વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

1. હવેલી સળગાવી દેવાની.

દિવાળીના દિવસો હતા. જાડા-પાડા શેઠજી નવા જરીના કપડાં પહેરીને પોતાની હવેલીના ત્રીજે માળ ઊભા હતા. રસ્તા પરથી એક છોકરો પસાર થયો. એ શેઠની સામું જોઈને હસ્યો. શેઠ તો રાજી થઈ ગયા. એમને થયું, સારા દિવસો છે, છોકરાને સોનાનો ચેઈન ભેટમાં આપું. એમણે છોકરાને ઉપર બોલાવ્યો ને મિઠાઈ ખવડાવી. પછી હસવાનું કારણ પૂછ્યું. એટલે છોકરાએ કહ્યું, “શેઠજી તમને જોઈને મને વિચાર આવ્યો, કે તમે મરી જાઓ તો તમને નીચે લાવનારાઓની શું હાલત થશે!” શેઠે તો એ છોકરાને એક ઓરડીમાં પૂરી દીધો.

એની તપાસ કરવા એનો બાપ આવ્યો. શેઠે બાપને પણ મિઠાઈ ખવડાવી. અને એના છોકરાને સુધારવા કહ્યું. તો બાપે કહ્યું, “અરે શેઠજી, મારા છોકરામાં અક્કલ જ નથી. તમારા ત્રણ કટકા કરી નાંખીએ તો આસનીથી નીચે લાવી શકાય.” શેઠે બાપને પણ જુદી ઓરડીમાં પૂરી દીધો. હવે દાદા બંનેને શોધવા નીકળ્યા. શેઠે દાદાને પણ મિઠાઈ ખવડાવી ને બાપ-દીકરાને સુધારવાની વાત કરી. તો દાદા કહે, “મારા દીકરામાં કે પોતરામાં અક્કલનો છાંટોય નથી. તમને નીચે લાવવાની શી જરુર છે? આખી હવેલી જ સળગાવી દેવાની!” માણસને બુદ્ધિ મળી છે, તે શું આવું વિચારવા માટે ?

2. મોટા ત્યાગી

એક નાસ્તિક શેઠ કોઈ મામલામાં ફસાઈ ગયા એટલે એમાંથી બહાર નીકળવા નાછુટકે એક સંન્યાસી પાસે ગયા. એમણે સંન્યાસીને નમસ્કાર કર્યા. સંન્યાસીએ સામે શેઠને નમસ્કાર કર્યા. શેઠ તો શરમાઈ ગયા. કહે, “બાપજી, આપ મને શા માટે નમસ્કાર કરો છો?” તો સંન્યાસીએ પૂછ્યું, “શેઠ, જગત મોટું કે ભગવાન?” શેઠે કહ્યું, “ભગવાન મોટા ગણાય.” એટલે પેલા સંન્યાસીએ કહ્યું, “શેઠ, મેં તો ખાલી જગતનો ત્યાગ કર્યો છે, જ્યારે તમે તો જગતથીય મોટા એવા ભગવાનનો ત્યાગ કર્યો છે. એટલે તમે મારા કરતાં મોટા ત્યાગી છો. માટે મેં તમને નમસ્કાર કર્યા.”

3. દુરથી જોયું તો . . .

મારા મિત્રના ઘરની દીવાલ પર બે ફોટોફ્રેમ લટકાવી હતી. બંને ફ્રેમમાં બે જણા એકબીજાને ભેટી રહ્યા હતાં.
મેં મિત્રને પૂછ્યું, “એક જ ફોટાની બે કોપી શા માટે રાખી છે? એક કોઈને આપવાની છે શું?”
મારો મિત્ર મને કહે, “નજીક જઈને જો તો ખરો.”
જોયું તો એક ફોટા પર લખ્યું હતું, ‘ભરત મિલાપ.’
–“અરે આ તો રામ અને ભરતના મિલનનો ફોટો છે.”
બીજાની નજીક ગયો તો ખબર પડી, ‘અરે આ તો ભીમ અને જરાસંધ બથ્થંબથ્થા આવી ગયા છે.’
ઊપરથી બંને સરખા લાગે છે, પણ અંદરનો ભાવ જુદો છે.

4. ખાવું-પીવું કેવી રીતે?

દસ-બાર જણાને સમૂહમાં બે કીલો ભજીયાનો ઓર્ડર આપીને નાસ્તો કરતા જોયા છે? એમાંનો એકેય જણો ભજીયાનો સ્વાદ માણતો જોવા નહિ મળે.
‘મારા ભાગે સૌથી વધારે આવે’ એ ગણતરીથી મોઢામાં ભજીયાના ડૂચા મારતો જોવા મળશે.
ગામડાના માણસો આખો કપ ભરેલી ચા રકાબીમાં લઈને પીવે અને એક યા બે સબડકે બધી ચા પુરી કરી નાંખે.
જ્યારે શહેરનો માણસ અડધો કપ ચા, સીપ લેતા-લેતા પંદર મિનિટે પૂરી કરે.
એક આખો ગ્લાસ જ્યુસ ફક્ત પાંચ સેકન્ડમાં ગટગટાવી જનારા માણસોય મેં તો જોયા છે.

5. છુટાછેડા

પતિ-પત્નીના છૂટાછેડા થઈ ગયા. પત્નીને યાદ આવ્યું કે પોતાનો થોડોઘણો સામાન પતિના ઘરે પડ્યો છે. એટલે એ લેવા માટે આવી. પત્નીએ જોયું કે પતિએ છાપામાંથી લગ્ન વિષયક ત્રણ જાહેર ખબર કાગળમાં નોંધી હતી. જતાં-જતાં પત્નીએ કહ્યું, “વચલી જાહેરખબર ચેકી નાંખજો, એ હું છું.” પતિએ પત્નીના દેખતા ઉપર-નીચેની જાહેરખબર ચેકી નાંખી. કહેવાની જરુર છે મિત્રો, કે એ જોઈને એની પત્ની હંમેશને માટે રોકાઈ ગઈ.

6. સાસુએ મને શું આપ્યું?

“મારા લગ્નને પંદર વર્ષ થયા. આજ દિન સુધી મારી સાસુએ મને સોનાની ચુની પણ લઈ આપી નથી. હું એમની સેવા શા માટે કરું?”
“અરે ગાંડી, બાવીસ વર્ષ સુધી ખવડાવી-પીવડાવીને તૈયાર કરેલો પોતાનો અલમસ્ત દીકરો આજીવન તારી સેવા માટે તારી સાસુએ તને આપ્યો છે, જે બધી રીતે તને મોજમજા કરાવે છે. એ શું ઓછું છે?”

7. માજીની જુવાની

એક માજી વૃદ્ધાવસ્થાને કારણે કમરમાંથી વાંકા વળી ગયા હતા. લાકડીના ટેકે ચાલતા જઈ રહ્યા હતા. ચાર જુવાનીયાઓ ત્યાંથી પસાર થયા. એમણે માજીની મશ્કરી કરતાં કહ્યું, “કેમ માજી વાંકા વળીને શું શોધો છો?”
માજી હોંશિયાર હતા. એમણે કહ્યું, “મારા દીકરાઓ, હું મારી જુવાની શોધું છું.”

8. દારુવાળો

સવિતા, અમારા ઘરની કામવાળી બાઈ. કોઈ કોઈ વાર હું એને એના ઘેર જઈને સ્કૂટર પર લઈ આવું. એટલે બીજા દિવસે એ કામ પર આવીને ખુબ હસવા લાગે. મને કહે, “તમે સાદા કપડામાં આવો છો તો પણ તમને પોલીસવાળા સમજીને અમારા મહોલ્લાનો, દારુ વેચનારો કલાલ દારૂ ઢોળી નાંખીને માટલાં ફોડી નાંખે છે. તમે જમાદારના ડ્રેસમાં આવો તો એ શું કરે?

9. જેલમાં કેવી હાલત છે?

એક કેદી પેરોલ પર છૂટ્યો. કોઈએ એને પૂછ્યું, “જેલમાં કેવી હાલત છે?” તો એણે કહ્યું, “ચૌદસોના બેઝીકમાં પોલીસવાળાની જિંદગી નરક જેવી બની ગઈ છે. તેઓની પત્નીના કપડાથી લઈને બાળકોના ભણતર સુધીના ખર્ચા કેદીઓએ આપેલા ધર્માદાના પૈસાથી પુરા થાય છે. હું બહાર આવીને આ અંગે નક્કર કાંઈ કરવા માંગું છું.”

1૦. દાદી પૌત્રને ન રમાડે?

સાસુ ને વહુ ઝઘડતા હતા. સાસુ વહુના દીકરાને એટલે કે પોતાના પૌત્રને કિસ કરે એટલે વહુ તાડૂકે, “મારા દીકરાને લેશો નહિ. તમને દમનો રોગ છે, તે મારા દીકરાને થઈ જશે.” એટલે સાસુ તાડૂકે, “તારો બાપ બીડી પીતો પીતો તારા દીકરાને રમાડે છે, ત્યારે તો તને તારા દીકરાની કોઈ ચિંતા થતી નથી. અને હું રમાડુ તો તને ખટકે છે.”

11. અંગ્રેજી ભાષા કેવી? એ સમજીએ.

આપણે કોઈ માગણને કાંઈ આપીએ અને એ એમ કહે, કે “બસ આટલું જ?” એટલે આપણે એને થોડું વધારે આપીએ. છતાંય એ એમ કહે, કે “બસ આટલું જ?” આપણે એને વધારે ને વધારે આપતાં જઈએ ને એ “બસ આટલું જ-બસ આટલું જ?” કહ્યા કરે તો આપણને કેવું લાગે?
આપણે કોઈને દસ કરોડ રુપિયા આપીએ તો અંગ્રેજી ભાષામાં એને કેવી રીતે લખાય? રુપીસ ટેન ક્રોર ઓન્લી.
જ્યારે ગુજરાતી ભાષામાં?
કોઈ અગિયાર રુપિયા આપે તો એનું પણ વજન પડે છે.
‘અગિયાર રુપિયા પૂરા.’ એમ લખાય.
ગુજરાતીમાં આપણે માણસનું વર્ણન કરીએ ત્યારે શું કહીએ- પાંત્રીસ વર્ષનો યુવાન.
જ્યારે અંગ્રેજીમાં-સીક્સ્ટીન યર્સ ઓલ્ડ.
સોળ વર્ષનો ઘરડો.

12. ભણેલા બેન

એક બેન શાક લેવા ગયા. મગન શાકભાજીવાળો કહે, “બહેન, તમે ભણેલાં છો ને!” બહેન તો ખુશ થઈ ગયા, “વાહ, તને કેમ ખબર પડી?” એટલે મગન બોલ્યો, “બેન, તમે પાંચસો ગ્રામ ટમેટા થેલીમાં મૂક્યા ને પછી એની ઉપર બે કીલો બટાકા મૂક્યા ને, એટલે!” (આજનું શિક્ષણ રોટલો જરુર કમાવી આપે છે પરંતુ જીવનવિકાસ થાય, જીવન-વ્યવહારમાં ઉપયોગી થાય એવી કોઈ ક્ષમતા એમાં નથી.)

13. ઘરવાળીને ફોન

રમેશે ઓફીસમાંથી ઘરે ફોન કર્યો, “આજે મારા ચાર મિત્રો મારી સાથે જમશે. રસોઈ બનાવી રાખજે. પત્નીએ કહ્યું, “સારું.” રમેશે બીજો એક ફોન જોડ્યો એટલે મિત્રોએ પૂછ્યું, “કોને ફોન કરે છે?” રમેશે કહ્યું, “મારા ઘરે.” “કેમ, હમણાં તો તે ઘરે વાત કરી!”-મિત્રોએ કહ્યું. તો રમેશ કહે, “તરત તૈયાર થઈ જાય એ મારી પત્ની ન હોય. મારો રોન્ગ નંબર લાગી ગયો હશે.”

14. પ્રેમસંબંધ

વિદેશમાં એક સ્ત્રીએ પોતાના ઘરે આવેલા અજાણ્યા પુરુષોને જોઈને પૂછ્યું, કે “તમે શા માટે આવ્યા છો?” એટલે એક ભાઈએ કહ્યું, કે “નિ:સ્વાર્થ પ્રેમસંબંધ બાંધવા.” તો પેલી સ્ત્રીએ શરમાઈને કહ્યું, “હું તો પરણેલી છું.”

15. ક્યાં ચાલ્યા? હવા ખાવા !

શહેરી અને ગામડાના માણસોની લોકબોલીના શબ્દોમાં તફાવત હોવાને કારણે જે ગેરસમજ થાય છે તે હાસ્ય ઉપજાવનારી હોય છે. મુંબઈના એક શેઠ વતનના ગામમાં થોડા દિવસ રોકાવા માટે ગયા. એક સાંજે પાડોશી મિત્રોને લઈને શેઠ ચાલતા-ચાલતા ગામના પાદર તરફ જવા લાગ્યા. ત્યાં એક ખેડૂતે શેઠને પૂછ્યું, કે “શેઠ ક્યાં ચાલ્યા?” એટલે શેઠે કહ્યું, કે “હવા ખાવા.” ખેડૂત પણ શેઠની પાછળ-પાછળ ચાલવા લાગ્યો. રસ્તામાં હજામ મળ્યો. ખેડૂતે ઈશારામાં એને સમજાવીને સાથે લઈ લીધો. પછી તો મોચી, કુંભાર, કંસારો, લુહાર બધાય શેઠની પાછળ-પાછળ.

કલાકેક મિત્રો સાથે ગામના ચોરે ગપાટા માર્યા પછી શેઠ પાછા ફરવા માટે ઊભા થયા. એટલે ખેડૂતે પૂછ્યું, “શેઠ, આપણે હવા ક્યારે ખાઈશું?” શેઠે કહ્યું, “એક કલાક તો હવા ખાધી.” એટલે ખેડૂતે પૂછ્યું, “શેઠ, હવા એટલે શું?” શેઠ કહે, “આ પવન વાય છે એ હવા.” “ઓ હો, ‘વાયરો ખાવા’ એમ કહોને! અમે બધા તો ક્યારના તમારા નોકરની રાહ જોઈને બેઠા હતા. ક્યારે એ ટીફીન લઈને આવે ને અમને મુંબઈની નવી વાનગી ‘હવા’ ખાવા મળે!” -ખેડૂતે કહ્યું.

Advertisements

Comments on: "માણીએ હાસ્યાનંદ-5" (8)

 1. ગ્યાન સાથે ગમ્મત બહુ સરસ.

 2. મજા પડી ગઇ

 3. ભાઇશ્રી કલ્પેશ

  જોક્સ સારા છે માણ્યા લગે રહો કલ્પેશભાઇ

 4. ઘણાખરા ખબર હતી. યાદદાસ્ત તાજી થઈ મઝા માણી.
  please visit http://www.pravinash.wordpress.com

 5. […] એમની વેબ સાઈટ […]

 6. 11 નંબર બહુ ગમી ગઈ.
  સાભાર કોપી
  http://dhavalrajgeera.wordpress.com/2010/11/17/aajani-joke-40/

 7. 6. સાસુએ મને શું આપ્યું?

  “મારા લગ્નને પંદર વર્ષ થયા. આજ દિન સુધી મારી સાસુએ મને સોનાની ચુની પણ લઈ આપી નથી. હું એમની સેવા શા માટે કરું?”
  “અરે ગાંડી, બાવીસ વર્ષ સુધી ખવડાવી-પીવડાવીને તૈયાર કરેલો પોતાનો અલમસ્ત દીકરો આજીવન તારી સેવા માટે તારી સાસુએ તને આપ્યો છે, જે બધી રીતે તને મોજમજા કરાવે છે. એ શું ઓછું છે?”

  તમારા હાસ્યાનન્દ સાથે સાચેજ દીકરા ગુમાવવા માડ્યા છે!
  મજા પડી.

  Rajendra Trivedi.M.D.
  http://www.bpaindia.org

 8. સરસ મજાની તબિયત ખુશ કરે એવી જોક.
  રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: