ રાજકારણીઓ માટે ચિંતા ઉપજાવનારી છે. ગુજરાત તેમજ મુંબઈની પોલીસે વીજળીવેગે અમદાવાદ બોમ્બબ્લાસ્ટના આતંકવાદીઓને દિલ્હીમાંથી ઉંઘતા ઝડપી લીધા ત્યારે કેન્દ્ર સરકારના મોટા ભાગના પ્રધાનોએ શું કર્યું? આતંકવાદીઓની ફેક્ટરી એવા આઝમગઢમાં જઈને એ આતંકવાદીઓના પરિવારજનોને મળીને તેઓને અઢળક રુપિયા આપ્યા અને તેઓની દુ:ષ્ટ ઓલાદોને પકડવામાં આવી એ બદલ એમની માફી પણ માગી. હવે દેશને ખલાસ કરવાના આ નીચ અને હલકટ રાજકારણીઓના ઈરાદાઓ ભગવા વેશધારી સેવકો નાકામયાબ કરી નાંખે તો એ બાબત કેન્દ્ર સરકાર માટે ચિંતાનો વિષય તો કહેવાય જ ને !

કોઈના કૃત્ય માત્ર પરથી કેવી રીતે નક્કી થાય, કે એ કૃત્ય ત્રાસવાદ છે, કે પછી દેશભક્તિ છે? એક્શન ડઝ નોટ શો ઈંટેંશન. આતંકવાદી હિંસક પ્રવૃત્તિ કરે છે તો આપણા દેશના જવાનો સરહદ પર શું અહિંસક પ્રવૃત્તિ કરે છે? દેશની અંદરના ધાર્મિક સ્થાનો ભય અને આતંક ફેલાવવા માટેના પ્રેરણા સ્થાનો બની ગયા હોય અને સરકાર દ્વારા એ સ્થાનોની પ્રવૃત્તિ તરફ આંખ આડા કાન કરાતા હોય તેવા સંજોગોમાં એવા સ્થાનોને ખતમ કરવા માટે કોઈ દેશભક્ત ક્રાંતિકારી પ્રવૃત્તિ કરે ત્યારે બન્ને પક્ષ હિંસક હોવા છતાં કોણ સજ્જન છે અને કોણ ગુંડો છે એ નક્કી કરવા થોડા ઉંડા ઉતરવું જરુરી બને છે અને નક્કી કરવું પડે છે, કે જ્યાં આ પ્રવૃત્તિ થઈ રહી છે, એ દેશ કોનું ઘર છે અને કોણ એ ઘરમાં ઘુસીને આતંક ફેલાવી રહ્યું છે; કોણ આ દેશને લુંટી રહ્યું છે અને કોણ આ દેશને બચાવી રહ્યું છે.

સિમિ જેવા સંગઠનો આતંક ફેલાવતા હોય તો એ નિર્દોષોના જાનમાલ સાથે રમત કરી રહ્યા હોય છે અને કોઈ દેશભક્ત ક્રાંતિકારી એવા આતંકને નાથવા હિંસા આચરે તો એ ભગવો ત્રાસવાદ નથી પરંતુ ભગવો સ્વદેશપ્રેમ છે. જો કે દેશદ્રોહી રાજકારણીઓને એનાથી ત્રાસ થવો સ્વાભાવિક છે. છેવટે તો આપણા વિચારો તેમજ આપણી નીતિઓના અસરકારક અમલ પાછળ આપણે કેટલા બળવાન છીએ એ જ વાત કામ કરતી હોય છે. માટે એકત્ર થઈએ, સંગઠીત થઈએ, બળવાન બનીએ. સંઘે શક્તિ કલૌયુગે. કળિયુગમાં શક્તિ સંઘમાં રહેલી હોય છે.

Advertisements

Comments on: "ભગવો ત્રાસવાદ" (5)

 1. જગત દવે said:

  આ બધી જ વાતો ખરી પણ તેથી નિર્દોષોનો ભોગ ન લેવાય. ક્યારેય સ્વતંત્રતા સંગ્રામનાં કોઈ ક્રાંતિકારી એ બોમ્બ બ્લાસ્ટ કરીને દેશનાં જ નિર્દોષ લોકોને ટારગેટ કર્યાનું મારી જાણમાં નથી.

  માફ કરજો, પણ આમાં મને કોઈ દેશપ્રેમ નથી નજર આવતો.

  એટલો જ આક્રોષ હોય તો તેઓ ભ્રષ્ટ-નેતાઓ ને કેમ નથી મારતાં? એટલો જ દેશ-પ્રેમ હોય તો તેઓ એમ કેમ જાહેર નથી કરતાં કે કોઈપણ ભ્રષ્ટાચારમાં શામેલ થશે તેને ઠાર મારવામાં આવશે.

  આ બધાં જ ગંદા રાજકારણનાં મૂર્ખ પ્યાદાઓથી વિશેષ કશું નથી. આપ થોડું ચિંતન કરશો તો સરળતાથી સમજાઈ જશે.

 2. I agree with Jagatbhai Dave, and please publish this if you want a “debate” or a “discussion”. Any sort of “extremism” leads to unpardonable violence against innocents.

  Those who quote “religion” for justifying their killings of anyone who is innocent and has nothing to do with politics or governing, either he/she/they may be Muslims, Hindus, Jews, Christians, etc. etc. etc. – it would be unjustified and it will be TERRORISM.

  Then, by LOGIC, one can prove the “day” into “night” and vice versa. So, using the so-called logical arguments and giving examples of “Deshbhakti Movement” is not in the same league. Apart from that, if one reads properly the thoughts of freedom fighters, one can gain as much real insight (and not through the “coloured” glasses of some “interested historians” who act as per party lines and colour things either “green” or “saffron” depending on the type of ideology they belong to (or rather lack of ideology – and mainly depending where they are getting their funding from).

  For that reason, even the Maoists are Terrorists, as in the name of “economic suppression” they are killing those people who are nearly in the similar situation as they are as well. Any political thought process, which claims that the FREEDOMS of people can be BUILT on the BLOOD of MANY, shall be termed as terrorism.

  I am sorry to not being able to agree with you i.e. the person who has written this article. I as a lawyer who practiced in Ahmedabad for 17 years and was a Judge of one of the Courts in Ahmedabad for a while, have seen, heard and sort of witnessed many things which will be terrorism in free India. While I despise calling any Terrorism attached to any COLOUR, it is again the party-politics which prompts these politicians to quote colours. The point is, NO FORM OF TERRORISM shall be tolerated and is not good for a healthy society.

 3. જગતજીની તર્કબધ્ધ ટીપ્પણી સાથે સંમત

 4. BECAUSE OUR PEOPLE DOES NOT WANT TO SHOW COURAGE AND EXPLOIT THE INTENTION OF POLITICIAN. I AGREE WITH WRITER BHAGVO IS NOT TERRIRISOM.

 5. I agree Bhagvo is not TERRIRISOM

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: