વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

અમેરિકન બાળક જન્મે છે ત્યારથી જીવનપર્યંત એને રાત્રે પોતાની માને વળગીને કે માની ગોદમાં સુવા મળતું નથી. નવજાત શિશુ અવસ્થામાં બાળક સૌથી વધુ પ્રેમ-હુંફ-સુરક્ષાની ઝંખના પોતાની મા પાસે કરતું હોય છે ત્યારે જ એનું બાળપણ માના પ્રેમ-હુંફના અભાવમાં વીતે છે. પરિણામે એના મનમાં અસુરક્ષાની ભાવના દૃઢ થઈ જાય છે. જેના કારણે પરપીડનવૃત્તિ તેમજ સ્વપીડનવૃત્તિ પ્રબળ બને છે. માતૃસુખથી વંચિત રહેલું બાળક અન્યના સુખને જોઈ શકતું નથી. આથી બીજાનું સુખ પડાવી લેવું, અન્યની વસ્તુ ઝુંટવી લેવી એ પ્રકારના ગુનાઈત કૃત્યો બાળક કરવા લાગે છે. આ બાબતો એક પ્રકારનું ગાંડપણ સુચવે છે. આથી મોટા ભાગના અમેરિકનો માનસિક રોગોના શિકાર થયેલા જોવા મળે છે.

જીવનનું એક માત્ર બળ પ્રેમ છે. અને જન્મથી જ જીવનના આ અમોઘ બળ એવા પ્રેમથી વંચિત રહેનારી સમગ્ર અમેરિકન પેઢી આજીવન પ્રેમની શોધમાં એક તીવ્ર વ્યસની જેમ વ્યસનની શોધમાં ભટકે એ રીતે ભટકે છે. લાગણીઓના તાણાવાણા ન સમજી શકનારું બાળક નવ-દસ વર્ષનું થતાં જ સેક્સને પ્રેમ સમજી બેસે છે. અને સેક્સસુખ ભ્રમ જણાતા, જીવન ભયંકર લાગતા ડ્રગ્સના રવાડે ચડીને જીવનને વ્યર્થ બનાવી મુકે છે. ડ્રગ્સના નાણા મેળવવા માટે એ ગુનાખોરીની દુનિયામાં ઝંપલાવે છે. જીવનનું મહત્વ ન સમજી શકનારો યુવાન બીજાનો જીવ લેતા પણ વાર લગાડતો નથી. ત્યારે પ્રશ્ન થાય કે અમેરિકન બાળકને પોતાની મા પાસે સુવા કેમ નથી મળતું?

પ્રેમ ઝંખતું બાળક રડે કે માના દુધની માગણી કરે તો થાકેલી ને ઉંઘવા માગતી, મા બનેલી છોકરી બાળક પાસે જવાનો કે એને દુધ પીવડાવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દે છે (he is free to cry & I am free to sleep). બાળકને દુધની બોટલ આપી દેવાય છે. સતત રડતું બાળક છાનું ન રહેતા પોતાની ઉંઘ બગડતી હોવાથી નર્સ બહુ આગ્રહ કરે તો જાણે બાળક પર ઉપકાર કરતી હોય એમ એ છોકરી પોતાના બાળક માટે બાઉલમાં પોતાના સ્તનમાંથી થોડું દુધ કાઢીને આપી દે છે.

આ રીતે નવજાત શિશુના શરુઆતના વર્ષોની તમામ રાત્રિઓ માનુ સુખ મેળવવા માટે તડપવામાં અને સતત રડવામાં જ પસાર થાય છે. જેના પરિણામ સ્વરુપ ભાવિ ગુનેગારો તૈયાર થાય છે. આજનું ક્રિમિનોલોજી(ગુનાશાસ્ત્ર) ગુનેગારને મનોરોગી ગણવાની સલાહ આપે છે. શિવાજીને જન્મ આપીને રામાયણ-મહાભારતની વાતો હાલરડાં દ્વાર શિવાજીના કાનથી એના હૃદય સુધી પહોંચાડનારી માતા જીજાબાઈ કે અભિમન્યુને ગર્ભવાસ દરમિયાન શિક્ષણ આપતી માતા સુભદ્રા અંગે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે અમેરિકન છોકરી વીર-બહાદુરને શા માટે જન્મ ન આપી શકે. અંતરિયાળ ગામડામાં તો બે-બે વર્ષના થયા પછી પણ છોકરા પોતાની માને ધાવતા જોવા મળે છે.

આની સરખામણીમાં અમેરિકન છોકરી અને તેનો બોયફ્રેંડ આપણને ક્રુર લાગે છે પરંતુ આપણી દિવ્ય સંસ્કૃતિ અને ત્યાંની ભોગવાદી સંસ્કૃતિને ધ્યાનમાં લઈએ તો બંને પોતપોતાની રીતે બરાબર છે એમ કહી શકાય. કારણ કે ત્યાં ભોગવાદને જીવનનો એકમેવ આનંદ માનવામાં આવે છે. એનાથી ઉચ્ચ આનંદની તેઓને કલ્પના જ નથી.

અહિંની વાત કરીએ તો પત્નીએ ગર્ભધારણ કર્યો છે એવી ખબર પડતાં જ પતિ-પત્ની સંયમ પાળવા લાગે છે. બાળકના જન્મ બાદ પણ ત્રણ મહિના સુધી પતિ-પત્ની સહજતાથી જુદા રહી શકે છે. આથી ગર્ભમાં રહેલા બાળકને નવ મહિના અંદર અને ત્રણ મહિના જન્મ થયા બાદ બહાર, એમ કુલ એક વર્ષ સંપુર્ણ માતૃસુખ માણવા મળે છે. માની ગોદમાં નિરાંતે સુઈ રહેતા અને ચાહે ત્યારે માનું દુધ પીતા બાળકને જે હુંફ મળે છે તેનાથી એ બાળકમાં સુરક્ષાની ભાવના, આત્મવિશ્વાસ તેમજ અન્યને પ્રેમ કરવાની વૃત્તિ સહજ પ્રગટે છે. ઈશ્વરે કરેલી રચના અનુસાર મા બન્યા બાદ સ્ત્રી સ્વાભાવિક રીતે પતિ કરતા પોતાના બાળકને વધુ ચાહવા લાગે છે. આ વાત ભારતીય પતિ સરળતાથી સ્વીકારી લે છે એટલું જ નહિ પરંતુ એ પોતે પણ બાળકને જ કેન્દ્રમાં રાખીને એના માટે જીવન જીવે છે.

આપણે ત્યાં હજુ મા-બાપ અને બાળકો એકસાથે સુએ છે. બાર-પંદર વર્ષના થાય ત્યાં સુધી બાળકો વચ્ચે સુએ અને માતા-પિતા પથારીની બે બાજુએ સુએ છે. આ પ્રકારનો પારિવારિક પ્રેમ અમેરિકનોની કલ્પના બહારનો છે. આથી જ તો તેઓ આશ્ચર્યવત થઈને કહે છે, કે ભારતીયો એક જ જીવનસાથી સાથે આખી જિંદગી કેવી રીતે વિતાવી શકે છે ! હજી સારું છે, કે ભારતીયોનું સેક્સજીવન બહાર નથી આવતું. તેઓ જાણે, કે એવા તો હજારો-લાખો ભારતીય ગ્રામ્યજનો છે કે જે પતિ-પત્નીએ પોતાનો સંસાર શરુ થયા પછી એકબીજાને આજીવન નગ્ન જોયા હોતા નથી. લગ્ન બાદ તેઓને બાળકો તો જન્મે છે પરંતુ ચરમસીમા કોને કહેવાય એની બેમાંથી કોઈને ખબર કે અનુભૂતિ પણ હોતી નથી. છતાં તેઓનો સંસાર અતિ આનંદમય રીતે ચાલતો રહે છે. કારણ કે તેઓને સેક્સ સિવાયના પણ બીજા અનેક સુખો માણતા આવડે છે. વળી આપણે ત્યાં ‘બીજા માટે જીવવું’ વધુ આનંદ આપનારું ગણાય છે અને અનુભવાય પણ છે.

આપણે ત્યાં સામાન્ય ભારતીય નાગરિકનું જીવન સામાજિક વ્યવહાર કરવામાં તેમજ પરિવારના સભ્યો કે સગાવ્હાલાઓમાં વીતી જાય છે. પોતાના કે બાળકોના સુખના ભોગે ન્યાતના ગજા બહારના ખર્ચાળ રીતરિવાજો પુરા કરવામાં કમાઈ-કમાઈને ઘસાઈ જતા પતિ-પત્ની જીવનમાં અજબ પ્રકારની ધન્યતા અનુભવે છે. અનેક પ્રકારના સામાજિક પ્રસંગોએ હાજરી આપવામાં અને સગાવ્હાલાઓ સાથે વ્યવહાર અંગેની ચર્ચા કરવામાં જ મન વ્યસ્ત રહેતું હોવાથી પૈસેટકે ખાલી થઈ ગયો હોવા છતાં ભારતીયને જીવનમાં કોઈ પ્રકારનો ખાલીપો વર્તાતો નથી. સામાજિકતા તેમજ ધાર્મિકતા એ ભારતીયોનું સૌથી મોટું બળ છે.

અમેરિકામાં બે-પાંચ વર્ષે કે દસ-પંદર વર્ષે પતિ-પત્ની છુટાછેડા લે છે છતાં એ ટુંકા ગાળાના લગ્નજીવનમાં પણ એક સાથીને વફાદાર રહેવાને બદલે ત્યાંના પતિ-પત્નીને અન્ય સ્ત્રી-પુરુષ સાથે સેક્સ સંબંધ બાંધવામાં કશું અજુગતું લાગતું નથી. પત્ની શુક્રવારે સવારે ઘરે આવેલા પોતાના બોયફ્રેંડને લઈને વિકએંડ માણવા જતી હોય અને પોતાના પતિને એવી સુચના આપી શકે, કે “ડાર્લિંગ, મારી ઓફિસે જઈને મારી રજા મુકી આવજે ને! હું આ વિકએંડમાં ત્રણ દિવસ મારા બોયફ્રેંડ સાથે વિતાવવા માંગું છું.” ત્યાં તમને એવા જ પારિવારિક ફોટાઓ જોવા મળે, જેમાં પત્નીના પહેલા પતિથી તેમજ બીજા-ત્રીજા પતિથી થયેલા બાળકો ઉભા હોય તો પતિની પહેલી-બીજી-ત્રીજી પત્નીથી થયેલા બાળકો હોય. દીકરીના પણ અનેક પતિથી થયેલા બાળકો હોય અને દીકરાએ પણ અનેક પત્નીઓથી જન્માવેલા બાળકો હોય. વ્યક્તિસ્વાતંત્ર્ય માન્ય કર્યા પછી એના પર મર્યાદા ન મુકવામાં આવે તો એના શું પરિણામો આવી શકે એના અભ્યાસ માટે આપણે અમેરિકન સમાજ તરફ જોઈ શકીએ.

મુળ વાત એ છે કે બાળકને એની મા પાસેથી પ્રેમ મળતો થશે તો જ અમેરિકન નાગરિક સ્વસ્થ જીવન જીવી શકશે. અને એ માટે સેક્સસુખથી પણ ચઢિયાતું સુખ જીવનમાં છે એનો અનુભવ તેઓને કરાવવો પડશે. અમેરિકા ગયેલા આપણા ભારતીયોના જીવન જોઈને પણ તેઓ આ વાત ના સમજે તો તેઓ જેવું દુર્ભાગી બીજું કોણ ?

Advertisements

Comments on: "અમેરિકનો મનોરોગી કેમ?" (8)

 1. અમેરિકનો ખુલ્લા અને નિર્દંભ બની જીવે છે અને જેવા છે તેવા જ બાહ્ય રીતે પણ દેખાવામાં શરમ અનુભવતા નથી તેમજ દંભી પણ નથી. માફ કરજો આપણે ત્યાં મોટાભાગના લોકો દંભી જીવન જીવે છે વળી આપણે માત્ર અમેરિકનોની સેકસ વૃતિ વિષે જ વાતો કરી ટીકાઓ કર્યે રાખીએ છીએ. તેમની અનેક સારી ટેવો કે આદત વિષે ક્યારે ય અનુકરણ કરવાનું કેમ મન કરતા નથી. અમેરિકનોની કામ કરવાની પધ્ધ્તિ પૂરા આઠ કલાકની તનતોડ મહેનત બિલકુલ કામચોરી નહિ/કોઈ પણ કામ પૂરી નિષ્ઠા અને વફાદારીથી કરવાની તત્પરતા ! ખાધ્ય કે પેય ચીજ વસ્તુઓમાં ભેળસેળ નહિ ! ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન ! સ્વચ્છતા અને સફાઈ કાબિલે દાદ ! હંમેશા પોતાના વર્તનથી બીજા કોઈને અગવડ કે અડચણ ના પડે તેવી સજાગતા અને વિવેક બતાવતી ભદ્રતા ! સીનીયર સીટીઝન પ્રત્યે માન અને આદરથી જોવાની આદત અને દરેક સ્થળે પ્રાથમિકતા આપવાની તત્પરતા ! દેશાભિમાન ! સ્વાભિમાન અને સ્વાશ્રયી પણાંએ એ દેશને માત્ર 200/250 વર્ષની સંસ્કૃતિ ધરાવતો હોવા છતાં દુનિયાભરમાં જમાદારી કરે છે જ્યારે આપણે આપણાં ભૂતકાળના 5000 વર્ષજૂની સંસ્કૃતિના યશોગાનના મિથ્યાભિમાનના વળગણમાંથી બહાર આવી શકતા નથી. ખેર !

 2. Madhav Desai said:

  Life expectancy of India is: 66 yrs
  Life expectancy of the US is: 78 yrs

  come on! we have to accept that our way is unhealthy and is not leading us anywhere.

 3. આ વાત સંપૂર્ણ પણે સાચી નથી. અમેરિકનોને પણ બાળકો એટલા જ વહાલા છે જેટલા ભારતિયોને. આજકાલ ભારતમા એકથી વધુ બાળક જુવાન દંપતિઓને મંજુર નથી.
  ‘વસ્તી વધારો’ તેનું કારણ નથી.
  હા, તેઓને ભારતિય સંસ્કૃતિ અને સંસ્કાર બંને ગમે છે. તેઓ માત્ર ‘શરીર ભુખ્યા’ જાનવર છે એ વાત સાચી નથી

 4. સંશોધન સાચું છે કે ખોટું તે ખબર નથી પરંતુ અમેરિકાની સમાજ વ્યવસ્થા કરતા અપની સમાજ વ્યવસ્થા સારી છે. એટલું જ્ઞાન લેવાય !

 5. jatin bhatt said:

  Dear Mr. Kalpesh,
  I just want to ask that… the way Americans live the criminals born. But as we can see US as a super power of world. So how can they come on this stage.
  The most important thing in us (including me)… that we are always about to take name of the innovation done by the Americans. As when Sunita Williams (she is an American by birth)… but she is having some relation with India than we have started singing our pride. Who says she is ours… On the other side Mr. Tom Alter (He is an American but now indian citizen) is doing great job here but you will never read his name in American’s News. Why this…?
  Sir gujaratima kahu to aapn ne loko ni irsha thay chhe karan ke je vastu aapne kari sakie chhe e limitation na karane nathi kari sakta etle bijani uplabdhio ne aapne pachavi jaie chhe.
  aama vaank tamaro nathi aapna sauni mansiktano chhe…
  jawab aapsho evi asha sathe…
  jatin bhatt 9824903255

 6. Sorry but disagree with this. I do not see any references here. In fact they care more about kids and take a good care too. Both mother and father are excited to have a kid.

  I’d say please check before putting this kind of articles. This kind of articles misguides our next generation. They will get confused.

 7. Kalpeshbhai, I totally disagree with this article, have you done any survey for the ‘Ganda’ people. without doing complete survey how can you write this kind of article about any culture or their habits.

 8. વાચકમિત્રો,
  ‘પ્રતિભાવ વિભાગ’ વાચકોનો હોવાથી હું એમાં આવ્યો નથી. પરંતુ આ વખતે મારું લખવું જરુરી બન્યું છે એમ મને લાગે છે.
  લેખનો મુખ્ય મુદ્દો, રાત્રે બાળકનો અને માતાપિતાનો સુવાનો ઓરડો જુદો હોવાના કારણે બાળકને એકલવાયાપણું લાગવાથી માતા-પિતાના પ્રેમ-હુંફ મેળવવાની તેમજ સુરક્ષાની ભાવના એની પુરી થતી નથી – એ છે.
  ‘ગાંડા’ શબ્દ મનોરોગી માટે વપરાયો છે. જેને સારા અર્થમાં નર્વસ બ્રેકડાઉન, સ્ટ્રેસ માઈંડ, ફ્રસ્ટ્રેટેડ માઈંડ વગેરે શબ્દો દ્વારા વર્ણવવામાં આવે છે. માનસિક શાંતિ માટેની દવાઓનું વેચાણ તેમજ યોગનું ચલણ અમેરિકામાં સૌથી વધુ છે.
  ‘સેક્સ’ એ અમેરિકન નાગરિકના જીવનનું મુળભુત તત્વ છે – એ વાત જગજાહેર છે. છતાં આ બાબત ટીકાના રુપમાં નહિ પરંતુ સહજ રીતે લખાઈ છે.
  એડમિનિસ્ટ્રેટર
  વિચારો.કોમ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: